૩૨ – શબ્દના સથવારે – ડગલો – કલ્પના રઘુ

ડગલો

શબ્દકોશ મુજબ ‘ડગલો’ એટલે બુતાનવાળો લાંબો કોટ, ઓવરકોટ, અસ્તરવાળો ગરમ કે સાદો અંગરખો, બાંયવાળુ જાડું પુરુષને ઉપરથી પહેરવાનું સીવેલું વસ્ત્ર, બંડી, વાઘો, રોજના કોટ કે કપડા પરથી પહેરવાનો મોટો ડગલો. ઘરની બહાર પહેરવાનો, કપડા પર પહેરવાનો સ્લીવલેસ, ખભેથી ઢીલો તેવું ઉપરણુ. અંગ્રેજીમાં ‘Cloaks’, ‘Long Coat’ કે ‘Over Coat’ કહે છે.

વરસાદ, ઠંડી તેમજ ધૂળ, ગંદકી જેવાં તત્વોથી પહેરનારને રક્ષણ આપવા માટે ડગલો પહેરવામાં આવે છે. ડગલો એક ડ્રેસ છે, જે વ્યક્તિના ટોચના ભાગને આવરી લે છે. તેનાં ધડ પર રહે છે. તે હૂડ સાથે અથવા વિના પણ હોઇ શકે. તે શણ, ઉન, લીનન, તેમજ ઢાકાની મલમલમાંથી બનાવાતા. કાશ્મીરી તેમજ સૂરતી કીનખાબમાંથી પણ રાજવી ડગલા બનતાં.

‘લાંબો ડગલો, મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી,

બોલ બોલતો, તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી’.

આ પંક્તિ સ્પષ્ટ કરે છે કે લાંબો ડગલો એ ગુજરાતીની ઓળખનું પ્રતિક છે. કોર્ટમાં વકીલો કાળો ડગલો પહેરે છે. કૂળ-ચિન્હવાળો ડગલો ક્યારેક પદ-પ્રતિષ્ઠા સૂચવે છે. પાદરીઓનો ખૂલતો લાંબો ડગલો જેને ‘Cope’ કહે છે. પારસી અગિયારીનાં સેવક આત્મસંતોષથી ડગલો પહેરતા. એમના હોદ્દાનું એ ગૌરવવંતું પ્રતિક કહેવાતું. પવિત્ર સ્થાનમાં પહેરવામાં આવતું આવું વસ્ત્ર એટલે ડગલો. વિદ્વાનો, પ્રભાવશાળી લોકો માટેના સાંકેતિક કપડામાં ડગલાની ગણતરી થાય છે. ક્યારેક ફેશન માટે પણ પહેરાય છે. વેશભૂષા પ્રસંગે અનેક પ્રકારના ડગલા જોવા મળે છે.

ઇશ્વરની કરામત પણ કેવી છે? નીલગગનનાં પંખેરૂ માટે કકડતી ઠંડી, ધમધોકાર ગરમી, અલ્ટ્રાવાયોલોટ કીરણોથી રક્ષણ માટે ઇશ્વરે પીંછાંનો ડગલો બનાવ્યો છે. આવો ડગલો તો માણસ પણ ના બનાવી શકે.

આ થઇ શરીર પરના પહેરાતા ડગલાની વાત જે માણસે નક્કી કર્યા છે અને માનવ સર્જિત છે. ડગલો એટલે શરીરને ઢાંકવાનું બહારનું આવરણ. આ ડગલો સ્થૂળ છે જે કોઇપણ જોઇ શકે છે. ક્યારેક વિચાર થાય કે, માણસ અને પશુમાં ફેર શું? પશુને કોઇ ડગલાની જરૂર નથી અને માણસ ડગલા વગર જીવી શકતો નથી.

આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો શરીર આત્માનો ડગલો છે. જે માંહ્યલાને ઢાંકે છે. ૮૪ લાખ યોનિમાંથી કોઇપણ યોનિનો ડગલો જીવાત્માએ ધારણ કરેલો હોય છે. આ ડગલાને સાચવીને શરીર જીર્ણ થાય ત્યારે, થીગડા લગાવીને માનવ, જીવન વ્યતિત કરે છે. અને જીવનને અંતે આ શરીરરૂપી ડગલાને કાંચળીની જેમ ઉતારીને સૂક્ષ્મ ડગલાને એટલે કે આત્મા ઉપરનું આવરણ કે જે માણસાઇ, પદ-પ્રતિષ્ઠા, કાવા-દાવા, અનેક પ્રકારની સારી-ખરાબ ગ્રંથિઓથી ઘેરાયેલું હોય છે તે સૂક્ષ્મ ડગલો માનવ તેની સાથે બીજા જન્મે લેતો જાય છે. આ ડગલો આ ભવમાં જાણે અજાણે કરેલાં કર્મો અનુસાર તૈયાર થાય છે. કર્મ પ્રમાણે ડગલો વેતરાય છે. આ ડગલો સીવનાર મેરઇ, દરજી ઇશ્વર હોય છે. આ ડગલો અનેક ગ્રંથિઓથી રંગાયેલો હોય છે. દરેકનો ડગલો અલગ અલગ હોય છે પરંતુ આપણને હંમેશા બીજાનો ડગલો ગમે છે. ડગલાની હુંસાતુંસીમાં માનવ મંડ્યો રહે છે. ઇશ્વરે જે નિર્માણ કર્યો હોય તે ડગલો પ્રેમથી પહેરીને જીવવું જોઇએ અને ડગલાને ત્યજવાનો વખત આવે ત્યારે ડગલા માટેની મોહ, માયા, લગાવ, ગ્રંથિઓ ત્યજવાની તૈયારી માણસ કરે તો જ સરળતાથી ડગલો છોડીને તેના આત્માની ગતિ થઇ શકે છે. શુધ્ધ આત્મા, પરમાત્મામાં ભળી શકે છે નહીં તો બીજા જન્મે આ ડગલાની સમગ્ર મલિનતા એ સાથે લઇ જાય છે. સાંઇ ચરિત્રમાં કહ્યું છે કે, ‘ઇશ્વર સન્મુખ જવા માટે આવા કોઇ ડગલાની જરૂર નથી’. જે ડગલા, કાદવમાં કમળ ખીલવે તે ડગલો ધારણ કરવો જરૂરી છે પરંતુ માત્ર કાદવમાં ખરડાયેલાં રહે , તેનું આવનારૂં જીવન કાદવના ભાર સાથેનો ડગલો પહેરીને કેમ જીવાય એ તો માનવે ખુદ નક્કી કરવાનું છે! કારણ કે મૃત્યુ બાદ માનવ તેની અશુધ્ધિઓ, ખરાબ કર્મોનો ડગલો સાથે લઇને જાય છે, તેવું ‘કર્મનો સિધ્ધાંત’ કહે છે.

અંતે હરીશ મિનાશ્રુની કવિતા, ‘માટીનો ડગલો’ ઘણું બધું કહી જાય છે.

‘કાચી કબરના માપે, મેરાઇએ સીવ્યો છે,

માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો.’

 

પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી

મિત્રો
  .
મારા સાસુ નવાણું  વર્ષના છે અને હમણાં જ મળીને આવી છું  મેં  જે અનુભયુ  અને જોયું છે તે લખવાની માત્ર કોશિશ છે.
કદાચ આપને ઘણી ક્ષતિ દેખાશે તો જરૂર થી લખશો 
પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી 
હે પ્રભુ મારી આ તમારી સાથે ની ગોષ્ઠી ને મારી યાચના ન સમજતા 
હું નવાણું વર્ષ જીવી છું ,અને કદાચ હજી વધુ જીવીશ. 
પરંતું  મારું જીવન લઇ લો એમ નહિ કહું 
કારણ મેં જીવનની પ્રત્યેક ક્ષણ ને 
ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ માણી છે .
અને પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને મારે નિહાળવી છે.
હવે હું જાણી  ગઈ છું ,પૃથ્વી પર કાયમી કશું જ નથી .
અને આજ મારી સમજણ મને 
રાગ  દ્વેષ ,માયા મમતાથી  અળગા  થતા મને શીખડાવે છે. 
મને હવે ખ્યાલ આવે છે કે 
વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર 
અને અપેક્ષા ઓનો બંધ 
જ અમૂળ  પરિવર્તન છે. 
હું બદલાવને સ્વ્કારી વિક્શું  તો જ 
હું વૃદ્ધ થઈશ .અને ..
આ ઘરેડમાં રહી ઘરડા નથી થવું .
બદલlવનો સ્વીકાર
એજ તો ક્ષણયોગ 
અમુક ગ્રંથીથી મારે પહેલા જ મુક્ત થવાનું હતું 
અમુક બોજ બહુ પહેલા મારે ફગાવી દેવાનો હતો 
હું જાણી  ગઈ છું કે આપણા  અસ્તિત્વને ટકાવી રાખવા 
પરિવર્તન ની પ્રક્રિયામાં થી પસાર થવું જરૂરી છે. 
મારી જૂની જર્જરિત સ્મૃતિઓ ,ટેવો થી ,આ પ્રાચીન પરંપરા થી 
મારે મારા મનને મુક્ત કરવું જ રહું. 
કશું જ શાશ્વત  નથી 
કિમત ,માનવી ,વપરાશ, ચીજો, સંબધ બધું જ બદલાય છે. 
મને મારા જુના વિચારો અને અભિપ્રાય ને ખંખેરી 
હવે મુક્તતા અનુભવી છે .
મેં ઘર કુટુંબ સ્નેહીઓ ,મિત્રો માટે શું શું કર્યું ..?
એ વાતને ભૂલી બધાને મારા ઋણમુક્ત કરવા છે. 
બધાને નવાણું વર્ષનું આયુષ્ય મળતું નથી 
મારો અહમ ઓગાળવાનો સમય આજ જન્મમાં મને મળ્યો છે. 
મારા આત્મા પર ચડેલા પડોને એક પછી એક ખેરવવાનો સમય. 
એક દિવસ હું અપેક્ષા ,અભિપ્રાય ,અહંમ
વિનાની મુક્ત હોઈશ. 
હું હવે પ્રત્યેક ક્ષણ ને પારંગતી નિહાળીશ 
માત્ર દ્રષ્ટા 
હું જાણું છું મારું જીવતા હોવું એજ મોટો ચમત્કાર  છે 
પણ મારે હવે જીવંત રહેવું છે.
પ્રભુ મને વિપશ્યના કરવાનું બળ આપ 
મારે હવે વિશિષ્ઠ રીતે જોવું ,પોખવું અને નિહાળવું છે 
મારો બદલાવ જ રમણીયતા પlમે છે .
અને મને તે સ્વીકાર્ય છે 
માટે આજે પણ હું 
મૃત્યુ માગતી નથી. 
હું મૃત્યુ આવશે ત્યારે હું વૃંદાવનની જેમ સ્વીકારીશ. 
એજ મારો ક્ષણયોગ હશે .
મારી છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય 
અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન 
તો જ મારું મૃત્યુ એ ઉત્સવ બનશે.
pragnaji 

આમંત્રણ

કસુંબલ ગીતોનો વૈભવ

ગુજરાતી સમાજ” અને” ડગલો ”સહર્ષ ઉજવશે.
 “ગુજરાત ડે’’
અને  રજૂ કરે છે, 
ઝવેરચંદ મેઘાણી ની સુંદર રચનાઓનો
સંગીત સભર પ્રોગ્રામ

તારીખ :૧લિ જુન ૨૦૧૨, શુક્રવારે સાંજે
સમય :સાંજે ૭ વાગે
સ્થળ :ઇન્ડિયા કોમીયુંનીટી સેન્ટર .
525 Los Coches St.
Milpitas, CA 95035

ફ્રી ઇવેન્ટ નિશુલ્ક ભાવે

આપનું Evite દ્વારા નામ નોધાવશો.
http://gujaratidaglo.wordpress.com/

ડગલો-આમંત્રણ

Inline image 2

મિત્રો 

ડગલો પરિવાર આપ સર્વને ભાવ ભર્યું  આમંત્રણ આપે છે. 

ડગલો

સહર્ષ રજુ કરે છે.

-કવિવંદના –

ગુજરાતી કાવ્ય અને સંગીત સંધ્યા

૧લિ એપ્રિલ ૨૦૧૨ રવિવાર  ની સાંજે ૬.૩૦ વાગે
સ્થળ- India Community Center-525,.Los Coches Street Milpitas, CA 95035

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી કવિ અને સાહિત્યકાર
ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી નિમિતે આપ કવિને સ્મૃતિવંદના એમની કવિતાનું પઠન કરી કરશો એવી વાંછના.

તમે જે કવિતાનું પઠન કરવા ચાહો છો, તેની વિગત DAGLO પરિવાર ને તારીખ  ૩/20/ ૨૦૧૨ સુધીમાં ઈમૈલ દ્વારા મોકલી આપવા નમ્ર વિનંતી.

(Rajubhai)-408)-761-6079raja.solanki@gmail.com

(Pragnaben)-(408)-410-2372Pragnad@gmail.com

Daglo-http://www.gujaratidaglo.wordpress.
જો જરૂરી હોય તમારા માટે કવિતા શોધવા માટે અમે મદદ કરી શકીએ છીએ.

: Resources :
 www.tahuko.com

આ પ્રોગ્રામ ફ્રી રાખવામાં આવેલ છે.છતા આપ આવવાના છોએ RSVP દ્વારા અચૂક જણાવશો,જેથી આયોજકો વ્યવસ્થા કરી શકે.

આ સાંજ ની રૂપરેખા આ પ્રમાણે રહેશે.

ડગલાના સભ્યો પહેલા તે વહેલાના ના નિયમ મુજબ ૧૫ યોગ્ય કવિતા પસંદ કરશે અને કાવ્ય પઠન કરનારને જણાવશે.દરેક વ્યક્તિને ૩ મિનીટ ફાળવવામાં આવશે.

આપ સર્વે હાજર રહી અને કાવ્યોત્સવ માં ભાગ લઇ ,ગુજરાતી ભાષા ને ધબકતી રાખવાના આપણા પ્રયત્નમાં સક્રિય ભાગીદારી  દાખવશો .આપ સર્વે ના ટેકાથી આપણે સહું સાથે ગુજરાતી સાહિત્ય અને ભાષા વિદેશમાંમાં પણ જીવંત રાખશું.
આપ સર્વે અપના મિત્રો પરિવાર સાથે આવો આપની હાજરી અમને આવા નવા પ્રોગ્રામ લઈ આવવા માટે પ્રેરણા દેશે.

— ડગલો પરિવાર—

http://gujaratidaglo.wordpress.com/

DAGLO (Desi Americans Of Guj. Language Origin)

વિશ્વ માતૃભાષા દિવસ

મિત્રો
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે.
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે

ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષી આ અમર રચના


જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

                                                                      – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)

 

ભાવભર્યું આમંત્રણ

ડગલો  અંતરાષ્ટ્રીય નારી દિન અને અંતરાષ્ટ્રીય રંગભૂમિ દિન  ઉજવવા ..આપ સર્વને ભાવ ભર્યું  આમંત્રણ આપે છે .