હરિહરની શરણાગતિ

 મિત્રો કલ્પના બેનની એક સુંદર કવિતા માણો 
કવિતામાં એક સુંદર વાત કરી છે કે …..”પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.” તો આ પાંચ તત્વો એટલે શું ?..
આપણુ શરીર પણ આ પાંચ તત્વોનું જ બનેલુ છે. આ પાંચ તત્વો છે.
1. જળ તત્વ 2. અગ્નિ તત્વ 3. પૃથ્વિ તત્વ 4. વાયુ તત્વ અને 5. આકાશ તત્વ
.આ મુળભુત પાંચ તત્વોના મિશ્રણથી જ પૃથ્વિ ઉપર માનવ જીવન શકય છે. દરેક જીવ શિવમાં એકવાર ભળે જ છે.
પરંતુ સામાન્ય માણસ એનો સ્વીકાર નથી કરી શકતો….
જયારે કલ્પનાબેને ખુબ સરસ વાત કરી છે “પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.”

 

 અહી જીવન ની વાસ્તવિકતાનો સ્વીકાર છે અને નિર્ભયતા….
” શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે….”
મિત્રો કલ્પનાબેનના મમ્મીની તબિયત સારી નથી તો। ..
કલ્પનાબે તમારા મમ્મીની તબીયતમાં સુધારો હશે. તેઓ જલ્દી સારા થઇ જાય તેવી પ્રભુપ્રાર્થના.
હરિહરની શરણાગતિ

 

 
 
 
 પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.

જીવન મરણના ફેરામાંથી, મુક્ત થવાને તરસુ છું.

શ્વાસે શ્વાસે હરદમ હું, તારુ નામ રટુ છું.

હરિ તુ હર લે મારા પ્રાણ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે.

પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.

શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે.

હર લે હર હર તુ મહાદેવ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે .

કલ્પના રઘુ