વિનોદકાકા ને જન્મદિવસના “બેઠક”ના સર્જકો અને વાચકો તફથી વધામણા

      vinod patel                         

%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%95%e0%aa%be%e0%aa%95%e0%aa%be

                               

           મિત્રો  ૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ  વિનોદકાકાએ  ૮૧ મો જન્મ દિવસ ઉજવ્યો. 

કાકા તમે આ ઉમરે પણ ચગાવો પતંગ અમે તમને ઢીલ દેશું. 

સ્નેહી વડીલ વિનોદકાકાને ૮૦માજન્મદિવસે  “બેઠક”ના અભિનંદન.

મક્કમતા અને  દ્રઢ મનોબળ સાથે લાંબુ જીવો, તંદુરસ્ત જીવો, 

આપની કલમ ખુબ વિકસે,  

બ્લોગ પરની આપની એકધારી ની:સ્પૃહ કામગીરી વિકસે એ શુભેચ્છા.

આપના  વ્યક્તિત્વ થકી  વાંચવાની  અને લખવાની પ્રેરણા “બેઠક”ના દરેક સર્જકને મળતી રહે તેવી પ્રાર્થના

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા 

bethak-5

“બેઠક” પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.

vinod patel“બેઠક” નો મારો અનુભવ …… 
 
ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની  રોજની બેઠક ઉઠક છે એમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ શબ્દકોશ ફંફોસતાં એમાં બેઠકના બીજા અનેક શબ્દાર્થો જોવા મળશે .
 
પરંતુ બે એરિયા ,મીલ્પીતાસ  ખાતે સાહિત્ય રસિકોની લગભગ દર મહીને જે બેઠક એટલે કે સભા મળે છે એની તો વાત જ ન્યારી છે.આ બેઠક એટલે યુવાન અને વૃદ્ધ સમેત સહુનો સહિયારો ઉત્સાહથી છલકાતો સાહિત્ય મેળો. 
 
આવી નિરાળી અર્થભરી બેઠકનો સૌ પ્રથમ પરિચય મને સુ.શ્રી પ્રજ્ઞાબેનના “શબ્દોનું સર્જન” બ્લોગ મારફતે થયો .એમાં પ્રગટ થતા બેઠકની પ્રવૃતિઓના સમાચારોમાં મને રસ પડતાં મેં મારાં કાવ્યો અને લેખો વી. મારો પોતાનો બ્લોગ હોવા છતાં પ્રજ્ઞાબેનને મોકલવાં શરુ કર્યાં જે એમના “શબ્દોનું સર્જન “માં પ્રગટ થતાં રહ્યાં. પ્રજ્ઞાબેનએ ફોન દ્વારા બેઠકના વિષયો ઉપર લખવા મને આગ્રહ કર્યે રાખ્યો કે તમે સારું લખો છો માટે લખવાનું બંધ ના કરતા.બેઠક યોજિત એક વાર્તા હરીફાઈમાં મારી વાર્તા “પોકેટમની”ને જ્યારે ત્રીજું ઇનામ મળ્યું ત્યારે મને એ ઇનામ જાતે લેવા બેઠકની સભામાં હાજર રહેવા માટે એમણે ખુબ આગ્રહ કર્યો હતો પરંતુ ૮૦ વરસે મારી હાલની શારીરિક મર્યાદાઓને લીધે અફસોસ કે બેઠકમાં હું રૂબરૂ આવી શક્યો ન હતો.મારા ઈનામનો ચેક બેઠકના ખર્ચ માટે વાપરવા મેં એમને જણાવ્યા છતાં એમણે એ ચેક મને પોસ્ટથી મોકલી આપ્યો હતો.પ્રજ્ઞાબેન સાથે ફોનમાં જ્યારે વાત થાય ત્યારે બેઠકની પ્રવૃતિઓની જ નહી પણ એ સાથે એક બીજાના અંગત જીવનના પ્રશ્નો અંગે પણ વાતચીત થતી હોય છે.આમ એમના પ્રેમાળ અને નિખાલસ સ્વભાવનો મને થયેલ અનુભવ આકર્ષક અને યાદગાર છે.
 
બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું  છું . આવી એક ધમધમતી સંસ્થા બની ગયેલ બેઠકના સૌ સભ્યોને અભિનંદન સાથે એના ઉજળા ભવિષ્ય માટે મારી અનેક શુભકામનાઓ વ્યક્ત કરું છું.શુભમ ભવતુ સર્વદા .અસ્તુ.
 
વિનોદ પટેલ,સાન ડીએગો  
My E-Books  …

સફળ સફર- વાર્તા સંગ્રહ 

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ- ચિંતન લેખો 

માણસનું મુલ્ય-વિનોદભાઈ પટેલ

મિત્રો ,
 
વિનોદભાઈ પટેલે ખુબ સરસ વાત અહી મોકલી છે ,

આપણે વાસ્તવિકતાને ન સ્વીકરવા ચેહેરા પહેરતા હોઈએ છીએ.કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. ,જ્યાં માણસનું મુલ્ય મોકા પ્રમાણે બદલાતું રહે છે.ત્યાં માણસ પણ પોતાનું સાચું સ્વરૂપ દેખાડતા ડરે એ ખુબ સ્વાભાવિક છે.દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઇચ્છે છે.સુખ નથી એ વિચાર મનોબળ વધારતો નથી, પરંતુ વિચાર શકિતને પણ ઘટાડી દે છે .માટે ચમકતી આંખો ,રમુજી સ્વભાવ ને દયાળુ હૃદય ,હસતો ચહેરો જ સાચો છે. સ્વીકારો…. … તો દુઃખનું ખોતરવું બંધ થઇ જશે.કહ્યું છે ને દુઃખ નો ઓસડ દહાડા  .. 

 
માણસનું મુલ્ય  ….. વિનોદ પટેલ
 
મુખ ઉપરથી સુખી જણાતો કોઈ માણસ,
વાસ્તવ જગતમાં એટલો સુખી હોતો નથી,  
 મુખની રેખાઓ સદા છેતરામણી હોય છે.
સુન્દરતમ સ્મિત જે મુખે દેખાઈ રહ્યું છે,
ભીતરમાં ઊંડે કોઈ રહસ્ય પડેલું હોય છે,
ચમકતી આકર્ષક આંખો જે દેખાઈ રહી છે,
એ આંખો, રડી રડીને ,ઉજળી થઇ હોય છે ,
રમુજી સ્વભાવ ને દયાળુ હૃદયની ભીતર,
કોઈ ઊંડું, વણ દેખ્યું, દર્દ છુપાયું હોય છે,
માણસનું મુલ્ય આંક્વું એ સદા મુશ્કેલ કામ છે,
એકથી બીજી વ્યક્તિ ,એકસરખી મળતી નથી.
 
વિનોદ પટેલ ,સાન ડીયેગો , 2-9-2015 
 https://vinodvihar75.wordpress.com/