મિત્રો
આજે એક સુંદર પણ સત્ય ઘટનાને આધારિત બે અંકી વાર્તા લઈને આવી છુ. એ સાથે આપણા બ્લોગના અને બે એરિયાના નવા લેખિકા વાસંતીબેન રમેશભાઈ શાહ નું સ્વાગત કરું છું.
તેમની રજૂઆત ખુબ જ સુંદર છે. મેં માણી છે માટે જ આપ સર્વને માણવા રજુ કરું છું. મિત્રો આપના અભિપ્રાય એમને વધુ લખવા પ્રેરરશે. હું જાણું છું કે હું સરસ લખી શક્તિ નથી, પરંતુ પ્રભુએ મને કોઈ લખતું હોય તો તેના લખાણને પ્રેરણા આપવાનું નિમિત્ત જરૂર બનાવી છે, તો મિત્રો આપ પણ આ નિમિત્ત બનવાનું ચૂકશો નહિ ,લેખિકા નો પરિચય એમની રજૂઆત જ સમજી લો ને …..
કલ્પના કે વાસ્તવ
પ્રેમલ મધ્યમવર્ગમાં ઉછરેલી સુશીલ ને સંસ્કારી પુત્રી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચવર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસુસ તવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન હતી. પ્રેમલ ભણવામાં ખુબ હોશિયાર અને તેજસ્વી હતી. તે જેટલી રૂપાળી હતી તેટલી જ નમણી ને નમ્ર વિવેકી હતી. પ્રભુએ જાણે તેને સર્વગુણ સંપન્ન કંઠારી હતી.
20ની ઉંમરે તે ગ્રેજ્યુએટ થઇ ગઈ, સાહિત્ય રસિક જીવ હતો ,સાહિત્ય સર્જનમાં અનેરી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી એ કંઈ જેવી તેવી પ્રસિધ્ધિ ન હતી ,કાવ્યોનું વાંચન કરવું અને કાવ્યરચનાઓ કરવામાં તેને કોઈ આંબી શકે તેમ ન હતું.
પાંચ સાત વર્ષમાં તેની એનેક કાવ્ય રચનાઓ લોકપ્રિય બની ગઈ.અને એક નાનકડો કાવ્યસંગ્રહ પણ બહાર પડ્યો. સાહિત્ય ઉપરાંત તેને ચિત્રકળામાં પણ ખુબ જ રસ હતો. નવા નવા ચિત્રો દોરવા ,તેમાં એ માનવીના આમ – જીવનમાં આવતી મુશ્કેલીઓ અને હાવભાવ ઓતપ્રોત તય તેવા દ્રશ્યો ચિતરવામાં નિપુણ હતી અનેક પ્રદર્શનોમાં તેની મૌલિકતાના વખાણ સૌના મુખે સંભાળવા મળતા ,પ્રથમ ,દ્રિતીય કે તુતીય ઇનામમાં પ્રેમલનું નામ ન હોય તે સંભવે જ નહિ. તેમ છતાં પ્રેમલના દિલ કે મુખ પર ગર્વ કે અભિમાનની રેખા કે નિશાન કદીયે જોવા મળ્યા નથી. દીકરીની પ્રસિધ્ધિથી મમતાબેન ખુશખુશાલ રહેતા.આ બધું જોતા મનમાં ક્ષણિક વિચાર આવી જાય કે તે આલોકની નથી લાગતી પણ પરલોકની જ વ્યક્તિ છે. “ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દૈતા હૈ ” એ ઉક્તિ અક્ષરસ :સાચી છે પરંતુ અતિશય સુખ પણ ઝાઝો સમય ટકતું નથી એ પણ ઉક્તિ એટલી જ સાચી અને સત્ય છે.
ધીમે ધીમે પ્રેમલની તબિયત નાદુરસ્ત રહેવા લાગી ડૉકટરે નિદાન કર્યું કે મગજમાં ટ્યુમર છે. આ પ્રકારનું ઓપરેશન તે સમયે ખુબ જ કઠીન હતું તેમાં ફક્ત 1% થી 2% બચવાની તક માત્ર રહેતી હતી ડૉ. કહેતા હતા ઓપરેશન થી ગાંઠ નીકળી જશે ,અને માં પ્રેમલને કહેતી પ્રભુ બધું સારું જ કરશે ચિંતા ના કરીશ. પ્રેમલ સમજી ગઈ હતી કે આ માત્ર આશ્વાસન આપવા ખાતર આપે છે ,પણ તે તે હિમત હારે એમ થોડી હતી તે તો ટુકું અને સરસ જીવવામાં માનતી હતી.માતા મમતાબેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પ્રભુભક્તિએ તેને ખુબ હિંમત આપી. પ્રેમલની સામે હિંમત આપતા મમતાબેન છાનામાના ખૂબ રડી લેતા પરંતુ પ્રેમલને કદી ઉદાસ કે નિરાશ તવા દીધી ન હતી.
ધીમે ધીમે પ્રેમલની શક્તિઓ ક્ષીણ થવા માંડી ,મમતાબેન પ્રેમથી શક્ય તેટલી દીકરીની સેવા કરી પણ પ્રેમલને બચાવી ન શક્યા. પ્રેમલની આખરી ઈચ્છા અનુસાર તેણીના ચક્ષુદાન પણ કર્યા. અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ થયો, પ્રેમલનું નાશ્વત શરીર માટીમાં વિલિન થઇ ગયું. ……
માતા એ તેની યાદોને સમેટવા માંડી ,એના લખેલા કાવ્યો અને ચિત્રો ને ભેગા કરી પ્રસિદ્ધ પણ કર્યા પરંતુ તેના ચિત્રોમાં એક યુવાનની તસ્વીર દોરી હતી તે પ્રશ્નાર્થ રહી. એમણે આ યુવાનને કદી જોયો ન હતો ચિત્રમાં યુવાનની ઓજસતા અને નિખાલસતા પ્રગટતી હતી. પરંતુ આ દેખાવડો પ્રસશનીય યુવાન કોણ હતો ?…..શું આ માત્ર પ્રેમલની કલ્પના નો યુવાન હતો? કે એના જીવનની કોઈ ગમતી વ્યક્તિ કે પ્રેમી ?…..આ માત્ર કલ્પના કે વાસ્તવ ?
–વાસંતીબેન રમેશભાઈ શાહ
મિત્રો વધુ બીજા અંકમાં ……
Welcome to Vasantiben.
LikeLike
માનનીય વિનોદભાઈ,
આપની બ્લોગ પર ની મુલાકાત બદલ આભાર ,અને ખાસ તો નવા લેખકોને પ્રોત્સાહન આપ્યા બદલ। …આજ રીતે આપના બ્લોગ પરનો અનુભવ અને લેખક ની મુલાકાત નો લાભ અમને મળતો રહે તેવી કામન।…..
LikeLike
આપની બ્લોગ પર ની મુલાકાત બદલ આભાર ,અને ખાસ તો નવા લેખકોને પ્રોત્સાહન આપ્યા બદલ। …આજ રીતે આપના બ્લોગ પરનો અનુભવ અને લેખક ની મુલાકાત નો લાભ અમને મળતો રહે તેવી કામન।…..
વધુમાં પરાનંદમાંથી આપોઆપ અળતો નિજાનંદ એટલે સાહિત્ય ગોષ્ઠિ,આંગળી ચિંધ્યાનું પૂણ્ય મહાનતર હોય છે.
गुरु गोविंद दोनो खडे,……. किसको लागुं पाय,
बलिहारी गुरुदेवकी, जिन्हे गोविंद दियो बताय..
LikeLike
વાર્તાલેખન સરસ છે. ટુંકી વાર્તા એક જ અંકમાં પૂરી કરવી સારી રહેસે, નવલકથા હપ્તે હપ્તે હોય એ સમજી શકાય એવું છે, પણ ટુંકી વાર્તામાં વિક્ષેપ એની અસરકારકતામાં ઘટાડૉ કરેછે.
આ મારૂં નમ્ર સૂચન છે, ટીકા નથી.
LikeLike
Waiting for second part.
LikeLike
દાવડા સાહેબ આપની વાત સો ટકા સાચી શું કરું ? વડીલો ટાઇપ કરી શકતા નથી મને કાગળમાં લખી મોકલે છે.અને કોઈવાર મારાથી ટાઇપ ન થાય એટલે બે ભાગ કરી નાખ્યા પરંતુ લ્યો આ બીજો ભાગ રજુ કરું છું એ જરૂર થી વાંચશો .Thanks
LikeLike