અહેવાલ -રાજેશભાઈ શાહ -ગુજરાત સમાચાર -6/27/014

૭ વર્ષની શ્રાવ્યા,

૮૨ના પદ્માબેને પણ ગીતોની રમઝટ ઉભી કરી

– સાહિત્ય પ્રેમીઓની ‘બેઠક’

– ગુજરાતી ગીત-સંગીત ‘કેરીઓકી’નું ખૂબ સુંદર આયોજન ઃ શુક્રવારે મેળાપ

(રાજેશ શાહ દ્વારા) બેએરિયા, તા. ૭
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપવા અને ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણી દ્વારા ‘બેઠક’ બેનર હેઠળ બે એરિયાના સાહિત્ય રસિકો દર મહિનાના છેલ્લા શુક્રવારે એકત્ર થાય છે.
તા. ૩૧ જાન્યુ., ૨૦૧૪ના રોજ પ્રથમ ‘બેઠક’ના કાર્યક્રમમાં ‘તો સારૃં…’ વિષય ઉપર સાહિત્યપ્રેમીઓએ પોતપોતાના મૌલિક વિચારો સ્ટેજ ઉપરથી રજૂ કર્યા બાદ ‘બેઠક’ના કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઈ, રાજેશ શાહ દર મહિને સાહિત્ય અને ગુજરાતી ભાષાને સ્પર્શતા એક સુંદર વિષય ઉપર પોતપોતાની વિશિષ્ટ રજૂઆત કરવા સર્વે સાહિત્ય પ્રેમીઓને આમંત્રણ આપે છે.
દર મહિનાની બેઠકના કાર્યક્રમમાં વિષયોનું વૈવિધ્ય તો જૂઓ -દર વખતે સુંદર વિષયો જેવા કે તો સારૃં…. પ્રેમ એટલે પ્રેમ, ગુજરાતી કહેવતો, પ્રસ્તાવના, નરસિંહ મહેતા, વિ.

‘બેઠક’ બેનર હેઠળ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ગુજરાતી ભાષા-સાહિત્યના દર મહિને યોજાતા રસિક કાર્યક્રમમાં જોડાયા તે અગાઉ તેઓ દર મહિને ‘પુસ્તક પરબ’ બેનર હેઠળ એકત્ર તો થતાં જ હતા પણ આ પુસ્તક પરબની પ્રવૃત્તિઓને વિશાળ ફલક ઉપર લઈ જઈ ગુજરાતી ભાષા સાહિત્ય સંગીતના વિવિધ પાસાઓ સાંકળી લઈ ગુજરાતી ભાષા-સાહિત્યની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપી સાહિત્યપ્રેમીઓને નવી તક આપી આગળ લાવવાનો પ્રયત્ન સફળ થયો એમ લાગતાં ‘બેઠક’ના સંનિષ્ઠ ભાષાપ્રેમીઓએ ગુજરાતી ગીતોને કેરીઓકી દ્વારા ભાષાપ્રેમીઓ ગાઈને સંગીતના સથવારે રજૂ કરે તો કંઇક નવી જ રંગત આવે તે ખ્યાલથી બે એરિયાના જાણીતા રેડિયો સ્ટેશન રેડિયો ઝિંદગીમાં રજૂ થતા ‘આવો મારી સાથે’ કાર્યક્રમના કલાકાર જાગૃતિ શાહના સાથ-સહકારથી ગુજરાતી ગીત-સંગીત કેરીઓકીનું ખુબ સુંદર આયોજન શુક્રવાર તા. ૨૭ જૂન, ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું. સર્વે ગુજરાતી સાહિત્યપ્રેમીઓ  મિલપિસટાનગરના ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં એકત્ર થયા હતા. અને એક પછી એક ગુજરાતી ગીતો કેરિઓકી સંગીત સાથે ગાવા સ્ટેજ ઉપર આવતાં ગયાં. ઘણાં ગુજરાતી સંગીતપ્રેમીઓ તો સૌ પ્રથમ વખત સંગીતની સાથે ગીત ગાતા હતા.
ગુજરાતી ભાષા-સંગીતપ્રેમીઓએ એક પછી એક જાણીતા ગુજરાતી ગીતો કેરિઓકી સાથે સ્ટેજ ઉપરથી ગાયા અને સર્વેએ તાલીઓથી તેઓને વધાવી લીધા. અને સૌથી અગત્યની વાત તો તે હતી કે આ કાર્યક્રમમાં કોઈ ફી રાખવામાં આવી ન હતી. સાત વર્ષની ઉંમરની શ્રાવ્યા અંજારિયાએ ગુજરાતી ગીત કેરીઓકી સાથે ગાયું અને ૮૨ વર્ષના પદ્માબેન શાહે પણ સુંદર ગીત ગાયું.
ભારતમાં પુસ્તક પરબની પ્રવૃત્તિઓ શરૃ કર્યા પછી વડોદરાના આજીવન શિક્ષક, મૂક સેવાભાવી કાર્યકર, શિક્ષણ વિદ્ અને સાહિત્ય રસિક શ્રી પ્રતાપભાઇ પંડયાએ પણ ગુજરાતી ગીત ગાયું.
પ્રતાપભાઈ પંડયાની પુત્રી કાશ્મીરાબેને, જાગૃતિ શાહે, રાજેશભાઈ શાહે, કલ્પનાબેન શાહે સુંદર ગુજરાતી ગીતો ગાતાં સર્વેએ તેઓને તાલીઓથી વધાવ્યા હતાં. મહેશભાઇ રાવલે ગઝલ અને ગીતથી આ મહેફિલને સજાવી. કૌમુદિની મુન્શીના ગીતો કવિ હરિન્દ્ર દવે, ઇન્દુલાલ ગાંધી, કલાપી વિ. નામાંકિત કવિઓના સુમધુર ગીતો રજૂ થતાં ગયા અને સંગીતપ્રેમીઓ એ માણતાં રહ્યા.
આ સમગ્ર કાર્યક્રમને અનોખી રીતે રજૂ કરવા પ્રજ્ઞાબેન દાદભાવાલાને રેડિયો ઝીંદગીના ‘આવો મારી સાથે’ કાર્યક્રમ રજૂ કરતાં જાગૃતિબેન શાહ, જાણીતા ગાયક કલાકાર આણલ અંજારિયા, દર્શનાબેન ભૂતા શુકલ, શરદભાઈ દાદભાવાલાનો સુંદર સહકાર મળતાં આ ‘ગુજરાતી ગીત-સંગીત કેરિઓકી સાથે’ના નવતર પ્રયોગને સફળતા મળી હતી અને સર્વે ગુજરાતી ભાષા-સાહિત્ય- સંગીતપ્રેમીઓએ કાર્યક્રમને મન મુકીને માણ્યો હતો.
બે એરિયામાં બેઠક બેનર હેઠળ દર માસે વિવિધ વિષય સાથે રજૂ થતાં વિશિષ્ઠ કાર્યક્રમથી પ્રેરણા લઇ ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ કવિયત્રી લેખિકા હેમાબેન પટેલના આગ્રહથી એક નવી દિશા નવો પ્રયોગ કરવા સહિયારૃં સર્જનમાં જુલાઇ મહિનાથી નવતર પ્રયોગ સુંદર ગુજરાતી કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરાયું છે. તેનો વિષય ‘લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે’ સાથે સર્વે ગુજરાતી ભાષા પ્રેમીઓ પોતપોતાના મૌલિક વિચારો લેખન દ્વારા રજૂ કરશે એમ વિજયભાઈ શાહે અને પ્રવીણાબેને જણાવ્યું હતું.

07-12-14 – Gujarat Samachar, USA published News of BETHAK Event in its edition of 13th July, 2014.

અહેવાલ “બેઠક”

“આવો મારી સાથે”  ગુજરાતી રેડીઓ સાથેના સૌજન્યથી  “બેઠકે” પહેલીવાર ગુજરાતી karaoke  યોજીને ગુજરાતી ગીતો ગાયા’ ​

_DSC0434_DSC0488

Rajesh shah,Pragna Dadbhawala,Pratapbhai Pandya,Maheshbhai Rawal,Ramesh Patel
 27મી જુન 2014ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે  ગુજરાતી કવિતા અને ગીતોને સંગીત સભર  ગાઈને માણવાનો  નિશુલ્ક ભાવે અવસર.બે એરિયાના જાગૃતિબેન ગુજરાતી રેડિયો સંચાલનએ આપી લોકોને નિર્દોષ આંનંદ આપ્યો। સાતવર્ષ વર્ષની બાળકીથી માંડી બ્યાસી વર્ષના લોકોએ ગુજરાતી ગીતો ગઝલ અને કવિતા સંગીતમય ગાઈ  માતૃભાષાને માણી,આપણી ભાષામાં ગાવાનો આંનંદ એક નોખો જ અહેસાસ કરાવે છે એ વાત ​વગર બોલ્યે પુરવાર થઇસીલેકોનવેલીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી karaoke પર ગુજરાતી ગીત ગાવાની આ પહેલી બેઠક નિશુલ્ક ભાવે લોકોને નિજાનંદ કરાવી ગઈ ,ગીત ગાવું સહુને ગમે છે પરંતુ પ્રક્ષકો સમક્ષ રજુ કરતા સૌ ડ​ર અનુભવે છે.આજે પ્રજ્ઞા દાદભાવાલા  અને જગૃતિ બેન શાહ એ  આ ડરના ઉંબરા ઓળંગાવી લોકોને ગાતા કર્યા। ..ભાષાને ઘણી રીતે જીવાડી શકાય છે .વાંચન ,લેખન અને વાતચીત અને સંગીત દ્વારા .અને સૌ થી સરળ માર્ગ સંગીત છે અને તેમાં પણ સામાન્ય લોકોના કંઠે ગવાતા ગીતો પેઢી દર પેઢી જીવતા રહે છે ,આ સમગ્ર પ્રોગ્રામના પ્રોત્સાહનમાં બે એરિયાના જાણીતા કલાકાર દર્શનાબેન ભુતા શુક્લ ,આણલ અંજારિયા ,એ સાથે આપી સામાન્ય માણસની જેમ ગાઈ આનંદ લીધો અને આપ્યો ,તો પ્રતાપભાઈ પંડ્યા એ સ્વ રજૂઆત કરી લોકોને અચંબામાં પાડ્યા,એવી જ રજૂઆત તેમના દીકરી કાશ્મીરાબેનની રહી ,જાગૃતિએ પહેલ કરી ઉત્સાહ વધારીઓ તો ,પ્રજ્ઞાબેને લોક સંગીત ને જીવિત કર્યું,નાનકડી શ્રાવ્યા એ લોકોને અચંબામાં પાડી ગુજરાતી ભાષાનું ઉજ્વળ ભવિષ્ય દેખાડ્યું, મહેશભાઈ રાવળએ ગઝલ અને ગીતથી મેફીલ સજાવી ,રાજેશ્ ભાઈ એ ​જાણીતું ગીત ગાય લોકોને આનંદમાં લાવ્યા તો કલ્પનાબેને લાગણી સભર ગીતથી બધાને ભીંજવ્યા, એક પછી એક રજૂઆતે લોકોને દસ વાગ્યા સુધી જકડી રાખ્યા, કુમુદિની મુનશી ,હરીન્દ્ર દવે ,ઇન્દુલાલ ગાંધી ,કલાપી જેવા  અનેક નામંકીત કવિ ની રચના પીરસતા ગૌરવ સાથે યાદને વાગોળી। …ઘણા અજાણ્યા ચહેરા ઓ મંચ પર આવ્યા,ન દેખાતી આવડત ઉભરાઈ ને જાણે બહાર આવી ,​સંગીતના તાલે બધાએ નિર્દોષ આંનદ  તો લીધો  સાથે વાંચનના પુસ્તકો ઘરે લઇ છુટા પડ્યા ,આણલબેન  ​લાવેલ સમોસા સાથે ​કાશ્મીરા બેનને હાથે બનવેલ સમોસાની ઉજાણી કરી ,સાથે મીઠાઈના બટાકા લીધા ,ફ્રુટ ભેળ મઠડી,એ બધાની ભૂખ ઉઘાડી ​તો પીનાક્ભાઈ ની પચાસમી લગ્નતિથિ પણ સાથે ઉજવી,એક પરિવાર જેવું વાતાવરણ સર્જાયું.ગીતો ગા્યા, કવીતાઓ માણી, ને અગણિત એવાં પળ માણ્યા
 ​…..​છુટા પડ્યા પણ યાદોને સાથે લઈને।

 

“બેઠક” -અહેવાલ-05/30/2014

“ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટર કેલીફોર્નીયા ખાતે  મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાનું  જતન, સંવર્ધન અને વિકાસ

 _DSC0157

​તારીખ 30મીમે ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી બેઠકમાં પુસ્તક પરબના પાયો  નાખનાર પ્રતાપભાઈ પંડ્યા હજારી આપી ઉત્સાહ વધાર્યો, કલ્પનાબેનની સરસ્વતી વંદના એ બેઠકની શુભ શરૂઆત કરી તો રાજેશભાઈ એ પ્રતાપભાઈ નો પરીચય આપતા કહું કે પ્રતાપભાઈનાપુસ્તક પરબના આ  આભિયાનમાં આપણે સહુ સહભાગી છીએ,ગામે ગામ ફરીને પુસ્તક ના પરબ ખોલનાર પ્રતાભાઈપુસ્તકો અને પરબ અહી લઇ આવી અમેરિકામાં લોકોની ગુજરાતી  વાંચનની  ભૂખ સંતોષવા પુસ્તકો ​પુરા પાડ્યા છે ,​પ્રતાપભાઈ એ ​બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે  આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા​,સારા પુસ્તકોના વાંચનથીલાભ જરૂર થશેઆપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે કડી થવાનો  સેતુ -પુસ્તકપરબ,​ છે ​વાંચો અને વાંનચાવો,મારો હેતુ લોકોને સારા  સંસ્કારી સાહિત્ય સભર પુસ્ત​કો ​આપવાપુસ્તક દ્વારા  નવા વિચારો સમાજને આપવા ,વાંચન ની સંવેદના ખીલવ​વાનો છેઅહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે તે પ્રસંન્સ્નીય છે ,ત્યારબાદ બેઠકનો વિષય કહેવત હોવાથી પ્રજ્ઞા દાદભાવાળાએ કહેવત એટલે કહેવાતી વાત થી શરૂઆત કરતા કહું ​ગુજરાતીમાં ​ગણ્યા ગણાય નહીં એટલાં ડહાપણવાક્યો અને નીતિસૂત્રોનો ખજાનો છે. કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે. કહેવત સચોટ રીતેવાત રજુ કરી જ્ઞાન આપે છે​,અનુભવે કહેવત રચાય છે જે રોજીંદા જીવનમાં આપ સૌ વાપરો છે,દાદી કહેતા હશે ને માંએ સલાહ રૂપે ક્યારેક સમજાવતી હશે અને તમે તમારા બાળકોને પણ કહેતા હશો ,અને ત્યારબાદકલ્પનાબેને તેમની પહેલી રજૂઆત કરી ત્યારબાદ એક પછી એક સુંદર રજૂઆતે કહેવતથી બેઠકને ભરી દીધી,તો મહેશભાઈ અને દર્શના નાટકરણી એ કહેવતો ગઝલ અને કવિતા સ્વરૂપે રજુ કરી,જયાબેનની રજૂઆત વિષયને ખુબ અનુરૂપ રહી ,પદ્માબેન શાહે ધર્મ અને રાજકારણના દાખલા દઈ કહેવત સમજાવતા કહું માનવ સર્જિત કહેવતો ગોતવા જાવ તો તમારી આજુભાજુ ગમે ત્યાં મળશે।ભીખુભાઈએ સુરત ના જમણ ની વાતો ન કરતા કાશીના મરણ વિષે વાતો કરી,તો કુન્તાબેન ડુંગરા દુરથી રળીયામણા ની વાતો કરતા ઉમાશંકરની જેમ ડુંગરમાં ખોવાઈ ગયા ,રજૂઆત બધાની સારી રહી પછી દાવડા સાહેબ હોય કે હેમંતભાઈ ,બધાએ કહેવતોને માણી,તળપદી કહેવતોથી માંડીને ચાણક્ય વચનો જેવી કહેવત દેવીયાનીબેને એક પછી એક રજુ કરી લોકોને સ્તબ્ધ કરી દીધા, આપણી ભાષાના મૂળ સમાન ​આવક્યો કોઈ સામાન્ય વાક્ય નથી ,કેટલાય અનુભવ અને પેઢીનો નીચોડ છે કહેવતો સાથે રૂઢી પ્રયોગ આપણી ભાષાની સમૃધી સાથે મૂડી છે એમાં કોઈ શક નથી ,

​,​

​ ​

બેઠકનો અહેવાલ

25th april 2014

“ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટર કેલીફોર્નીયા ખાતે  મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ”

મિત્રો,

ગઈ કાલની બેઠક ઠંડા વહેતા પવન વાતાવરણમાં ડો.દિનેશ શાહ જેવા વડીલની હાજરીથી હુંફાળી રહી. શરૂઆત કનુભાઈ શાહ અને નારણજીભાઈ પટેલને વિદાય આપતી પ્રાર્થના સાથે થઇ સમાજને તેમની ખોટ વર્તાશે પણ સાથે બેઠકના સર્જકોને કનુભાઈ શાહની એક  ગુરુ અને માર્ગદર્શક તરીકે ખોટ સાલસે._DSC0001બેઠકનું પહેલું પુસ્તક” તો સારું”માં કનુભાઈ શાહે જોડણીશુદ્ધિ માં સર્જકોને  મદદ કરી હતી ,તેમની તબિયત સારી ન હોવા છતાં રાત્રે જાગીને પોતાનું કાર્ય કરતા,શાંત મૃદુભાષી,ચુપચાપ પોતાનું કાર્ય કરનાર ..  સાદુ અને સંસ્‍કારી જીવન જીવનારા,કનુભાઈ  નિડર, નિખાલસ અને નિ:સ્વાર્થી ગુજરાતી નાગરિક  હતા.જોડણી શુદ્ધિ અને સાહિત્‍યમાં તેમની ઊંડી સૂઝ હતી,અને એટલેજ એક જમાનામાં ખુબ જાણીતા સમાચાર પત્ર જન્મભૂમી ,મુબઈસમાચાર,જેવા અનેક સમાચાર પત્રના પારંગત,પાવરધા ને કુશળ પત્રકાર પ્રતિનિધિ તરીકે રહી ચુક્યા હતા._DSC0010

(તસ્વીર:કલ્પ્નારઘુ,ડો.દિનેશ શાહ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ)

કલ્પ્નાબેની સરસ્વતી વંદના પછી ડો. દિનેશ શાહએ કનુભાઈ શાહ ને શ્રધાંજલિ આપતા કહું કે તેઓ માત્ર મારા  બનેવી ન હતા પરંતુ એક પિતા સમાન વડીલ હતા જેમને હું મારી કવિતા દ્વારા શ્રધાંજલિ આપીશ,અન” વડલો પડી રે ગયો “.

_DSC0015બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે  આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા ગુજરાતીમાં ડીગ્રી હોવી જરૂરી નથી!,ગુજરાતીમાં વિચારો હૃદયમાંથી આવવા જોઇએ અને એ સાદી ભાષામાં લખાવા જોઇએ.  આપણો ગમે તે વ્યવસાય હોય, જીવનનાં અડાબીડ પણ આવે પરંતુ નાનામાં નાની વસ્તુ માંથી પ્રેરણા લઇ રોજ નો અમુક સમય સર્જનાત્મક લખાણ માટે રાખો, ગુજરાતી સાહિત્યમાંથી મને ઘણી પ્રેરણા મળી છે. અમુક પંક્તિ મને કંપાસ ની જેમ સદાય પ્રેરિત કરે છે,કવિ થવાના એમને કોડ નથી.  એમને તો જે કંઇ સૂઝ્યું, જે કંઇ સ્ફૂર્યુ, એ બધું શબ્દબધ્ધ કર્યું.  મારો પોતાનો એક છંદ છે, એટલે જ મેં  છંદની પરવા નથી કરી. પરંતુ મહેશભાઈ રાવલે  એ દર્શાવેલો  માર્ગથી તમારી રચના દીપી ઉઠશે, દિનેશભાઈ નો  પોતીકો લય છે, એટલે કવિતામાં લયબદ્ધ રહેવા કરતાં લાગણીબદ્ધ રહેવું વધારે પસંદ કયું છે. એમની રચનાઓ ભાવિક છે .આપ પણ છંદ ન લખી શકો તો સ્વાભાવિક સહજ લાગણી ને જરૂર પ્રગટ કરજો ,ગુજરાતી શબ્દની લગોલગ રહેવાનો  આપનો પ્રયત્ન અને પુરુષાર્થ કરો છો એ મૂલ્યને હું અહીં બિરદાવું છું.” પ્રજ્ઞાબેન દાદભાવાળા એ” બેઠકની”શરૂઆત કરી દીવો પ્રગટાવ્યો છે અને આપ સૌ સર્જન  કાર્યથી તેમાં તેલ સીંચો છો એ ખરેખર પ્રસંસનીય છે ,અને પછી તેમણે કોડીયા ઉપરની તેમની કવિતા રજુ કરી , સરળ અને સહજતાથી પ્રેક્ષકોને હસતા હસવતા સુંદર પ્રેરણા આપી ,ત્યારબાદ રજા લીધી  બેઠકનો દોર આગળ વધારતા સર્જકોએ બેઠકનો મૂળ  વિષય “પ્રસ્તાવના” પર પોતાની રજુઆત એક પછી એક કરી,જયવંતીબેન ,દર્શના નાટકરણી,પી.કે.દાવડા ,પદ્માબેન શાહ ,કલ્પના રઘુ ,રાજેશભાઈ શાહ,કુંતાબેન શાહ ,પોતાના થોડા અઘરા પડેલા વિષય ને પુરા પ્રયત્ન સાથે લખી રજુ કર્યો ,અહી સારું કે યોગ્ય લખાણ કરતા પ્રયત્ન ખુબ મહત્વનો હતો,એ સાથે બેઠક અને પુસ્તક પરબનો દરેકે પુસ્તક વાંચ્યાનો અને સર્જન કર્યાનો હેતુ સિદ્ધ થતો હતો,દિનેશભાઈએ કહું તેમ બેઠકમાં બધા કવિ કે લેખક થવાના કોડ સાથે નથી આવતા પરંતુ સહજતાથી નીકળતી અભિવ્યક્તિ ને રજુ કરે છે અને કૈક શીખવાની અને નવું કરવાની ભાવના છે.સાથે મતૃભાષા નો પ્રેમ,એક વાત પાકી છે કે અહી માતૃભાષા ના પ્રેમ સાથે  હૃદયનો ધબકાર અને અનુભૂતિનાં સ્પંદનો છે,અને એટલેજ દેવિકાબેન જેવા દુરથી બેઠકના સર્જકોને પ્રેમથી ફોન દ્વારા પણ પ્રોત્સાહન આપે છે ,તો મહેશભાઈ પોતાની હાજરી  અને સમય આપી ગઝલની સમજણ પૂરી પાડે છે ,બીજી તરફ પ્રક્ષકો સર્જકોને તાળીથી વધાવે છે અને જયશ્રીબેન શાહ જેવા સરસ જમાડી કામ આગળ ધપાવે છે ,દિલીપભાઈ શાહ જેવા પોતાના વણલખ્યા નિયમની જેમ માઈક લઇ હાજર થાય છે તો રઘુભાઈ લોકોના ફોટા અને વિડીયો પાડી સ્મિત યાદગાર બનાવે છે અને સમાચાર પત્રોમાં બેઠક વિષે રાજેશભાઈ  શાહ અહેવાલ છાપી નાનકડી “બેઠક”નું કામ દર્શવી માતૃભાષાનું ઋણ ચુકવે છે, તો વિજયભાઈ શાહ હુસ્ટન થી હાજર ન રહેવા છતાં પ્રોત્સહનું બળ બની રહે છે,આમ” બેઠક”માં અમેરીકામાં ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ અને પ્રેમ વર્તાય છે.અહી આભાર ની ઔપચારિકતા કરતા ભાષાનું અને સાહિત્યનુ સહિયારું કાર્ય કરવાની ધગસ અને ઉત્સાહ દેખાય છે.

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા (કેલીફોર્નીયા યુ. એસ. એ.)

 

  વડલો મારો પડી રે ગયો 

  
વંટોળ ફૂંકાયો અંધારી રાતે વડલો મુજ ગામનો પડી રે ગયો ! 
ઝૂલ્યો જે ઝૂલે જીવનભર હોંશે એ ઝુલણો મારો પડી રે ગયો ! 
  
વિજળી પડી આ આભથી શાને , મેહુલીઓ શાને વરસી રહયો? 
વર્ષો થી ઉભેલો આ વડલો શાને આજ કુંપળ સમ કંપી રે રહયો? 
  
જીવનભર જોયો મેં આ વડલો ડાળડાળથી  જેની પરિચિત હતો 
હિરામોતી સમ સ્મૃતિઓનો ખજાનો, આજ ધૂળમાં ભળી રે ગયો 
  
થથરે સૌ પંખીડા ડાળે બેઠા, હંસલો કોક ઉડવા આતુર થયો 
કાયાના પિંજર છોડી એ હંસલો આજે આભમાં ઉંચે ઉડી રે ગયો 
  
નહિ ભૂલું તારો શીતળ  છાયો વહેતો પવન ને ઝૂલતી પાંદડીઓ 
નહિ જોવા મળે એ પ્રેમાળ વડલો આજે જમીન પર જે પડી રે ગયો 
  
દિનેશ ઓ. શાહ 
  

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા-રાજેશભાઈ શાહ

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા-રાજેશભાઈ શાહ

 

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ‘અને ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’

– – ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરીયમમાં વિવિધ સંવેદનશીલ કૃતિઓની રજૂઆત થઈ

 

(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. ૧૪ 

બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ‘બેઠક’ના ઉપક્રમે દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતી ભાષા-સાહિત્યને સ્પર્શતો કોઈ વિષય લઈ તેના ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કરવા ઉમળકાભેર એકત્ર થાય છે. ખાસ ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે દર વખતે સિનિયર ભાઈઓ-બહેનો તેમના ભવ્ય ભૂતકાળની જૂની યાદો અને યુવાની વખતે તેઓના સાહિત્ય-કલા-સંગીતના પ્રેમ-લગાવને યાદ કરી પોતાની ઊર્મિઓની આનંદભેર અભિવ્યક્તિ કરવા કાર્યક્રમ શરૃ થાય તે પહેલાં સમયસર આવી જાય છે. ૭૦ વર્ષ પછીની ઉંમરવાળા ભાઈઓ-બહેનોના ચહેરા ઉપરનું સ્મીત અને ઉમળકાને જોતાં આનંદ અને ગર્વથી સૌ ભાષા-પ્રેમીઓનું મસ્તક ઝુકી જતું હતું. ‘બેઠક’ના ઉપક્રમે તેઓના ચોથા કાર્યક્રમમાં ”મને ગમે છે” વિષય ઉપર પોતાના જીવનકાળ દરમ્યાન કોઈકે વાંચેલી-સાંભળેલી ગુજરાતી કવિતાઓ અથવા લેખો જે તેઓના હૃદયને સ્પર્શી ગયા હોય અને યાદોમાં હજુય જીવંત હોય તેવી કૃતિઓના સર્જક કવિ કે લેખક તેઓને કેમ ગમી ગયા તે વિષય ઉપર પોતાના ખાસ વિચારો સૌની સમક્ષ રાખવા સૌ તૈયારી સાથે આવ્યા હતા. શુક્રવાર તા. ૨૮ માર્ચ, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગર ખાતેના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના રસિકો ઉમંગભેર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમની શરૃઆતમાં કલ્પનાબેન રઘુભાઈએ સરસ્વતી વંદના કર્યા બાદ તેઓના માતુશ્રીના દુઃખદ અવસાન તાજેતરમાં થતાં તેઓના આત્માની શાંતિ માટે સૌએ પ્રાર્થના કરી હતી. મૂળ સુરેન્દ્રનગરના પણ અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકામાં સ્થાયી થયેલ જાણીતા કવિ અને ગઝલના પ્રેમીઓમાં જાણીતા ડૉ. મહેશભાઈ રાવલનું સૌએ સ્વાગત કરી તેઓની ચારેક ગઝલનો સૌએ રસાસ્વાદ કર્યો હતો. ત્રણેક દાયકાથી ગઝલોની દુનિયામાં અનન્ય પ્રદાન કરનાર ડૉ. મહેશભાઈએ તેમની આગવી છટામાં ગઝલ ગાઈને સંભળાવી હતી. હયુસ્ટન (ટેકસાસ)ના જાણીતા કવિયત્રી દેવિકાબેન ધુ્રવની કવિતા કલ્પનાબેને વાંચી સંભળાવી હતી. કલ્પનાબેને કવિ બોટાદકરે માતાના પ્રેમ ઉપર રચેલી કાવ્ય રચના ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’ યાદ કરીને કવિ બોટાદકરની સિદ્ધ કવિતાઓની ચર્ચા કરી હતી. વસુબેન શેઠે કવિ ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીની જાણીતી કૃતિ આંધળી માનો કાગળ વાંચી સંભળાવ્યો હતો. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિયત્રી ગંગાસતીએ પાનબાઈના પાત્રને લઈને ૪૧ ભજનોમાં જે ઉપદેશ આપ્યો છે તે આજે પણ સૌ ભાષાપ્રેમીઓ યાદ કરે છે. કુંતાબેન દિલીપભાઈએ કલાપીની ખૂબ જાણીતી રચના જ્યાં જ્યાં નજર મારી ઠરે રજૂ કરી કલાપી કઈ રીતે તેઓના હૃદયને સ્પર્શી ગયા તે જણાવ્યું હતું. બે એરિયાના જાણીતા સાહિત્યપ્રેમી પી.કે. દાવડાએ ૪૦૦ વર્ષો અગાઉ અખાએ સમાજ સમક્ષ છપ્પાના રૃપમાં ૬ લાઈનોમાં પોતાના મક્કમ વિચારો કડવું સત્ય સમજાવતાં રજૂ કર્યા હતા તેને યાદ કરી સૌને આનંદિત કર્યા હતા. બે એરિયામાં સંગીત પ્રેમીઓ માનીતા એવા નિવડેલા ગાયીકા દર્શનાબેન ભૂતાએ જગજગની માને જાણીતી કાવ્ય રચનાઓ ”માડી તારૃં કકું ખર્યું ને સુરજ ઉગ્યો” તથા ”રૃપને મઢી છે સારી રાત સજન” તેમના મધુર અવાજમાં રજૂ કર્યા હતા. ભીખુભાઈ પટેલે ક.મા. મુન્શીને યાદ કરી ”ગુજરાતનો નાથ” જેની ૧૯૧૯ના વર્ષમાં પ્રથમ આવૃત્તિ છપાઈ હતી તે હજુ પણ જીવંત છે અને સૌમાં લોકપ્રિય છે તેની વાત કરી હતી. પત્રકાર રાજેશભાઈ શાહે તેઓના પ્રિય લેખક-કવિ-કથાકાર અને ભગવદ્ ગીતાને સ્પર્શતા વિષયો ઉપર આશરે ૨૦,૦૦૦થી પણ વધુ પ્રવચન આપનાર સ્વ. પૂ. હરિભાઈ કોઠારીના જાણીતા પ્રવચનોના વિચારો રજૂ કર્યા હતા. નિહારિકાબેન વ્યાસે ૧૫૯૧થી ૧૬૫૬ના જીવનકાળ દરમ્યાન અખાએ ૭૪૬ છપ્પાઓમાં સમાજમાં એ સમયે પ્રવર્તતા અસત્ય, ઢોંગ, આડંબર અને અંધવિશ્વાસને સમાજ સમક્ષ ખુલ્લા પાડી ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું હતું અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું હતું તે તેઓની આગવી રીતે રજૂ કર્યું હતું. બે એરિયાના જાણીતા ગાયીકા કલાકાર માધવીબેન મહેતાના માતુશ્રી મેઘલતાબેન જાણીતા સાહિત્યકાર, કવયત્રિ છે. તેઓએ નરસિંહ મહેતાના જીવન અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેઓના પ્રદાન ઉપર તેઓના વિચારો મોકલાવ્યા હતા તે રજૂ કરવામાં આવ્યા. ૮૨ વર્ષના પદમાબેને ખૂબ ઉત્સાહ-ઉમંગથી ૮૨ વર્ષે પણ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો કોમ્પ્યુટરમાં રજૂ કરી તૈયારી કરીને આવેલા પદમાબેને કૃષ્ણભક્તિથી રંગાયેલા મીરાબાઈએ રચેલી અનન્ય રચના ‘જૂનું રે થયું રે દેવળ’ રજૂ કરી મીરાબાઈ તેઓને કેમ ગમે છે તે રજૂઆત કરી હતી. સિનિયરમાં પ્રિય એવા રમેશભાઈ પટેલે અને ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રેમી શ્રી પિનાકભાઈ દલાલે પણ સુપ્રસિદ્ધ કવિઓની રચનાઓ રજૂ કરી હતી.

સહિયારું સર્જન: વિકાસના પંથે

મિત્રો,

વેબ ગુર્જરી પર આપણા કાર્યનો ઉલ્લેખ થયેલ છે જે આપ સહુ વાંચી શકશો ,

link;  http://webgurjari.in/2014/04/14/collaborative-creativity-develpomental-path/

સહિયારું સર્જન: વિકાસના પંથે

April 14, 2014

– વિજય શાહ

થોડા સમય પહેલાં સહિયારા સર્જન વિષે ‘નવગુજરાત સમય’માં એક લેખ આવ્યો હતો. તેનાં લેખિકા શ્રીમતી રાજુલબેન શાહે ખૂબ સરસ રીતે લખ્યું હતું કે, “એક સમય હતો, જ્યારે બાળકો પરદેશમાં રહીને સ્વદેશી ભાષા બોલે એનો સંકોચ થતો; પણ હવે બાળકોને સ્વાધ્યાય કે પાઠશાળામાં મોકલતાં માતાપિતાની સંખ્યા વધતી ગઈ છે. પંચતંત્ર, રામાયણ કે મહાભારતથી બાળકોને પરિચિત કરાવવામાં હવે નાનપ નથી લાગતી. બાલ ગણેશ, છોટા ભીમ કે ક્રિશ્નાથી હવેનાં બાળકો પરિચિત થવા લાગ્યાં છે. જેમ ભારતમાં રહેનાર માતાપિતા એમનાં સંતાનો શુદ્ધ અંગ્રેજી બોલે એનું ગૌરવ અનુભવતાં હોય, ત્યારે પરદેશમાં રહેનાર માતાપિતા એમનાં સંતાનો સરસ ગુજરાતી બોલે એનું ગૌરવ લેતાં હોય છે.

વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષાને ઘરના વાડા સુધી બંધાયેલી ન રહે અને આવનાર પેઢી પણ ગુજરાતી ભાષાથી સમૃદ્ધ બને એ માટે સક્રિય બન્યા છે. સાહિત્ય પરિષદો, સ્વરચિત નાટકો, કાવ્ય સંમેલનો અને શબ્દ સ્પર્ધાઓ વધતાં ગયાં. વેબ પર સર્જકોનાં સર્જનો મુકાતાં ગયાં. અવનવા પ્રયોગો અસ્તિત્વમાં આવતા ગયા. એમાં “બહુલેખી સર્જકો દ્વારા સહિયારા સર્જન”નો એક સાવ જ નવતર પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. કોઈ એક સર્જકના મનમાં કથાબીજ ઊગે એ કથાબીજને લઈને બીજા લેખકો પોતાની કલ્પનાના રંગો ઉમેરીને કથાનું વિસ્તરણ કરતા જાય. દેખીતી રીતે એક વાક્યમાં કહેવાતી વાત જ્યારે અમલમાં મૂકવાની આવે, ત્યારે સમજાય કે આ કહેવાય છે એટલી સરળ વાત તો નથી જ. પોતાના મનની કલ્પના- પરિકલ્પનાને પોતાની રીતે વ્યક્ત કરવામાં કે વિસ્તારવામાં લેખક માટે મોકળો અવકાશ હોય એ જ અવકાશ બહુલેખી લેખકના સહિયારા સર્જન માટે પણ રહેતો જ હોય. શરત એ કે આગળ લખાયેલી કથા એ મુળ લેખકના હાથમાંથી બીજા લેખકના હાથમાં સરીને એનો પ્રવાહ તૂટવો ન જોઈએ કે ક્યાંય નબળો ન પડવો જોઈએ. આગળની કથાના લેખકની અભિવ્યક્તિને અનુસરીને એ પછીની કથા એને અનુરૂપ આગળ વધવી જોઈએ.

ફૂલના છોડના બીજને એક ક્યારામાં વાવીને એનો ફણગો ફૂટે એટલે બીજો માળી એને ત્યાંથી ઊંચકીને બીજા ક્યારામાં રોપે અને પોતાની રીતે માવજત કરે. જરાતરા ઊંચા આવેલા રોપાને વળી ત્રીજો માળી પોતાના ક્યારામાં ઉછેરે. એમ ઊગીને ઊભા થતા રોપાને મૂળ ધરતીના બદલે બીજીત્રીજી ધરતીમાં ઊની આંચ પણ ન આવે એમ  તંદુરસ્ત રીતે ઉછેરવાની અને એના ફૂલની સુવાસ ચોતરફ રેલાય એનીય કાળજી રાખવાની. એવી જ વાત આ સહિયારા સર્જનની થઈ, પણ આ સહિયારા સર્જનની શૃંખલા તૂટવાના બદલે લંબાતી ગઈ. આજે આવાં બહુલેખી સર્જકોનાં એક નહીં, અનેક સર્જનો ઉપલબ્ધ છે.”

આ વાતના અનુસંધાનમાં મારા બે પ્રારંભિક લેખો (“સહિયારું સર્જન – સાહિત્ય સંવર્ધનનો સફળ પ્રયોગ” – ‘ઓપિનિયન’ ઓક્ટોબર, ૨૦૧૨ અને “સહિયારું સર્જન”: એક દિશાનિર્દેશ” – વેબગુર્જરી)માં સહિયારા સર્જનની પૂર્વભૂમિકા આપવામાં આવી હતી. તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે સહિયરા સર્જનમાં  મુખ્ય લેખકને ભાગે એક વધુ જવાબદારી રહે છે અને તે છે, કથાવાચક્ની રસક્ષતિ ન થાય તેવી રીતે મઠારવી અને બિનજરૂરી લંબાણોને ટાળવાં. આમ સહિયારુ સર્જન બે મુખ્ય કામ કરે છે. તે એક કરતાં વધુ લેખકોને સર્જનની તક આપે છે અને  જુદાજુદા લેખકો જ્યારે લખે ત્યારે રસક્ષતિ થવાની બહુ મોટી શક્યતા હોય છે, જેને મુખ્ય લેખક નિવારી શકે છે. અત્રે એવો ભય સેવાતો હોય છે કે મુખ્ય લેખક્ને સત્તા વધુ હોય છે, પણ તેવું નથી. દરેક લેખક તેમને અપાયેલ મુદ્દામાંની ઘટનાને વિકસાવવા આઝાદ હોય છે.

મુખ્ય લેખકે વાર્તાનો આત્મા મૂક્યો હોય છે તેથી દરેક કથાની માવજત તેના થકી થતી હોય છે. આ મૂળ હેતુ  સચવાય છે, ત્યારે તે વાત લોકોને વાંચનનો આનંદ આપવા સક્ષમ બને છે; જેમ કે કિરીટ ભક્તા રચિત  “બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં” એ નીલમબેન દોશીના એક હાસ્યપ્રધાન પાત્ર બચીબેનને અમેરિકામાં લાવી તેમના થકી થતા છબરડાઓને દરેક લેખકે તેમને જુદાંજુદાં શહેરોમાં ફેરવીને વાચકોને ખૂબ હસાવ્યા. “નયનોના કોરની ભીનાશ” અને “શૈલજા આચાર્ય” માં વિજયભાઇ શાહે લાગણીનાં અને વિધાતાની કઠોર રમતોનાં શિકાર બનેલાં પાત્રોને હિંમતથી ઝઝૂમીને વિજેતા બનાવ્યાં. પ્રદીપ બ્રહ્મભટ્ટની કથા “સંસ્કાર”  અને હેમા બહેન પટેલની ‘વિરાંગના સરોજ શ્રોફ’માં નવતર વિષયો આવ્યા; જ્યારે પ્રભુલાલ ટાટારીઆ તેમની ‘તારામતિ પાઠક’ નો સંસ્કાર વારસો ત્રણ પેઢી સુધી ફેલાતો બતાવી શક્યા અને જયંતિભાઇ પટેલ ‘મનેખ હરિયાળી ધરતીનાં’ અને ‘છૂટાછેડા- ઓપન સિક્રેટ’માં તદ્દન જ વણખેડાયેલા વિષયો લઈને આવ્યા. પ્રવિણાબેન કડકિયાએ ‘ઊગી પ્રીત આથમણી કોર’ નવલકથા અને ‘ગરમ ચાય’ સહિયારો વાર્તા સંગ્રહ આપ્યો.

આ સહિયારાં સર્જનોમાં તકનીકી વિકાસે ( ઈ મેઈલ- ટાઇપ પેડ) બહુ જ મોટો ફાળો આપ્યો હતો અને તેથી જ આ સર્જનો દેશની સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વરૂપોને આંબતી હતી; જેમકે નીલમબેન દોશી ‘પારદીપ’ ઓરિસ્સાથી લખતાં હતાં, રમેશ શાહ વાપીથી તો મોના નાયક (ઉર્મિસાગર) ન્યુ જર્સીથી સાથ પુરાવતાં હતાં. ચંદ્રકાંત સંઘવી મુંબઈથી અને નયનાબેન પટેલ લંડનથી લખતાં હતાં. સ્નેહા પટેલ અમદાવાદથી, રેખાબહેન સિંધલ ટેનેસીથી, જયંતિભાઇ પટેલ આણંદથી તો પ્રભુલાલ ટાટારીયા ગાંધી ધામ (કચ્છ)થી  લખતા હતા. અમેરિકામાં રાજુલબહેન શાહ બોસ્ટનથી લખતાં. ડો નિલેશ રાણા, ડો. લલિત પરીખ અને હરનિશ જાની પેન્સિલ્વાનિયાથી, તો સપનાબેન વિજાપુરા શિકાગોથી લખતાં, સરયૂબહેન પરીખ ઑસ્ટીનથી, સાનફ્રાન્સિસ્કોથી પ્રજ્ઞા બહેન દાદભાવાલા ને કલ્પનાબહેન રઘુ લખતાં. રેખાબહેન પટેલ “વિનોદીની” ડેલાવરથી, જ્યારે હ્યુસ્ટનથી ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સર્જકો જેવાં કે દેવિકાબહેન ધ્રુવ, મનોજ મહેતા, સ્વ.  કાંતિલાલ શાહ, હેમાબહેન પટેલ,  વિશ્વદીપ બારડ, હિંમત શાહ, અંબુભાઇ દેસાઇ, ડૉ ઇન્દુબહેન શાહ, શૈલાબહેન મુન્શા, ચારુબહેન વ્યાસ અને વિજય શાહે કલમનો કસબ દાખવી અને અત્યાર સુધી ૨૪થી વધુ સહિયારી નવલકથાઓ લખાઈ.

hariyali dharati na manekhmasala chayNaynoma kori bhasha - vijayshahsanskaartaramati pathakugi preet athamani korveeraanganabachiben ane babubhai america mapushpaguchcha

જોકે, સહિયારાં સર્જનોના પ્રયોગો ગદ્યમાં જ થયા છે, તેવું તો હરગિજ ન મનાય; કારણ કે સુરેશ બક્ષી ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ પેજ પર પ્રસિદ્ધ થયેલાં ૨૧ જેટલા કવિઓનાં કાવ્યો “પુષ્પગુચ્છ કાવ્ય સંગ્રહરૂપે લાવ્યા, ત્યારે હ્યુસ્ટનનાં ફોટોગ્રાફરો જયંતિ પટેલ, દેવિકાબહેન ધ્રુવ અને ચિમનભાઇ પટેલની પુષ્પછબિઓને પણ પ્રકાશમાં લાવી શક્યા.

Planet Eart our homeનાસાના વિખ્યાત વૈજ્ઞાનિક અને કવિ કમલેશ લુલ્લાએ “પૃથ્વી એજ વતન” ના નામે હ્યુસ્ટનનાં બધાં કવિઓને ‘પૃથ્વી ઉદય’ (Rise of earth) નામનું રંગીન ચિત્ર આપીને તેના વિષયે કાવ્ય સર્જન કરવાનું આહ્વાન આપ્યુ, જે બધા કવિઓએ ઊઠાવ્યું. આના પરિણામે જે કાવ્યો સર્જાયાં તેના આધારે પુસ્તક રચાયું. ડૉ કમલેશ લુલ્લાનું માનવું છે કે વિદેશમાં વસતો દરેક ભારતીય પોતાના વતનનો ઝુરાપો એક યા બીજી રીતે વેઠતો જ હોય છે. પરંતુ એકવીસમી સદીમાં પૃથ્વી એક વિશ્વગ્રામ બની ગયું છે અને વતનની ધૂળ ખાવા હવે વતનની મોંઘી ટિકિટ લેવાની જરૂરત નથી પડતી, કારણ કે ખંભાતના અખાતની ધૂળ, ડમરી બનીને આફ્રિકા જતી હોય છે. પૃથ્વી એજ વતન જો સમજાઈ જાય તો વતનનો ઝુરાપો રહેતો નથી.

સાન્ફ્રાન્સિસ્કોમાં સિનિયર સીટીઝનોની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને બોલવાની તક આપતી બેઠક યોજાઈ અનેTo Saaru “તો સારુ” વિષય અન્વયે પ્રેક્ષકોએ આયોજક બહેન પ્રજ્ઞાબહેનને તેમની ધારણા કરતાં ઘણો વધારે ઉત્સાહ  દેખાડ્યો, જે સાચે જ ચમત્કાર હતો. દરેક ગુજરાતીના ભાષાપ્રેમનો ચમત્કાર. તેમની અપેક્ષા નાની હતી, કારણ કે પ્રથમ પ્રયોગ હતો. તે સમયે પરિસ્થિતિ પણ વિપરીત હતી, છતાંપણ ધાર્યા કરતાં વધુ માણસો આવ્યાં. માઇક ઉપર સમય આપ્યા જેટલું બધાં બોલ્યાં છતા સાંજે નિર્ધારિત સમય કરતા બે કલાક વધુ એ બેઠક ચાલી. તે ઘટનાને માણતાં ૯૫ વર્ષનાં વરિષ્ઠ હરિકૃષ્ણ મજમુદાર અને પ્રેમલતાબહેન મજમુદારનો હર્ષ પ્રજ્ઞાબહેન પાસે વ્યક્ત થયો. “આ છે ભાષા સવર્ધનનું સાચું કામ. આવું કાર્ય જે ભાષામાં થતું હોય, તે ભાષા ચિરંજીવી જ હોય છે”.

khaalipana no ahasaasછેલ્લો પ્રયોગ હમણાં પ્રવિણાબેને કર્યો. તેમની નવલકથા ‘ખાલીપણાનોઅહેસાસમાં કથા એક, પાત્ર ચાર અને લેખક ચાર. દરેક લેખક તે પાત્ર બની તે ઘટનાના પાત્ર તરીકે સંવેદનાઓ લખે અને વહાવે, જેમાંથી ઉપજ્યું નવતર પોત. એક પાત્ર ભરેલાથી ખાલીપણા તરફ વહે છે, જયારે બીજું પાત્ર ખાલીપણાથી ભરેલા તરફ. પ્રયોગ છે તેથી એકની એક ઘટના એક કરતાં વધુ વાર આવે તેથી રસક્ષતિનો અહેસાસ રહે, પણ લેખકોની કલમનો કસબ ઉપસ્યા વિના રહેતો નથી.

રાજુલ બહેને તેમના લેખના અંતે પ્રગટાવેલી આશાની જ્યોત અહીં ફરી પ્રગટાવતાં ટાંકું. “પરદેશમાં રહીને વાંચનભૂખ તૃપ્ત કરવા લાયબ્રેરી ક્યાંથી લાવવી ? પણ વેબ જગતે આ દ્વિધાનો પણ અંત આણી દીધો. વાંચનપિપાસુઓ માટે તો કુબેરના ખજાના જેવો ખજાનો હાથ લાગ્યો. વાચકો માટે તો આ એક અફાટ દરિયો છે. દેશવિદેશ રહેતા માતૃભાષાના પ્રેમીઓ માટે તો એ આનંદની વાત છે કે આજે માતૃભાષાના સંવર્ધન માટે પરદેશમાં રહીને પણ સાહિત્યની સરિતા સતત અને અવિરત વહેતી જ રહી છે અને રહેશે.”

સહિયારા સર્જનની પ્રક્રિયા એ લોકભોગ્ય સ્વરૂપે દરેકમાં છુપાયેલા માતૃભાષા પ્રત્યેના પ્રેમને બહાર કાઢી વાચા આપતો પાયાનો સ્તુત્ય પ્રકાર છે. સંગીતમાં જેમ રિયાઝ જરૂરી હોય છે, તેમ સર્જનપ્રક્રિયામાં આ જરૂરી કવાયતો છે. લખો..મઠારો..ફરીથી લખો… એમ કરતાંકરતાં સર્જાતું હોય છે, સહિયારુ સર્જન. સાહિત્યકાર અને કવિમિત્ર અંકિત ત્રિવેદી જ્યારે હ્યુસ્ટન આવ્યા હતા, ત્યારે કહેતા હતા કે દરેક ગામમાં આવું કાર્ય થવું જ જોઈએ. આમાંથી જ કેટલાંય ધરુ આવતી કાલનાં ઉમદા સર્જકો બનતાં હોય છે.

– વિજય શાહ (હ્યુસ્ટન- અમેરિકા)

સંપર્ક : –

 ઈ મેઈલ: vijaykumar.shah@gmail.com
ફોન – 001-281-564-5116

       બ્લૉગ – વિજયનું ચિંતન જગત

[મૂળ વડોદરા (ગુજરાત)ના વતની અને હાલમાં હ્યુસ્ટન (અમેરિકા)માં વસતા વિજયભાઈ શાહ ગુજરાતી ભાષાના વિકાસ અને ગૌરવ માટે અહર્નિશ ચિંતિત રહે છે. ગુજરાતી સાહિત્યસરિતાના માધ્યમે તેમણે વિદેશમાં વસતા કેટલાય ગુજરાતીઓને પોતાના બ્લોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે પોતાનાં અનેક પુસ્તકો લખવા ઉપરાંત સહિયારા સર્જનના પ્રયોગો પણ કર્યા છે. ‘ટહુકા એકાંતના ઓરડેથી’ તેમની પત્રસ્વરૂપે લખાએલી પ્રયોગશીલ નવલકથા છે. અત્રે મુકાએલો તેમનો પ્રયોગાત્મક એવા સહિયારા સર્જન ઉપરનો લેખ તેમના એ દિશાના પ્રયત્નો અને તેમની ફલશ્રુતિને ઉજાગર કરે છે. વેબગુર્જરી માટે આ લેખ મોકલવા બદલ તેમને ધન્યવાદ. – સંપાદક]

 

મિત્રો ,
 
બેઠકમાં આપ વારંવાર વિજયભાઈનો ઉલેખ સંભાળતા રહો છો,તેમજ તેઓ ફોન પર આપણને પ્રોત્સાહિત કરતા હોય છે ​​આપણી બેઠકના એક જાણીતા લેખક પી.કે.દાવડા સાહેબે ​વિજયભાઈ સાથે વાતચીત કર્યા બાદ લેખ લખેલ છે જે 
આ લીંકમાં પણ તમને એ જ લેખ વાંચવા મળસે.

મળવા જેવા માણસ-શ્રી વિજયભાઈ શાહ

https://shabdonusarjan.wordpress.com/

ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે “બેઠક “લોકોની હાજરીમાં પુર વરતાયું

   evite

ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે  “બેઠક “લોકોની હાજરીથી પુર વરતાયું

to saru bookબે એરિયામાં મળી ગુજરાતી બેઠક,વરસાદ અને વાવાજોડાની આગાહી હોવા છતાં છત્રી કોટ સાથે લોકો ઉમટ્યા ,RSVP કરતા વધુ માણસોની ની હાજરી ,અને ખીચો ખીચ ઓરડામાં “તો સારું “પુસ્તકનું થયું વિમોચન માનનીય કનુભાઈ શાહ ને હસ્તક ….

બે એરિયામાં ગુજરાતીઓ ને હજી માતૃભાષાની પ્રવૃત્તિ ગમે છે,મહિનાના ચોથા શુક્રવારે મળતી બેઠક માં છેલ્લી બેઠકના ફળ સ્વરૂપે “તો સારું” પુસ્તક એમેઝોન પર પબ્લિશ કર્યું જેનું વિમોચન એક વખતના સક્રિય સમાચાર પ્રતિનિધિ જેમણે અનેક છાપાઓ જેવા કે સંદેશ ,મુંબઈ સમાચાર ,જન સત્તા ,જન્મભૂમીવગેરે  માં પોતાની સેવા આપી છે એવા કનુભાઈ શાહ એ કર્યું ,વરસાદને લીધે લોકો આવશે કે નહિ તે પણ એક શંકા હતી ,પરંતુ અહી બેઠકમાં લોકોની હાજરીને લીધે ઇન્ડીયા કોમ્યુનિટી સેન્ટર ,મિલ્પીટાસ ખાતે લોકોની હાજરીમાં પુર વરતાયું

પ્રોગ્રામની શરૂઆત પ્રજ્ઞાબેન દાદભાવાળા બધાને આવકારી કરી ,અને દરેક લખનાર લેખકોને અભિનંદન આપી ,કનુભાઈ શાહનો પરિચય આપી પુસ્તકનું વિમોચન કરવાનું આમંત્રણ આપ્યું.

માનનીય કનુભાઈએ પુસ્તક વિષે વાત કરતા ,બેઠકની પ્રવૃતિને આવકારી અને પ્રોત્સાહન પણ આપ્યું ,અને ઉમેરી કહ્યું કે બેઠક દ્વારા માતૃભાષાનું જતન કરી ,અને મતૃભાષા દ્વારા સર્જનશક્તિ ,કલ્પનાશક્તિ ખીલવવાનો અને ભાષા દ્વારા સંસ્કૃતિ સાચવવાનો આપનો આ પ્રયાસ ખરેખર આવકાર્ય છે. કનુભાઈ શાહ એ જાતે આ પુસ્તકમાં જોડણી સુધારવા માટે મદદ કરી અને કહ્યું કે આમાં જો ભૂલ હોય તો તેની જિમ્મેદારી હું લઉં છું ત્યારબાદ સમાજના મોભી સમાન દાદા હરિકૃષ્ણ મજમુંદારએ કહું કે સમાજમાં થતા આવા દરેક કાર્યમાં અમારો સાથ છે અને આશીર્વાદ પણ છે,અમેરિકામાં ન્યુજર્સી ,હુસ્ટન ,વગેરે આવી ભાષાને લગતી અનેક પ્રવૃત્તિ થાય છે તો બે એરિયા માં પણ થવી જોઈએ ,પુસ્તિકા પ્રગટ કરીને નવી પ્રતિભાને કલમ ઉપાડવાની તાકાત આપી છે ,તેજ પ્રમાણે લેખિકા પ્રેમલેતાબેન (બા )એ પણ પુસ્તકને નવાજ્યું ,ઘણા વર્ષો પહેલા અમે આવી સાહિત્યને લગતી પ્રવૃત્તિ કરતા અને ફરી આ શરુ થતા આનંદ વર્તાય છે અને બધાને અભિનંદન આપ્યા ,

તરુલતા બેને અભિનંદન આપતા કહ્યું કે માતૃભાષામાં માં અભિવ્યક્તિ કરવાનો એક અનોખો આનંદ હોય છે ગુજરાતી ભાષાને ચેતના અને બળ આપવાનો આ પ્રયાસ અભિનંદનિય છે બેઠકે લેખક લેખિકાને આંગણું આપ્યું છે નવી તાજી કલમોને સ્થાન આપી પુસ્તક સ્વરૂપે મુકવા બદલ અને પ્રજ્ઞાબેનની મહેનત માટે ખાસ અભિનંદન ,નવી પેઢી સુધી  તમારા કાર્યના આવા પડઘા પડે તેવી મારી શુભેચ્છા.

ત્યાર બાદ આજની બેઠક નો વિષય “પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…”ની શરૂઆત હુસ્ટન થી વિજયભાઈ શાહ થી કરી ટેલીફોન દ્વારા એમને બધાને અભિનંદન આપ્યા .આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાંમાં સૌથી મોટું યોગદાન વિજયભાઈ શાહનું હતું ,તેઓ ત્યાં બેસીને મેન્ટોરનું કાર્ય કર્યું ,શબ્દોના સર્જન થી શરૂઆત કરી…. પુસ્તકની પ્રસદ્ધિ સુધી જોડેને જોડે રહ્યા અને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા ,એમણે ફોન પર  કરસનદાસ લુહાર ” સુંદરમ”નું કાવ્ય “તું હ્રદયે વસનારીથી રજુઆત કરી અને શુભેચ્છા આપી રજા લીધી ,બેઠકનો દોર શરુ થયો પ્રથમ પદ્માબેન શાહ જેમણે કનુભાઈ સાથે પુસ્તકમાં મદદ કરી તેઓ ઉમરનો બાધ ભૂલી કાર્યને પ્રેર્યું ,એમણે પ્રેમ વિષની ખુબ સરસ રજૂઆત કરી ,ત્યાર બાદ પત્રકાર રાજેશભાઈ શાહ એ એમના પ્રિય લેખક તુષારભાઈ શુક્લને યાદ કરી  પ્રેમ પર ખુબ સરસ વાત કરી,લોકોને હસાવી પ્રેમની વાસ્તવિકતા રજુ કરી,તો કલ્પના બેને રાધા કૃષ્ણ નાપ્રેમને શબ્દસ્વરૂપ આપી વેહેતા પ્રેમની ધારા વહેરાવી લોકોને તરબોળ કર્યા પછી એક એકપછી એક રજૂઆત આવતી ગઈ ,જયવંતી બેન પટેલ ,ભીખુભાઈ પટેલ કુંતા શાહ ,હશુબેન શેઠ પદ્માકાન્ત શાહ,બેઠકના નવા લેખિકા નિહારિકાબેન વ્યાસ, પી કે દાવડા સાહેબ એ વાતાવરણ ને ખુબ હળવું બનાવ્યું અને તેમની જુદી જ શૈલી થી પ્રેમને રજુ કર્યો ,તો જયાબેન ઉપાધ્યાય અને હેમંતભાઈ ઉપાધ્યાય એ દર વખતની જેમ  ખુબ સરસ રજૂઆત કરી ,પલક  વ્યાસે સરસ્વતીની સ્તુતિ સાથે પ્રેમ પર ગીત ગાઈ વાજિંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું  ,તો રેડિયો જિંદગી ના જાગૃતિ બેન શાહે બધાની રજૂઆત રેડિયો પર હું રજુ કરીશ તેવું વચન આપ્યું અને પ્રેમ ની બેચાર પંક્તિ સંભાળવી. રહી રહી ને નૈમેષ અનારકટે ટેકનોલોજી નો ઉપયોગ કરી SMS દ્વારા આવેલા પ્રેમના સંદેશા વાંચી લોકોને હસાવ્યા ,વાસંતીબેન ની હાજર ન હોવાછતાં પ્રવિણાબેને તેમનું લખાણ વાંચી હાજરી પુરાવી.વચ્ચે પ્રજ્ઞાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાળા ને સંબોધી  તેમના પ્રેમ ને કવિતામાં અંકારી તો શરદભાઈ એ મારા ભોળા દિલનો ગાઈ સંગીતમાં પ્રેમ વ્યક્ત કર્યો ,કલ્પનારઘુના પતિ રઘુભાઈ શાહએ વ્યવસાય એ ડોક્ટર હોવાથી મેડીકલ ભાષામાં પ્રેમને રજુ કર્યો પીનાકીન ભાઈએ ટેકનોલોજી નો સાથ લઇ કોમ્પુટરની ભાષામાં કોઈ કવિની લેખેલી કવિતા રજુ કરી

કનુકાકા એ જોડણી પર ભાર દેવાની ખાસ સલાહ આપી ,તો પદ્માંબેને પ્રજ્ઞાબેનને  અને એના કાર્ય ને નવાજી શાલ આપી અભિનંદન આપતા કહું કે હું  અને અમે બધા તમારે માટે ગૌરવ લઈએ છે ભગવાન આવા કર્યો કરવા માટે તમને બળ આપે…,અંતમાં રાજેશભાઈ શાહ ના પત્ની જયશ્રીબેન ના હાથના મગની દાળના ભજીયા ,સાથે જયવંતીબેન બેન અને  ઉર્મિલાબેન પટેલના હાથના ખમણ ઢોકળા ચટણી ,મરચા સાથે આદુના બિસ્કીટ ,અને ચા બધાએ માણી ,પુસ્તક પરબના પુસ્તકો વાંચવા લઇ ગયા ,રઘુભાઈ એ બધાને ફોટો અને વિડીયો માં  ઝડપી લીધા ,તો દરવખતની જેમ દિલીપભાઈ શાહે માઈક સંભાળી અવાજ બેઠક માં પ્રસરાવ્યો ,સમય જાણે બેઠકમાં થંભી ગયો। .. 5.30 શરુ થયેલ પ્રેગ્રામ 10.30 વાગે પૂરો થયો સમયનું કોઈને ભાન ન રહ્યું છતાં સભા એક બંધ રહી ,જલ્દી જવાની રાજા માંગનાર વ્યક્તિ સંપૂર્ણ પ્રોગ્રામ સુધી બેસી રહી દરેકના ચહેરા પર ખુશી વર્તાણી પંચાણું વર્ષના દાદા અને બા અંત સુધી બેઠક ને માણી  ત્યારે વાતાવરણ માં હતો માત્ર પ્રેમ એટલે પ્રેમ અને માત્ર  પ્રેમ પ્રેમ પ્રેમ। ……

અહેવાલ :પ્રજ્ઞા દાદભાવાળા

સૌના માનવંતા પ્રવિણભાઈ-શબ્દની તાકાત

શબ્દની તાકાત 


શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. 

દરેકનો પોતાની વાત મૂકવાનો અનોખો અંદાજ હોય છે.તમને કોઈ કહે કે કોઈ વ્યક્તિ માટે બોલો તો વિચાર કરવો પડે,

કદાચ બોલી પણ નાખો પણ કોઈ કહે કવિતા લાખો તો કદાચ કલમ જ ના ઉપાડો ………..

પ્રવીણકાકા  શબ્દની અને તાકાત હતા પત્રકારની કલમ સમાજનું પ્રતિબિંબ દેખાડે છે.  

કવિતામાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાતનો આ પણ છે એક મજબૂત દાખલો!

 

 

સૌના  માનવંતા પ્રવિણભાઈ


મા સરસ્વતીના પનોતા પુત્ર પ્રવિણભાઈ ચિર નિંદ્રામાપોઢ્યા

આજ રક્ષાબંધન દિને રાખડી જોતાં જ બેનનું હૈયુ ઘણુ વિલાય

નિખાલસતા,   નિઃસ્પૃહતા નમ્રતા  જેની  રગે રગમાં  વ્યાપ્યા

પ્રવિણભાઈ સાદગી અને સરળતામાં  વૈષ્ણવ જન હતા ન્યારા


બાળપણ ઘડાયુ હતુ  જેમનુ, કુટુમ્બ પ્રેમ અને કાર્ય દક્ષતામાં

નરસિંહ અને ગાંધીના ગુણ વણાયા હતા તેમના રોમે રોમમાં

ભલાઈના સ્વભાવને શત શત મિત્રો ને સ્વજનના છે  વંદન

સ્મૃતિ પટ પર રહેશે સૌ જનને  એ વ્યક્તિત્વના ચિર સ્મરણ

પદ્માબેન કનુભાઈ શાહ