અવલોકન -૨૧-નીંદણ

       વસંત આવી ગઈ છે. ઘાસ લીલું થવા લાગે તે  પહેલાં જંગલી છોડમાં  [ weeds ]   ઘણી વહેલી ફૂટ આવી ગઈ છે. ઘાસનાં પાનથી બેકયાર્ડમાં હરિયાળી છવાઈ જાય, તે પહેલાં એમનું સામ્રાજ્ય ઘણું ઊંચું થઈ ગયું છે.

     આમ જ બનતું હોય છે. દુર્ગુણો, દુરાચાર, અસહિષ્ણુતા, નકારાત્મકતા …. એ બધાંની સેના વધારવા અને આગળ ધપાવવા કોઈ માવજત કે તાલીમ જરૂરી નથી હોતાં. એના કોઈ ટ્યૂશન ક્લાસ ચલાવવા નથી પડતા! એ તો હાવ ‘મફત’માં મળી જતું ગનાન હોય છે. સમાજ સુધારકો, યુગપ્રવર્તકો, મુઠ્ઠેરી ઊંચા મ્હાનુભાવો સુધરવા માટે  કહી કહીને થાકયા અને ….વિદાય થઈ ગયા.

આપણે તો રામ એના  એ  જ !

ગીતા બહેન પુછતાં જ રહેશે –
‘આમ કેમ?’ !

બેકયાર્ડમાં હિંચકે ઝૂલતાં ઝૂલતાં આ વિચારના ઝોલે ચઢી જવાયું. મન અતીતમાં ગરકી ગયું. આવું જ કાંઈક પહેલાં પણ વિચાર્યું હતું , તે યાદ આવી ગયું . આ રહ્યું –


     છેલ્લા અઠવાડિયા કે દસ દિવસથી શિયાળો પૂર બહારમાં છે. સવારે ઊઠીએ ત્યારે ય થર્મોમિટરનો કાંટો ચાલીશ અંશ ફે. ની નીચે જ હોય. રાત્રે તો ૩૨  ની નીચે થઈ જતો હશે. ઘાસનું એક તણખલું પણ લીલું નથી. બધાં ઝાડ સાવ બોડાં બની ગયાં છે. બધું સાવ સુક્કું અને નીરસ લાગે છે.

      પણ આ સુક્કાભંઠ ઘાસની વચ્ચે રડ્યુંખડ્યું જંગલી નીંદણ લીલુંછમ્મ છે. તેની ઉપર આ ગાત્રો થીજવી દેતી ઠંડીની કોઈ જ અસર થતી નથી. તેની પ્રતિકારશક્તિ અનન્ય છે. એને કોઈ માવજતની જરુર નહીં. એ તો ગમે ત્યાં અડાબીડ ઉગી જાય. કદાચ ઝાકળનું પાણી પીને પણ એનો ગુજારો થતો હશે! ખેતરનો બધો રસકસ ચૂસી લે. જંગલી ઝાડીઓમાંય આમ જ હોય છે ને? ગમે તેવા ઉપવનને વનમાં ફેરવવાની તેની શક્તિ અજોડ છે!

    અમે તો કેટલીય વાર એને કાઢી મુકવા ઝેરી રસાયણો છાંટ્યાં. પણ એ રામ તો એના એ.  આપણી જમીનમાંથી વિદાય લઈ લે, તો પાડોશીના પ્લોટમાંથી એ તો ઊડતાં ઊડતાં આવી જાય –  પેલા ગ્રીક ફિનિક્સ પંખીની જેમ. એ તો બળી જાય તો પણ  રાખમાંથી નવજીવન પામી જાય.

      માટે તો ખેતરોમાં અને બગીચાઓમાં પાક ઊગાડવા જેટલું જ નીંદામણ કરવું અગત્યનું હોય છે. એ રાક્ષસી માયાને વધવા ન જ દેવાય. બધા રસ્તા અજમાવી એને તો ઝબ્બે જ કરવી પડે.

      એ વખતે અહિંસાને પરમ ધર્મ ન બનાવી દેવાય !

દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?

8 thoughts on “અવલોકન -૨૧-નીંદણ

 1. સરસ ચિંતન લેખ

  દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?

  સજ્જનો અને ગુણોની હરિયાળી લોનમાં દુર્જનો અને દુર્ગુણોનું જંગલી ઘાસ ફરી ફરી ઉગી જાય છે અને લોનની શોભા બગાડી મુકે છે !

  Like

 2. એક બહુ જરૂરી વાત લખવાની રહી ગઈ…
  આપણે આપણા બેકયાર્ડમાં જ નીંદણ કરી શકીએ – પાડોશીના બેકયાર્ડમાં નહીં !
  પણ કમનસીબે આપણને આપણા દુર્ગુણો નજર અંદાજ઼ નથી થતાં હોતાં ! આપણને તો દુનિયાને સુધારવાના ધખારા હોય છે !

  Liked by 1 person

  • હા હા! Very funny !પણ આવું કેમ ? તમે કોઈનો ઉલ્લેખ કરો પણ નોટિફિકેશન બહુ મોડું – કોઈ ફ્રેન્ડના ફોન કોલ થી આવે ?( just kidding : but because got busy with traveling , family ..) but you are right : we like to straighten other’s lives .. it’s more fun!! હા હા

   Liked by 1 person

  • માનનીય ચીમનભાઈ

   આપ પ્રતિભાવ આપો છો એ ગમે છે…બધા લેખમાં મુકશો તો વધુ આનંદ થશે

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.