તસ્વીર બોલે છે -(21) દિલીપભાઈ ​શાહ

80646

તસ્વીર બોલે છે 

 

હું બીજા બધાની જેમ ખુબ સુંદર લખતો નથી પરંતુ તસ્વીર જોઇને મને મારા જુના દિવસો યાદ આવે છે હું એક એન્જીન્યર છું અને મેં વ્યવસાયમાં હમેશા હરીફાય થતા જોઈએ છે ,આ દેડકાની તસ્વીરમાં મને એક માર્કેટિંગ નો માણસ અને એક ટેકનિકલ માણસ દેખાય છે નીચેનો દેડકો એ માર્કેટિંગ વાળો છે દેડકાની આ તસ્વીરમાં  જોતાં વિચાર આવે છે કે દેડકા જ્યારે પાણીમાં હોય છે ત્યારે તેમની ગતિ ધીમી હોય છે અને જમીન પર એમની ગતિ વધી જાય છે કારણ એ છલાંગ ભરીને દૂર તથા ઉંચે જઇ શકે છે. જેમ એક ટેકનિકલ માણસને પોતાની ટેક્નોલોજી જેટલી જલદી સિધ્ધ થાય અને બીજી કંપની કરતાં પહેલાં માર્કેટમાં  મુકાય તેની તાલાવેલી હોય છે અને એક માર્કેટિંગના માણસને ધીમી ગતિથી કામ કરવું પસંદ હોય છે કારણ હજુ નવા ઘરાક્ને નવી ટેકનોલોજીથી વાકેફ કર્યા નથી  ત્યાં એનાથી વધુ સારી ટેક્નોલોજી બહાર આવી ગઇ છે! પેલા ઘરાક્ને સંતોષવો  એ કામ સહેલું નથી.  મોટા ભાગના માર્ચેકેટિંગના માણસો કમીશનથી કામ કરતાં હોય છે. નીચેનો દેડકો એ માર્કેટિંગ વાળો છે જેને ઉપરનો ટેક્નોલોજી વાળો દેડકો ખેંચીને લઇ જાય છે.  ખેંચાવુ કોને ગમે? . કુદકે ભૂસકે વધતો માણસ  ઉપરના ટાટિયા ખેચી કુદકો મારવા ની કોશિશ કરી રહ્યો છે અહી  ઉચે ચડવાની હરીફાય બોલે છે. હરીફાય નો કુદકો જરૂર દેખાય છે.પરંતુ  બીજી વાત અહી હું અનુભવે કહીશ કે બન્ને વ્યક્તિ કે ડીપાર્ટમેંટ ભલે અલગ હોય અને  દ્રષ્ટી પણ અલગ હોય પણ આ દેડકાની જેમ એક બીજાના પુરક બની આગળ વધે તો બંને વ્યક્તિ અને કંપની નો પણ વિકાસ થઇ શકે આજ વાત અહી દેખાય .  

 “આ નાના જીવોની  ફિલોસોફી નાની હોતી નથી.”

 

dilip shah

​દિલીપભાઈ ​શાહ