દ્રષ્ટિકોણ 15: વિશ્વયુદ્ધ I દરમ્યાન સુંદર નાનો સમય – દર્શના

મિત્રો આ દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી અને તમને બેઠક માં આવકારું છું. આજે “મેઇક અ ડિફરન્સ” દિવસ ઉજવાઈ ઉજવાઈ રહ્યો છે ત્યારે આશા છે કે નીચેની સત્ય ઘટના આપણને આપણી માતૃભૂમિ અને આપણા અપનાવેલા વતન માટે સારું મૈત્રીભર્યું કામ કરવા માટે પ્રેરિત કરશે – because everyone can make a difference. (મતદાન દિવસ પણ આવી રહ્યો છે. જરૂર મતદાન કરશો અને કોઈને મતદાન માટે કઈ પણ મદદ જોઈતી હોય તો જરૂર મારો સંપર્ક કરશો).
આમ જોઈએ તો અત્યારે અહીં અત્યારે વાતાવરણ માં મૈત્રીની ભાવના ઓછી અને  રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટી વચ્ચે ભય અને ખોફ ની ભાવના ફેલાઈ રહી છે. એક માણસ આ વાતાવરણ થી ભડકાઈને બૉમ્બ મોકલી રહ્યો હતો તેને પકડવામાં આવ્યો છે. અને આ પોસ્ટ કરું છું ત્યારે સમાચાર ચાલી રહ્યા છે કે અત્યારેજ 4 માણસો પિટ્સબર્ગ શૂટિંગ માં માર્યા ગયા અને 12 ને ઇજા પહોંચી છે.  તો આવા વાતાવરણ માં થી દેશ પસાર થઇ રહ્યો છે ત્યારે આજે આપણે 1914 ના ઇતિહાસ માં ડૂબકી મારીએ। એક વિકરાળ અને ખતરનાક વિશ્વયુદ્ધ વખતે એક નાનો સુંદર ભાઈચારા નો અને મૈત્રી નો સમય સર્જાય ગયો તેની વાત કરીએ. જૂન 1914 માં ઓસ્ટ્રો હંગેરિયન એમ્પાયર ના વારસ ફર્ડીનાન્ડ અને  તેમના પત્ની બોસ્નિયા ની રાજધાની સારાએવો માં સફર કરતા હતા તે સમયે તેમને કોઈએ ગોળી મારી અને તેમનું અવસાન થયું. ઓસ્ટ્રિયા અને હંગેરી એ સર્બિયા ને જવાબદાર ગણીને તેના ઉપર હુમલો કર્યો અને તેથી રશિયા સર્બિયા ની મદદે આવ્યું અને આમ પહેલા વિશ્વ યુદ્ધ ની શરૂઆત થઇ. ફ્રાન્સ રશિયા ના પક્ષમાં હતું અને ફ્રાન્સ અને જર્મની એ એકમેક ઉપર યુદ્ધ ની જાહેરાત કરી. પછી ધીમે ધીમે બીજા દેશો જોડાયા.
આ વિશ્વયુદ્ધ ના સમયે ડિસેમ્બર 1917 માં બનેલ એક ખાસ ઘટના વિષે હું વાત કરવા માંગુ છું. યુરોપ માં જર્મની અને ફ્રાન્સ ના સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ ક્રિસ્મસ આવવાની તૈયારી હતી.  1914 થી 1917 ના ચાર વર્ષના ગાળામાં આ સૈનિકો વચ્ચે ઘણા સંઘર્ષ થઇ ચૂકેલા. તે દરમ્યાન બધાના પક્ષે અત્યંત જાનહાની થયેલી. ઓગષ્ટ 1914 માં એક લડાઈ માં એક જ દિવસે 27,000 હા 27,000 ફ્રાન્સ ના સૈનિકો એ જાન ગુમાવેલા. વરદુન ની એક લડાઈ માં 1916 માં એક મિલિયન સૈનિકો એ જાન ગુમાવેલા. આ યુદ્ધ માં અંતે 9 મિલિયન થી ઉપર સૈનિકોએ અને 7 મિલિઅન થી ઉપર સામાન્ય માણસો એ જાન  ગુમાવ્યા। આ યુદ્ધ વિશ્વમાં સૌથી વધુ ખતરનાક હતું.  સૈનિકો ને બિલકુલ રાહત નતી. તે વખતે પોપે (બેનેડિક્ટ 15) એવી દરખાસ્ત મૂકી કે દરેક દેશો યુદ્ધ ને રોકી ને ક્રિસ્મસ ની ઉજવણી માટે તે ગાળા માં યુદ્ધવિરામ ની જાહેરાત કરે. પરંતુ કોઈ દેશ તેવી પહેલ કરવા માંગતા નતા અને સૈનિકો ને તો ઉપર થી મળેલ આદેશ નિભાવવાજ પડે.
તો આવા અત્યંત ખતરનાક યુદ્ધમાં એક સ્થિર શાંતિનો નાનો ગાળો કેમ સર્જાયો તેની વાત કરું છું. આ શાંતિનો ગાળો એકજ વખત સર્જાય શક્યો. તે પછી તેવા બધાજ પ્રયાસ નિષ્ફળ રહ્યા. બન્યું એવું કે યુદ્ધ રોકવાનો ઉપરથી આદેશ ન આવ્યો હોવા છતાં, થોડા સૈનિકોએ પોતે તેમના હાથમાં નિર્ણય લઈને ગોળીબાર બંધ કરીને ક્રિસમસના ગીતો ગાવાનું શરુ કર્યું. તેના પડઘા દૂર દૂર દુશ્મનોની છાવણી માં પડવા લાગ્યા એટલે દુશ્મનોએ પણ યુદ્ધ ઉપર વિરામ મુક્યો અને તે વાત પસરવા લાગી અને તે વિસ્તારમાં ઠેર ઠેર ક્રિસ્મસ દરમ્યાન યુદ્ધ વિરામ થયો. સૈનિકોને જયારે પાકી ખાતરી થવા લાગી કે ગોળીબાર બંધ હતો ત્યારે ઘણા સૈનિકો પોતાની છાવણીમાંથી દૂર દુશ્મની છાવણી પાસે પહોંચીને ત્યાં મર્યા પડેલા તેમના મિત્રોના ઘણા શબ પણ ઊંચકી લાવ્યા. થોડા સૈનિકો દુશ્મનોને મળ્યા અને દુશ્મનોએ તેમને આવકાર્યા અને કોઈ કોઈ જગ્યાએ બંને પક્ષે સાથે મળીને ક્રિસ્મસ ની ઉજવણી કરી અને સિગરેટ, પ્લમ પુડિંગ, બીફ જર્કિ વગેરે ચીજોની આપ લે પણ કરી.
બોલો કેવી અજબ જેવી વાત કે વિશ્વના સૌથી ખતરનાક યુદ્ધમાં એક એવો યુદ્ધવિરામ નો નાનો સમય સર્જાય ગયો કે જયારે દયા, માનવતા, ભાઈચારો અને મૈત્રી નું સુંદર વાતાવરણ સર્જાય ગયું.  આજે “મેઇક અ ડિફરન્સ” દિવસ ઉજવાઈ પણ ઉજવાઈ રહ્યો છે. ચાલો આપણે આપણા વાણી અને વર્તન થી આ દિવસે કોક ને મદદરૂપ કોઈ કામ કરીએ.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે…………….
https://youtu.be/NTse6ZfdYgo

8 thoughts on “દ્રષ્ટિકોણ 15: વિશ્વયુદ્ધ I દરમ્યાન સુંદર નાનો સમય – દર્શના

  1. બહુ સુંદર લેખ.

    એ જમાનો થોડો જુદો હતો. તમેજ લખ્યું છે તે મુજબ, આજે તો દરેક દેશમાં, પછી તે અમેરીકા હોય, ભારત હોય, કે પાકિસ્તાન બંગલાદેશ હોય કે કોઈ પણ દેશ હોય, સૈનિકોની વાત જવા દો, એમને તો ઉપરથી હુકમ મળે તે મુજબ વર્તવાનું હોય છે, નહીંતો કોર્ટ માર્શલનો સામનો કરવો પડે. પણ, દરેક દેશમાં જ્યારે બે કે વધારે પક્ષો ચુંટણી લડતા હોય ત્યારે ઉમેદવારો તો ઘરમાં બેઠા હોય અને તેમના ટેકેદારો મારું કે મરુંના ઝનુનથી એકબીજાને રહેંસી નાંખવા લડતા હોય છે, આમાં ઉમેદવારો તો ઘરમાં બેસીને માલપુવા- મીઠાઈ ખાઈને દિવાળી કે ક્રિસમસ ઉજવતા હોય અને જાનમાં કોઈ જાણે નહીં એવા ટેકેદારો અંદરોઅંદર કાપાકાપી કરતાં હોય. આવા લોકો ઉપર આવા શાંતિબાંતિના વિચારો આવેજ નહીં.

    Liked by 2 people

    • શ્રી મનસુખભાઇ, તમારા પ્રતિસાદ માટે આભાર. તમે વાત કરી તે દુઃખજનક છે. અને છતાં એમ થાય છે કે લોકશાહી માં રહીએ છીએ તો ક્યારેય નહિ તો મતદાન વખતે આપણે આપણી જવાબદારી ચૂકીએ નહિ. લેખ વાંચવા બદલ ફરી આભાર.

      Like

  2. દર્શનાબેન ખુબ સરસ દર્ષ્ટિકોણ અપનાવ્યો છે અને રજુ કર્યો ​…….બોલો કેવી અજબ જેવી વાત કે વિશ્વના સૌથી ખતરનાક યુદ્ધમાં એક એવો યુદ્ધવિરામ નો નાનો સમય સર્જાય ગયો કે જયારે દયા, માનવતા, ભાઈચારો અને મૈત્રી નું સુંદર વાતાવરણ સર્જાય ગયું. આજે “મેઇક અ ડિફરન્સ” દિવસ ઉજવાઈ રહ્યો છે. ચાલો આપણે આપણા વાણી અને વર્તન થી આ દિવસે કોક ને મદદરૂપ કોઈ કામ કરીએ.“We rise by lifting others.” Robert Ingersoll.અન્યોની મદદ કરીને દુનિયામાં પરિવર્તન લાવવું,અને લોકોને આગળ લાવીને બીજાના જીવનને સુધારીને વિશ્વને વધુ સારું બનાવવામાં જે આંનદ છે તેના જેવું બીજું કોઈ સુખ નથી…
    .

    Liked by 1 person

  3. દર્શનાબેન,સૈનિકોએ સાચા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી કહેવાય, આ બતાવે છે કે તેમની અંદર માનવતા જીવતી હોય છે.મનસુખભાઈની વાત ગમી.સાચી ઉજવણીનો આ લેખ સરસ છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.