
તમે છાંટયા ગુલાલોને અમેતો મહેકી ગયા
અને પછી ફાગણ આવ્યા , કહેવું જ શું?
તમે પિચકારી ભરીને,અમેતો ભીંજાઈ ગયા
અને પછી રંગાઈ પલળ્યા,કહેવું જ શું?
તમે હોઠે મલક્યા, અમેતો શરમાઈ ગયા
અને પછી, કેસુડે ખીલ્યા કહેવું જ શું ?
તમે હાથને અટક્યાને અમે ખીલી ઉઠ્યા
અને પછી ધાણી જેમ ફૂટ્યા, કહેવું જ શું ?
તમે પ્રેમ કીધોને અમેતો પકડાઈ ગયા
અને પછી વાતે વગોવ્યા, કહેવું જ શું ?
પ્રજ્ઞા દાદભાવાળા
(ભૂજંગી) ગણરચના – ય ય ય ય- લગાગા લગાગા લગાગા લગાગા
(૯) ભુજંગી :
વર્ણ સંખ્યાઃ ૧૨
સ્વરૂપઃ લગાગા લગાગા લગાગા લગાગા
(પુરી એક અંધેરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા)
કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.
ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુંટાઈ.
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.
-પી. કે. દાવડા
ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..
એમની જ ભાષામાં કહું તો …
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન, રંગે રમતાં, રમતાં રૂઠતાં મસ્તીમાં મસ્તાન ..
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.
.
ઉત્સવો સંદેશ લઈને આવે છે ., પ્યાર,સ્નેહ,સમર્પણ.હસવું ,રમવું ,રીસાવું ,મનાવું,પણ બધામાં સરળતા અને સહજતાં .. જે પ્રકૃતિ નો નિયમ છે ..આ વાતને રાધા અને કૃષ્ણ ની રાસ લીલામાં સુંદર રીતે રજુ કરી છે.. તો ચાલો પર્વના દિવસે માણીએ..
રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……
ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….
રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..
રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..
રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……
મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..
મેઘલાતાબેહન મહેતા
મિત્રો
મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,…..મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,……પરમાત્માએ પોતાની પીંછી દ્વારા રંગો પૃથ્વીના દરેક કણ કણમાં ભરી દિધા છે..રંગો વિના સંસાર કેટલો સુનો, અદધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. …….રંગોની અનુભૂતિ કરનાર, ખૂબસુરતીથી આનંદિત થનાર મન ભગવાને માણસને આપ્યું છે………..જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી …….અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના પણ પ્રદાન કરી.મિત્રો આવી જ વાત કલ્પનાબેન લઈને આવ્યા છે
જીવનનાં રંગો
પીછવાઇમાં પૂરેલા રંગો, જેવી છે આ જીન્દગી,
મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,
મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,
ક્યારેક સોનેરી તો ક્યારેક રૂપેરી છે આ જીન્દગી.
એ રંગોનાં પૂરનારને હું શું કહું?
એની લ્હાણીમાં ક્યાંય ખોટ નથી,
ક્યાંય કસર નથી, ક્યાંય કચાશ નથી.
હૈયુ ભરાય છે એ ભારથી,
અને ગદ્ગદ્ થવાય છે મારા શ્યામની એ કરનીથી.
જે મારી આસપાસ છે અને એને હું દીઠી શકતી નથી.
માત્ર એક અહેસાસ છે એનો હોવાનો,
અને શ્વાસમાં શ્વાસ પૂરાતા જાય છે …
જીવનમાં રંગો પૂરાતા જાય છે, પૂરાતા જાય છે …
અને રંગીન જીન્દગી જીવાતી જાય છે.
કલ્પના રઘુ
—
મિત્રો ……આસુરી શકિત પર..ધર્મ શકિતનો વિજય અને આસુરી શકિતના
મનાવો પછી રોજ હોળી મજેથી
(ભૂજંગી)
કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ ભાઈ,
અને માનજો બાળી નાખી બુરાઈ.
ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.
-પી. કે. દાવડા
મિત્રો
પ્રવીણભાઈ આપણાં બ્લોગ પર પહેલ વહેલા આવ્યા છે ..તો એમનો પરિચય એમની વ્યંગ કવિતા દ્વારાજ કરાવું છું..અને હા એમની એક ખાસ વાત બધા વડીલોને જણાવીશ, લ્યો એમના શબ્દોમાં જ કહું કે … (આપણામા કહેવત છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે. આજે મને નવરાશ છે, અને કંઈંક લખવાનુ મન થાય છે. પણ શું લખું?) અને બસ કલમ ઉપાડી અને ચાલવા માંડી.. મિત્રો એમની સલાહ લેવા જેવી ખરી .. તો મિત્રો માણો એમની કવિતા .
બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ વર્ષોથી આપણે, હોળી-ધૂળેટીમાં કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને રંગી નાખે છે પરંતુ એક દિવસ મોઢું ભલે લોકો લાલ રાખે પણ …આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે. એ આપણે ભૂલવું ના જોઈએ .. અને આપણે ભૂલી જઈએ તો પણ દાવડા સાહેબ જેવા કવિ વાર તહેવારે કવિતા દ્વારા કટાક્ષ કરી જિંદગીની વાસ્તવિકતા યાદ કરાવી જાય છે ..
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે
એમની આ ચાર પંક્તિ જિંદગીના સચ્ચા રંગો દેખાડી આપણાં આત્માને જગાડે છે ..અંગ્રજો આપણને લુંટતા એ તો સમજ્યા કે પારકા હતા .પણ આપણાં પોતાના છેતરે છે એનું શું ?????હોળી પ્રાગટય : અસૂરી શક્તિના વિનાશનું પ્રતિક છે તો”‘બુરા ન માનો હોલી હૈ’…. ક્યા સુધી કહેતા રહેશો ?…….
(ભૂજંગી)
કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.
ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.
પ્રવીણભાઈ કે. દાવડા
મિત્રો
મેઘલાતાબેહન મહેતાને તો આપ સહું જાણો છો .અને આપ સહું વારંવાર એમની કવિતાઓ પણ માણો છો ..તો એમની કવિતા રજુ કરતા પહેલા એક વાત ખાસ કહી દઉં કે આપણા બ્લોગ પર એમની કવિતા સૌથી વધારે કયારે લોકોએ વાચી અને માણી તો આ word press નાં અહેવાલ જોઈએ .
(A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,100 times in 2011. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.) The busiest day of the year on your blog was January 5th with 178 views. The most popular post that day was મેઘલતાબહેન મહેતા..
તો આજે ચાલો હોળીના ઉત્સવે એમની એક સુંદર રચના માણીએ ..આમ તો માસી અત્યારે તબિયત સારી ન હોવાથી રીહેબમાં છે .પરંતુ કહે છે ને જ્યાં ન પોહ્ચે રવિ ત્યાં પોહ્ચે કવિ.મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે હાથ પગ ના ચાલતા હોય ..શરીર સાથના દેતું હોય ત્યારે એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે.એમની પંક્તિમાં કહુંતો….જુવાનીના જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .
માસી શબ્દોના સર્જનના દેરેક વાચક આપની સુખાકારી પૂછી Get Well Soon નો સંદેશો પાઠવે છે ..
આપની સૌમ્ય સુંદર અને વિવધતા ભરી કવિતા સૌને માણવી ગમે છે .હોળીના પ્રસંગે આપની રાસની રચના રજુ કરું છું .પરંતુ હું તમને અને તમારી ખાસિયત ને જાણું છું ત્યાં સુધી તમે રાગ સાથે એનું સર્જન કર્યું હશે જો સાંભળવા મળે તો વુંન્દાવન ઉભું થઇ જાય ..
મિત્રો
આ રાસ દ્વારા પ્રેમ ,અને હૃદયની સાહજીકતાથી રાધાનો ભૂલનો નો સ્વીકાર ,લઘુતમ ભાવનું પંચામુત હોળીના પર્વે પીરસી જાય છે .
અને કવિતા નાં અંતમાં અહંકાર ઓગળીને મહામુલું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરાવે છે..
હે ગોરી ગોરી રાધિકા ને…..
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન,
રંગે રમતા ,રમતા રૂઠતાં મસ્તીમાં મસ્તાન,
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાસે રમતી રાધિકા ને ફાગ ખેલતો કાન,
પ્રીતે રંગે ,ભીંગે ચીરે ,બની ગયા એકતાન ;
રંગ રૂપનું રાધાને ત્યાં ચઢયું ગર્વ ગુમાન ,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ કરીને રાધા ઉઠી ,મુખ પર ધરી મુસ્કાન ;
“ગોરી ગોરી હું રાધિકા ને તું તો શામળો કાન ,
તારો મારો મેળ નહી ,તું થી હું છું મહાન ,”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાધિકાની રીસ જોઈને ,હસીને બોલ્યો કાન ;
“શામળો છે ત્યારે ગોરા રંગનું આવડું અદુકું માન,
બધા રંગ હું પી ગયો,ને તું મા સર્વે સમાય,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ છાંડીને રાધા બોલી ,”માફ કરી ધો કાન ,
લઇ લો ગોરો વાન દઈ ધો શ્યામલ રંગનાં દાન .
અહંકારના સંગમાં થઇ ગઈ અભિમાને બેભાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ‘તમથી અદકી ગણી મેં મુજને ,ગાયું નિજ ગર્વીલું ગાન
શ્યામલ રંગે ઝગમગો,તમ યોગ ને તપની એવી શાન ,
કાપો આ અજ્ઞાન નઠારું ,ભરી ધો.મુજમાં જ્ઞાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ” ‘તું ‘ ‘માં’ ‘હું ‘ ને ‘હું ‘માં .’તું ‘,એમ આપણ એક જ જાન
કહાન કૃપાથી રાધા પામી ,મહામુલું અદ્વૈત જ્ઞાન
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન.
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
મેઘલાતાબેહન મહેતાUpload/Insert