મનાવો પછી રોજ હોળી મજેથી-પ્રવીણભાઈ કે. દાવડા

મિત્રો
પ્રવીણભાઈ આપણાં બ્લોગ પર પહેલ વહેલા આવ્યા છે ..તો એમનો પરિચય એમની વ્યંગ કવિતા દ્વારાજ કરાવું છું..અને હા એમની એક ખાસ વાત  બધા વડીલોને  જણાવીશ,  લ્યો એમના શબ્દોમાં જ કહું કે … (આપણામા કહેવત છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે. આજે મને નવરાશ છે, અને કંઈંક લખવાનુ મન થાય છે. પણ શું લખું?) અને બસ કલમ ઉપાડી અને ચાલવા માંડી.. મિત્રો એમની સલાહ લેવા જેવી ખરી .. તો મિત્રો માણો એમની કવિતા .

બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ વર્ષોથી આપણે, હોળી-ધૂળેટીમાં કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને રંગી નાખે છે  પરંતુ એક દિવસ મોઢું ભલે લોકો લાલ રાખે પણ …આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે. એ આપણે ભૂલવું ના જોઈએ .. અને આપણે ભૂલી જઈએ તો પણ દાવડા સાહેબ જેવા કવિ વાર તહેવારે કવિતા દ્વારા કટાક્ષ કરી જિંદગીની વાસ્તવિકતા યાદ કરાવી જાય છે ..

હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે

એમની આ ચાર પંક્તિ જિંદગીના સચ્ચા રંગો દેખાડી આપણાં આત્માને જગાડે છે ..અંગ્રજો આપણને લુંટતા એ તો સમજ્યા કે પારકા હતા .પણ આપણાં પોતાના છેતરે છે એનું શું ?????હોળી પ્રાગટય : અસૂરી શક્તિના વિનાશનું પ્રતિક છે તો”‘બુરા ન માનો હોલી હૈ’…. ક્યા સુધી કહેતા રહેશો ?…….

(ભૂજંગી)

કરીને   ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ  હોળી મજેથી,

ઉડાડો  ગુલાલો અને  રંગ બીજા,

અને  માનજો બાળી નાખી બુરાઈ.

 ભલે   છેતરાઓ તમારી જ જાતે,

નથી  નાશ પામી  બુરાઈ જરાએ,

હજીતો  વધારે  વધે  છે  બુરાઈ,

હજી  આજ લોકો રહ્યા છે લુટાઈ.

 હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

 કરો નાશ આ દાનવોનો પહેલા,

પછી  છો ઉડાડો થઈ રંગ ઘેલા;

રંગો મુખ કાળા ધુતારા જનોના,

મનાવો પછી રોજ હોળી મજેથી.

 પ્રવીણભાઈ કે. દાવડા

હોરી -રાધા સંગ ખેલે

મિત્રો ,
ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં
મેઘલાતાબેહન સરસ રીતે સજાવી  ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..

એમની જ ભાષામાં કહું તો …
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન, રંગે રમતાં, રમતાં રૂઠતાં મસ્તીમાં મસ્તાન ..
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન  મન
માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.

.
ઉત્સવો સંદેશ લઈને આવે છે ., પ્યાર,સ્નેહ,સમર્પણ.હસવું ,રમવું ,રીસાવું ,મનાવું,પણ બધામાં સરળતા અને સહજતાં .. જે પ્રકૃતિ નો નિયમ છે ..આ વાતને રાધા અને કૃષ્ણ ની રાસ લીલામાં સુંદર રીતે રજુ કરી છે.. તો ચાલો પર્વના દિવસે માણીએ..

હોરી -રાધા સંગ ખેલે


રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી   કાના -રાધા ……
ગોરી ગોરી રાધિકાને શામ રંગી  શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી  કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….
રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં  ઉમંગ જાગ્યો ,
છોરાછોરી  માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..
રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં  નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી  હોરી -રાધા …..
રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ  ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો  રી હોરી -રાધા ……
મોહન મનાવે ગોરી ,દઈ ધોને  માફી  થારી,
તું તો મારી રાધારાની  રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..

મેઘલાતાબેહન મહેતા