અહેવાલ-શ્રી કૃષ્ણ દવે અને અદમ ટંકારવી સાથે “મહેફિલ” – Nov 16 -2014

બે એરિયામાં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે  (કેલીફોર્નીયામાં)  તારીખ 16મી નવેમ્બર ના ઇન્ડિયાના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાથે અદમ ટંકારવી પાનખરમાં વસંતના વાયરા લઈને આવ્યા .

_DSC0028

_DSC0075

તસ્વીર-(રમેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ મહેતા,રાજેશ શાહ,પ્રજ્ઞા અને શરદ દાદભવાળા,જાગૃતિ શાહ, કલ્પના શાહ.)   
(અદમ ટંકારવી ,દિનેશભાઈ શાહ, કૃષ્ણ દવે)   

“મહેફિલ”

બે એરિયામાં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે  (કેલીફોર્નીયામાં)  તારીખ 16મી નવેમ્બર ના ઇન્ડિયાના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાથે અદમ ટંકારવી પાનખરમાં વસંતના વાયરા લઈને આવ્યા .અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીની રજૂઆતે બે એરીયાના ગુજરાતીઓની હાસ્ય સાથે સંવેદના જગાડી..

સૌથી પ્રથમ શરુઆતમાં, શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાળાએ  કવિતાભીનો આવકાર આપી કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ ડો.દિનેશભાઈ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી વાંસળી ડોટ કોમના સર્જક કવિ શ્રી કૃષ્ણભાઈ દવેને આવકારી મહેફિલ નો આરંભ થયો.કશીયે ઔપચારિક્તા વગર સીધેસીધી કવિતાથી જ તેમણે પહેલા સેશનનો પ્રારંભ કર્યો. બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદાથી આખાયે સભાગૃહને આંગળી પકડાવી કવિતાના આકાશમાં ઉડાન આદરી.

“બારીબારણાં ખોલો જ નહિ તો શું થાય….જેવી કવિતા દ્વારા ગુજરાતીને જગાડ્યા।.. બારણા ખોલવાની જરૂર છે…“આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ” ની જેવી અનેક કવિતા દ્વારા  અને ખુબસૂરત રજૂઆત દ્વારા શબ્દે શબ્દે અવનવા ભાવોથી  વિભોર કરી દીધાં સૌએ મનભરીને માણ્યું અને દરેક પંક્તિ પર પ્રક્ષકોએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો..ત્યારબાદ  વૈજ્ઞાનિક કવિ ડો.દિનેશભાઈ શાહએ એક વૈજ્ઞાનિકની નજરે નિરીક્ષણ, પરીક્ષણ, પ્રશ્ન અને પરિણામની પ્રક્રિયામાંથી સર્જાયેલ ‘આગિયાના તેજ’ પર ‘આ આગિયો ઝબકીને ખરતો’ કાવ્ય સંભળાવ્યું અને લાગણી સભર કાવ્યો રજૂ કર્યાં. પોતાના જીવનના અનુભવોનો અર્ક કાવ્યો દ્વારા પ્રગટ કરતાં સુંદર રજૂઆત કરી ને પુરવાર કર્યું કે સંવેદના દરેક મનુષ્યમાં હોય છે .. નાનકડી રેતી માં કવિને કાવ્ય મળ્યું અને તેની સુંદર રજૂઆત પણ કરી દુનિયામાં માણસ ની માણસ તરીકેની શોધ એજ સૌથી મોટી શોધ છે એ વાત ને પુરવાર કરી મહેફિલમાં ત્યાર બાદ અનેક સાહિત્યિક પારિતોષિકો મેળવનાર‘ગુજલીશ’ ગઝલોના રાજ્જા ગણાતા શ્રી અદમભાઈ ટંકારવી સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું.  મહેફિલનો દોર તેમના હાથમાં સોપતા એમણે કહ્યું ભીંજાવું એજ કવિતા છે…તેમની ગુજરાતની સનમ, બ્રીટનની સનમ અને અમેરિકાની સનમવાળી ગઝલ પર શ્રોતાઓ ખુબ ખુશ થઇ ગયા હતા. ‘પટેલ અને મોટેલ’ની તેમની જાણીતી હાસ્યપ્રેરક ગઝલ ‘જેટલો મોટેલનો વિસ્તાર છે, એટલો આ આપણો સંસાર છે’  અને ..જાણે અનુભવી કલમ અમેરિકાના ગુજરાતી ને  વર્ણવી ગઈ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ અને હૈયાંને વીંધતી વાત કે ‘ બાઈબલ ખોલું ને સીતા નીકળે અને રામાયણમાંથી ફરિશ્તા નીકળે, ઝેર તો કોઈ બીજું જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે’ જેવી રજૂઆત કરી..નેહલ દવે એ ગઝલથી સુંદર રજૂઆત કરી . બીજા દોરમાં પણ આજ રીતે એક પછી એક રજૂઆતે લોકોને હસાવ્યા ,અને ક્યારેક વાસ્તવિકતા એ પ્રેક્ષકને ગંભીર બનાવી વિચારતા કર્યા.. 

  ત્રણે કવિઓને બિરદાવતા પ્રજ્ઞાબેને આભાર વિધિ કરી  અને ફૂલો અર્પણ કરી શુભેચ્છા આપતા કહ્યું કે બે એરિયામાં સાથે મળી આવા કર્યો થાય તો આપણે આપણી માત્રુ ભાષાને અહી જીવાડ્શું। ..પ્રક્ષકો ને ચાહકો વગર આ શક્ય જ નથી તેમજ સાથે કામ  કરવાથી બધા આ કાર્યના નીમ્મિત બનશે.
સમગ્ર પ્રોગ્રામનું સંચાલન “જવનિકા” અને અને બેઠકે સાંભળ્યું તો  રમેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મહેતા અને જયશ્રી મર્ચન્ટ મહેફિલનું પીઠ બળ રહ્યા. 

જાગૃતિ એ સમન્વય ની જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતી ભાષાના પ્રોગ્રામ માત્ર જૂની પેઢી માટે નથી.પરંતુ બીજીવાર આવશો ત્યારે આ મહેફિલમાં નવી પેઢી પણ હશે આપણે ઉગતી પેઢીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ  અને નાસ્તાપાણી સાથે કવિતા વાગોળતા..સૌ છુટા પડ્યા.  


 krushna daveબે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયા,            કોઇ સંગ ના જઈ શક્યું ને અમે નીકળી ગયા….
 

અહેવાલ:પ્રજ્ઞા દાદભાવાળા
તસ્વીર :રઘુશાહ  
સાઉન્ડ :દિલીપભાઈ શાહ
ફુડ :નીલેશ શાહ-સતીશ રાવલ ( Chatbhavan)
પ્રસારણ -રાજેશ શાહ 
આયોજક -‘જવનિકા” અને “બેઠક”
પ્રોગ્રામનું બળ -રમેશપટેલ ,મહેન્દ્ર મહેતા ,જયશ્રી મર્ચન્ટ