આવતીકાલે વેલેન્ટાઇન ડે
જે હૃદયમાં ઉગે ને ખબર પણ ના પડે
મિત્રો
આજે પ્રેમની સુંદર અભિવ્યક્તિ કાવ્યમાં લાવી છું
…કવિતા માં સ્પર્શ નો અહેસાસ છે પણ નિર્દોષ પ્રેમની વાતો છે ..પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં છતા અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ જયારે શબ્દો માં સર્જાય ત્યારે કવિતા બનીને ફૂટી નીકળે .. આવોજ એક અહેસાસ તમને પદ્માબેનની કવિતામાં જોવા મળશે .
પ્રેમનોફૂવારો
સાંવરી સૂરત એની મોહિની મૂરત નયનોમાં એ છે સમાયો નાવલિયો મારા મનમાં ભાયો નીરખી સહેલીઓ એ કાનમાં કહ્યું અલી તારો વર છે વરણાગિયો શું કહું સખી મારા મનને એ બહુ ભાયો છેલ રે છબીલાને દુરથી હું ભાળું શરમના શેરડેથી લાજીમરુ ને નજીક આવે તો કાળજે થતો ધબકારો સખી! એ તો મારી કીકીઓમાં એવો સમાયો પૂજા, વ્રત, શ્રીફળને ફૂલોધરીને મારી ગોરમાના આશિષે મેં એને પામ્યો સખી મારો સાંવારીઓ ભોળોને નખરાળો નાની નણદી છે મારી ખૂબરે વ્હાલી વારે વારે વીરને દેતી અણસારો મારે માથેથી ઓઢણીનો છેડો ખેંચી મલકાતી કહેતી ભાભી તમે ક્યારે થાશો વરણાગી? વરણાગી ભાઈને તમે વ્હાલા થશો ભાભી લાજી મરું હું તો શરમાઈ શરમાઈને મારા અંતરમાં કૈક કૈક થાય સહેલી ને ઓઢણીથી ચહેરાને મેં ઢાંક્યો ત્યાં તો વરણાગી વ્હાલમ સરકીને ધીરે અંબોડે ચમેલીના ફૂલનો ગજરો પહેરાવ્યો શું કહું સખી! મારા મનડાને એ બહુભાવ્યો કોમળ કળીશી એની રેશમી હથેળીથી એણે મારી ઓઢણીનો છેડો સરકાવ્યો મારા ગાલના ખંજન પર ધીમે હાથ પ્રસરાવ્યો હર્ષ ઉલ્લાસે મારૂં કાળજું ફફડેને રોમરોમ પુલકિત થઇ હું એના સ્પર્શની ક્ષણોએ ત્યારે પ્રગટ્યો ત્યાં પ્રેમનો ફૂવારો મ્હેંકી ગઈ હું તો અંતરના ઓરડે મારા હૈયામાં પીયુની સુગંધ પ્રસરાય ને નાવલિયો મારા મનમાં સમાયો યાદ કરું એની મસ્તીને વહી જશે આયખું પ્રભુ પાસે માંગ્યો સાતજન્મનો સથવારો સાવરિયો મારો ભોળોને નખરાળો શું કહું સખી! એતો મારા હૈયામાં સમાયો એતો મારા હૈયામાં સમાયો
પદ્માબેનકનુભાઈશાહ
( કોપીરાઈટ
: પદ્માબેનકનુભાઈશાહ, Jan . 29 2011 CA ) |
Wonderful ! Very niece poem.You You have described the feelings of a young newly wed woman
in a beautiful way.
Fulvati Shah
LikeLike
Very Nice!!! Enjoyed reading it…
LikeLike