પદ્મામાંકાન

મિત્રો ,
ઘણાં વખત પહેલા દાવડા સાહેબે એક કવિતા મોકલી હતી એક કરતા પણ એમ કહીશ કે ચાર પંક્તિ મોકલી હતી જેનો અર્થ એમ હતો કે બીજાની રચનાઓ મુકીને બ્લોગર હરખાય છે સાચી વાત છે હું આપ સર્વેની રચનાઓ મુકીને હરખાવ છું  .મારું કામ પ્રોત્સાહન આપવાનું છે અને આ બ્લોગની રચના પણ તેના માટેજ થઇ છે જે આપ બ્લોગના સ્વાગત પાના પર વાંચી શકશો  ....https://shabdonusarjan.wordpress.com/
સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવો ને   અભિવ્યક્તિ આપવા ..  આ બ્લોગની રચના કરી છે  હવે આગળ વધતા કહીશ કે બેઠકમાં સ લોકોને પ્રેરણા આપતા જયારે એનું પરિણામ જોવ છું ત્યારે વધારે હરખ થાય છે જેનો ઉલ્લેખ અહી કરીશ। …આપ સહુ પદ્મામાંકાન નામે પરિચિત છો અવારનવાર એમના લેખો અહી વાંચતા  હો છો ,ના ઓળખતા હો તો લ્યો આ ફોટો ……
padma- kant
આ માસી એ આ ઉંમરે કોમ્પુટર તો શીખ્યા પણ સાથે પોતાનો બ્લોગ પણ બનાવ્યો। .હવે તમે જ કહો મને આનંદ થાય કે નહિ  અને “બેઠક” કે “શબ્દોના સર્જનની” કોઈ વ્યક્તિ આટલી ધગસ થી લખે અને આગળ વધે એ માત્ર મારા માટે જ નહિ બધાજ ગુજરાતી માટે ગૌરવ વાત છે.  હવે હું કઈ વધારે કહું તેના કરતા  આપજ એમના બ્લોગની મુલાકાત લ્યો અને વાંચો અને અભિપ્રાય જરૂર આપજો આપણા બ્લોગ પર અને એમના બ્લોગ પર પ્રોત્સાહન પણ આપજો http://padmakan.wordpress.com/