માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ- મધર ટેરેસાને -શ્રધાંજલિ

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ-એક આલ્બેનિયનમન કેથલિક નન
જેમના  ચરણોના પવિત્ર સ્પર્શથી ભારતની ભૂમિ ધન્ય થઈ ગઈ. અને જેના માટે ભારત જ એમની કર્મભૂમિ બની ગઈ
અને જે ભારત  આવીને જ બન્યાં..
મધર ટેરેસા”
(જન્મ: ઑગસ્ટ ૨૬, ૧૯૧૦ મૃત્યુ:સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વધરાવતાં એક આલ્બેનિયનમન કેથલિક નન હતાં.1950માં તેમણે ભારત ના કોલકતામાં ઠેકઠેકાણે ચેરીટી મિશનરીઝની સ્થાપ્ના કરી. સતત  45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરીઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
મધર ટેરેસાનું એક વાક્ય ઘણું બધું કહી જાય છે :
“ઈશ્વર આપણને બધાને ખૂબ મોટાં કામો કરવાનું કહેતો જ નથી. તે તો આપણને પ્રેમથી નાનાં નાનાં કામો પણ કરવાનું કહે છે.” મધર ટેરેસા કેથલિક ખ્રિસ્તી હતાં, પરંતુ તેમની ‘નિર્મળ હૃદય’ સંસ્થામાં આવનારાં દુઃખિયારાં લોકો કયા ધર્મમાંથી આવે તે કદી પૂછવામાં આવતું નહીં અને તેથી જ તેઓ   આખા વિશ્વનાં ‘મધર’ બની ગયાં.
પાંચ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું.ત્યારે સમગ્ર વિશ્વે માં ગુમાવી હતી…
આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
પદ્મામાસીએ એમની કવિતામાં માતા ના વિયોગને ખુબજ સુંદર રીતે આલેખ્યો છે.
ચાલો આજ તેમના  નિમિતે તેમના સદગુણો ને અપનાવી ખરા અર્થ માં તેને યાદ કરીએ.
મધર  ટેરેસા

ઓ  મા,  હે  જગની  મધર  ટેરેસા  મા
ભારતની ધરતીને નીજ ભોમ ગણીતી મા
રોમન  કેથોલિક  પંથની  ભેખ ધરીતી મા
નરસિંહનાવૈષ્ણવ  ધર્મની હરીજન હતી તું મા

તારામાં ત્રણ રૂપ સમાયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તુજમાં
સેવાના કાર્યો કરીને, વાત્સલ્યના ઝરણા રેલાવ્યા મા
કચરા પેટી મહીંથી શોધ્યા, ત્યજાયેલા શિશુઓ જન્મેલા
નમાયાની જનેતા થઈને, નવજીવન દીધા આ જગમાં

ભૂખ્યાઓને ભોજન દઈને,  કલ્પવૃક્ષનો કર્યો મહિમા
અક્ષયપાત્ર સદા છલકાયે, સેવાના ક્ષેત્રે તારા પગલે મા
ભાંગી તૂટેલા ઘણા  હૈયાને, તેં નવજીવન દીધા છે મા
તારો જયજયકાર કરું?  કે તારૂ હું  મંદિર બાંધુ  મા ?

આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
આકાશે  નક્ષત્ર   ચંદ્ર  થઇ, શીતળતા વરસાવજે મા
સોનેરી નવ  ઉગતી ઉષામાં, આશાઓ  સિંચજે   મા

દરિદ્રનારાયણની સેવાનો, જગમાં સદા માર્ગ ચિંધજે મા
ઓ મધર ટેરેસા મા ……..  ઓ જગની મધર ટેરેસા મા

પદ્માબેન કનુભાઈ શાહ-  

”દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ” – મધર ટેરેસા
 

3 thoughts on “માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ- મધર ટેરેસાને -શ્રધાંજલિ

 1. એક સમયે માત્ર ૧૩ સભ્યોથી શરૃ થયેલું તેમનું સેવાકીય કાર્ય આજે ૧૨૩ દેશોમાં પ્રસરી ગયું છે.

  Like

 2. સીધી લાઇને જવું ========= દોર દિવસનો ગુજરે રોજ શિરસ્તો સમજી ઉતરે રોજ

  રામાયણ નન્દવાય રોજ સીતા હરણ પણ થાય રોજ

  કથા કવાયતની મંડાય રોજ ઘસરકાથી શરીર ઘસાય રોજ

  શોધે ચરણો રસ્તા ઉમળકાથી રોજ આમ ભુગોળ ક્યાં બદલાય રોજ ?

  ગણતરીએ હોતા નથી પડઘા રોજ છતાં ગણતરીઓ પુર્વક ગરજે રોજ

  ભલામણો અર્થોની લઇ ફરીએ રોજ પ્રશ્નો મળે શબ્દો લઇ ઉત્તરો ન મળે રોજ ===પ્રહેલાદભાઈ પ્રજાપતિ   P. P. Prajapati Proprietor +91 93270 05315

  ________________________________

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.