અવલોકન -૧૭-હાઈવે પરનો એક્ઝિટ

      દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નિશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વિના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતિએ જવું પડે છે. વચ્ચે રુકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફિક સિગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દિશામાં માત્ર એક એક જ લેન.

      આથી દરરોજ એ હાઈવેનો સહારો અચૂક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નિશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રિયા. આ બન્ને માટે એક્ઝિટનો સહારો લેવાનો.

        હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝિટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દૂર હોય, ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતિ વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે  – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય.

ચાલો! હવે નિરાંત
ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.

         હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝિટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના 35-40 માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.

———————–

         બે હાશકારા – પણ બન્નેની અનુભૂતિ અલગ.

 • એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ.
 • પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય સુધીનું અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ.
 • પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ.

        ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તિ, વિશેષ ધ્યાન, વિશેષ સતર્કતા માંગી લે છે. એમાં વિશેષ જોખમ છે.

       નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.

       રસ્તો ટૂંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવૃત્તિ થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઊતારમાંથી પસાર થવું પડે.

        પર્વત ઉપર ચડવાનું અને ઊતરવાનું – એમાં પણ આ જ અનુભૂતિ દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.

જીવનમાંય આમ જ છે ને વારુ?

7 thoughts on “અવલોકન -૧૭-હાઈવે પરનો એક્ઝિટ

  • કદાચ….
   આપણે એ અભિગમ બદલી શકીએ. જીવનની સમગ્ર પ્રવૃત્તિઓને રમતના એક ખેલ તરીકે જોવા લાગીએ તો અને પછી ….
   બધા એક્ઝિટ/ બધા આરોહ અવરોહ/ બધી વ્યથાઓ/ બધી કસોટીઓ/ બધી મૂંઝવણો રમ્ય બની શકે.

   Liked by 1 person

   • ઉદાહરણ તરીકે વહુ માટે Merge (કુટુંબના પ્રવાહમાં સમાઈ જવું) અને દિકરા માટે Exit (કુટુંબથી જુદા રહેવા જવું) અઘરૂં છે. આને ખેલ તરીકે લેવું એ કોઈ વિરલા માટે જ સંભવી શકે, કારણ કે આમાં લાગણીઓનું વર્ચસ્વ અતિ તીવ્ર હોય છે.
    આ વિષય ઉપર ખૂબ વ્યવસ્થિત ચર્ચા થઈ શકે, અને એ ઉપયોગી પણ નીવડે.

    Liked by 2 people

 1. હાઇવે પર ચઢવાની માનસિક તાણ કેવી હોય એ તો જાત અનુભવ વગર જરાય સમજાય એવી તો નથી જ…

  બાકી આ Merge થવાની પ્રક્રિયા જો સરળતાથી સંભવી શકે તો દૂધમાં સાકર ભળ્યા જેવો આનંદ .પછી ભલે ને એ હાઇવે હોય કે કુટુંબ…

  Like

  • બહેન,
   જીવનના હાઈવે નો અંત નજીક હોય ત્યારે જ ‘ગનાન’ થયું હોય છે કે, વીતી ગયો એ એક ‘ખેલ’ જ હતો! ‘જીવન જીવવાની કળા’ એને કહેવાય કે, જીવનના પહેલા એક્ઝિટ ( ત્રિભેટો?!) પર પહોંચતાં પહેલાં જ એ ગનાન આત્મસાત થઈ જાય. અને…..
   એમ બની શકે છે. જરૂર બની શકે છે.
   [ ૧૭ વર્ષના એક કિશોર/ યુવાનમાં આવું પરિવર્તન આવેલું જોયાના અનુભવ ના આધારે.]

   Liked by 2 people

 2. રોજના રોડ પરના અનુભવમાંથી જન્મ્યું જીવનનું તત્વજ્ઞાન !

  હા ઉપર ચડવું મુશ્કેલ હોય છે. દરેક પગથીએ ધ્યાન રાખવું પડે છે.નીચે પડવા-પતન માટે એક જ ગલત પગથીયું બસ થતું હોય છે !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.