ટી.વી. ઉપર સમાચારમાં !
આમ જુઓ તો અકસ્માત થતા પહેલા તેના એંધાણ વર્તાતા હોય છે જ ; પણ આપણને એ સમજવાની દ્રષ્ટિ હોતી નથી! ક્યારેક તે પ્રત્યે આપણે બેદરકાર હોઈએ છીએ , તો ક્યારેક વધુ પડતા આત્મ વિશ્વાસમાં એની ઉપેક્ષા કરીએ છીએ! સીતાએ લક્ષમણ રેખા ઓળંગી એટલે જ તો રાવણ ફાવી ગયો ! અને કર્ણે દાનમાં પેલા બ્રાહ્મણને કવચ કુંડલ આપ્યાં ના હોત તો મહાભારતનું યુદ્ધ કાંઈકે જુદું જ પરિણામ લાવત!
એક જગ્યાએ હું વધુ પડતા આત્મ વિશ્વાસ ને લીધે કફોટી પરિસ્થિતિમા મુકાઈ હતી ! અમે ઉત્સાહથી, કુનેહથી ડે કેરના બિઝનેસમાં મહેનત કરતાં હતાં અને તેને લીધે ગ્રાન્ડ એવન્યુનો એ બ્લોક પણ બદલાઈને એક સરસ વિસ્તાર બની રહ્યો હતો. તો એક બે માઈલના વિસ્તારમાં અમે ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક એપાર્ટમેન્ટ બિલ્ડીંગ્સ પણ લેવા માંડ્યા હતાં.એક સાંજે એવા એક બિલ્ડીંગમાં કાંઈ કામ ચાલતું હતું અને હું પણ સુભાષ સાથે હતી, ત્યાં એક વીસેક વર્ષની પ્રેગ્નન્ટ છોકરી આવી અને મને કરગરતાં એપાર્ટમેન્ટ ભાડે માગ્યું. એણે એપ્લિકેશન ભરી અને ડિપોઝીટ ,ભાડું વગેરેના પૈસા પણ આપ્યાં.જોકે સુભાષે એને સમજાવ્યું કે બિલ્ડીંગ મેનેગમેન્ટની ઓફિસમાં એપ્લિકેશન ઉપર તપાસ થશે પછી મંજુર થતાં બે દિવસ થાય, ત્યાર પછી ચાવી મળશે, પણ એ છોકરીએ એના શરીર ઉપરના ઘા બતાવ્યા અને બોયફ્રેન્ડ એને મારી નાંખશે વગેરે વાતો કરી એટલે મેં દયાભાવથી , કંપનીના નિયમો અવગણીને , નિયમોની વિરુધ્ધ, ક્રેડિટ ,રેફ્રન્સ વગેરે તપસ્યા વિના આ છોકરીને મદદ કરવા સુભાષને સમજાવ્યું . રાત પડવા આવી હતી. બિલ્ડીંગ ઉપરના અમારાં કામ પતી ગયાં હતાં, પણ એ છોકરી હજુ ત્યાંજ કરગરતી ઉભી હતી! છેવટે , નછૂટકે, પરાણે સુભાષે પોતાના નિયમ વિરુધ્ધ, એને ચાવી આપી !
પણ માત્ર ત્રણ જ મહિનામાં એ નેબરહૂડ બદલાઈ ગયું .એનો બોયફ્રેન્ડ ઘર શોધીને બીજે જ અઠવાડીએ ત્યાં આવી ગયો; રોજ પોલીસોના ચક્કર શરૂ થયાં, એ ડ્રગ ડીલર હતો એટલે ત્યાં ગન શોટ પણ થયાં, અને હવે ત્યાં પગ મુકવો મુશ્કેલ થઇ ગયો!
એ દરમ્યાન એક શનિવારે હું મારી બેનપણી જે પંદરેક માઇલ દૂર રહેતી તેની ઘેર જઈ રહી હતી ત્યાં સુભાષે એક કાગળ આપ્યો અને મને કહ્યું કે રસ્તામાં જતાં જતાં આ જગ્યાએ જરા હાજરી આપવા ઉભી રહે તો સારું, ત્યાં આપણું એક બિલ્ડીંગ છે.
ભલે, મેં વિચાર્યું ! Not a big deal! આખો દિવસ પારકાના અને પોતાના છોકરાંઓ સાથે સતત કામ કરું છું,આજે જિંદગીમાં પહેલી વાર એક બપોર મને મારા માટે મળી છે! આટલું કામ કરવામાં જરાયે મોડું નહીં થાય!
હું એક માઇલ દૂરના એ પાર્ક ડિસ્ટ્રિકના હોલમાં ગઈ ! અંદર સ્ટેજ ઉપર સરસ મ્યુઝિક બેન્ડ વાગીરહ્યાં હતાં, આ તો નેબરહૂડ પાર્ટી લાગે છે! મેં બારણે ઉભેલ ભાઈને પેલો કાગળ આપ્યો. એ જોઈને એ ખુબ ખુશ થઇ ગયા અને મને આગળ આવવા વિનંતી કરી. જો કે મારે મોડું થતું હતું એટલે મેં વિવેક પૂર્વક ના કહીને હું પાછી જવા ગઈ ત્યાં બે ત્રણ જણ આગ્રહ કરી, પ્રમેથી આગળ લઇ ગયાં, છેક સ્ટેજ ઉપર! બેન્ડ વાજા બધું બંધ થઇ ગયું અને એમણે , સૌને મારી ઓળખાણ આપી!
ઓડિયન્સમાંથી માઈક ઉપર પ્રશ્નોની ઝડી વરસી ! પ્રશ્નોત્તરી શરૂ થઇ!!
હું છક્કડ ખાઈ ગઈ! આભી જ બની ગઈ!
શું જવાબ આપું આ બધાંને કે નેબરહૂડ કેમ આટલું બગડી ગયું?
સાઉથ આફ્રિકામાં ગાંધીજી જયારે પાછા ફર્યા અને એ જહાજમાંથી ઉતરતા હતા ત્યાં કોઈ અંગ્રેજ એમને ઓળખી ગયો ને બધાં એમના ઉપર તૂટી પડ્યાં હતાં તેમ એ બિલ્ડિંગની મકાનમાલિક તરીકે બધાં મને ઓળખી ગયાં હતાં અને હવે બધાંને પ્રશ્નોના ઉત્તર જોઈતા હતાં!
મેં ઊંડો શ્વાસ લીધો અને લગભગ લાગણી સભર સ્વરથી જણાવ્યું કે મારા પતિને હેલ્થના પ્રોબ્લેમ છે એટલે અમે એમાં ભયન્કર બીઝી થઇ ગયાં છીએ, પણ કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે .. વગેરે! મને આ જવાબ કેવી રીતે સ્ફૂર્યો એ મને ખબર નથી, પણ ત્યાર પછી હું ત્યાંથી ભાગી!!
ગાડીમાં આખ્ખે રસ્તે એજ વિચારતી હતી કે રખેને કોઈને ખબર ના પડે કે હું ત્યાં જઈને આવું બયાન આપી આવી છું! આ બધું માત્ર સાત જ મિનિટમાં બનેલું ! હું વિચારથી હતી ત્યાં રમીલા પટેલ મારી સારી સખી નું ઘર આવી ગયું.
સરસ વેધર હતી,એ બહાર જ ઉભેલી ! મને પૂછ્યું , “ હાય ગીતા ! સુભાષભાઈને શું થયું ?”
“કાંઈ નહીં, કેમ? “મેં આશ્ચર્યથી પૂછ્યું, ;”તને કોણે કહ્યું? “
“લે , આ ટી વી માં આવે છે!”એણે કહ્યું!!
અમે અંદર ગયાં, જાહેરાતમાં આવ્યું ‘લેન્ડલૅડી બગડેલા નેબરહૂડ બાબત લોકોને દિલની વાત કહે છે, આજે જુઓ ચાર વાગ્યાના સમાચારમાં! ‘
અને પછી છ વાગ્યાના લોકલ ન્યુઝમાં અને રાતે દશ વાગ્યાના ન્યુઝમાં! બસ એજ … હું!!બસ એજ પ્રશ્નોત્તરી !
સોમવારે ડે કેરના પેરેન્ટ્સનો પણ એજ પ્રશ્ન !
છેવટે જયારે મારા ડી સી એફ એસ ના પ્રતિનિધિ – અમારા ઇન્સ્પેકટર સાથે પેટ છૂટી વાત કરવાનો મોકો મળ્યો ત્યારે એમણે મને મીઠો ઠપકો આપતાં કહ્યું: “ તમે એને કાયદેસર મદદ કરી શક્યાં હોત: શેલ્ટર હોમ અથવા તો કોઈ એજન્સીને ફોન કર્યો હોત તો આટલું મહાભારત રચાત નહીં!’ એમણે મને ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેન્સન માટેના ક્લાસીસ ભરવાનું સૂચવ્યું. “ આ જરૂરી નથી પણ જાણશો તો તમે ઘણાંને મદદરૂપ થશો !” એમણે કહ્યું.
ભગવાન મારી પાસે શું ઇચ્છતા હતાં? ખબર નહીં; પણ થોડા જ સમયમાં એક એવા પ્રસંગે એ જ્ઞાન મને કામમાં આવ્યું!! એ વાત આગળ ઉપર!
Very interesting
LikeLike
Very interesting!5
LikeLike
ગીતાબેન,આને કહેવાય -ધરમ કરતા ધાડ પડી.તમારા અનુભવો જાણવા જેવા છે.આ દેશમાં તો કાયદાને જાણ્યા વગર કંઈ થાય નહી.પણ તમે આમ ટી.વી પર આવી ગયા તે નવાઈ લાગે તેવું છે.! હવે પછીના લેખની રાહ જોઈએ છીએ……
LikeLiked by 1 person
Thanks Jigishaben !હા , ટી વી વાળાઓને તો આવી લોકોને રસ પડે તેવી વાતો સમાચારમાં કહેવાની મઝા જ આવે ને? હું એક સામાન્ય પરદેશી ઇમિગ્રન્ટ મકાન માલકણ; મારી મુશ્કેલીઓ અને મારી નબળાઈઓ : અને તેને તેઓ પ્રકાશમાં લાવ્યા હતાં ! જો કે ખોટી રીતે મેં બધાની સહાનુભૂતિ મેળવી હતી; પણ મને એમ કે જે તે જવાબ આપી ને અહીંથી છૂટવા દે. મને કલ્પનાયે નહોતી કે કમ્યુનિટીને મારી પરિસ્થિતિ ( મારા પતિની તબિયત ખરાબ છે ) સાંભળીને દુઃખ થશે !! વળી શિકાગોનું આ જાગૃત નેબરહૂડ હતું !! સાંજના , લોકલ અને રાતનાં – ત્રણ ન્યુઝમાં એ જ સમાચાર !! Well, we were learning!! And after all our intention was good . Everything started from that good intention to help that girl! And everybody knew that. તમે કહ્યું તેમ ધર્મ કરતાં ધાડ પડી હતી અને ન્યુઝવાળાઓને એજ તો બધાને બતાવવું હતું!
LikeLike
આનું નામ રાઈનો પર્વત..
અજાણતા થયેલી ભૂલ જ્યારે મોટું સ્વરૂપ લઈને સામે આવે ત્યારે એ સાચવી લેવા, એને સુધારવા કેવા પ્રયત્ન કરવા પડતા હોય છે? મન પર એનો ભાર પણ ભારે પડે.
અને સાથે એ પણ ખરું કે દરેક ભૂલમાંથી કંઇક નવું તો શીખાય ય છે.
LikeLiked by 1 person
જીવનના એ દિવસો યાદ કરીએ તો લાગે કે અનુભવથી આપણે સૌ કેવાં ઘડાઈએ છીએ ! Thanks Rajulben and Minaben … There are some incidents ,I don’t like to even remember , but they are important and I will talk about them in future ..
LikeLike
I liked your article you are super brave dealing with apartment problem without experience. You were sure put in a spot to answer questions which were not your field. This is amazing you ended up a T B news without knowing about it you did your best. Well to me it feels you have a big heart sympathy for needy a pregnant woman who with your kindness got a roof over her head but it did not work out due to her boyfriend who was a drug dealer which spoiled the neighborhood. This was not your fault it seems it does not help to be nice. You learn by your mistakes. This just shows you have been thru tough times and can answer questions appropriately when time comes. Keep the good work up. It is sure enjoyable to read about your experiences.
LikeLiked by 1 person
Thanks Minaben! You inspire me to write honesty about my child care field .. yes, it was never easy , even though I enjoyed a lot . It’s just like driving ! Even though we love to drive , we have to be careful all the time !
LikeLike
Sorry mistake not T B I meant T V
LikeLike