નથી અમે કોઇથી પણ ગભરાનારા

મોહાલીમાં રમાનારી સેમી ફાઈનલ પહેલા આફ્રીદી અને

ઉમર ગુલ ખુબ ગર્જયા. ચાલો કાવ્ય રૂપે જવાબ આપીએ

 

========================================================

 


છે દુશ્મન દુશ્મન ઘણાયે અમારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
ઈતિહાસ  સાક્ષી જુઓ તપાસનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
લડત પહેલા એક્સપ્રેસ ખડકાવનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
અકમલની અક્કલ ઠેકાણે લાવનારા
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
હાફીઝને તો ખુદા હાફીઝ કહેનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
you-nice  ભત્રીજીને ફ્રોક આપનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
શાહિદ આવ તને ફરી દઉં કહેનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
અબ – દુર હે જીત  રકઝક   કરનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
આવ વહાબ તું છે રીયાઝ કરનારા
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
મિસ બોલ ને છે  તું હક  કરનાનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
સહેવાગ- સચિન ઉમર ગુલ કરનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
ક્યાં ગયા BUT  કિન્તુ પરંતુ કરનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
જાહેરાત આવે છે નહિ રાહત દેનારા
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
પાકિસ્તાન પતન મોહાલી મોહનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
યુદ્ધ મોરચે કે વિશ્વ કપે ના હારનારા
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
રામ-રાવણ યુધ્ધે મુબઈમાં ચઢનારા
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
બેટાથી બાપ સવાયા  સમજાવનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
ત્રિરંગા કેરી શાને જંગે ઝંપલાવનારા
નથી અમે કોઇથી પણ ગભરાનારા
========================================
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )