વેલેન્ટાઈન ડે

મિત્રો,

વેલેન્ટાઈન ડે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ

વેલેન્ટાઈન ડે નિમિત્તે જયાબેનની સુંદર  રચના લાવી છું

એમણે વેલેન્ટાઈન ડે ને   ઉત્સવ દરીકે વર્ણવ્યો છે .

પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે...

પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે..



 

એજ  વેલેન્ટાઈન ડે

કરી જો તું  પ્રભુ ને પ્યાર  એજ  વેલેન્ટાઈન ડે..

રડતા  બાળક ને હસાવી જો  એજ વેલેન્ટાઈન ડે

દુખ ને પણ માન પ્રભુ નો પ્રસાદ  એજ  વેલેન્ટાઈન ડે

ને  સુખ ને સહુને  વહેંચતો જા એજવેલેન્ટાઈન ડે

વૃદ્ધ માં બાપ ને દેજે મીઠો ટહુકો એજ  વેલેન્ટાઈન ડે 

 

ને સ્વજનો ના સ્નેહ ને રાખજે મહેકતો એજ   વેલેન્ટાઈન ડે 

 

પડકારો ને હિંમત  થે દેજે હોંકારો  એજ   વેલેન્ટાઈન ડે 

 

ને શાંતિ માટે  હાથ  જોડનારો એજ   વેલેન્ટાઈન ડે 

 

શોભે જીવન માં પ્રારબ્ધ પૈસો ને પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે 

 

જનની  , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે


ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
૧૦૬૫  વેસ્ટ હિલ્લ કોર્ટ
કેલીફોર્નીયા અમેરિકા- ૪૦૮-૯૪૫-૧૭૧૭


8 thoughts on “વેલેન્ટાઈન ડે

  1. પ્રજ્ઞાબહેન,

    જનની , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ વેલેન્ટાઈન ડે

    વેલેન્તાઇન દિનનો અનેરો અને અનોખો સંદેશ જગતને આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

    Like

  2. સર્વ માટે પ્રેમ તે જ વેલેન્ટાઈન ડે તેવી વ્યાપક સમજનો સંદેશ આપતું જયાબેનનૂં કાવ્ય ગમ્યું..
    પ્રજ્ઞાબેન, આપને રજુ કરવા બદલ અભિનંદન…

    Like

  3. પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

    પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે…

    પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે..

    ખૂબ સુંદર ભાવ

    Like

  4. વેલેન્તાઇન દિનનો અનેરો અને અનોખો સંદેશ જગતને આપવા બદલ ખુબ ખુબ અભિનંદન……
    – જય ભગવાન.

    Like

  5. ” વેલેન્ટાઇન ડે “ના શુભ દિને પ્રેમની અમર્યાદિત વ્યાખ્યા આપવા માટે અભિનંદન.
    પદ્માબેન અને કનુભાઈ શાહ

    Like

  6. અતિ સુંદર રચના. દુનિયા ને વેલેનતાઇન ડે ની સાચી સમજ આપવા બદલ અભિનંદન. નવી જનરેશન તમારી રચના વાંચે તેવી અપેક્ષા.

    Like

Leave a reply to "samaj" Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.