અહેવાલ -રાજેશભાઈ શાહ -ગુજરાત સમાચાર

Image

16684753_1469331326412450_1785576480_n

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય પરંપરા-પ્રતાપભાઈ પંડ્યા નું સન્માન -અહેવાલ -જન ફરિયાદ -પ્રદીપ રાવલ

Image

2-1-pustak-parb-amdavad

“બેઠક”ની પાઠશાળા

Image

બેઠકની પાઠશાળા ના શિક્ષકોને વંદનકેલીફોર્નીયામાં “પુસ્તક પરબ”ની શરૂઆત પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી શરુ કરી,જેમાં ગુજરાતી પુસ્તકો મફત આપી લોકોની ગુજરાતી વાંચનની ભૂખને સંતોષી,વિજયભાઈ શાહના સહિયારા સર્જન સાથે સહિયારું કામ કરી  કલમ કેળવી અને સર્જન શક્તિ ખીલવી.મહેશભાઈ રાવળ ની મદદથી એ ગઝલનો વર્કશૉપ રાખ્યો.તો ક્યારેક જયશ્રીબેન મર્ચન્ટ ,તરુલતાબેન મહેતા  પ્રોત્સાહન અને મદદથી  વાર્તા સ્પર્ધા પણ યોજી અને માર્ગદર્શન આપ્યું , તો પાઠશાળામાં પી .કે.દાવડા સાહેબે સર્જકોને યોગ્ય દિશામાં પ્રોત્સાહન આપ્યું.

ઓનલાઈન વાર્તાસ્પર્ધા.

Image

Nimisha Dalal

નમસ્કાર સર..

હું નિમિષા દલાલ .. સુરતથી… હું એક લેખિકા વાર્તાલેખન ગૃપ ચલાવું છું. જેના દ્વારા પ્રતિલિપિ.કોમ ના સહયોગથી મેં એક ઓનલાઈન વાર્તાસ્પર્ધાનું આયોજન કરેલ છે.. આપ આપના બ્લોગ પર કે આપની સાઈટ પર તેનો ઉલ્લેખ કરો એવી મારી આપને નમ્ર વિનંતિ છે. જેથી વધુ ને વધુ લેખિકાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે. તેની વિગત આપને મોકલી રહી છું..

આપના સહકારની આશા સહ ..

આભાર..

નિમિષા દલાલ– ૯૯૨૫૬૨૪૪૬૦……….

નમસ્કાર
સુપ્રભાત..
એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઈન વાર્તા સ્પર્ધા
આ એક ઓનલાઈન સ્પર્ધા છે. આ સ્પર્ધા ફક્ત લેખિકાઓ માટે છે જે ‘ લેખિકા વાર્તાલેખન ગ્રુપ – સુરત ‘ દ્વારા આયોજિત છે. આ સ્પર્ધામાં તમે દુનિયાના કોઇ પણ ખૂણામાંથી તમારા ઘરઆંગણેથી ભાગ લઈ શકો છો. તમારે માત્ર મર્યાદિત સમાયમાં શક્ય એટલી જલ્દી તમારી વાર્તા અમને “વર્ડ ફાઈલમાં” મોકલી આપવાની છે. જેટલી જલ્દી અમારી પાસે આવશે એટલા વધુ સમય માટે આખી દુનિયાના ગુજરાતી વાચકો સમક્ષ રહેશે અને જેટલા વધુ વાચકો તમને મળશે તમે ઈનામને હકદાર બનશો..”૨૮મીએ” વાચકો સમક્ષ સૌપ્રથમ વાર્તાઓ મૂકી દેવાશે. એ પછી જેમ જેમ વાર્તાઓ આવશે તેમ તેમ મૂકાશે. સ્પર્ધા અંગેના નિયમો આ લીંક પર મળી રહેશે .http://www.pratilipi.com/event/5724293958729728 સ્પર્ધા વિશે વધુ માહિતી માટે નિમિષા દલાલ્ અથવા Sahradayi Modi ( શૈલી -પ્રતિલિપિ )નો સંપર્ક કરી શકો છો.
તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી “અપ્રકાશિત” ઉત્તમ વાર્તા જલ્દીથી અમને મોકલો..
આભાર..
નિમિષા દલાલ…
http://www.pratilipi.com/event/5724293958729728

 

Thanks