Gujarati Language Maha Granth appro.12000 pages – might get place in Guinness Book of World Records…GUJARAT SAMACHAR, USA Edition of 20th Dec, 2015 published News on MAHA GRANTH – SAMVARDHAN MATRUBHASHA NU…..
– Rajesh Shah, Press Reporter, Gujarat Samachar, USA Edition.
માણસને ભોંયતળીએ કેવળ દટાઈને રહેવાનો કશો અર્થ નથી આ પુસ્તક, ભોંયતળીએથી અગાસી પર પહોંચવાનો પુરુષાર્થ છે.આ પુસ્તક સંપાદનોમાં અવશ્ય અનોખું થઈને રહેશે, જે ગદ્યના મહાન રસ્તા પર એક મહત્વનું સીમાચિન્હ બની રહેવાનું છે એમાં કોઈ શંકા નથી. સંવર્ધનમાં ગતિ નું પણ મહત્વ છે પહેલાનું સાહિત્ય જાળવાતાની સાથે નૂતન સર્જનનું ઉર્ધ્વગમન પણ થાય તે જરૂરી છે.ભાષા કે સાહિત્યક્ષેત્રે નિર્માણ કરવા નવા સર્જકો ઉભા કરવા જરૂરી છે. જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે.આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી તેમાં છયાસીથી વધુ લેખકની પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન છે. એક જાગૃતિ પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જાય અને વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી.માત્ર એકવાર નહિ નિયમિત “બેઠક” કે સહિયારા સર્જનમાં નિતનવા વિષય કે વાર્તા પર લખી સર્જકો એ ભાષાને કેળવી છે. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.પુસ્તક એ ભાષાની તાકાત છે સર્જનાત્મક ગદ્ય ના પણ હોય તો પણ ગદ્ય મૌલિક ગદ્ય તો છે જ,દરેક લેખકનું સાતત્ય આ પુસ્તકનું આકર્ષણ છે. પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે, પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલે ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી પ્રવૃત્ત થયા છે.પછી એને વધાવવાની જવાબદારી આપણા સૌની છે.