શ્રી ચંદ્રવદનભાઈ-નિતાબેન અને સાસુસેવા

મિત્રો ,

આજની કાવ્ય-પોસ્ટ છે ” નિતાબેન અને સાસુસેવા” !
આ પોસ્ટ ખરેખર “સત્ય ઘટના” આધારીત છે…….

ડૉ. ચંદ્રવદનભાઈ ની એક વાસ્તવિક  જીવનને અનુરૂપ સરસ રચના લાવી છું .. એમનો પરિચય એ  ગુજરાતી સાહિત્યકાર, કવિ કે લેખક નથી..પરન્તુ  હ્રદય-અંતરના ઉંડાણની પૂકાર રૂપે જે શબ્દો પાન પર વહે તેને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા અનેક વ્યક્તીઓને પ્રસાદી રૂપે વહેંચે છે .વ્યવસાયે ડો. છે પરંતુ … જે થાય, ન થાય એમાં પ્રભુ ઈચ્છા છે ! એવું  માને છે અને પ્રમાણે    સ્વીકારે   પણ છે…એમની પાસે સરળતા છે જે જોયું, જે સાંભળ્યુ, અને એ જ  વિચારધારા માં  વહે છે ...એ કહે છે.નથી હું કવિ, નથી હું કાલિદાસ, બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ ! એમનો વધુ  પરિચય કાવ્યમાં માણીએ..નિતાબેન અને સાસુસેવા !


 

નિતાબેન અને સાસુસેવા !

સાસુને સાસુ નહી પણ મેં તો મા કહ્યા !
મા સ્વરૂપે નિહાળી, મેં તો અંતર ખોલી એને વ્હાલ કર્યા !…..(ટેક)

જનેતા સાથે રહી, હું તો મોટી રે થઈ,
સાસુની છત્રછાયામાં હું તો માતા બની,
પતિને અને સંતાનોને વ્હાલ કરી,
ઘરને મંદિર કરી, મેં તો હૈયે ખુશી ભરી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૧)

આજ સાસુજી માંદા, અને છે ખાટલે,
દર્દ એમનું મુજ હૈયે મુજને સતાવે,
સેવા કરવા દેજે શક્તિ મુજને પ્રભુજી,
હશે ભુલો તો કરજે માફ, ઓ મારા પ્રભુજી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !……..સાસુને……(૨)

દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
તકલીફો એમની એને હું તો મારી ગણું,
ઉપરવાલા છે તારી જ ઈચ્છા એક સાચી,
નીચે રહેનાર હું ફક્ત અદા કરૂં ફરજ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને….(૩)

જે કર્યું કે કરૂં તે હું તો દીલથી કરૂં,
છોડી અફસોસ, પ્રભુજી તને વિનંતી કરૂં,
હવે તો છું હું શરણે તારી,
ના માંગુ છુટકારો, સંભાળજે સહન-શક્તિ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૪)

 

મિત્રો એક વાત યાદ રાખવા  જેવી માં તો માં જ પછી એ સાસુ હોય કે તમારી માં આખરે તો માં  જ છે ..સબંધ ને કેવી રીતે  પોષવા એ આપણી ઉપર છે ..આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી .જે સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન  ન કરવો પડે તેજ ખરો સબંધ .. સાસુ કે વહુને પ્રેમ કરવા પ્રયત્ન નહી  કરતા માત્ર .થોડી સાવધાની વર્તવાની જરુર છે..જેથી મુરજાય ન જાય …માત્ર મારપણાં નો  અહેસાષ રાખશો તો આવું જ અનુભવશો .. કવિતાના માધ્યમ દ્વારા સુંદર  સંદેશ  હું તમારી સાથે સમંત થાવ છું