જીવનની આ પળ અનમોલ .

જીવનની આ પળ અનમોલ

 મેં જયારે શબ્દોનું સર્જન બ્લોગ રચ્યો ત્યારે શબ્દ સૌથી તાકાતવર  હથિયાર છે .

એ વાત દ્રઢ થઈગઈ .
શબ્દો થી સર્જાતી રચના કોઈના પણ હ્રદય સુધી  પોચી શકે છે ..
શબ્દોના બે ભાગમાં વ્હેચીયે તો કલમ અને વાણી કહી શકાય ..

વાણી ની મર્યાદા કાન અને મો સુધી છે .
જયારે કલમ બધે જ પહોચી જાય છે ..
એવી જ કલમે થી રચાયેલી એક સુંદર સ્તવનની રચના મને પર્યુષણ પર્વની શુભ કામના સાથે કોઈએ મોકલી, જે  મને જગાડી ગઈ ..
શબ્દો જયારે બોલાય નહિ ત્યારે પણ તાકાતવાન હોય છે એ વાત ની પ્રતીતિ થઇ ..
અને જેમ જેમ હું એના  શબ્દો ની ગહેરાઈ ને પામતી  ગઈ તેમ તેમ નિશબ્દ  બની  ગઈ .
પ્રભુ ને પામવાના રસ્તામાં ભક્તિમાર્ગ ને સરળ અને શ્રેષ્ઠ કહ્યો છે . અને માટે જ આજે આપણે પણ પર્યુષણ પર્વમાં ભક્તિ માર્ગે આત્મને જગાડ્શું ..
આ કોની લખેલી રચના છે એ મને ખબર નથી .પરંતુ મારા આત્માને જંજોડે છે માટે શ્રેષ્ઠ છે .

જીવનની આ પળ અનમોલ .
તારા અંતર પટ્ટને ખોલ .
એકવાર તો  પ્રેમેથી બોલ
મહાવીર પ્રભુ ,મહાવીર પ્રભુ .

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .
તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે .
ભલે કમાઈ લે લાખ કરોડ ખોટી તારી દોડાદોડ
                                     એકવાર તો પ્રેમેથી બોલ …..
ઘર મારાથી  ના છુટે ,એ ખોટું તારું બહાનું છે .
બાપ દાદા જ્યાં વસી ગયા ,આ એક મુસાફિર ખાનું છે .
રાગદ્વેષ ના બંધન છોડ ,પુણ્ય તણું તું ભાતું તું જોડ.
                                        એકવાર તો પ્રેમેથી બોલ ……
ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .
હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
આપી આવ્યો તું પ્રભુ ને કોલ ,ભક્તિરસ માં હૈયું જબોળ .
                                           એકવાર તો પ્રેમેથી બોલ …..


 આ રચના વાંચતા જશો તેમ  તમારા થી કૈંક ખરતું હોય તેવો અહેસાસ છે ..
જે વાત જૈનધર્મમાં કહી છે .detach 

આત્માને શારિર થી છૂટો પાડવો .
પણ કહી રીતે ?
તો જવાબ છે કે ..

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે
માત્ર આ ભ્રાંતિ માંથી બહાર આવવાનું છે ..પોતાપણાના ભાવ માંથી બહાર આવવાનું છે. .
જે રાગદ્વેષ ના બંધન માંથી  આપણ ને મુક્ત કરશે .
અંતે સરસ વાત છે કે…ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
જાગ્યા ત્યારથી સવાર
આત્મ જાગૃતિનું મહાપર્વ આ અવસર આવ્યો છે  તો એને ચૂકીશ નહિ ..