વિસ્તૃતિ…૪૧-જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની વાર્તા “પારસ”વિશે આજે આપણે જાણીશું એનો અનુવાદ મને નથી મળ્યો પણ ઘણાં સમય પહેલા તે વાંચી પણ હતી અને હિન્દીમાં પણ સાંભળી હતી.અહીં સંસ્કાર અને ઉછેરની વાત વીણી લેવાય છે.
બંગાળી સમાજની કૌટુંબિક ભાવના વિશે પણ સુંદર આલેખન થયું છે ને પૈસો શું ન કરાવે એની છણાવટ કરવામાં આવી છે.
આ વાર્તા બે સગા ભાઇઓની છે જેમાં શરદબાબુએ એક પાત્ર રચ્યું હતું ગુરુચરણનું, જે પાત્ર બંગાળના એક એવા પુરુષની વાત રચી છે જેમાં સજ્જનતાને કુટુંબભાવના ભરપૂર હતી. નાનાભાઈ હરિચરણ અને તેની પત્ની પર કટાક્ષ યુક્ત વાર્તા રચાય છે.ભાઈના પુત્રનું નામ પારસ હતું તેને મોટા તાઉ એટલે કાકા ગુરુચરણે સંસ્કાર સિંચી મોટો કર્યો હતો .ગુરુચરણ ઘરના કર્તા હર્તા હતા .તેઓ પુરા ગામનાં કર્તા હર્તા હતા એમ કહીએ તો ચાલે .ગામમાં મોટા મોટા મજમુંદારો હતાં, પણ ગુરુચરણનું નામ સદગૃહસ્થોમાં લેવાતું.

નાનો ભાઈ હરિચરણ પરદેશમાં રહેતો. તેની પહેલી પત્ની એક પુત્ર મૂકી મૃત્યુ પામી હતી તો તેણે બીજા લગ્ન કરી લીધાં હતા ગુરુચરણની પત્ની પણ મૃત્યુ પામી હતી .વચેટ ભાઈ મૃત્યું પામ્યો હતો,તેની પત્ની મજલીવહુ ઘરમાં રહેતી હતી ને બધાં જ કાર્ય કરતી હતી. ગુરુચરણ ને તે પિતા સમાન ગણતી હતી. હરીચરણની બીજી પત્નીનું તેના સાવકા પુત્ર પારસ પર કોઈ ધ્યાન નહોતું. તેણી તેને અવગણતી રહેતી હતી.તે મા માટે તલસતો .ગુરુચરણ ને મજલીવહુનો તે પ્યાર પામતો હતો ગુરુચરણને એક પુત્ર હતો તેનું નામ વિમલ હતું,પણ તે પિતા જેટલો સંસ્કારી ન હતો કુસંસ્કારી હતો. ગામમાં
ગુરુચરણની શાખ હતી તેઓ ખૂબ જ ભણેલા હતા પણ શ્રીકુંજપુરની પાસેના ગામમાં વિદ્યાલયમાં નોકરી કરવા ગયા પછી તે ત્યાં જ નોકરી કરતા રહ્યાં. જો તેઓ ધારી શકે તો નગરમાં જઈ અને કમાઈ શકે પણ તેમણે આ વિદ્યાલય ને પોતાનું જીવન જ માની લીધું હતું .તેઓ સજ્જન ચરિત્રવાન અને નિષ્ઠાવાન હતા અને સંપૂર્ણ ગુણવાન પણ હતા. તેઓ હવે નિવૃત્ત જીવન જીવતા હતા .તેઓની ઉંમર સાંઈઠ વર્ષની થઈ ગઈ હતી નાના ભાઈના દીકરા પારસને તેઓ ભણાવતા તેમનો દીકરો હતો પણ કુદરતની કેવી લીલા કે તેમની સજ્જનતા નો છાંટો તે પુત્રમાં ન હતો.

પારસ એમ.એ પાસ કરી કાનૂનનો અભ્યાસ કરી રહ્યો હતો પણ ગુરુચરણ હવે નિવૃત્તિમાં પેન્શન ઉપર જ જીવતા હતાં. તેમના જેવો સજ્જન વર્તાવ કે સદભાવના જો કોઈ બતાવતું તો ગામમાં યુવાનો તેઓને કહેતા કે અરે ,આ તો ગુરુચરણ બની ગયા છે. આમ તેમની તુલના થતી.

હરીચરણ યુદ્ધ પછી ગામમાં આવ્યો તો અચાનક જ પૈસાદાર થઈને આવ્યો હતો . એક દિવસ તેણે ઘર જમીનનાં બે ભાગલા કરવાની વાત કરી તો ગુરુચરણે તેને મજલી વહુના ત્રીજા હિસ્સાની વાત કરી. હરિ ચરણનું મન ખાટુ થઈ ગયું. તેણે તેનો વિરોધ કર્યો ગામને ન્યાય અન્યાય સમજાવનારા ગુરુચરણે તે વિધવા સ્ત્રી માટે ખૂબ લડ્યો હરીચરણની સ્ત્રી મજલી વહુને ખરી ખોટી સંભળાવતી હતી. તેને જુદી થવા કહેતી તેને પિયર જતી રહેવા મહેંણા મારતી. હરિચરણે હવે ત્રાસ વર્તાવા માડ્યો હતો .ઘરમાં ખાડા ખોદી કાઢ્યા હતા. વાસણ કુશળના ભાગ પાડવા માંડ્યા હતા. જમીનમાં પણ જેમ તેમ ભાગ પાડી લેવામાં આવ્યો હતો એક દિવસ ગુરુચરણની ગેરહાજરીમાં મજલી વહુ ને ખૂબ માર માર્યો હતો.ભણેલા ગણેલા ગુરુચરણે દીકરી સમાન મજલી વહુ માટે પોતાની ચેન વેચી કેસ લડ્યો પણ તેણી હાજર ન થઈ અને અચાનક પિયર ચાલી ગઈ . કેસ જીતવા પારસને બોલાવ્યો કલકત્તાથી તો તે પણ પિતાના પક્ષમાં જઈ બેઠો .

ચારે બાજુથી હતાશ નિરાશ ગુરુચરણ હવે બેચેન થવા લાગ્યા તેમની પાસે ઘરની જૂની દાસી પંચોલીનીમાં જ રહેતી હતી .પારસ આવ્યો છે તે જાણી તેવો મળવા ગયા તો કોઈએ તમને મળવા ન દીધા .અચાનક એકવાર વિમલ ઘરે આવ્યો હતો અને થોડા કાગળ ભરેલી એક બેગ મૂકી ગયો હતો. પારસ અવારનવાર હવે ગામમાં આવતો પણ અજાણે જેણે તેનામાં સંસ્કાર રેડ્યા હતા. પ્રેમ આપ્યો હતો તે તાઉજીને ન મળતો .પિતાને માતા ને પગલે ચાલતો થઈ ગયો હતો. એક સવારે દૂધવાળી જોર જોરથી રડતી આવી અને ફરિયાદ કરી કે ગુરુચરણે તેને લાત મારી ફેકી દીધી .ઘરના ખાડામાં પડતાં તેની નાકની નસકોરી ફૂટી અને લોહી લુહાણ થઈ ગઈ .તેને હરિચરણે ઉકસાવી કેસ કરવાનો કહ્યો અને ગુરુચરણ ને દંડ કરાવ્યો ,રૂપિયા દસની સજા કરી. ગુરુચરણના આ કૃત્યને તેની પત્ની અને પુત્ર અને બીજા બધાં કોઈ જ માનવા તૈયાર ન હતું પણ કદી જૂઠું ના બોલનારા ગુરુચરણે ખરેખર સત્ય બોલી ગુનો સ્વીકાર્યો હતો. હવે ગામમાં પણ બધાં બાળકો ગુરુચરણની પાછળ દોડતા અને તેને દૂધવાળી નું ગીત ગાઈચીઢવતા..વિમલની મૂકેલી બેગ પારસને બતાવી તો તેમાં તેની ગુનાખોરીનાં દસ્તાવેજો મળ્યા. તો પારસે પોલીસ બોલાવી તેમને સજા કરાવી અને વિમલને પણ સજા કરાવી .
આમ પારસ પણ માનવતા ભૂલી પિતાના પગલે ચાલવા લાગ્યો હતો. એકવાર ગામનાં બધાં સજ્જનો હરિચરણની બેઠકમાં બેઠા હતા લુહાર જાતિના લોકો વિશ્વકર્માની પૂજામાં નગરથી વેશ્યાઓ બોલાવી હતી તેઓનાં નાચગાનની વચ્ચે ગુરુચરણ પૈસા ઉડાવી રહ્યાં હતાં અને ધીમે ધીમે હસી રહ્યાં હતા. અવિનાશ નામનો એક ગામનો શખ્શ ત્યાં આવી આ સમાચાર આપ્યા કે ગુરુચરણ લુહારો ને વેશ્યાઓની વચ્ચે બેસીને મજા ઉડાવી રહ્યાં છે .બધાં ટીકા કરવા લાગ્યા ગુરુચરણની આ નીચતા પર ભાઈ પણ વિચાર કરતો રહી ગયો શુંઆ મારો મોટો ભાઈ સજ્જન સદગુણી ગુરુચરણ ?ના તે હસી શક્યો ના રડી શક્યો હજુ ત્યાં યક્ષ યજ્ઞમાં નાચ ગાન ચાલી રહ્યું હતું અને તે સમયે ચહેરો મોઢું છુપાવી એક સજ્જન આવ્યો અને ગુરુચરણ ના ખભે હાથ મૂકી અને કહ્યું,”ઘરે ચાલો.”
ગુરુચરણ ,”ઘર ,બોલી ઊભા થયા , આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિ પારસ જ હતો .તેને તાઉજીના ચહેરા પર નજર નાંખી નિસ્તેજ આંખો અને ભાવહિન ચહેરો જોઈ પારસને થયું ગુરુચરણ હવે કોઈ સીમા લાંછન લગાડવા માટે બાકી નહોતી રાખી.પારસે ધીરે રહી ગુરુચરણને કહ્યું ,”તાઉજી, તમારે કાશી જવું છે ને ? ગુરુચરણે કાશીનું નામ સાંભળી ડોકી હલાવી કહ્યું,” હા જવું છે ,પણ મને કોણ લઈ જશે ? પારસે ભારે હૈયે કહ્યું ,”તાઉજી હું લઈ જઈશ.”
ગુરુચરણે કહ્યું ,”હા તો ચાલો ઘરે જઈ બધું લઈ લઈએ.”

પારસે આંખોના અશ્રું લૂછી કહું,”આ ઘરમાંથી હવે આપણે કાંઈ જ નથી લેવું.”

ગુરુચરણે થોડીવાર તેની સામે જોયું અને ગણગણ્યા “હા ,હા એ ઘરેથી આપણે કાંઈ જ નથી લેવું. કાંઈ જ નથી લેવું.” પારસની આંખ ભરાઈ આવી તેણે તાઉજીનો હાથ પકડ્યો અને તે તેમને લઈ ચાલી નીકળ્યો.

મિત્રો જોયું ને આખરે સંસ્કાર જીત્યાં.ત્યાં ગુરુચરણ જોડે નો હરિચરણનો વ્યવહાર વિટંબણા સતામણીએ એક સજ્જનને દુર્જન બનાવી દીધો પણ સિંચેલા સંસ્કાર જીતી ગયા અને ઉછેર આખરે હારી ગયો . બંગાળની આ કૌટુંબિક દશાનું વર્ણન આપણે આજે પણ આખા વિશ્વમાં જોઈ શકીએ છીએ .જે શરદબાબુ એ સો સવાસો વર્ષ પહેલાં પણ વાર્તા રૂપે આપણી સમક્ષ દર્શાવી ગયા હતા.

મિત્રો આવતા અંકે ફરી આવી ક્યાંક ને ક્યાંક અદ્રશ્યમાન વાર્તાઓ શોધી નાખીશું અને તમારી સમક્ષ સંક્ષિપ્તમાં રજૂ કરીશું જેમાં વિશ્વના સ્તર ઉપર રહેલી દશા અને દિશા ની વાતો માંણીશું.

અસ્તુ,
જયશ્રી પટેલ
૪/૧૨/૨૨

                  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.