ડાયા સ્પોરા-અછાંદસ કાવ્ય -(15) રશ્મિ જાગીરદાર

કે મન તરસે
અવની,
રૂપેરી ઓઢણી ઓઢી,
સ્વત્વ સંકેલી પોઢી.
ઘર- આંગણ રસ્તાને શેરી,
ટેકરીઓની હારમાળા સ્નોથી દીસે અનેરી,
તરુવર તણા ડાળ -ડાળી પણ નર્યા ચંદેરી,
ચમકતી ચાંદી જ્યાં ત્યાં  સઘળે છવાઈ,
ગાત્રો  ગાળતી શીતળતામાં હું પામું નવાઈ!
કે, મન,
 મારું મન તરસે,
તપ્ત તડકાની પીળાશ જોવા,
સુવર્ણ રંજીત,
ઘર, આંગણ, રસ્તાને શેરી ત્યાં તપે કેવાં?
ગાત્રો બાળતી ઉષ્ણ ગરમીને ચાળવા,
બાંધેલ ખસની ટટ્ટી પર પાણી છાંટવા!
કે મન
મારું મન તરસે,
૫૦ ના તાપમાને તપતી,
મુજ વતનની બળતી ધરાને,
થોડી જ – બસ થોડી જ ઠંડક બાંટવા!
                 રશ્મિ જાગીરદાર

8 thoughts on “ડાયા સ્પોરા-અછાંદસ કાવ્ય -(15) રશ્મિ જાગીરદાર

 1. મારું મન તરસે,
  ૫૦ ના તાપમાને તપતી,
  મુજ વતનની બળતી ધરાને,
  થોડી જ – બસ થોડી જ ઠંડક બાંટવા!

  વાહ, આ અછાંદસ માં વતન પરસ્તી નો સુંદર ભાવ રજુ થયો છે.

  Liked by 1 person

  • ખુબ આભાર વિનોદભાઈ,આપનો . આપ સૌ નો દરેક અભિપ્રાય મારા માટે સીડી નું ઉપલું પગથીયું બની રહે , તેટલી ક્ષમતા ધરાવે છે.

   Like

  • ઓહ જયશ્રી બેન, આપનો તો આભાર માનતાં પણ મને ક્યાંથી આવડે ? છતાં ખુબખુબ આભાર!

   Like

  • ખુબ આભાર દર્શનાબેન , આપ કહો છો તેમ ઠંડી-ગરમી અને બીજું બધું પણ વહેચીને જીવતાં શીખી લેવાય તો કેટલું સારું !

   Liked by 1 person

 2. અછાંદસ કવિતાનું સરસ ઉદાહરણ. કાવ્ય તત્વથી ભરપૂર પંક્તિઓ મનના મોજાંઓનું દર્શન કરાવે છે. બહુ સરસ.

  Liked by 1 person

  • કેટલો આભાર માનું દાવડા સાહેબ આપનો ? આપ સમાન ગુણીજનો પાસે જ હું શીખું છું ,ને શીખવું પણ છે, ક્યાં તો અર્જુન બનીને કે પછી એકલવ્ય બનીને ! આભાર .

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.