૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વિજય શાહ

કેસ. હાફ મીલીયન નો….

“શું?”

“ હા બેટા ગઈ કાલે ડૉ. સ્વાત્ઝરે મને તપાસીને નિદાન આપ્યુ કે મને ગર્ભાશયનું કેન્સર છે અને એક પેશી બાયોપ્સી તપાસ માટે કાઢી મોકલી છે.”પ્રફુલાબાએ કહ્યું

નિર્જરી બોલી “ના હોય મમ્મી!”

“ જો બેટા મારે માટે તારે પૈસાથી ખૂવાર નથી થવાનું મને ભારત પાલીતાણા મોકલી દેજે. મારે શેક કે કેમો થેરાપી નથી લેવી. ૭૦ તો થયા હવે કેટલું જીવવાનું?છેલ્લી ક્ષણો એ દેહ પાલીતાણામાં મુકીશ””

“ મા હું ઑસ્ટિનથી શુક્રવારે નીકળીશ. મારો પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો છે અને અને ડોક્ટર દીકરો પાર્થ પણ બે દિવસની રજામાં ત્યાં આવશે. તને શરીરમાં પીડા હોયતો રાજુને બોલાવી લેજે.”

“તું ચિંતા ના કરતી ઘરે પપ્પા છે તેથી.  ડૉક્ટરે ટીસ્યુ લેતી વખતે ઘા ઉંડો કર્યો છે તેથી દુખાવો છે.”

નિર્જરી હીબકા ભરતી હતી અને વિચારતી હતી મમ્મી અને કેન્સર..

ડલાસ થી ઑસ્ટીન આમ તો ત્રણ કલાકનો રસ્તો પણ સોફ્ટ્વેરની દુનિયામાં પ્રોજેક્ટ લાઇવ થતો હોય ત્યારે સોફ્ટવેર લખનારને ૭૨ કલાક્ની કેદ. ગમે ત્યારે ગમે તે તકલીફ આવે.તેને પહેલી વખત આ કેદ નો ભાર લાગ્યો. મમ્મીની પાસે જઈને થોડુંક રડવું હતું. તેને ગુમસુમ બેઠેલી જોઇને સહકાર્યકર માઈકે પુછ્યુ “ બધું બરોબર છેને?” અને ડુમાની દિવાલ કડડ ભુસ થઈ ગઈ “ માઈક માય મોમ હેસ બીન ડીટેક્ટેડ ફોર યુટરસ કેન્સર..”

“ તે રોગ જીવલેણ નથી. ચિંતા ના કર.”

“ચિંતા તો થાય જ ને કેન્સર એટલે કેન્સલ”

“ કયા યુગમાં જીવે છે? બાયોપ્સી થશે એટલે ખબર પડશે કયા સ્ટેજમાં છે અને છેલ્લા સ્ટેજમાં ના હોય તો સારવાર થાય અને પેશંટ બચી જતા હોય છે.બહુ બહુ તો યુટરસ કાઢી નાખશે,”

“પણ ચિંતાતો થાય જને?”

“જે રોગનું નિદાન થઈ ગયું એટલે તે રોગની ગંભીરતા ૫0% ઘટી ગઈ.”

“ મને તો મમ્મી જ દેખાયા કરે છે.”

“ફોન પર વીડીયો કોન્ફરંસ કરીને તેને જોઇને મન હળવું કરી લે..અડધો કલાક્માં સોફ્ટવેર લાઇવ થશે એટલે સ્વસ્થ થઈ જા.”

“ભલે” કહી નિર્જરીએ નાનભાઈ રાજુને કહ્યું “ મમ્મીને ત્યાં જઈ આવજે. કંઇ કામ હોય તો રાત્રે રોકાજે. મમ્મી કટોકટીમાં થી પસાર થઈ રહી છે. તેને યુટરસનું કેંન્સર નિદાન થયું છે.”

“ હેં” રાજુનાં મોંમાંથી પણ હાઇકારો નીકળી ગયો.

“હું  અને હંસિની હમણાજ જઇએ છીએ.”

ફરીથી નિર્જરાએ ઘરે ફોન લગાડ્યો. મમ્મીએ જ ફોન ઉપાડ્યો “ મમ્મી” આર્દ્ર અવાજે તે બોલી

પ્રફુલાએ સ્વસ્થ અવાજે કહ્યું” બેટા તું ચિંતા ના કર.. આ કેન્સર આખી જિંદગી થી શરીર માં પડ્યુ છે અને નથી નડ્યુ તો હવે આ જાણકારી ને નડતર ના બનાવ”

“જો મમ્મી રાજુ –હંસીની આવે છે. આજની રાત તમારે ત્યાં તેમને રહેવા દેજો. હું ઈચ્છ્તી નથી તમે એકલા રહો અને ડાઇપર રેસનું ક્રીમ લગાડતા રહેશો”

“હવે પેશાબ કરવા જતી વખતે ચચરે છે બાકી બીજી તકલીફ નથી”

“પપ્પા ક્યાં છે?”

“એ પણ અહીં જ છે”

“ નિર્જરી” દીનેશ બોલ્યો

“પપ્પા તમે હિંમત ના હારતા”

ભલે બેટા પણ નોકરીનાં સમયે નોકરી કરજો અને આ રોગની જાણકારીને લીધે ચિંતા થાય. બાકી એક વાત તો નક્કી છે જ વિધાતા એ લખેલ જીવન તો જીવવાનું છે અને તે ખુટશે ત્યારે કોઇ કાળા માથાનો માનવી રોકી નહીં શકે. મનનાં માનેલા છે તેથી વિદાયની કલ્પના જરીક ધ્રુજાવે છે.”

“ પપ્પા ના ધ્રુજશો.. મમ્મી વિનાની તો કલ્પના થતીજ નથી. હું સમયાંતરે .રાજુ પાસેથી ખબર મેળવતી રહીશ.”

‘જો બેટા ઉપરવાળાને ભરોંસે નાવ મુકી છે અને નવકારનાં જાપ ચાલે છે.સાથ હશે ત્યાં સુધી સાથે છીએ. બાકી હું ૭૫નો અને તે ૭૦ની..લીલી વાડી જોઇ છે.” દીનેશે નિર્જરીની આંખમાં આવેલા આંસુને જોઇ પોતાની આંખનો વિષાદ છુપાવ્યો અને ફોન ડિસ્કનેક્ટ કર્યો.

નોકરી એટલે નો કરવી પડે તો સારી અને નો કરીયે તો પગાર ના મળે તે કેમ ચાલે? બાથરૂમમાં જઈને આંખો પર પાણી છાંટીને સ્વસ્થ થઇને તે આવી. નોકરી ચાલુ થઈ ગઈ હતી સોફટ્વેર નું ટેસ્ટીંગ થતુ હતુ.

માઇકે પહેલી બેચ સુધારી હતી તેથી ત્રીજી બેચમાં ગાર્બેજ ઇન એટલે કે ગાર્બેજ આઉટ ચાલતું હતું,

નિર્જરી તેને સુધારતી જતી હતી. સીનીયર પ્રોગ્રમર તરીકે તેની કસોટી હતી, વર્ષોથી આ કામ કરતી હતી પણ પેલું ગણીતમાં કહે છે ને કે સો દાખલા ગણો છતા એકસો એકમો આવડશે તેવું જરુરી નહીં…ની જેમ કોંપ્યુટર ક્યારે કસોટી કરશે તે કહેવાય નહીં..

આ વખતે અસામાન્ય પરિસ્થિતિ હતી. તેનું મન રહી રહીને મમ્મી પાસે જતું રહેતું હતું. માઈક સહિત ૨૧ જુનિયરો ઓન લાઈન હતા.તેમાંથી પાંચ યુરોપમાં પાંચ ચંદીગઢમાં અને અમેરિકામાં અગીયાર જુદા જુદા સ્તરે કાર્ય રત હતા. બેંકીંગ સોફ્ટવેર હતો તેથી નિર્જરી ઇન ચાર્જ હતી. કંપની આ પ્રોજેક્ટ ઉપર ખુબ ખર્ચ કરી ચુકી હતી. હ્યુમન એરર બીલકુલ ચાલે નહીં પણ અત્યારે ૮ કલાકમાં એક્વીસમી ભુલ જ્યારે પકડી ત્યારે નિર્જરીએ પોતાની જાતને ફરી ઢંઢોળી.- નિર્જરી જાગ જાગ. આમ થશે તો આ સોફ્ટ્વેર ટ્રેશ થશે.

વહેલી સવારે તેણે ફરી રાજુને ફોન કર્યો..” મમ્મી સુતી છે મોટી બેન..ચિંતા ના કર.” એવું જ્યારે રાજુ બોલ્યો ત્યારે ફરી થી આંખો ભરાઈ ગઈ. મનને મક્કમ બનાવવા તેણે પપ્પાનાં શબ્દો યાદ કર્યા – “ભલે બેટા પણ નોકરીનાં સમયે નોકરી કરજો “તે મનોમન બબડી_ સ્થિર તો થવું જ પડે. ના ચાલેં.

નિર્જરીનો આ બદલાવ જોઇને માઈક પણ ચકીત હતો ૩૬ કલાક સુધી કોઇ હ્યુમન એરર નહીં અને સોફ્ટ્વેર નું પહેલું ટેસ્ટીંગ સફળ થયું.

એકવીસે એક્વીસ સુધારા થયા પછી સોફ્ટ્વેર ફરી રન થયો અને ૨૪ કલાક્માં વર્કીંગ ડેટા સાથે સીગ્નલ્સ સફળતાનાં આવતા ગયા ત્યારે સૌ જુનિયર અને સીનિયર પ્રસન્ન હતા.. લેબલ ચેંજ સ્વિકારાયા ત્યારે નિર્જરા ઘરે જવા નીકળી એની આંખો ભારે હતી પણ સફળતા અને માનું કેન્સર બે વિરોધાભાસે તે નીચોવાઈ ગઈ હતી. ઑસ્ટીન થી ડોર્મમાંથી પાર્થ ને લઈ ડલાસ રવાન થઈ. ત્યારે પાર્થ ગાડી ચલાવતો હતો.

પાર્થ સાથે વાત કરતા નાનીમાને કેન્સર થયુ વાળી વાત નીકળી.

“મૉમ મારી વાત માનજો અને સેકંડ ઓપીનિયન લેજો”

“કેમ?”

“મેં હમણાં એક મેડિકલ રીપોર્ટ વાંચ્યો છે જેમાં પેશંટ્ને ડરાવીને બાયોપ્સી કરાવી ઇંસ્યોરંસ કંપની પાસે પૈસા પડાવ્યાનું રેકેટ પકડાયુ છે.”

“શું વાત કરે છે?”

“નાનીને તકલીફ શું હતી?”

”ઉંમર..ડૉ. સ્વાત્ઝરે આ બાયોપ્સી કરી અને નિદાન પણ…”

“ કોઈ સરખો ઢંગનો ડોક્ટર ન મળ્યો?”

“કેમ?”

“ડોક્ટરનો રીવ્યુ જોયો હતો?”

“ના. મને તો નાનીમાનો ફોન આવ્યો અને રડવાનું ચાલુ કર્યુ હતુ…”

ભલે ઘરે જઈને હું તે સમાચાર તમને વાંચવા ઇંટરનેટ ઉપરથી કાઢી આપીશ.

ડૉ સ્વાત્ઝરનું રેટીંગ સારુ નહોંતુ અને રીવ્યુ પણ સંદીગ્ધ હતા. એક રીવ્યુ ભારે શંકાસ્પદ હતો. જેમાં તેમનું નિદાન ખોટુ ઠર્યુ હતું અને પેશંટ સાથે તેમનો વ્ય્વહાર વિશે ઘણી જ ફરિયાદો હતી. સૌથી મોટી ફરિયાદ રેસીસ્ટ્ની હતી..બ્રાઉન અને બ્લેક ચામડી એટલે તેમને મન તે માણસ નહોંતા.

ડલાસ જઈને એક અઠવાડીયું મમ્મી સાથે રહીને બાયોપ્સીનાં રીઝલ્ટની રાહ જોઈ.

પાર્થનાં અનુમાન પ્રમાણે રીઝલ્ટ હતું નો કેન્સર.

નિર્જરીને આખા અઠવાડીયા સુધી રડાવ્યા પછીનાં આ સમાચાર આનંદપ્રદ તો હતા પણ ડૉ. સ્વાત્ઝર ઉપર માનસિક રીતે હેરાન કર્યા હોવાનો કેસ કરી દીધો.હાફ મીલીયન નો.

1 thought on “૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વિજય શાહ

  1. સરસ પણ અંત અએકદમ સામાન્ય. અલગ કરી શકાયું હોત શક્યતા ઘણી હતી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.