તસ્વીર બોલે છે -(22)પ્રજ્ઞા દાદભાવાળા

80646

ત્રણ દેડકા હતા,ખુબ સારા મિત્રો, યુવાન હતા એટલે કૈક નવું કરવાની ખુબ ધગસ હતી. બધા રોજ વાતો કરતા યાર આ કુવા માયલા દેડકા કી જેમ આપણે જિંદગી જીવાવવાની  આ કુવાની બહાર  ખુબ મોટી દુનીયા છે ચાલોને કૈક નવું કરીએ ..એની વાત એક પીઢ દેડકાએ સાંભળી કહે જો મને તમારા વિચાર ઉમદા લાગે છે. મને ક્યાંક કૈક ખૂટતું દેખાય છે તમે વિચારો ને ગ્રહણ કરો છો પણ તેને પોષતા નથી. કૈક કરવું હોય તો માત્ર વાતો ન કરશો. વિચારો એમ સાર્થક નથી થતાં. વિચારોને પણ પકવવા પડે છે. સારા વિચારને વળગી રહેવું પડે છે.વિચારને પકડી રાખવામાં મહેનત કરવી પડે છે. આમ એટલે આમ જ કરીશ એવું નક્કી કરવું પડે છે. આપણામાં એટલી ધીરજ જ ક્યાં હોય છે? બધાને બધું જ ઝડપથી જોઈએ છે.વિચારોને દરરોજ મહેનતનું પાણી પીવડાવતાં રહેવું પડે છે.અને દાદા એક તસ્વીર લઇ આવ્યા આ જુઓં, તમારી જેમ આપણા કુવામાં તમારી જેવા ખાસ મિત્રો હતા એમને પણ ઉચાઇએ પોહ્ચવું હતું એક દિવસ એક દેડકાએ બહાર જવાનો પ્લાન બનાવ્યો ચાલો કૈક કરીએ પણ તક મળવી જોઈએને અને એક દિવસ તક મળી ખુબ વરસાદ પડ્યો કુવો છલકાણો ,પેલાએ કહ્યું ચાલો શરુ થઇ જાવ તક મળી છે એકબીજાના પગ પકડી રાખજો હું પેલી લાકડી પકડીશ તમે બધા મને સાથ આપવા પગ પકડજો  હું જેવો ઉપર જઈશ એ મુજબ તમને શું છે તે કહેતો રહીશ પાંચમાંથી એક દેડકો તો ફસકી પડ્યો..આવું તમને ન થાય માટે તમે એક ઇચ્છા સેવો છોને આ ઇચ્છાને બળવત્તર બનાવો. ઇચ્છાને સિદ્ધિમાં ફેરવવા મહેનત કરો. આજે જે લોકો આગળ છે એ ત્યાં એમ જ નથી પહોંચ્યા, તેની પાછળ તેમની મહેનત હોય છે.સૌથી ઉપર ઉભેલો દેડકો બધાનો બોજ લઇ જીમેદારી થી કામ કરતો હતો..

બધા એક બીજાને પકડીને ઉપર ચડ્યા સૌથી ઉપરનો દેડકો હતો જેના પર બધાનો ભાર હતો તે ક્યારેક થાકી જતો પણ ખંત થી કુવાની ટોચ સુધી પોહ્ચ્યો પણ પાણી બહાર જેવું ડોક્યું કર્યું કે બહાર ઉભેલા બાળકોએ તાળી પાડી, પહેલા ગભરાણો પછી તો એનો ઉત્સાહ વધ્યો થોડો ઉપર ગયો,પણ આ તાળીનો ગળગળાત સાંભળી બીજા નીચે લટકી રહેલા દેડકાને થયું પેલો એકલો જશ ખાય છે. અને એમને અદેખાઈ થઇ,કોઈકે ઝટ ઉપર આવવા કોઈકના બે પગ ખેચ્યાં અને બન્ને નીચે પડ્યા અને છેલ્લે માત્ર બે રહ્યા નીચેવાળા દેડકાએ પૂછ્યું આ અવાજ શેનો છે? તો કહે આ છોકરાવ આપણ ને જોઈ તાળી પાડે છે પણ વધારે ઉપર જશું તો પત્થર લઈને ઉભા છે? અને આપણને મારશે માટે આપણે શાંતિથી કામ કરવું પડશે ડ્રાઉં ડ્રાઉં કરી એમનું ધ્યાન આ તરફ ન દોરતો સમજી ગાયોને હું તારો બોજ ઉપાડું છું તું બસ મને પકડી રાખજે મારામાં વિશ્વાસ રાખજે સમય આવતા આપણે બહાર નીકળશું અને બન્ને મિત્રો ધીરજથી કામ કરી બહાર નીકળ્યા તેમને જોઈં રહેલા એક પત્રકારે તમની તસ્વીર પાડી અને જોઓં કેવા ફેમશ થઇ ગયા…

-પ્રજ્ઞાજી

2 thoughts on “તસ્વીર બોલે છે -(22)પ્રજ્ઞા દાદભાવાળા

  1. સહુથી ઉપર ઉભેલો દેડકો બધાનો બોજ લઇ જીમેદારીથી કામ કરતો હતો.પ્રજ્ઞાબેનની જેમ.સોરીઆ કહેવા માટે હું મોડી છુઆપણે જે ડ્રામાકર્યો તેનો ખરો જશ આપને ફાળે જાય છે.આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.