“તમે મને એવા લાગો ”  (14)  અર્ચિતા દીપક પંડ્યા

“તમે મને એવા લાગો “–એને હું પ્રેમાનુંભુતી નો શાબ્દિક આકાર કહીશ.  ‘એમના’ વિષે લખું છું ત્યારે કહીશ કે મારા પતિ શ્રી દીપક પંડ્યા એ મારા માટે ‘પંડ્યાજી’ છે. અઢાર વર્ષની વયે સગાઈના બંધને હું બંધાઈ ત્યારે નવું જીવન , નવા સાથી ની હોંશ સાથે સાથે મને સંકોચ પણ થતો હતો, શરમ આવ્યા કરતી ….અમારી આગલી પેઢી નામ દઈને પતિને ન બોલાવે,અને નવી પેઢીમાં ઘરમાં હું પહેલી. એટલે સાવ જુનવાણી પણ ન થવાય અને નામ કેવી રીતે દઉં ?… એવો સંકોચ તો હતો જ …..એમાં હુલામણું નામ હોઠે આવી ગયું …પંડ્યાજી …..અને ધીરે ધીરે હવે બધાના પંડ્યાજી જ બની ગયા…… અને ખરેખર આ નામ સાથે ઉત્પન્ન થતી સન્માનિત અવસ્થા અને સ્થિતિને એમને બરકરાર રાખી છે.
સંબંધ નક્કી થયો એ દિવસ એટલે ૩૦ જુન ,૮૪ …અને ત્યારે બંને એ મળીને ત્રણ કલાક વાતો કરી હતી.થોડા વધુ સમજુ અને મોટા યુવાન તરીકે એ ખૂબ બોલ્યા અને હું સસ્મિત હામી ભરતી ગઈ , ટાપશી પુરાવતી રહી …..અને જીવનમાં અનુસંધાન તૈયાર થઇ ગયું. દરેક વાતે આ હૃદય સ્વીકૃતિની મહોર મારતું રહ્યું અને જીવન સાથે જીવવાની આશા જગાવતું રહ્યું.
જેમ નજીક રહેવાનું થયું એમ લાગ્યું કે ઘણી વિચારશીલ છે આ વ્યક્તિ,બહુ દૂરનું જોઈ શકે છે, આયોજન થી જીવે છે અને હું  પ્રભાવિત થઇ….નોકરી ,બીઝનેસ સાથે સાથે એમનામાં ના કલાકારને બખૂબી જીવાડ્યો .ઘણા ક્ષેત્રમાં નામના કરી …પોતાના વ્યક્તિત્વને એમને સંસ્કાર અને ગુણોની વારસાઈ ઉપરાંત પોતાની દ્રષ્ટિથી ઘડ્યું છે.કુટુંબમાં પળાતા મૂલ્યોને જાળવી રાખી સંજોગો અને સમય અનુસાર બદલાવું પડે તો બદલાવાની સ્થિતિસ્થાપકતા પણ ધ્યાનાકર્ષક ….જે ઘણી અનુકુળ સ્થિતિ નું જીવનમાં નિર્માણ કરે છે.સમયની શિસ્ત ના ખૂબ આગ્રહી….પૂરી પાળે ….એને લીધે પ્રસંગોમાં માંડવાના લોકો પહોચે એ પહેલાના અમે પહોચી ગયાના દાખલા બને ઘણીવાર …..પણ અમે એ વાતે સાથે હસી લઈએ છીએ…….
કુટુંબમાં નાના હોવા છતાં જવાબદારી વહન કરવા હંમેશા
તત્પર  રહેવું  એ  એમનો  ગુણ છે. કુટુંબને ચાહવું એ એમનું  જીવન  છે. નાના હતા ત્યારે નવા નવા પરણેલા હોઈએ ત્યારે ક્યારેક લાગે આપણો ક્રમાંક ક્યાંક દસમો -બારમો તો નથીને જીવનમાં ?..પણ ના , ક્યારે ક્યાં કુટુંબીજનને સાચવવા અને સંભાળવા એ ક્રમનું એમને બરાબર જ્ઞાન છે.અને એ જ એમનો પ્રેમ ….પ્રેમમાં નીતરી જવાનો અનુભવ પણ થઇ ચૂકયો છે !
સુંદર વ્યક્તિત્વ ,વાક ચાતુર્ય -હાજર જવાબી પણું અને રસિકતાથી હંમેશા મનને મોહી લીધું છે એમણે ,ત્યારે એ છેલ છબીલા લાગે, પુત્રી અને પુત્ર બંનેના ઉછેરમાં સમય ઓછો મળવા છતાં પૂરતો ફાળો આપ્યો છે.જીવનમાં કઈ રીતે આગળ વધવું એવો સાર અસાર સારી રીતે સમજે ત્યારે એ મને માર્ગ દર્શક જેવા લાગે છે…..આવા વ્યક્તિત્વ ને લીધે એક સ્ત્રી તરીકે મને ખૂબ સલામત જીવન બક્ષ્યું છે.ત્યારે એ જીવનને ઓપ આપનાર ઘડવૈયા જેવા લાગે છે.અનેક રૂપે ભાસતા એ પૂર્ણ પુરુષોત્તમ જેવા પણ લાગે છે ……
શરૂઆતના વર્ષોમાં અણગમતી પરિસ્થિતિઓમાં ક્રોધ પૂર્વકનો એમનો વહેવાર હોય ત્યારે મિજાજ  હળવો કરવા “કડક સિંગ ” નો ઈલ્કાબ મારાથી પામી ચૂક્યા પણ છે ! ! ! ! …..બાકી રજાઓમાં અને મહત્તમ ઘરમાં રહેવાનો એમનો અનુરાગ મને પીડે પણ ખરો ! ત્યારે સ્વાભાવિક હસતા કહું કે અમે ઘરની બહાર નીકળીએ તો અમારે મીટર ચડે !…..પણ મારો પ્રેમ એમને બહાર લઈ જવા પ્રવૃત પણ કરે એ સારી વાત છે !….ત્યારે મને એ વિષ્ણુ જેવા લાગે ….કે લક્ષ્મી દેવી ને ખુશી આપવામાં જ સુખી છે !….
પણ ખરા દિલથી કહું તમે મને પંડ્યાજી,…..મહાદેવ જેવા લાગો છો ….ગુણ બધાં પાર્વતી જાણે !….સાથે એ ય ખરું કે પાર્વતી માટે મહાદેવ અને મહાદેવ માટે પાર્વતી સર્જાયા હોય એવું લાગે ……
અર્ચિતા  દીપક  પંડ્યા   

એન. આર. જી સંમેલન-અર્ચિતા પંડ્યા

એનઆરજી ભાઇબહેનોના માતૃભાષાના પ્રેમને વંદન કરવા અને ગુજરાતી કળા સંસ્કૃતિને તેમની લીલીછમ નિસબતને પોંખવા યોજાયેલ પ્રસંગ એટલે એનઆરજી ગુજરાતી ઉત્સવ 

અમદાવાદમાં 13 જાન્‍યુ.ના રોજ,ગુજરાતની બહાર સ્‍થાપી થયેલા ગુજરાતનીઓને ગુજરાત સાથે સાંકળવાના ભાગરૂપે વૈશ્વિક ગ્લોબલ પરિવાર ના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય એકાદેમી ના સહયોગથી,,ગુજરાત માં યુની.કન્વેશન હોલ માં એક કલ્ચરલ મીટ યોજાઈ.પોઝીટીવ મીડિયા પ્રા .લીમીટેડ ના શ્રી રમેશભાઈ તન્ના અને શ્રીમતી અનીતા તન્ના આયોજનમાં અગ્રેસર હતા આર.આર પોઝીટીવ મિડ્યા દ્વારા આયોજિત એન આર જી ગુજરાતી ઉત્સવ એક યાદગાર પ્રસંગ બની રહ્યો   

132

‘‘એન.આર.જી ઉત્સવના” પ્રસંગે કથાકાર પૂજ્યશ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા ,અમદાવાદ મેયર શ્રી ગૌતમ શાહ,,ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.સાથે આ પ્રસંગે બહેરીન ,દુબઈ ,ન્યુયોંર્ક ,હ્યુસટન,કેલીફોર્નીયા,સિડની ,ઓસ્ટ્રેલીયા ડેલાવર ,મસ્કત ,લંડન ,કેનેડા જેવી બીજી અનેક વિદેશમાં વસ્તી ગુજરાતી સંસ્થાઓએ અને લેખકોએ હાજરી આપી.

આ પ્રસંગે  હાજર રહેલ ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા એ કહ્યું હતું કે દેશથી વિખુટા પડ્યા પછી પણ આપણી ભાષા દ્વારા સંસ્કૃતિને જાળવવી એ ખુબ મોટી વાત છે તો કથાકાર પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા એ કહ્યું હતુ કે માં અને માતૃભાષા બન્ને એક સ્થાને છે. અમદાવાદ મેયર શ્રી ગૌતમ શાહએ જણાવ્યું હતું કે આજે પણ અમદાવાદ શહેર વિશ્વના દરેક ગુજરાતીને બે હાથે આવકારે છે. રમેશભાઈ તન્નાએ ગુજરાતીઓને નવાજતા કહ્યું ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ એનઆરજી સવાયા ગુજરાતીઓ છે વતન ઝરુપો તેમને વતનથી વધુ નજીક ખેંચે છે.   

પુસ્તકો નુ લોકર્પણ

શ્રી સંજય ઓઝા અને ડો.પાર્થ ઓઝા ના “જય  જય ગરવી ગુજરાત “,”તારી આંખનો અફીણી “અને “હુતુતુતુ” જેવા ગીતો થી કાર્યક્રમની શરૂઆત સંગીતમય રહી.સાહિત્યના ખુશમિજાજી વાયરામાં પુસ્તક વિમોચન નો પતંગ આકાશને સર કરી ગયો .’મારી માવલડી ‘-રમેશ તન્ના,’ટહુકાનો આકાર ”-રેખાબેન પટેલ ‘આત્મગીતા ‘-ધીરજભાઈ પટેલ ,’દીપશિખા ‘-વીણાબેન દેસાઈ   “હ્યુસ્ટન ગુજરાતી પ્રસંગોનું પાટનગર” પ્રવિણા બેન કડકિઆ અને ‘સહિયારા સર્જન નો ક્રમિક ઈતિહાસ ‘પ્રજ્ઞાબેન દાદભાવાલા ના પુસ્તકો  નું વિમોચન થયું.

. સલુતે અવર્દ

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ  ઠક્કર (ન્યુ જર્સી) કર્યું,આ અવસરે ગુજરાત બહાર ગુજરાતીઓને જીવંત રાખવામાં મતબર પ્રદાન કરનારી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષેનું સન્માન કરવામાં આવ્યું હતું, સલ્યુત ઇન્ડિયા એન.આર.આઈ  એવોર્ડ થી ડો મહેશ મહેતા શ્રી વિજય છેડા ,શ્રી કાંતિ કપાસી શ્રી નિમેશ પટેલ સાથે ગુજરાતી સમાજ ઓફ મસ્તક ,ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક ,અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતા ને સન્માનિત કરી નવાજ્યા હતા.

IMG_3867

 

વિદેશની ધરતી પર રહીને પણ તેઓ માતૃભૂમિ , માતૃભાષા અને આપણી સંસ્કૃતિ માટે જે કાર્ય કરે છે તેની નોંધ લઈને સન્માન આપવું એ કોઈ પણ ગુજરાતીની એક જવાબદારી બની જાય છે ; કાર્ય અને પ્રવૃતિની દ્રષ્ટિ એ જે મૂળથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરે છે એ એમનો માતૃ ભૂમિ પરત્વે નો ઉત્કટ પ્રેમ જ છે,શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાલા નો એવો જ સુર એમના વક્તવ્યમાં જણાતો હતો.ramesh ane anIta tannaa

જનની તરીકે માતૃ ભાષા અને માતૃ ભૂમિની ખરા અર્થમાં સેવા કરનાર આ બેલડી જેમણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેવા શ્રી રમેશભાઈ તન્ના અને અનીતા તન્નાને વંદન.દરિયાપારના  માતૃ ભાષાપ્રેમીને સવાયા ગુજરાતી માનતા શ્રી રમેશભાઈએ વિશ્વના ૪૬ લેખકો દ્વારા લખાયેલ “માવલડી “પુસ્તકનું વિમોચન આ પ્રસંગે કર્યું હતું.જેમાં “ગુજરાતી સાહિત્ય સરિતા “હ્યુસ્ટન અને “બેઠક ” કેલીફોર્નીયાના લેખકોનો પણ સમાવેશ થયો છે.

વધુ એક ધ્યાન ખેંચે એવી બાબત આ પ્રસંગમાં એ હતી કે અમદાવાદ સ્થિત શ્રી કિરણભાઈ ઠાકરે ( બુક પબ ઇનોવેશન ) એક પુસ્તક લોકો સમક્ષ મુક્યું .જે બાર હાજર પાનાથી વધુ પાના ધરાવતું એક દળદાર પુસ્તક છે,અને ગીનીઝ બુક માં સ્થાન લેવા પ્રયાસ કરી રહ્યું છે.સંવર્ધન માતૃ ભાશાનુ ૧

એક ગુજરાતી તરીકે ઈશ્વર પ્રાર્થના કે આ પ્રયાસથી આપણી માતૃભાષા નું નામ વિશ્વભરમાં રોશન થાય.આ પુસ્તક બનાવવાનો અથાગ પ્રયત્નનો શ્રેય ચાર સવાયા ગુજરાતીઓ ને જાય છે.અને એમના તનતોડ પ્રયત્નોનું ઋણ દરેક ગુજરાતીને માથે છે.ખુબ ખુબ સરાહના આ વિશેષ વ્યક્તિઓની કરવી જોઈએ.એ લોકો છે ,લેખક- સંપાદકો …..,શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાલા,શ્રીમતી હેમા પટેલ, શ્રીમતી પ્રવિણા કડકિયા અને શ્રી વિજયભાઈ શાહ …અને પુસ્તક પ્રકાશક શ્રી કિરણભાઇ ઠાકર ….
         કાર્યક્રમ દરમિયાન દરેક વક્તાઓ તથા ભાગ લેનાર દરેક વ્યક્તિને સંતોષ હતો ,એક સત્કાર્યનો ….માતૃભાષાનું ઋણ અદા કરવાનો અને સહુ આપણી ગુજરાતી ભાષા માટે આશા સભર હતા, અહી ખરેખર ગૌરવ અનુભવાયું કે આપણી વૃદ્ધ થતી મા નો હાથ ઝાલનાર સપૂતો છે ….અને ગુજરાતીઓનું ભવિષ્ય સુંદર છે .ખુબ ખુબ અભિનંદન આ સપુતોને …..…..

અર્ચિતા પંડ્યા

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ-પી. કે. દાવડા

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ

કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા પછી પહેલો નિર્ણય એ લીધો કે અહીં જો આનંદથી શેષ જીવન ગુજારવું હોય તો અહીંના રીત-રીવાજ, રહેણી-કરણી અને તહેવાર-ઉત્સવો સમજી લેવા જરૂરી છે. અમેરિકન પ્રજા આનંદપ્રિય પ્રજા (Fun loving people) છે. જીવનની પ્રત્યેક પ્રવૄતિમાંથી આનંદના અવસરો શોધી કાઢે છે. આવો એક પ્રસંગ છે, “ચેરી પિકીંગ.”

દરેક પ્રકારના ફળોની અલગ અલગ સીઝન હોય છે. અમેરિકામા ચેરીનો પાક મે-જૂન માં તૈયાર થાય છે. આ સમયને સ્થાનિક લોકો “ચેરી પિકીંગ” નો સમય ગણે છે. શહેરથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલા ચેરી ફાર્મસમા રજાને દિવસે સેંકડો લોકો પોતાના કુટુંબ સાથે “ચેરી પિકીંગ” માટે જાય છે. આવા ફાર્મસ “યુ-પિક” ફાર્મસ તરીકે ઓળખાય છે.

સીઝનમા રજાને દિવસે ફાર્મ તરફ જતા રસ્તાઓ ચેરી તોડવા જતા લોકોના વાહનોથી ભરાઈ જાય છે અને ટ્રાફીક ધીમી ગતિએ ચાલે છે. સવારના આઠ વાગ્યાથી ફાર્મમા જનારા લોકોની ભીડ શરૂ થઈ જાય છે. પ્રત્યેક ફાર્મનું એક મોટું પાર્કિંગ લોટ હોય છે, જેમા ૧૦૦-૨૦૦ ગાડિયો માટે વ્યવસ્થા હોય છે. બીજી અનેક ગાડિયો રસ્તાની બન્ને બાજુ પાર્ક થયેલી જોવા મળે છે.

ફાર્મના પ્રવેશ દ્વાર પર જ તમને બધી જરૂરી માહિતી મળી રહે છે. ફાર્મ એક કુટુંબની માલિકીનું છે કે સહિયારૂં? પાક લેવા કેમિકલ ખાતર વાપરવામા આવે છે કે નહિં? પાકને સુરક્ષિત રાખવા રસાયણો છાંટવામા આવ્યા છે કે નહિં? પ્રવેશ દ્વાર પર તમને પ્લાસ્ટીકની બાલ્દી આપવામા આવે છે. અંદર ફળના ઝાડ એક સરખી લાઈનમા જોવા મળે છે. બે લાઈન વચ્ચે વ્યાજબી અંતર હોય છે. ઊંચી ડાળ ઉપરથી ફળ તોડવા એલ્યુમિનિયમને ફોલ્ડીંગ સીડીઓ ઠેકઠેકાણે પડી હોય છે. તમને ગમે એ ઝાડ ઉપરથી તમને ગમે એ ફળ તોડી તમારી બકેટમા ભેગાં કરો. ફળ મીઠાં છે કે નહિં એ નક્કી કરવા તમને ગમે એટલા ફળ ખાવાની છૂટ હોય છે, શરત માત્ર એટલી જ કે તમે તોડી ને બકેટમા એકઠા કરેલા ફળ બહાર નીકળતી વખતે તમારે ખરીદવા પડે.

ફાર્મની અંદર નાના મોટા બધાને ઉત્સાહભેર ફળ તોડતા જોવાનો એક લહાવો જ કહી શકાય. નાના બાળકો તો ઝાડ ઉપર ચડીને પણ સારા ફળ કબજે કરવાની કોશીશ કરતા જોવા મળસે. એકાદ કલાકમા ફળ ખાવાની અને તોડવાની પ્રક્રીઆ પૂરી કરી, લોકો ઝાડના છાંયામા બેસી, ઘરેથી લાવેલું ભોજન જમે છે. ફાર્મમા ટેંપરરી ટોઈલેટસ અને હાથ ધોવા વોશબેસીન વગેરેની સગવડ પણ હોય છે. વધારે પડતા માણસો એક સાથે ફાર્મમા ભેગા ન થઈ જાય એટલે પ્રવેશ આપતી વખતે ગણત્રી રાખવામા આવે છે. બે ત્રણ કલાક આનંદમા વિતાવ્યા બાદ લોકો ફાર્મમાંથી બહાર આવી, પોતાના વાહનોમા પાછા ફરે છે.

આપણે ત્યાં તહેવારોમા અપવાસ એકટાણા કરવામા આવે છે ત્યારે અમેરિકામા તહેવારોમા લોકો ખાય પિયે છે અને મોજ મસ્તી કરે છે. “હેવ ફન” એ એમનો મહામંત્ર છે.

 

પી. કે. દાવડા

“આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”(૪) ગિરીશ દેસાઇ

આ મહિનાનો હ્યુસ્ટન-સહિયારું સર્જન નો વિષય

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_n­­

આધ્યાત્મ એજ ઉત્થાનની (પ્રગતીની)સીડી છે એ વિશે મને કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ સીડી ઉપર ચઢવું એ સહેલી વાત નથી.  આ સીડી કોઈ પણ ઢાળ વગરની વર્તુળાકારે સીધી ઊપર ચઢતી સીડી છે અને તે આપણને ગોળ ગોળ ફેરવતી ઉપર લઈ જાય છે. વળી એના દરેક પગથીયાં સાંકડા હોય છે અને દરેક પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પગથીયાં એટલે આપણા અંતઃકરણમાં છૂપાયેલ વાસના, વિચાર, વાણી અને વર્તનનો ભંડાર. ઈશાવાસ્ય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુજ્જીથા”ની સલાહ આ ભંડાર ઓછો કરવા માટે આપી છે, પરંતુ આપણે તો તેને બદલે રોજબરોજના અનુભવો સંઘરી એ ભંડારનો ભાર વધારતા  રહીએ છીએ. આટલો બધો ભાર ઉચકી ઉત્થાન અર્થાત પ્રગતિ કરવાનું સહેલું નથી. અહીં મને કાકા સાહેબ કાલેલકરનું એક વાક્ય યાદ આવ્યું. ‘પ્રગતિ સ્ક્રુના આંટા જેવી છે. જે સ્ક્રુ ઉપર આંટા વધારે હોય એની પ્રગતિ ધીમી થતી હોય છે. તે જ પ્રમાણે જો આપણે અપણા અંતઃકરણમાં પડેલા વાસના, વિચાર…

View original post 956 more words

આધ્યત્મ ઉત્થાનની સીડી (૩) -પ્રવીણા કડકિયા

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_nસીડી એટલે જેના પગથિયા પર એક પછી એક પગ મૂકી ઉપર જવાય. તેનો અર્થ ઉત્થાન થાય. સીડી સડસડાટ પણ ચઢાય અને એક એક પગથિયા દ્વારા ઉપર જવાય. જે ખૂબ ઝડપથી ચડે તે થાકી જાય. જે આરામથી ચડે તેને થાક ન લાગે ઉપર આવ્યાનો આનંદ પ્રાપ્ત થાય .   મારા જેવી વ્યક્તિ એ ઓછી ઉંચાઈને કારણે દિવસમાં દસ વાર તેનો ઉપયોગ કરવો પડે. જીવનમાં ઉત્થાનનો સમય આવે ત્યારે ‘આધ્યત્ત્મ’ની સીડી જેવો કોઈ માર્ગ નથી. જીવન એટલે શું ? ખાધું પીધું ને મઝા કરી ! હા, એ પણ એક સમયે કર્યું. જ્યારે માનવી જીવનના એવા તબક્કામાં પ્રવેશે જ્યાં તેને લાગે હવે આત્માનું કલ્યાણ, માનવ જીવનની સાર્થકતાનો સમય આવી ગયો છે. જવાબદારીનું વળગણ હવે છૂટ્યું છે. ત્યારે તેના જિવનમાં શું અગત્યનું છે તેનું ચિત્ર સ્પષ્ટ અંકાય છે.

આધ્યત્મ વાડાવાદમાં કેદ ન થઈ શકે. તે કોઈ વર્ણ યા જાતિથી અલિપ્ત છે. તત્વજ્ઞાનને ખોટાં વાઘા પહેરાવી સામાન્ય પ્રજા સમક્ષ વ્યક્ત કરી અવળે રસ્તે આધ્યાત્મ દ્વારા…

View original post 1,152 more words

પ્રભુ જ્ઞાની જીવન દે (૨) હેમા બહેન પટેલ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય

પ્રભુ જ્ઞાની જીવન દે

સહિયારું સર્જન - ગદ્ય

sarasvati

મનુષ્ય જનમની ખાસીયત એ છે ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે, આંખોથી જોવે, વાંચે, અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય, વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાય તે જ્ઞાન છે. જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ વિષેની માહિતી, જાણકારી,  ખબર હોવી,  વસ્તુની સમજ પડવી. ઘણા ખરા જ્ઞાન એવા હોય જે આગલા જન્મના સંસ્કારના બીજ રૂપે આપણી સાથે જન્મની સાથે જ આવે. જેને કોઈએ આપણને શીખવાડવા ન પડે.તેની જાતે આપોઆપ જ થાય છે. બાળક જન્મે ને તરત જ માતાનુ દુધ પીવા બેસી જાય આ કોઈએ તેને શીખવ્યુ નથી. તેની જાતેજ તે કુદરતી રીતે જ કરે. જે કુદરતી રીતે સાથે લઈને જન્મ્યા હોઈએ તેને માટે કોઈના સહારાની જરૂર નથી પરંતું બીજા જ્ઞાન માટે બીજાનો સહારો લેવો પડે છે. માણસને પાંચ જ્ઞાનેન્દ્રીઓ દ્વારા જોઈને, સાંભળીને , સ્પર્ષ, ગંધ અને સ્વાદ વગેરેથી જ્ઞાન  થાય છે. બીજું વાંચન અને મનન થી જ્ઞાન થાય. સંસારિક જ્ઞાન, દુનિયાદારી વગેરે…

View original post 1,114 more words

હાશકારો..

એક નાનકડી વાર્તા અહી દાખલા તરીકે મૂકી રહી છું.
આ વાર્તા લેવામાં આવશે નહિ કારણ પ્રકાશિત છે

પરમ સમીપે

હાશકારો..  

વ્હીસલ વાગી અને ગાડી ઉપડી. છેલ્લી ઘડીએ ચડવાવાળા મુસાફરો  રઘવાયા  બનીને દોડી રહ્યા. ટ્રેનમાં ચડતા જ રીવાની નજર આસપાસ ફરી વળી. આજકાલ  તો સેકન્ડ એ.સી.ના ડબ્બામાં પણ આલતુ ફાલતુ મુસાફરો ચડતા હોય છે. બાજુમાં કોણ આવશે ?  ‘ જે આવે તે. મારે શું ? ’  બેફિકરાઇથી બારી પાસે બેસતા રીવા બબડી.

ત્યાં એક આધેડ વયના બહેન અને અને એની સાથે લગભગ રીવા  જેવડી જ એક યુવતી બંને  હાંફતા હાંફતા ચડયા. સીટ નીચે સામાન મૂકી  હાશ કરીને  રીવાની બરાબર સામે  ગોઠવાયા.

 ‘ બિંદી, તને કેટલી વાર કહ્યું છે કે ઘેરથી થોડા વહેલા નીકળીએ. પણ મારું સાંભળે  કોણ ? જોયુંને પછી છેલ્લી ઘડીએ કેવી દોડાદોડી  થઇ ? ‘  

‘ પહોંચી તો ગયા ને ? મારી મા.. હવે બંધ કર.. હવેથી આગલે દિવસે  સ્ટેશને આવીને બેસી જશું.. ઓકે ?’  કહેતા બિંદી  નખરાળું હસી પડી.

રીવાએ એક મેગેઝિન કાઢયું. જોકે વાંચવાની બહું તત્પરતા દેખાઇ નહીં. થોડીવાર બારીના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન…

View original post 1,885 more words

“બેઠક”અને “સહિયારા સર્જનનાં પ્રયોગ” નો ઓગષ્ટ મહીનાનો વિષય

બેઠક”નો  ઓગષ્ટ મહીનાનો વિષય છે
“અરર”ઘણા મિત્રો ને થશે ….. “અરર” ..આતે કેવો વિષય  પરંતુ  “”અરર”” અનેક   રીતે વાપરી શકાય છે જેના દાખલા મેં નીજે આપ્યા છે। ..બસ કલમ ઉપડો અને લખવા માંડો બોલવાના હો તો 400- 450 અને માત્ર લખી મોકલશો તો લાંબો પણ ચાલશે   
લેખ મોકલવાની છેલ્લી તારીખ  ૨૪ ઓગષ્ટ ૨૦૧૪
જૂનાં સ્મરણ મીઠડાં અરર ઘોળવાનાં રહ્યાં !-વિષય 
અરર, શું જમાનો આવ્યો છે-વિષય
અરર અરર, આ તો ગજબ થઈ-વિષય 
અરર! કેવો ભયંકર દિવસ.-વિષય
અરર….! સાહેબ…! શુ લખુ કોઈ સમજ પડતી નથી,.વિષય
અરર,  ખૂબ ખરાબ થયું  –વિષય
“અરર..અને હાય..હાય..કેટલું બધું  
અરર-કેવો-ભયંકર-દિવસ 
અરર, મને આ શું થઇ ગયું?’

  1. ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રિત ના ધરાણી
    અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી
  2. વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
  3. ઘાંઘી થઈ ધબકારા ઝાલું ન ઝાલું ત્યાં છૂટ્યા ધબ્બાક દઈ અરર
  4. અરર ! વાંક થયો મુજ ! શું, કહો !

******************************************************

સહિયારા સર્જનનાં પ્રયોગ નો ઓગષ્ટ મહીનાનો વિષય છે

વરિષ્ઠ નાગરિકનું સુખ- હકારત્મક “અભિગમ

આપનો લેખ ૨૪  પહેલા મોકલો…..આપના સ્નેહીઓમાં જેમને ગદ્ય લેખનમાં રસ હોય તેમને પણ જાણ કરવા વિનંતી

શબ્દ સીમા: લઘુત્તમ ૫૦૦ શબ્દો-મહત્તમ ૨૦૦૦

 લેખ મોકલવાની છેલ્લી તારીખ  ૨૪ ઓગષ્ટ ૨૦૧૪

 લેખ મોકલવાનાં ઇ મેલ એડ્રેસ

vijaykumar.shah@gmail.com

hemapatel920@gmail.com

pravina_avinash@yahoo.com

pragnad@gmail.com

આભાર-

વિજય શાહ, હેમાબહેન પટેલ , પ્રવીણાબહેન કડકિયા તથા પ્રજ્ઞાબહેન દાદભાવલા