વસંત

મિત્રો ,
વસંત – પ્રકૃતિનો નવો જન્મ.આખી પૃથ્વી
જાણે
એક નવી નવેલી દુલ્હન..
પાનખર પછી વસંત આવે જ છે.. એ કુદરત નો ઇશારાને  સમજવાની વાત આજે પદ્મામાસી   કવિતામા    લાવ્યા છે .. માત્ર બાહરી વસંતની  વાત નથી  , પણ આપણી અંદરમાં વસતા  બારમાસી વસંત નો વસવાટ,   અહેસાસ ની વાત કહી  છે

લોકો વૃદ્ધત્વને પાનખર કહેતા હોય છે  જ્યરે માસી  ને આજે આ ૮૦ વર્ષ ની ઉંમરે પણ  પ્રેમ તથા શ્રદ્ધાથી સદા વાસંતી રહે..  અને એટલે જ કહે છે..
પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં
હું તો મહાલી

.
જિંદગી ની વર્તમાન પળને માણો.


વસંત

વસંત આવી,  ધરતી  પર રંગ  બેરંગી ફૂલડાં લાવી
પંખીડાનો કલરવ લાવી, ભ્રમરનો ગુંજારવ  લાવી 

 

આંબે લીંબુ અને જાંબુ પર, સુગંધીત પુષ્પો લાવી
વૃક્ષ વેલ પર ખાટા મીઠા જાત જાતના ફળ લાવી

વરકન્યાના લગ્નની ઉત્તમ એક શુભ મોસમ આવી
માતપિતાના  સંતાનોના કરિયાવરની વેળા  લાવી


બેન્ડવાજા ઢોલત્રાંસા ને  લગ્ન ગીતની મોસમ આવી
માંડવો,   રોશની અને વરઘોડાની  સુંદરતા  લાવી.

પ્રભુતામાં પગલા ભરતા વરકન્યાની અભિલાષા લાવી
.
વસંત પંચમી’ સપ્તપદીના સંગમથી સુખી સંસાર લાવી

કુદરતના આ સંકેત ને સમજતા  મને વાર ન લાગી
વસંત ઋતુઓની રાણી,  હૈયામા વસંતની   ઓળખ લાવી.

કોણ ક્હે છે હું પાનખર છું ..હું  તો   સદા બહાર સોહાગી
ભીતર માં છે વસંત મારા , બસ એ  નવી  ઊર્મિઓ  લઇ ને હાલી

આ અણમોલ ઘડીને માણી,જાણી ને,હું વસંત પથ પર ચાલી .
મારે કરવા  જતન વસંતના, આજ  નિર્મળ મનથી હાલી.

પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં
હું તો મહાલી ..
પ્રભુ, હું તો સદાય વસંત ના રંગમાં મહાલી

પદ્માબેન કનુભાઈ શાહ

3 thoughts on “વસંત

 1. પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
  ક્ષણ ભંગુર છે જીવન મારૂ, વસંત ના રંગમાં હું તો મહાલી ..
  પ્રભુ, હું તો સદાય વસંત ના રંગમાં મહાલી…
  પ્રેરણાદાયી
  સ્વામી વિવેકાનંદની કાવ્ય પંક્તીઓ યાદ આવી
  આપણું શરીર એ એનું શરીર
  આપણા પગ તે એના પગ
  આપણી અંદર-બહાર વસે એ :
  ચારે બાજુ એનું જગ
  તમરાં, ભમરા, પતંગિયાં ને
  એ જ આપણો પરમેશ્વર છે
  નજીક જુઓ કે દૂરથી
  મારો ભગવાન એવો છે
  કે એના હાથમાં સ્ફૂર્તિ.

  Like

 2. શ્રી પ્રજ્ઞા બહેન,
  પ્રભુતામાં પગલા ભરતા વરકન્યાની અભિલાષા લાવી .
  વસંત પંચમી’ સપ્તપદીના સંગમથી સુખી સંસાર લાવી
  કુદરતના આ સંકેત ને સમજતા મને વાર ન લાગી
  વસંત ઋતુઓની રાણી, હૈયામા વસંતની ઓળખ લાવી.
  અંતરના એધાણથી વસંતના વ્હાલસોયા વધામણાં કર્યા છે.
  ખુબ જ સરસ …..વસંતની શુભ કામના

  Like

 3. Dear Motiben
  I am very proud of you. You wrote very niece poem. I thanks Pragnaben to decorate your photo by the frame of beautiful flowers bouquet.
  Your Loving sister,
  Fulvati Shah.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.