કરતો જા -હેમંત વિ ઉપાધ્યાય

મિત્રો ,
આપણા  બોલ્ગના લેખક હેમંતભાઈ ઉપાધ્યાય  ઈન્ડિયા થી પાછા અહી રહેવા આવી ગયા છે.અપણા  વડીલો અમેરિકામાં આવ્યા તો ખરા પરંતુ અમેરિકા માં આવ્યા પછી ઘણીવાર એકલતા અનુભવે છે અને અનુ મુખ્ય કારણ આ ઉમરે પરિવર્તનનો અસ્વીકાર ..અને ખુબ સહજ છે પરંતુ દાવડા સાહેબ હોય કે ઉપાધ્યાય સાહેબ એમને મુશ્કેલીમાંથી માર્ગ શોધતા આવડે છે,જે છે જેમ છે તેનો સ્વીકાર કરો અને આગળ વધો ,તમારું સુઃખ  જાતેજ શોધો ,​જિંદગીને હળવી બનાવી રાખો ભારે રહેવાથી થાક જ લાગવાનો ,કોઈએ કહું છે કે મૂરખ માણસ વારંવાર દુખ અનુભવે છે પહેલાતો કલ્પના કરીને પછી દુઃખ આવે ત્યારે ભોગવીને અને પછી વાગોળીને। ..મિત્રો નાના મોઠે મોટી વાત શું કરું પણ દાવડા સાહેબ હોય કે ઉપાધ્યાય સાહેબ કે પછી તમારું જ કોમ્પુટર કહે છે તેમ ડુ યુ વોંટ ટુ સેવ ચેન્જીસ। …એનો જવાબ તમે જ છો સુખનો કોઈ સિદ્ધાંત નથી ,કોઈ શાસ્ત્ર નથી આપણે જાતેજ સ્વીકાર કરી ઉભું કરવાનું છે.અહીં  આવ્યા પછી  સીનીયર  માં જરૂરી  બદલાવ  પર   એક  કવિતા…..આજ વાત હેમંતભાઈ કવિતામાં લાવ્યા છે તો માણો અને અભિપ્રાય જરૂરથી આપશો . 

કરતો   જા 

મળ્યો   છે  રૂડો  માનવ  દેહ . તો આનંદ  મંગલ   કરતો   જા
સહન શક્તિ   થી  વેણ સઘળા  સહી ,  તું નીલકંઠ  બનતો  જા
સ્નેહ ,સદભાવ અને  સમજણ  ના ,  સાથીયા  તું  પુરતો  જા
ક્ષમા  છે  સૌથી  મોટું  દાન , બસ તું દાતાર    બનતો  જા
આઘાત  સહુ છે  મન ના  કારણ , મન ની દિશા  બદલતો  જા
‘જય શ્રી  કૃષ્ણ ‘ ની આદત  છોડી  , સહુ ને  ‘ હાય ‘  કહેતો જા
હાસ્ય  છે  મોટું ઔષધ , સહુ ને મલકાટ  પીરસતો   જા
ઘરવાળી હસે  કે ના હસે . બહાર  તું  સ્મિત  વેરતો  જા
પ્રગતિ સહુ છોડી દઈને  , પગ  ની ગતિ  વધારતો  જા
આ દેશ છે  રૂડો આરોગ્ય  થી , એ સત્ય  તું  સમજતો  જા
વતન વાસીઓ   ની ભીડ મળી છે ,શબ્દ પુષ્પ   દેતો   જા
મંદિર છે  મહાલવાનો  બગીચો ,ઉત્સાહ  ગળે  લગાડતો  જા
ભારત  ભલે  રહે  હૃદય માં , અમેરિકા  ને વહાલ કરતો  જા
જનમ  ભલે  દેશ માં   લીધો , ઘડપણ  અહીં તું માણતો  જા
સોમવારે ભોળો મહાદેવ ભલો , પૂજા  અર્ચન  કરતો  જા
સીનીયરો  પણ દેવ છે રૂડા .  તું  નમન સહુ ને  કરતો  જા
તું  નમન સહુ ને  કરતો  જા
ઓમ   માં   ઓમ

હેમંત   વિ   ઉપાધ્યાય