શુભ દીપાવલી

શુભ દીપાવલી
પ્રકાશના આ પર્વ પર સહુને અંતરગોખે અજવાળું પ્રાપ્ત થાઓ .
એવી અભ્યર્થના  ……..
શબ્દોના સર્જનના દરેક વાચકોને ઉજાશભરી શુભકામના
અંતરના અજવાળે, જગતચેતના ની સેવા ના સરળ કાર્યે, મોક્ષ પંથે ડગ મંડાય તેજ અભ્યર્થના

દીપાવલી તો આનંદ ઉત્સવનો તહેવાર છે


ઉત્સવનો તહેવાર રે  ઉમંગનો જ  અવસર છે


રંગોમાં રંગ ભરશું ને આંગણીયાં સજાવશું


અંતરમાં સાથીયા કંડારશું રે  ઉમંગનો જ અવસર છે


ગણેશ સરસ્વતી ને લક્ષ્મી કેરા પૂજન કરશું


કુટુંબના કેકારવ ગજવશું રે  ઉમંગનો જ અવસર છે


વર્ષનું સરવૈયું  કાઢશું ને હિસાબો જ માંડશું


કેટલાં માનવતાનાં કામ રે ઉમંગનો જ  અવસર છે


સરવાળા તો સ્નેહના ને  બાદબાકી વેરઝેરની  


ગુણોનો કરીશું ગુણાકાર રે ઉમંગનો જ  અવસર છે


ઝગમગ ઝગમગતા દીવડાનો પ્રકાશ રેલાવશું


અભિનંદનનાં ઓવારણાં રે ઉમંગનો જ  અવસર છે

સ્વપ્ન જેસરવાકર

વહાલ થી વધાવીએ વર્ષ બે હઝાર અગિયાર

ચાલો નવા વર્ષ નું સ્વાગત કરીએ, વહાલ થી વધાવીએ વર્ષ બે હઝાર અગિયાર,.

વીતી  ગયું  આ  વધુ એક વર્ષ;

ઉગ્યું  નવું,  સ્વાગત  હો  સહર્ષ.

મસ્તી ની મૌજ માં બિન્દાસ તરીયે, આઝાદી ની હવા માં બિન્દાસ ફરીએ, તો ચાલો હેમંતભાઈની સુંદર કવિતાથી નવા વર્ષની શરૂઆત કરીએ ..જે ના કર્યું હજુ કૈક એવું કરીએ.. નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ !!

અમેરિકા  માં   વસતા  સિનીયર   મિત્રો   ને  ધ્યાન માં રાખી ને

ચાલો  વહાલ થી વધાવીએ   બે હઝાર  અગિયાર

ચાલો વહાલ થી વધાવીએ  વર્ષ  બે હઝાર  અગિયાર
આ વર્ષે થઈએ દિલ થી બાળકો ના પ્રિય   યાર
અહમ ને અળગો કરતા  લગાડો  જરાય  ના  વાર
સ્વજનો ના પ્રિય થઇ ને કરજો સ્નેહ અપરંપાર
બે દેશ  બે ધરતી ને  દિલ થી કરતા રહેજો પ્યાર
અને બેય દેસ ના આનંદે ઉજવાજો સઘળ તહેવાર
જનની  ,જન્મભૂમી અને દેવો ને કરજો પ્રણામ વારંવાર
જેણે જીવન આપ્યું અને સુખના લગાવ્યા  ચાંદ   ચાર
જીવન સજાવ્યું જેણે એ અમેરિકા નો રાખજો શિરે ભાર
ભારત ની સંસ્કૃતિ  જાળવી વતન પર  દયા કરજો અપાર
વતન પર  દયા કરજો અપાર

ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય