એક બીજાને ગમતા રહિયે…-પી. કે. દાવડા

એક બીજાને ગમતા રહિયે

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે,

ગમવાની આ રમત આપણે રમતા રહિયે.

તારા મારા સ્વભાવ જુદા, પણ તેમાં શું?

લોકો  ઉપર પ્રભાવ જુદા, પણ તેમાં શું?

લોકોના આ રામ-સીતાના ભરમમા રહિયે,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે.

તને ભાવે એ મને ન ભાવે, પણ તેમાં શું?

ચા કોફી પણ નોખા આવે, પણ તેમાં શું?

રોજ રાતના  ભેગા બેસી જમતાં જઈએ,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે..

ઘરની વાતું ઘરમા રહેતી, પણ તેમા શું?

દુનિયા છો ભરમમા રહેતી, પણ તેમા શું?

અભિનય આપણે આપણો કરતા જઈયે,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે..

-પી. કે. દાવડા