ખુલ્લી બારીએથી-નટવર કુબેરદાસ પંડ્યા-વાચક -હેમંત ઉપાધ્યાય

નટવર કુબેરદાસ પંડ્યા જેઓ તેમના ઉપનામ ઉશનસથી વધુ જાણીતા છે.
એ અમારા પાડોશી.વડોદરાનજીક સાવલી માં 28 મી સપ્ટેમ્બર્ 1920 ના રોજ જન્મેલ શ્રી નટવરલાલ પંડયા એટલે એક ચમકતો હીરો. ગુજરાતી સાહિત્યનો પ્રકાશિત સિતારો. આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના મનગમતા કવિ અને સાહિત્યકાર .. ખૂબ સરળ જીવન ..પ્રભાવ અને પ્રતિષ્ઠાથી દૂર પણ પોતાની સર્જનાત્મક રચના ઑથી સહુ ના દિલ માં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર સાહિત્ય સર્જક ..
         
વડોદરા ની એમ એસ યુનિવર્સિટિ માં થી 1942 માં બી. એ. સંસ્કૃત સાથે પાસ થયા . અને 1945 માં ગુજરાતી સાથે એમ.એ. કર્યું. તે જમાનામાં ગુજરાતી સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરનારા બહુ ઓછા, કારણ કે મેટ્રિક થતાંની સાથે લોકો ને નોકરી મળી જતી. તેમણે સૌ પ્રથમ રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી અને પછી નવસારીની ગાર્ડા કોલેજ માં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા. નોકરી ની સાથે સાથે તેઓ પોતાની કાવ્ય રચના ઑ માટે પણ સાહિત્ય જગત માં આદર પામતા ગયા . 1955 માં તેઓ નો પ્રથમ કાવ્ય સંગ્રહ “પ્રસૂન “ પ્રકાશિત થયો. ત્યાર પછી 1956 માં “નેપથ્ય “ અને 1959 માં “આદ્રા “
1959 માં તેઓને“ કુમાર ચંદ્રક “ એવાર્ડ થી સન્માન કરવમાં આવ્યું અને 1963 માં “નર્મદ સુવર્ણ ચંદ્રક “ તથા “ગુજરાત ગૌરવ “ એવાર્ડ થી બહુમાન કરવામાં આવ્યું . પછી તો “સ્પંદ અને છંદ “ “કિંકીણી “ ભારત દર્શન , અશ્વત્થ ,રૂપ ના લય , પૃથ્વી ને પશ્ચિમ ચહેરે , શિશું લોક , “વળાવી બા આવી” વગરે પ્રગટ થયાં .
તેઓ એ ત્રણ નાટક લખેલાં , જે ખૂબ પ્રચલિત થયેલાં.“ત્રણ નો ગ્રહ” “પંતૂજી” અને ડોશી ની વહુ “. ઉશનસ ને 1972 માં રણજિત રાય સુવર્ણ ચંદ્રક અને 1976 માં સાહિત્ય અકાદમી એવાર્ડ મળેલો .
1991 થી 93 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ રહેલા.નવસારીમાં અમે તેમના પાડોશી. બંને ઘર વચ્ચે એક જ દીવાલ. ઉમરમાં હું ખૂબ નાનો પણ મને એમની વાતો ગમતી. એમની એક નાની રચના મારા દિલ દિમાગ પર કાયમ અંકિત થયેલ છે.પતિ પત્ની ના ઝઘડા પછી પત્ની એ અબોલા લીધા અને બે ત્રણ દિવસ પછી પિયર જતી રહી . સંસ્કૃત માં શ્લોક છે .
“મુંકં કરોતી વાચાલં ,પંગુમ લંઘયતે ગિરિમ
યતકૃપા ત્વં હમ વંદે ,પરામાનંદમ માધવમ “
અર્થ -મૂંગા ને બોલતો કરે છે અને લંગડા ને પર્વત ચઢાવે છે
એવી કૃપા કરનાર પરમાત્મા ને હું વંદન કરું છું .
ઉશનસે આની સામે સુંદર લખેલું .
મૂંગા ને બોલતો કરે એમ શું નવાઈ ? અમારા અબોલા તોડાવે તો જાણું
લંગડા ને પર્વત ચઢાવે એ તો જાણે ઠીક , એને પિયર થી પાછી લાવે તો જાણું
ઉશનસ મારા દિલ માં વસ્યા છે અને સદા રહેશે અને બીજી રચના
વળાવી બા આવી
રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી ગયો વિરહ, બેસી પડી પગથિયે
ખુબ સંવેદનશીલ રચના અમારા જીવનની સાથે વણાઈ ગઈ ખરેખર તો અમે આ કવિતા જીવી છેઅને અમે આ કવિતા હજી પણ જીવીએ છીએ.કવિતાના હૃદયસ્વરૂપની સમજણ આજે પણ અનુભવીએ છીએ.
અમે ચાર ભાઈ અને એક બહેન- બહેન અપરિણીત છે.દિવાળીમાં ચારેય ભાઈઓ પોતાના પરિવાર સાથે આવે-પાંચ દિવસ આનંદ ઉત્સાહ અને કિલ્લોલમાં પુરા થાય અને પછી એક એક ભાઈનો પરિવાર જાય, છેલ્લો ભાઈ જાય ત્યારે આવજો કહી ને અમારી માં ઉંબરે બેસી પડતી,ઘરમાં આવવાની હિંમત ના રહેતી.અમારા પિતાજી ધીમે રહી ને હાથ પકડી અંદર લાવે અને રવેશી ના હિંચકે બેસી ને બોલ્યા વગર બંને અશ્રુ વહાવે. થોડા સમય પછી અમારા પિતાજી ચા બનાવે ત્યારે મારી માં બોલાતી
“પંખી ઓ ઉડી ગયા, રહ્યા આપણે માળાના રખવાળા”
માં ના વાત્સલ્યને, પ્રેમ ને શબ્દોમાં સમાવાય નહીં પણ તેને થયેલા વિરહ ની વેદનાની અનુભૂતિ પછી મારી બહેનને થતી,આજે એમના અવસાન ને ૨૮ વર્ષ થયા પણ એ પરંપરા ચાલુ જ છે. આજે તો અમારા છોકરાને ત્યાં પણ છોકરા છે. માં ગઈ ને બહેન આવી ..એનો હાથ પકડનાર કોઈ નથી છતાંય અશ્રુ ઓ તો એક જ વેદના પોકારે ચાહે તે માં ના હોઈ કે બહેનના .
-હેમંત ઉપાધ્યાય
(ઓમ માં ઓમ)

વિશેષ માહિતી -સંકલન
પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટ કવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે.

જીંદગી કી સફર મેં-(૩)ઋણ -હેમંત ઉપાધ્યાય

                 

રવિવારનો દિવસ . અમદાવાદ ના લાલ  દરવાજા નજીક  ત્રણ  દરવાજા  પાસે  ફેરિયાઓ રસ્તો સાંકડો બનાવી ને  એવા   ગોઠવાઈ  જાય  કે ચાલનારા   એક બીજા  સાથે  અથડાય .ઓછી  મૂડીથી નાનો વેપાર  કરી ને  જીવનારા  નાના  ધંધાર્થી  ઓ માટે  આ વિસ્તાર  આશીર્વાદ   રૂપ ગણાય . આખા  દિવસ માં   લગભગ  દરેક ને  આઠસો  થી હજાર નો વકરો  થઇ જાય એટલે  ખર્ચ  કાઢતાં બસો થી અઢીસો  રૂપિયા ની કમાણી  થાય .

કેટલાય શ્રીમંતો પણ આ વિસ્તાર  માં ખરીદી ની મઝા  માણવા તથા  રકઝક  કરી ને ભાવ તાલ  કરવામાં  પોતાની નિપુણતા  સાબિત કરી  આત્મસંતોષ  માણવા  અહીં આવે અને ના જોઈતી  વસ્તુ ઓ ની  ખરીદી  કરે .  આવી ખરીદી ની  પણ કંઈક  મજા છે .

એક રવિવારે  આવી ખરીદી નો  આનંદ  માણવા હું  અને  મારી પત્ની  જયા  આ વિસ્તાર માં  ફરતા  હતા ત્યાં જ  અચાનક   લગભગ   ચાલીસેક   વર્ષની   સિંધી   યુવતી  સામે  મળી  અને અમે  કંઈક  સમજીએ તે પહેલા   નીચે  નમીને   અમને   પગે  લાગી . સાથે  દસેક વર્ષ  નો  દીકરો હતો . દીકરા ને કહે કે દાદા  ને પગે લાગ. હું અને મારી  પત્ની  આશ્ચર્ય   થી હેબતાઈ ગયા .  કહ્યું  કે  બહેન  અમે તમને  ઓળખતા  નથી  છતાંય   પગે  લાગ્યા  માટે  આશીર્વાદ .  ભગવાન ભલું કરે .

એ  યુવતી કહે   ,  સાહેબ   હું અર્ચના  .  અને  તેજોમલ  ની દીકરી . મેં  ખુબ વિચાર  કર્યો   અને તેજોમલ  નામની વ્યક્તિ ને  યાદ  કરવા   પ્રયત્ન  કર્યો પણ   યાદ ના   આવ્યું .તેણી  એ  કહ્યું    સાહેબ  હું  તમને યાદ   અપાવું.     મારા  પિતાજી   ડુંગરપુર (રાજસ્થાન )માં  શાકભાજી  ની નાની લારી  ચલાવતા  અને આપ ત્યાં ની બેંક માં  સાહેબ હતા .અને મને આખી ઘટના યાદ આવી  ગઈ .મેં   કહ્યું  બેટા કેમ   ચાલે  છે?  અર્ચના  કહે ,સાહેબ  આપની  દયાથી  ખુબ  સુખી છું .મારા  પતિ  નો કાપડનો  વ્યવસાય છે .અમારું મકાન છે .બે  દીકરા છે .આ  મોટો છે . તેણી  એ ઘર નું સરનામું  આપ્યું  અને આવવાના   ખુબ આગ્રહ  સાથે  અમે છુટા  પડ્યા .

હવે  તો બેંક   માં થી   નિવૃત્ત  થઇ ગયો છું .  આ તો બહુ  જૂની વાત છે .ડુંગરપુર   બેંક માં હું  લોન  અધિકારી તરીકે ફરજ   બજાવતો હતો .નોકરી માં  રહ્યા ને માંડ  દોઢ   વરસ  થયું હશે .એક શનિવારે સવારે   લગભગ   ૮-૩૦   વાગે  આ ભાઈ તેજોમલ  મારે ઘરે  આવેલા . હું  ઓળખતો  નહીં  પણ  નાનકડું  ગામ અને શાક  લેવા  જઈએ ત્યારે  મને અને મારી પત્ની ને  નમસ્કાર  કરે .

ભાઈ  તેજોમલ ને ખાસ  ઓળખાણ વગર પણ  આવકાર  આપ્યો  કારણ  આ જ  અતિથી  ધર્મ  છે .તે  કંઈક  પણ બોલ્યા વગર  મારા પગ  પાસે બેસી ને  ખુબ રડ્યો  . આગંતુક , અચાનક આવી ને  કંઈક પણ કહ્યા  વગર ખુબ રડે  એટલે  અમે મૂંઝાઈ ગયા . પત્ની ને થયું કે  તમે નક્કી  બેંક  માં  આ ભાઈ ને  કશું  કહ્યું હશે.

અમે પાણી આપી ને    તેને સ્વસ્થ   કર્યો  અને જે કોઈ તકલીફ હોય તે વિના સંકોચે  કહેવા   ની  ધીરજ આપી .તેણે  કહ્યું   કે સાહેબ  અમે  સિંધી   છીએ .આજે મારી મોટી દીકરી ને જોવા  માટે  છોકરા વાળા  આવવાના  છે. બંને   એકબીજા ને  પસંદ  કરે  તો અમારે   તાત્કાલિક રૂપિયા    દસ હજાર  આપવા  પડે .નહિ  તો વિવાહ   થાય નહીં  અને દીકરી વગોવાય કે  બાપ  ભિખારી છે . મારી પાસે  કઈ  જ નથી .તમે મને મદદ  કરો .

મેં કહ્યું  કે  ભાઈ   શાકભાજી ના  ધંધા માટે બેંક  વધારે  માં વધારે  એક હજાર   ની લોન  આપે. વધારે  આપું તો મારે પણ  ઉપર  જવાબ  આપવો પડે .અને તમે અરજી કરો ,એની સ્ક્રુટીની   થાય,ડોક્યુમેન્ટ  થાય, જામીન   ની સહી થાય પછી જ લોન મળે .એણે  કહ્યું કે સાહેબ   હું પૈસા  દુધે   ધોઈ ને ભરી દઈશ પણ મારી લાજ   રાખો .અને કોણ જાણે મને ક્યાંથી   હિંમત  આવી  કે  સ્ફૂરણા  થઇ ,   એને   મેં  કહ્યું કે  એક દીકરી નો સવાલ  છે તો  તમે બેંક ખુલે એટલે દસ    વાગે આવી જાવ .

હું બેંક માં વહેલો   પહોંચ્યો .કોઈ પણ જાત ની અરજી  વગર ,ડોક્યુમેન્ટ   વગર મેં એને દસ  હજાર  નો ચેક  આપી દીધો .અને  કેશિયર   ને કહ્યું કે  આને   દસ હજાર  આપી દો .કેશિયર ને પણ નવાઈ  લાગી .પાછળ  થી થોડો   બબડાટ  પણ થયો .પણ મને સંતોષ   હતો કે મેં  ખોટું કર્યું નથી .

મેં મારા  મેનેજર    ને વાત  કરી  તો કહે કે તારી  જવાબદારી છે . ઓડીટ  માં  આવે તો  તારે  જવાબ

આપવાનો.

ખેર !  સાંજે  એણે  ઘરે આવી ને  કહ્યું કે સાહેબ  વિવાહ થઇ  ગયો તમારી દયા થી મારી દીકરી  નું કામ  પતી   ગયું ..તમે મારી લાજ   રાખી  .  ભગવાન તમારું    ભલું કરશે .   બેંક ના પૈસા , બેંક નું જોખમ , મેં  તો માત્ર   કોઈક ને મદદ  કરવા  નિયમ બહાર  જોખમ  લીધું  હતું .કોઈક  ને કપરા   સંજોગો  માં  હાથ   આપ્યો  હતો .

સોમવારે  આવીને  એણે  અરજીપત્રક ભર્યું . અન્ય કાગળો   થયા  , જામીન  ની સહી થઇ અને  બેંક ની  નિયમ મુજબ ની  બધી જ  પ્રક્રિયા   પાછલી   તારીખ માં   પૂર્ણ  કરી .લોન મંજુર  કર્યા  ના સહી સિક્કા

પણ  પાછલી  તારીખ માં  થયા .ખેર !  બેંક ની લોન  છ   જ મહિના માં  ભરપાઈ   થઇ ગઈ .જેથી મારે  ચિંતા   નું કોઈ કારણ રહ્યું  નહીં .પણ  એક વાત  નો  આજે  સંતોષ થયો જયારે  અર્ચના  એ આટલા  જુના   પ્રસંગ ને યાદ કરી ને  મારા સદભાવ  અને  સહયોગ ને  જાહેર  માં રસ્તા  વચ્ચે   પ્રણામ કરી ને  મારા  ઋણ   ને યાદ  કર્યું

એક સજ્જન વ્યક્તિ જો , એના જીવન માં કોઈકે  કરેલા   ઉપકાર  ને   ત્રીસ  વર્ષે  પછી  પણ ભૂલી શકતો  ના  હોય  તો ઈશ્વર  આપણા  સત્કર્મો ને કેવી રીતે   ભૂલે.?

 

 

હેમંત   વિ  ઉપાધ્યાય

પતિ પાંત્રીસા

( દરેક   પરિણીત   પુરુષ   પ્રત્યે    પૂર્ણ   સહાનુભુતિ   અને  આદર

  જય  જય  જય  પતિ મહાદેવા  

  કહ્યા  માં રહેશો  તો પામશો મેવા

છોડી  સઘળું  જયારે  આવ્યા  અમે

“માં “ ના ખોળા માં પેસી ગયા તમે

આશાઓ ના પહાડ સાથે આવ્યા અમે

ને પ્યાર ને પલોટી   ભાગ્ય   તમે —-જય જય

કમાઈ ને શું લાવ્યા  રૂપિયા ચાર

તમારા અભિમાન નો નહિ પાર

તમને રાવણ  કહેતાય લાગે ડર

જ્ઞાની હતો એ ,તમારે બુદ્ધિ નહિ લગાર  –જય જય

ઘર સંસાર  ચલાવી જુઓ એક વાર

માથું કુટશો તોય નહિ આવે પાર

જરા જરા માં ઉકળી ઉઠો છો શું યાર

મને પણ ભડકતા  લાગશે નહિ વાર —-જય જય

આયખું  આખું  વાપર્યું તમારી શાખમાં

તોય અમારી ઈજ્જત  તમે કરી રાખમાં

હવે સમજી જજો તમેથોડી  શાન  માં

નહિ તો રહેવા  નહિ દઉં તમને  ભાન માં —જય જય

ઢસરડા  કર્યા ઘર ના અમે સાંજ સવાર

બાળકો સહીત  સાચવ્યા  બે બે પરિવાર

જનની  ના દુખ સહયા અમે  પારાવાર

તોય  નામ લખાવતા  તમને  શરમ નહિ લગાર

ઘર   કે સમાજમાં  ધ્યાન દેવું   નહિ  લગાર

ને નામ ની તકતી મુકો બાર બાય  ચાર

જે દી નીકળી જઈશ હું ઘર ની બહાર

કોઈ  સગલો પહેરાવશે નહિ હાર—-જય જય

રહેવું હશે  સુખ થી જો મારી સાથ માં

કહ્યું માનજો  અને રહેજો મારી   આંખમાં

ડરે છે ઈશ્વર  પણ , અમારી જાત   થી

તો તમે નથી કોઈ  વિસાત  માં ——જય જય

પ્રેમ થી દીધો  તમને હાથ , કહી ને નાથ

ઈચ્છું  છું  તમારો ભવોભવ  નો સંગાથ

બની રહેશો  જો તમે કહ્યાગરા   કંથ

તો જ ચાલશે સંસાર  ગાડી  નો રથ  —–જય જય

જે પતિ રોજ કરશે આનો   પાઠ

ઘર ની બહાર  રહેશે એનો   ઠાઠ———જય જય

 

હેમંત વી   ઉપાધ્યાય

૯૦૯૯૩૬૪૩૧૧    અમદાવાદ

પત્ની ચાલીસા -હેમંત ઉપાધ્યાય

પત્ની ચાલીસા  

(દરેક    સ્ત્રી   માટે  પુરા   માન, સન્માન   અને આદર  સહીત  માત્ર હાસ્ય   માટે  જ  . સ્ત્રીશક્તિ   ને નમન  સાથે  )

 

નમો  નમો  પત્ની મહારાણી

તમારી લીલાઓ કોઈ ના શકે  જાણી      —-નમો  નમો  

તમારી  મુસ્કાન  માં પાગલ  થઇ ગયા

ને ભાગ્ય  માં આફત   લખાવી  ગયા

હતા ચંદ્ર ,તારલા ઓ  સમા  ચમકતા

હવે અમોને   ગ્રહણ   લાગી   ગયા  —   નમો  નમો   

અધુરપ જિંદગી ની  મીટાવવા   અમે

મધુરપ  ની પરબ   માં  પલળી ગયા

“હની “ હની “કહી એટલું  પલાળ્યો

કે હવે મધમાખી  ના ડંખ  સહી રહ્યા  —નમો  નમો

જીવન  ની મધ્યાન્હે તમે   મળી ગયા

ને હર દિન  હોળી દિવાળી  થઇ  ગયા

ક્યાંક  કોઈ સ્ત્રી ને જોઈ જરાક   હસ્યા

તો   તમે   કાળી   ચૌદશ   થઇ ગયા —નમો  નમો

મસ્તીભરી  મોસમ ગુમાવી અમે  જિંદગીની

પત્ની પાછળ  કેવા  કેવા  અટવાઈ  ગયા

મ્હેણાં ,ટોણા,ના તમારા વાણી  સાગરમાં

અમે  જીવતી લાશ   થઇ   ને તરી    ગયા –નમો  નમો

મકાન ની ચાર દીવાલો  ને ઘર  માં સજાવી

કુટુંબ  તણા   મેઘ  ધનુષ     સમજાવી ગયા

પિતા  ના પદ પર    બેસાડી ને    અમને

રાતદિન  મજુરી   કરતા   કરી ગયા   —નમો  નમો

સંસાર માં અમારા તમે મહેક ભરી ગયા

દુખ દર્દ ના સાચા ,સાથી તમે  બની ગયા

હર વાત  માં  એટલું બધું  બોલતા   ગયા

કે અમે  બોલવાનું જ    ભૂલી  ગયા      —નમો  નમો

પત્ની ને અબળા સમજવાની ભૂલ કરી અમે

અનુભવે જાણ્યું કે  આ તો મોટી  બલા  છે  

પત્ની ને વહાલા  થવાની નાકામિયાબ કોશિશોમાં

અમે બલા  અબળા  વચ્ચે   અટવાઈ   ગયા   —નમો  નમો

જીવન માં  પત્ની નો બહુ મોટો   ખપ  છે

પત્ની સાથે રહેવું ,એક બહુ  મોટું તપ છે

પરસ્ત્રી  ના  કુંડાળા  માં જે જે પડ્યા  છે

તેઓ  જીવન માં   ભૂકંપ  અનુભવી ગયા  —નમો  નમો

હોંશે  હોંશે  માંગ્યો હતો   તમારો હાથ

હાથ છોડાવી  તમે” નાથ “ બની ગયા

ભલે જગ સામે બોલાવો  સાહેબ કહીને

પણ ઘર માં તમારા   સેવક  બની ગયા  —નમો  નમો

સુખ માં ભલે સંભાળીએ    ભગવાન ને

દુખ માં તમને યાદ  કરતા થઇ ગયા  

બનાવે છે સ્ત્રી પુરુષ ની જોડી  ઉપરવાળો

બસ એ જ ભરોસે  જીવન જીવી રહ્યા —નમો  નમો

જે  નર  વાંચે   આ  પત્ની  ચાલીસા

એ લગ્ન  કરતાં કરતાં  અટકી   ગયા    —નમો  નમો

હેમંત ઉપાધ્યાય

 

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(9) હેમંતભાઈ ઉપાધ્યાય

કરો   કંકુના  

અમિત   ખુબ  હોંશિયાર   છોકરો  છે,કોલેજ   માં  તે  બધા  ના આકર્ષણ  નું કેન્દ્ર  છે કારણ  રૂપવાન અને કસાયેલું   ઘાટીલું   શરીર કેટલીય   છોકરીઓ   સામેથી તેની સાથે   મિત્રતા   કરવા  આગળ   આવતી  .અમિત ની મિત્રતા  ને લઇ ને  છોકરીઓ માં   હરીફાઈ   અને  ઈર્ષ્યા , બંને  રહેતા. અમિત  એટલે,  આનંદભાઈ અને દિવ્યા   બેન નો એક નો એક   દીકરો.  આનંદભાઈ   ભારત  થી અહી  ભણવા  માટે આવેલા   અને  ભણી રહ્યા   પછી  એક મોટી  કંપની   માં સારા   પગારે નોકરી કરતા .આનંદ  અને દિવ્યાબેન  બંને ને   એક ઈચ્છા   રહેતી કે અમિત માટે પણ   ભારત  ની જ કન્યા   લાવવી  છે  જેથી  આપણા  દેશ   અને  આપણા  કુળ  ના  સંસ્કાર   જળવાઈ  રહે .

અમિત હવે  એમ .એસ  થઇ ગયો છે  અને એક   મલ્ટી નેશનલ   કંપની   માં  નોકરી એ જોડાયો છે .આનંદ ના  માતા   પિતા   (અમુલભાઈ   અને વિશાખાબેન  )  પણ   અમેરિકા   ફરવા   આવ્યા  છે .

એક  સાંજે  બધા જ ડ્રોઈંગ   રૂમ  માં બેઠા છે અને  અમિત  ના લગ્ન   ની ચર્ચા  કરી રહ્યા  છે .આનંદે   કહ્યું   કે હવે અમિત માટે   ભારત ની સારી છોકરી  શોધવી   પડશે .અમિત ની માતા   દિવ્યાબેન  અત્યંત   રાજી થઇ ગયા .સાસુ  બનવા ના સ્વપ્ન  અને કુલવધુ   લાવવાના   અરમાનો થી તેઓ ખુબ હરખાઈ ગયા .

અમિતે  કહ્યું  કે  પપ્પા    મારે  તમને એક વાત કહેવી છે .કોલેજ   માં  હું  અને પારુલ  એકબીજાની   ખૂબ  નજીક  આવી ગયા  છીએ .  ત્રણ   વર્ષ   ના લાંબા  સંબધો   પછી   અમે  લગ્ન   કરવાનું નક્કી   કર્યું  છે.  મારે તમને  આ વાત  કહેવી જ હતી   પણ કહી નહોતો શક્યો .આપ  સહુ ના આશીર્વાદ   મળશે  તો અમે રાજી  થઈશું . પણ  મારા માટે હવે કોઈ છોકરી   નો શોધ  ના કરશો.

આનંદે કહ્યું   કે આ તો ખુબ   સારું  થયું  . અમારે   છોકરી શોધવી  નહિ  અને બેટા  તારી ખુશી  માં જ અમારી ખુશી છે.  દિવ્યાબેન  પણ આ વાત સાથે સંમત  થયા .દાદા  દાદી  પણ રાજી થઇ ગયા . આનંદ ભાઈ એ કહ્યું કે આ રવિવારે જ   એમના  પરિવાર ને  આપણે  ત્યાં બોલાવી  લે.  સાથે જમીશું અને વાતો  કરીશું .તારા  લગ્ન  નું પણ  પાકું  કરી દઈશું .

રવિવારે   નિયત સમયે  પારુલ  અને તેનો   પરિવાર  આવી પહોંચ્યા .  પારુલ ના માતા પિતા (રસેશભાઈ  – રક્ષાબેન ) તથા  પારુલ ના   નાના   નાની  (કાર્તિકભાઈ  -હંસાબેન ) પણ   આવ્યા   છે . ઉમળકાભેર   સહુ નું સ્વાગત  કર્યું   છે,  પણ  હંસાબેન ને જોઈ ને જ  અમિત ના દાદા   બોલી  ઉઠ્યા    “  હંસા   તું ?”  કેમ છે  ? કેટલા  વર્ષો  પછી મળ્યા ? વિશાખાબેન   પણ હંસાબેન ને જોઈ રાજી થઇ ગયા .

અમિત   , આનંદભાઈ  અને દિવ્યાબેન  તો   આશ્ચર્ય   માં પડી ગયા . અમિતે   પૂછ્યું     દાદા  તમે  એમને   ઓળખો  છો ?  અને અમુલભાઈ એ કહ્યું કે હંસા   તો મારી માસી  ની દીકરી બહેન થાય .આ લોકો તો આપણા  સગા  થાય.પારુલ તો મારી બહેન ની દીકરી ની દીકરી થઇ .

ઘર ના  વાતાવરણ   માં એકદમ   સન્નાટો . અમિત નો પ્રેમ   , અમિત ની  લાગણી  અને અમિત  ના  પરણવાના    કોડ   ભાંગી ને ભુક્કો   થઇ ગયા .સામે  પક્ષે   પારુલ પણ નિરાશ થઇ ગઈ . પરમાત્મા એ   આ તો કેવી રમત   કરી  .

કોઈ  કશું   બોલ્યું નથી  . લગ્ન ની વાતો થઇ નહીં . સામાન્ય  વાતો , ભારત  ની  યાદો  અને  રાજકારણ  ની ખોટી   ચર્ચા ઓ કરી   અને જમી ને બધા  છુટા  પડ્યા .અમિત  અને પારુલ  એક બીજા  સામે  જોઈ  રહ્યા   અને જમી   શક્યા  નથી.  

અમિત  અત્યંત  ઉદાસ  છે . થાકી ને બીજા   દિવસે  એણે  પૂછ્યું   – પપ્પા  આ લગ્ન થશે   કે નહિ ? આનંદે  કહ્યું  કે  તારા  દાદા  જે  નિર્ણય   કરે  તે  સાચો  .હું  આમાં   કશું  કરી શકું નહિ .આ તો આપણું  કુટુંબ    જ કહેવાય .  મુસ્લિમ    માં એક  કુટુંબ  માં લગ્ન કરે છે . હિંદુ   માં નહિ .

આ બાજુ  પારુલ પણ હતપ્રભ   બની ગઈ છે .  પોતાનો પ્રેમ   અને  સુખી  લગ્ન જીવન ના સપના   સળગી   ગયા છે. તેણીએ    નક્કી કરી લીધું કે હવે પરણવું  જ નથી.  ફરી ફરી  ને પ્રેમ થાય   નહીં  .તેણી એ  મમ્મી ને પૂછ્યું   કે હવે  શું થશે ?

બે ત્રણ    દિવસ  પછી  દાદા  એ  સામે થી  આનંદ ને પૂછ્યું  કે  અમિત ના લગ્ન  નો શું જવાબ   આપ્યો ? આનંદે   કહ્યું  કે તમારા  બેન ની દીકરી ની દીકરી   છે અને કુટુંબ થતું  હોય તો કેવી રીતે   થાય ?

અમુલભાઈ  એ કહ્યું   કે કુટુંબ  થઇ શકે   પણ  પોત્ર  ની ખુશી   મોટી છે   . અને માસી ની દીકરી   ની દીકરી , એટલે  સંબંધ   દુર નો થયો . મને વાંધો નથી .

અમિત   ની ખુશી માં  જ અમારી ખુશી છે  

અમિત ને  આ વાત  ની ખબર  પડતાં  જ  રાજી નો રેડ   થઇ ગયો અને દાદા  ને  બાઝી  પડ્યો .

પારુલ  ને ફોન કરી ને  કહ્યું  કે  “Our  love   won the Heart  of my  Grandpa  “

My  dadu   is  great  “

બંને   પરિવાર   ફરી  મળ્યા  .બધા એ  દાદા  નો નિર્ણય   સ્વીકારી  લીધો  અને  બોલી ઉઠ્યા   

“  કરો     કંકુના   “

હેમંત ઉપાધ્યાય

૪૦૮-૯૪૫-૭૮૬૬

ગયા મહિનાનો વિષય -કવિતા(૨૦)હેમંત ઉપાધ્યાય

સાઈ   ને  બે   કર્મ      શ્રદ્ધા    અને સબુરી  
અહી   સીનીયર    ને  બે  ચીજ   રાખવાની      શ્રદ્ધા  અને સબુરી 
આ સાથે  મારી ભાવોર્મિ    વાંચો 
 
શ્રદ્ધા    અને સબુરી  
 
જય  જય   હે સીનીયર , તમારા   મહા મોલ 
તમારી  વ્યથા  ના અંકાય  નહિ  કોઈ  તોલ         જય જય  હે 
 
અહી  સંભાળે  નહિ  ,કોઈ  તમારા    બોલ 
રાજી રહેવા ફરવું તમારે  મોટા મોટા  મોલ          જય જય  હે
હવે  બકા  ને અહીં   બકો   કહેવાય   નહિ 
” ડોટર ઇન લો  ‘ની ખોલાય  નહિ   પોલ             જય જય  હે
જમાઈ ક્યારેક  સાચવે નહિ  માન કે આદર 
પણ દીકરી ની નજર માં તમે રહો  અણમોલ       જય જય  હે
દુખડા  સીનીય ના અહીં જાણે નહીં    કોઈ 
તોય સમૃદ્ધિ  ના પીટવા અહીં મોટા   ઢોલ         જય જય  હે
ભૂલો સ્નાન  તીરથના  કે ભારત ની નદીના 
અહીં તો નહાવા મળશે  નહીં  તમને ડોલ         જય જય  હે
ચોરાયા  કે ઓટલાની  રંગત જાવ    ભૂલી 
અહીં મંદિરે  આવી ને   કરો તમે કિલ્લોલ          જય જય  હે
“ડે કેર ” “મેડીકેલ”અને  એસ એસ   આઈ
ઢકાવે છે    આપણી    સંપત્તિ ની     પોલ            જય જય  હે
ઇમેલ ,ફોન ,ફેસબુક  અને   વોટ્સ અપ માં 
સમય  જાય દોડી ને હરખ ના બંધાય કોલ         જય જય  હે
વતન ની સંસ્કૃતિ અને સંસ્કાર ના જતન માટે 
“જયહેમ”કહે  સીનીયરો    કરે  બોલબોલ        જય જય  હે
ઓમ માં   ઓમ -હેમંત ઉપાધ્યાય 

જળ વિના જીવન -હેમંત ઉપાધ્યાય

કરે  છે  ચિત્કાર    દીકરી , મને   આવવા    તો   દો

એક વાર  આ   ધરતી ને    નમન   કરવા  તો     દો

બાપ  ના  ઉર મહેલ   માં  , આનંદ નૃત્ય  કરવા તો  દો

એની   મિત્ર  થઇ ને એનું   ,જીવન    સજાવવા  તો  દો

કરી    વિદાય  મને  ,   આંખ  ના પાણી  વહેવા   તો  દો

દીકરી વિના  ડૂબી  ગયું   વિશ્વ ,  આંખ ને  કહેવા તો  દો

બે બે   પરિવાર ને  મન મૂકી   મને , મહેકાવવા    તો   દો

નારી છે  વિશ્વ   નું   આભુષણ ,  અમને  મલકવા    તો  દો

જેણે   રોક્યો   દીકરી  અવતાર ,એને   નરક માં જવા તો  દો

દીકરી વિના નો સંસાર ,પાણી વગર નો સાગર  કહેવા તો  દો

દીકરી છે સ્વર્ગ    ધરતી નું  , એ   વાત   અનુભવવા    તો  દો

દીકરી વિનાનું ભવન ,ને જળ  વિનાનું  જીવન   સહેવા   તો  દો

હેમંત   ઉપાધ્યાય

1065  W.HILL CT

CUPERTINO      CA  95014

USA

માં -હેમંત ઉપાધ્યાય

   માં 
 
 
મને  શબ્દ   એક જ વહાલો       માં
હોઠે   સુકાય  ના એક જઅક્ષર   માં
રાત   દિન  રટણ      એક   જ     માં
હર પલ  એક જ        સ્મરણ       માં
ખાતા પી તા  નામ એક જ        માં
રમતા   કુદતા    યાદ  એક જ    માં
પુસ્તક    માં પણ   દેખાય   મુજ ને    માં
ચારે    દિશા  એ    દીસે     મુજ ને   માં
 પૂનમ નો એ ચંદ્ર    ખીલ્યો
“માં ” નો મુજ સાદ  ઝીલ્યો
ગજાવી  ભૂમિ મેં  એ   સાદ થી 
તડપ્યું  દિલ    ખુબ  એ નાદથી  
ત્યાં તો મળી મને મારી માવલડી 
જોઈ એને  સુકાય  ના  હેમંત ની  આંખલડી 
 
 
 
ઓમ માં   ઓમ  
 
હેમંત ઉપાધ્યાય 

ભીતર  માં  છે ભારત -હેમંત ઉપાધ્યાય

                     
ભલે અંગ અંગ  ચમકે  અમેરિકા , ભીતર  માં છે ભારત 
દ્રષ્ટિ ,વાણી ,કર્મ   ડોલરિયા ,હૃદયે    રૂપિયો  ભારત  
હાય , બાય , ને વ્હાય કહેતો રહું ,”જય શ્રી કૃષ્ણ “નો નાદ ભારત  
મેગી ,નુડલ્સ ,પીઝા ચાઇનીઝ  ખાઉં ,પણ ખીચડી નો સ્વાદ ભારત  
મોઘી   કર ભલે   ફરતો રહું ,  પણ રીક્ષા   નો પ્યાર    ભારત  
કમાયો ભલે હું   હઝારો ડોલર , દાન દઉં માતૃભૂમિ  ભારત  
મહેલો તણા  ભલે  હો   મકાનો  , શેરી  પોળ ની યાદ ભારત  
અહી  કામ ના દામ ને દામ થી કામ , ઉત્સવ નો આનંદ   ભારત  
અહી  પૈસા થી પ્યાર ને પૈસા નો પ્યાર ,કુટુંબ તણો  પ્યાર  ભારત  
અંગ્રેજી ની વાણી ભારીને ભપકાળી , સંસ્કાર   ની સલામ  ભારત  
                                                              સંસ્કાર   ની સલામ  ભારત  
ઓમ માં   ઓમ  
 
હેમંત  ઉપાધ્યાય 
 
 

સરદાર    બને    ગુજરાત 

 

પ્રાર્થના   આપની એક જ   ,સમર્થ   બને  ગુજરાત 
ગુજ્જુઓ   ના  શ્રેય  થી ,વિશ્વ  માં  ધન્ય બને  ગુજરાત 
 
નર્મદા ના પવિત્ર જળ  થી ,  પાણીવંત બને   ગુજરાત 
સંતો ની આ   શુદ્ધ  ભૂમિ , પુણ્યશાળી   બને ગુજરાત 
 
વિકાસ  ના દરેક પંથ માં , ગતિશીલ   બને   ગુજરાત 
પ્રગતિ ના હરેક ક્ષેત્ર  માં ,ગૌરવશાળી   બને   ગુજરાત 
 
જ્ઞાની  ઓ ના  તેજોવલય થી ,પ્રકાશિત   બને ગુજરાત 
રાજનેતા  ઓ ના સંગઠન થી  સુવાસિત   બને   ગુજરાત 
 
બેટી  ઓ ના કલ કલ  નાદ થી ,આનંદી   બને ગુજરાત 
સત્ય  અહિંસા  ના સાદ થી , ગાંધીવાદી   બને  ગુજરાત 
 
પરમાત્મા નો પ્રિય   જન  પામે  , જન્મભૂમિ  ગુજરાત 
ભારત ના ભાગ્ય  પરિવર્તન નું   સરદાર બને   ગુજરાત 
                                                     સરદાર બને   ગુજરાત
 
ઓમ માં   ઓમ   
 
જયા    ઉપાધ્યાય  
Click here to Reply or Forward