નમસ્તે મિત્રો. મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ ચેનલ ઉપર આપણે જુદા વિષયોને અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે ખગોળ શાસ્ત્ર ઉપર થોડી વાત કરીએ. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે એક એવી સ્ત્રી વિષે જાણીએ જેણે આપણા ભ્રહ્માંડ વિશેની નવી માહિતી શોધીને તેનું દ્રષ્ટિકોણ તો ફેરવી નાખ્યું પણ તે ઉપરાંત ભ્રહ્માંડ ને વિકસાવી પણ દીધું.
એક સમયે આ દેશમાં વિજ્ઞાન માત્ર પુરૂષોનું ક્ષેત્ર હતું. 1868 માં હેન્રીએટ્ટા સ્વાન લેવિટ નો જન્મ થયો. હેન્રીએટ્ટા ને જન્મથી જ વિજ્ઞાન નો શોખ હતો. માસાચુસેટ્સ માં જન્મેલી હેન્રીએટ્ટા એ શાળા પુરી કરીને ઓબેરલિન કોલેજ અને તે પછી રડકલીફ કોલેજ માં અભ્યાસ કર્યો. પછી દુનિયાની સફરે નીકળેલી હેન્રીએટ્ટા ના કાન માં કોઈ કારણસર બહેરાશ આવી. હાર્વર્ડની રડકલીફ કોલેજ માં ભણેલી હેન્રીએટ્ટા ને 1892 માં હાર્વર્ડ કોલેજ વેદશાળા માં ખગોળ વૈજ્ઞાનિક ની નોકરી મળી. તારાઓની દુનિયા સાથે હેન્રીએટ્ટા ની આત્મીયતા બંધાવા લાગી. એ જમાના માં કમ્પ્યુટર તો હતા નહિ. હેન્રીએટ્ટા ત્યાં માનવીય કમ્પ્યુટર નું કામ કરવા લાગી. તેને ગ્રહો અને તારાઓ નું અંતર માપવાનું ખુબ બારીકાઇવાળું ગણિત નું કામ આપવામાં આવ્યું. એ જમાના માં સ્ત્રીઓને કામ માટે કોઈ પ્રકારનું પ્રોત્સાહન તો મળતું જ નહિ બલ્કે અવરોધ જરૂર ઉભા કરવામાં આવતા. શરૂઆતમાં હેન્રીએટ્ટા ને દિવસ ના 8 કલાક કામ કરવાના કોઈ પૈસા આપવામાં આવતા નહિ. પરંતુ થોડા મહિના કામ કર્યા બાદ તેને કલાક ના 30 પૈસા લેખે પગાર આપવામાં આવ્યો.
હેન્રીએટ્ટા ને ટેલિસકોપ માંથી તારાઓને જોવાની તીવ્ર ઈચ્છા હતી પણ તે માટેની પરવાનગી હતી નહિ. ખંત અને મહેનત થી હેન્રીએટ્ટા પોતાનું કામ કરતી. તેને “variable stars” એટલે એવા તારા જેમની તેજસ્વીતા કાયમ બદલાતી રહે તેનો અભ્યાસ કરવાનું ખાસ કામ સોંપાયેલું। આ પ્રકારના “વેરિયેબલ સ્ટાર્સ” નો વૈજ્ઞાનિકો ઘણા સમય થી અભ્યાસ કરી રહ્યા હતા. કોઈએ ક્યારેય એવી કલ્પના નહિ કરેલી કે એક સામાન્ય સ્ત્રી આવા તારાઓ વિષે ખુબ મહત્વની નવી શોધ કરશે. અને વળી હેન્રીએટ્ટા ને તો ટેલિસકોપ માં થી જોવાની પણ મનાઈ હતી. છબીઓ દ્વારા તારાનો અભ્યાસ કરતા કરતા હેન્રીએટ્ટા એ નિરીક્ષણ કર્યું કે આ તેજસ્વીતા બદલતા તારા નું અનોખું માળખું છે. બારીકાઈથી નિરીક્ષણ કરતી વખતે તેણે નોંધ્યું કે તેજસ્વી તારાઓ (સેફિડ્સ) લાંબા ગાળા માટે જોવા મળે છે. હેન્રીએટ્ટા એ અનુમાન કર્યું કે બધા સેફિડ્સ દરેક છબીમાં પૃથ્વી થી લગભગ સમાન અંતરે હોવા જોઈએ એટલે તેમની આંતરિક તેજસ્વીતા નું અનુમાન કરી શકાય. તેણે તારાઓના mass, density, and surface brightness નો અભ્યાસ કરીને 1777 વેરિયેબલ સ્ટાર્સ ને ઓળખ્યા અને તેની શોધ કે વધુ તેજસ્વી તારા લાંબા ગાળા માટે હોય છે તેને વિજ્ઞાનિકોએ “period–luminosity relationship” or “Leavitt’s law” તરીકે નામ આપીને વધાવી. હેન્રીએટ્ટા એ નવી શોધ પછી તારાઓનો અભ્યાસ ચાલુ રાખ્યો. તે પછી તેને ટેલિસકોપ માં થી આકાશ નું નિરીક્ષણ કરવાની પરવાનગી મળી. હેન્રીએટ્ટા એ 299 પ્લેટ્સ નું 13 ટેલિસકોપ માં થી વિશ્લેષણ કર્યું અને તેના ઘણા પેપર્સ પ્રકાશિત થયા.
તે પછી એવા સેફિડ્સ બીજી આકાશગંગા (ગેલેક્સી), જેમ કે એન્ડ્રોમીડા, માં પણ જોવા મળ્યા અને તે બીજી આકાશગંગા ના પુરાવા તરીકે સાબિત થયા. તેથી એમ કહી શકાય કે હેન્રીએટ્ટા ની શૉધ ને કારણે બ્રહ્માંડ (universe) નું દ્રષ્ટિકોણ માત્ર બદલાયું જ નહિ પરંતુ વિસ્તરી ગયું. હેન્રીએટ્ટા ની શોધ ને લીધે એડવિન હબલે આપણી આકાશગંગાને બ્રહ્માંડ ના મુખ્ય બિંદુ તરીકે સ્થાપિત કરેલું તેને હટાવી દીધું કેમકે હેન્રીએટ્ટા એ સાબિત કરી દીધું કે બ્રહ્માંડ ઘણું વધારે મોટું છે. તમે એડવિન હબલ નું જાણીતું નામ તો સાંભળ્યું જ હશે. 1990 માં તેમના નામનું હબલ ટેલિસકોપ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ભમતું રાખવામાં આવેલ છે અને તેમાંથી આવતી છબીઓ થી વિજ્ઞાનીકો ઘણી માહિતી મેળવે છે. એડવિન હબલે બીજી આકાશગંગા ની શૉધ કરી તે માટે ઘણા માને છે કે તેમને નોબેલ પ્રાઈઝ મળવું જોઈતું હતું. પરંતુ એડવિન હબલ પોતે ઘણી વાર કહેતા કે હેન્રીએટ્ટા સ્વાન લેવિટ ને નોબેલ પ્રાઈઝ મળવું જોઈતું હતું કેમકે તેની શોધ વગર આગળ શોધ શક્ય જ નતી.
હેન્રીએટ્ટા સ્વાન લેવિટ ને કાને બહેરાશ હતી, તેણે લગ્ન નતા કર્યા અને પગાર ન મળવાને લીધે, અને પછી બહુજ કમ પગાર મળવાને લીધે, તે અત્યંત કરકસર થી રહેતી હતી. ઉપરાંત ટેલિસકોપ માં થી જોવાની પરવાનગી ન હતી છતાંયે તેણે તેનું લક્ષ્ય તેના કામ ઉપર રાખીને નવી શોધ કરી. તે સાંભળી સકતી નહિ હોવાથી, આંખ ની ઇન્દ્રિયો વાપરીને કલાકો સુધી તેને તારાઓ જોવા ગમતા. તેના ઉપર પુસ્તક લખવામાં આવ્યું છે તેનું નામ છે “શાંત આકાશ”.
તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હૅરિએટ્ટા જેવી સ્ત્રીઓને વધાવીએ કે જેમણે તેમની આવડત અને કુશળતા થી આપણા સર્વે નું દ્રષ્ટિકોણ વિસ્તાર્યું છે. વાચક મિત્રોને આજના દિવસ ની શુભેચ્છાઓ.