હું બસ આજમાં જીવું છું..કેટલી વાર એવું વિચારીને એ પળોને માણી છે

ક્યારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…ગઈ કાલે મારા મ્મીજી  નો જન્મદિવસ હતો .મેં એને ફોન કરી અભિનંદન આપ્યા ..મ્મીજી કહે જિંદગીના ૭૬ વર્ષ ક્યારે પુરા થયા ખબર જ ના પાડી .કોઈ વસ્તુની ઉણપ નથી .“ભૂતકાળ મને હેરાન કરી  શકતો નથી. ભવિષ્યકાળ તો હજી આવ્યો નથી તો કેમ ડરું. હું બસ આજમાં જીવું છું.”.સંતોષ છે.મેં પૂછ્યું જીંદગીમાં ફરિયાદ છે તો કહે ના ..પરન્તું એક વાત કોરીખાય છે શું  હું એક સામાન્ય જીવન જીવું છું .? શું મારે કૈક કરવું જોઈએ ..?

મેં કહું  જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ.

પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ..મેં કહું દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે.

દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી.તમે  તો આજમાં જીવો  છો  ઘણા  માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે.

જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!

મ્મીજી તમે ને તો ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની  રીત આવડે છે અને મજા આવે એવું હોય એને ચગળ્યા કરો છો .એમાં કશું ખોટું નથી …મોટા ભાગે લોકો ને  સૌથી વધારે ફરિયાદ પોતાની સામે હોય છે !  કંઈ ન મળે તો છેવટે લોકો  પોતાના નસીબ સામે ફરિયાદ કરતા હોય છે..તમને તો એ પણ નથી ..બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. અને તમે તો બીજાની ખુશીમાં તમારો આનંદ માણો છો..

અને ત્યારે જ નિલેશ ગામીત નો એક લેખ  મારા હાથમાં આવ્યો એજ વાત એમણે સરળ ભાષામાં કરી છે ..   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી જેટલી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે….જિંદગી આપણને ક્યારેક ખુશી આપે છે, ક્યારેક દુઃખ. દુઃખને આપણે પૂરી રીતે જીવીએ છે, પણ સુખ આપણે ૧૦૦% જીવી શકતા નથી. એવું કેમ?જયારે દુઃખ નથી હોતું ત્યારે, જીવન એકદમ નોર્મલ ચાલે છે. સવારે ઉઠો, થોડું કામ કરો, પેટ પૂજા કરો અને પાછા ખાટલાં ભેગા થઇ જાઓ (primary task). વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે મુવી જુઓ, આમતેમ ફરી આવો, મિત્રોને મળી આવો, એકલા ચાલવા નીકળી પડો. ટૂંકમાં જેમ ઈચ્છા થાય તેમ જીવો. કાલની ચિંતા છોડો.યાર, સમય નથી …” સાંભળ્યું પણ છે અને સંભળાવ્યું પણ છે. જાણે અજાણે આપણે ભૂતકાળને સાથે લઈને, ભવિષ્યની ચિંતામાં વર્તમાનની અવગણા   કરીએ છીએ  છે. છે કે નઈ?પણ કાલની ચિંતા છોડીને જીવવાની મજા માણવાનું આજે લોકો ભૂલી ગયા છે. જિંદગી આવી રીતે જ જીવવી એવું લોકો સ્વીકારીને ચાલે છે.? ખુદને ખુશી મળે એવા કેટલા કામો આપણે રોજ કરીએ છે? મોટા ભાગે, “કાલ” સારી જાય એની ચિંતામાં જ, “આજ” પસાર થઇ જાય છે. ;)..હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!.“જિંદગી ખુબસુરત છે” એવો અહેસાસ ઘણી વાર થયા કરતો હોય છે… પણ આપણે જીવીએ છીએ એ ૧૦૦ પળો માની માંડ ૨-૩ પળો એવો અહેસાસ કરાવે છે. બાકીની પળો તો આપણે રોજબરોજના કામમાં, હું કંઈક કરીશ તો લોકો શું કહેશે કે વિચારશે એવા વિચારોમાં કે ભવિષ્યમાં હું આમ કરીશ, એમાં જ ગુજારી નાખીએ નાખીએ છીએ.સુખ,દુખ,સંતોષ,ખુશી,નિરાશા….. આ બધું તો જીવન માં ચાલ્યા જ કરતુ હોય છે…. જે મહત્વનું છે એ છે કે આપણે પોતાની રીતે જીવન જીવવાનું… આપણને શું કરવાથી ખુશી મળશે કે એવું શું કરવું કે જેનાથી જિંદગી જીવવાનો આનંદ આવે….બસ એ જ કરવું… આખું ગામ લઈને ચાલવા થી હંમેશા દુખ અને નિરાશા જ મળવાની છે.unconsciously પણ મગજ “આવતી કાલ” ને વધારે મહત્વ આપે છે. કંઈક વધારે મેળવામાં કે વધારે સારું મેળવવામાં જ આપણે વ્યસ્ત હોઈએ છે. ને જેમ જેમ જીવનના પડાવ પસાર કરતા જઈએ, તેમ તેમ આ વાત વધુ સ્પષ્ટ થતી જાય છે..

ક્યારેક ઈચ્છા થાય, કે દરિયા કિનારે જઈને પાણી માં પગ બોળીને બેસી રહીએ… બસ એમજ, ને અચાનક કોઈ કામ આવી પડે તો પણ દરિયા કિનારે જશો? પાણીમાં પગ બોળવા?

મોટે ભાગે જવાબ “ના” જ હશે.

જીવનની એવી ઘણી પળોને આપણે કાલ માટે પાછી ઠેલતા જઈએ છે, જે આપણને આજે ખુશી આપી શકે છે.

જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. કોઈ શિકવા નહીં અને કોઈ અફસોસ નહીં…નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેઈન. કોઈ ફરિયાદ નહીં. . દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. સહજ બનાવી લ્યો …લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો,..

મિત્રો આ લેખે મને પ્રેરણા આપી છે માટે જરૂર  થી મુલાકાત લેજો thanks-/નિલેશ ગામીત