પ્રેમ એક પરમ તત્વ -૭

દોસ્તી મિત્રતા, યારાના આ બધાં શબ્દો યાદ આવતા કોઇ પુરાના મિત્રની યાદ આવી જાય!! દોસ્તની યાદ આવતા આંખમાં ભીની થઈ જાય એવો છે સાચા દોસ્તનો પ્રેમ!!પ્રેમીના પ્રેમમાં પામી લેવાની વૃતિ હોય છે પણ દોસ્તી મતલબથી હોય તો એ દોસ્તી નથી કહેવાતી!! દોસ્તની આંખોમાં સ્વાર્થ વગરનો પ્રેમ હોય છે. તે તમારી આંખો વાંચી તમારા દર્દ ને સમજી જાય છે!! જ્યાં તમારો વાંક હોય ડર્યા વગર ધમકાવી જાય છે.અને ખરાબ લગાવી હવે કદી નહીં મળું અને બીજા દિવસે મળવા આવી ગળે લગાવી જાય છે.તમારા સુખ અને દુઃખમાં હાજર થઈ જાય છે. દોસ્તી સજાતીય હોય કે વિજાતીય હોય શકે છે!! કૃષ્ણ અને દ્રોપદીની દોસ્તી એક વિશુદ્ધ વિજાતીય દોસ્તી નું ઉદાહરણ છે. મિત્રતા માં જાતીનથી જોવાતી, રંગ નથી જોવાતો કે ધર્મ નથી જોવાતો દોસ્તીમાં તો દિલથી દિલને રાહ હોય છે. હર એક  સંકટના સમયે દ્રોપદી માટે કૃષ્ણ હાજર હોય  એમ સાચો દોસ્ત હોય તે દરેક પરિસ્થિતિ માં હાજર થઈ જાય છે. દુખ મા જે વગર બોલાવે આવી જાય અને જેના ખભા પર માથું રાખી દુનિયાભર ના દુખ ભૂલી જવાય એ દોસ્ત હોય છે.દોસ્તીમાં સ્વાર્થ અને અવિશ્વાસ ચાલે નહીં !!નિષ્ઠા અને વિશ્વાસ એ દોસ્તીની પહેલી શરત છે!! જે વાત આપણે જીવનસાથીને કહેતા અચકાઈ એ છીએ એ વાત આપણે બેધડક મિત્રને કહી દઈ એ છીએ!! પણ એના માટે વિશ્વાસપાત્ર મિત્ર જોઇએ અને વિશુદ્ધ પ્રેમ જોઈએ!
કૃષ્ણ અને સુદામાની દોસ્તીથી ભાગ્યે  કોઈ અજાણ હશે!! સુદામા જ્યારે પોટલીમાં પૌઆ લઈને નીકળ્યા ત્યારે એમને ગળા સુધી વિશ્વાસ હતો કે મારો મિત્ર મારા માટે સંકટ સમયે હાજર  હશે!! મારાં બાળકો હવે ભૂખ્યા નહી રહે!!સુદામા જ્યારે દ્વારકા પહોચ્યાં ત્યારે દ્વારપાળ જ્યારે એને મહેલમાં જતા રોકે છે તો એ દ્વારપાળ ને કહે છે કે કૃષ્ણને કહો કે સુદામા આવ્યા છે!! અને સુદામાનું નામ સાંભળી દ્વારકાધીશ ખુલ્લે પગેસિંહાસન છોડી દ્વાર સુધી સ્વાગત કરવા દોડી જાય છે અને સુદામાને ભેટી પડે છે!! અહા મિત્ર હોય તો આવા!!
દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
જ્યારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે!!
અજ્ઞાત
 કૃષ્ણની જાહોજલાલી જોઈ જે પોટલીમાં પૌઆ લાવ્યા હતા તે પોટલી છુપાવતા હતા પણ કૃષ્ણ એ હસતાં હસતાં પોટલી આંચકી લીધી અને પૌઆને પ્રેમથી આરોગ્યા!! કૃષ્ણએ સુદામાના પગ પણ પખાળ્યાં!! આવી હોય દોસ્તી અને આવો હોય પ્રેમ!! મિત્રતા થી ઊંચો કોઈ સ્વાર્થ રહીતસંબંધ નથી!! સુદામા જે કામ માટે આવ્યા હતાં એ કામ એમણે કૃષ્ણને કહ્યું પણ નહીં પણ કૃષ્ણ દોસ્તની વિટંબણા સમજી ગયાં!! દિલોની વાત જાણી લે એ દોસ્ત!!સુદામાનું ગૌરવ જરા પણ નીચું પડવા દીધું નહી અને જ્યારે સુદામા પાછાં ફર્યા તો પોતાની ઝૂંપડી ગાયબ થઈ ગઈ અને બાળકો અને સ્ત્રી નવાં નવાં કપડાં પહેરીને ફરતા હતા!! આનું નામ દોસ્તી!! આનું નામ પ્રેમ!!
 કાલ સોશિયલ મિડીયા પર હજારો મિત્રો બની જાય છે. પણ આ મિત્રતામાં શુષ્કતા છે!! તમે કોઈને મિત્ર માનતા હો પણ તમારા દુખ તમે બીજા સાથે શેર કરી શકતા નથી કારણકે તમારી વાત ક્યારે લીક થઈ જાય તમને ખબર નથી!! એટલે કે વિશ્વાસનો અભાવ છે!! ભલે તમારી પાસે વધારે દોસ્ત ના હોય પણ એકાદ સાચો દોસ્ત હોય તો તમે ખૂબ નસીબદાર છો!! વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમપરમ પ્રેમ મેળવવા માટે તમારું હ્ર્દયથી પવિત્ર હોવું અને કાચ જેવું પાર્દરશક હોવું જરૂરી છે!! મિત્રતા કેળવો તો કૃષ્ણ અને દ્રોપદી જેવી કે કૃષ્ણ અને સુદામા જેવી!! જુઓ પછી પરમ પ્રેમની પ્રાપ્તિ થશે!! અહીં કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ!! પ્રેમને શ્યામ જેવો કહ્યો અને દોસ્તીને રાધા જેવી રૂપાળી!!
એ પ્રેમ છે ને એનું રૂપ શ્યામ હોય પણ
 બેશક પરંતુ રાધા-શી ગોરી છે દોસ્તી .!
સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

ઉત્સવ કોઈ-સપના વિજાપુરા

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?
પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ
ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?
છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!
પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ
રઈશ મનીઆર
કવિ શ્રી રઈશ મનીયાર એક કવિ, ગઝલકાર નાટ્યકાર છે. અને સાહિત્યના લગભગ દરેક શ્રેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો છે ને સફળ રહ્યા છે. દેશ વિદેશમા મશહૂર થયેલા કવિ શ્રી રઈશ મનીયારની આ ગઝલ જ્યારે વાંચવાનો મોકો મળ્યો ત્યારે પ્રથમ જ વાર વાંચતા આફરીન નીકળી ગયું સરળ ભાષામાં અને સરળ રદીફ અને કાફીયા લઈ આ ગઝલ ખૂબ ચોટદાર બની છે. મત્લામાં કવિ કહે છે કે આ હ્ર્દયની ધડકન છે કે તાંડવ!!જ્યારે દિલમાં દર્દ હોય તો એને ઉત્સવ કહેવાવાળા કવિ હ્ર્દયની ધડકનમાં ચાલતા તાંડવને દર્દનો ઉત્સવ કહે છે. જે હ્ર્દયમાં દર્દ નથી એ હ્ર્દયમાં ઉત્સવ નથી! દર્દ પણ હ્ર્દયમાં તાંડવ મચાવે છે. જિંદગીમાં ઘણાં મોકા આવતા હોય છે જેમાં માણસ પોતાની સફળતાની સીડી ચડી શકતો હોય છે પણ ઢચુપચુ કે અચોક્કસપણું માણસને નિર્ણય લેવામાં વિટંબણા નાખે છે એટલે કલરવ તો તમારા સુધી પહોંચવા માગે છે પણ આ ટોડલે બેઠેલી અવઢવ કલરવ કાન સુધી પહોંચવા નથી દેતી. ઓઢવા ચાદર નથી પણ સપનું તો છે. આ દરેક ગરીબ વ્યકતિની વાત છે જેની પાસે ઓઢવા ચાદર નથી પણ આંખોમાં સપનાં ઘણાં છે અને સપનાં માં લહેરાતો પાલવ પણ છે.ખૂબ ચોટદાર શેર!! અહીં દરેક્ના હ્ર્દયમાં દાવાનળ છે..કવિ કલ્પના કરે છે કે જે કોઈ રસ્તામાં મળ્યું તે ઉષ્મા લઈ હતુ. શું એ લોકોનાં હ્રદયમં દવ હશે? “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જીસે છૂપા રહે હો.” વેદના છેક ઊંડે હ્ર્દયમાં ઘર કરી ગઈ!! વેદના હ્ર્દયમાં ક્યારે ઊતરી જાય અને ઘર કરી જાય એ કયાં ખબર પડે છે? એ તો નિશાન કે પગલાં કશું છોડતી નથી બસ અને જ્યારે વેદનાનો કાંટો હ્ર્દયમાં વાગે છે ત્યારે પણ ક્યાં હ્ર્દયને એનો પગરવ સંભળાય છે! બોર દઈ, કલ્લી કઢાવી કોઈ નાની વસ્તુ આપી મોટી વસ્તુ લઈ લેવી!! સમજણો આપી બાળપણ લઈ લીધુ!! “યહ દોલત ભી લે લો યહ શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લોટા દો વોહ કાગઝકી કશ્તી વોહ બારિશકા પાની!” મને લાગે છે દરેકની આવી લાગણી હશે!! દિવસ જ જ્યારે બેખુદ હોય ત્યારે રાતમાં પછી કોણ શરાબ ધરે?
સારથીનું કામ સતત રથને સહીસલામત આગળ ધપાવવાનું છે અને એ સારથી પાછા માધવ ખુદ હોય તો તો પછી પૂછવું જ શું! આ શેરની બારિકી પર તો દોનો જહાં કુરબાન! કૃષ્ણ જેવા રથને હાંકીને સતત ગતિરત રહેવાને બદલે જ્યારે પગ પગ પર પગ ચઢાવીને બેસી જાય ત્યારે ઈશાવાસ્યવૃત્તિની પરાકાષ્ઠા જ હોય અને એક યુગ આથમતો હોય કારણ કે નારાયણ કૃષ્ણ માટે અગતિગમન એટલે જ જીવંતતાનો અંત છે. માધવ કદી મરે નહીં. કૃષ્ણમાં સ્થિર થવું કે સ્થિતપ્રજ્ઞ થવું અને કૃષ્ણનું સ્થિર થઈ જવું એ બે પરિસ્થિતિના વ્યાપ અને એનો વિરોધાભાસ અદભૂત સૂક્ષમતાથી આ મક્તામાં બતાવ્યો છે! યાદવાસ્થળીને એક અંતિમ નિર્વિકારતાથી નીહાળતાં માધવ ગતિશૂન્ય થઈ પગ પર પગ ચઢાવીને બેસે, પારધિ એમના પગના પદમને હરણ સમજી તીર મારે, એની સાથે યાદવાસ્થળીમાં રત યાદવોનો વિનાશ પણ નિશ્ચિત બને! કૃષ્ણ કદી મરી ન શકે, માત્ર અગતિમાં સરી શકે! એક અદભૂત “બહ્માસ્મિ”ના ઉર્ધ્વાગમન પર કવિ લઈ જાય છે, જેના પછી અક્ષરો અર્થહીન બની જાય છે! આ એક મક્તાથી શાયરે અહીં સંપૂર્ણ ભગવતપુરાણનો અર્ક આલેખ્યો છે. શતશત નમન આ શાયરને!
સપના વિજાપુરા

હજી મને યાદ છે.-૧-નજમા -સપના વિજાપુરા

મિત્રો આ મહિનાનો વિષય -હજી મને યાદ છે .

જીવનનો એક એવો પ્રસંગ જે તમને હજી યાદ આવી જાય છે. અથવા ભૂલી શકાતા નથી ..

સપનાબેન વિજાપુરાની આ વાર્તા જોઈએ .

૧૯૭૫ ની વાત છે. હું કુબેરબાગના રસ્તા પર મારાં કોલેજનાં પુસ્તકો લઈ આવી રહી હતી. પ્રેકટીકલ કરી ખૂબ થાકેલી હતી. આમ પણ અમારા ઘરથી કોલેજ ઘણી દૂર હતી. મેઘદૂત સીનેમા સુધી પહોંચી અને મેં બાજુવાળા લાભુબેનને ઘભરાયેલી  હાલતમાં દોડતા આવતા જોયા. એમણે મારાં હાથ એકદમ પકડી લીધા અને કહ્યું,” બાનુ, જલ્દી ઘરે જા તારાં ઘર પર ક્યામત ઉતરી છે..હું એમને પૂછતી રહી.શું થયું શું થયું? પણ એમના ગળામાંથી અવાજ નીકળતો ના હતો.મેઘદૂત સીનેમાથી ઘર પાંચ મિનીટ દૂર હતું પણ મને એ પાંચ મિનીટ એક કલાક જેવી લાગી.અમે ઘરે પહોચ્યા. ઘરમાંથી રોવાનો અવાજ આવી રહ્યો હતો. મારાં હાથમાંથી પુસ્તકો પડી ગયાં. ઘડીવાર માટે એવું લાગ્યું કે બા ને ક્શું થયું હશે પણ ઘરમાં દાખલ થઈ તો મારી નાની બહેન મને વળગી પડી..અને કહેવા લાગી ” નજમા, નજમા.” મારો હાથ પકડી વરંડા તરફ લઈ ગઈ!! ત્યાં નજમાનું અર્ધ બળેલું શરીર પડ્યું હતું. નજમાએ પોતાને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

મારાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.” નજમા, નજમા.”!! મારી બહેન નજમા બળેલી હાલતમાં પડી હતી. મારી બાજુમાં રવિન્દ્ર ઊભો હતો.રવિન્દ્ર નજમાનો પ્રેમી હતો. જે નજમાને મળવા આવ્યો હતો. મુસલમાન હોવા છતાં પપ્પાએ આ પ્રેમને સહમતી આપેલી. નજમા અને રવિ એકબીજાને વારંમવાર મળતા. પણ અમારા ઘરમાં. ઘરની બહાર મળવાની મનાઈ હતી. આજ પણ રવિ આવ્યો હતો. અને બન્ને વચ્ચે શું વાત થઈ એ ખબર નથી પણ એણે નજમાને શું કહ્યુ કે નજમા વરંડામાં જઈ દીવાસળી ચાંપી દીધી.. એ વાત મને કદી જાણવા નહીં મળે..પણ જે કાંઈ રવિએ કહ્યું એ નજમાથી સહન ના થયું અને આ પગલું ઉઠાવ્યું. હું જ્યારે કોલેજથી આવી હતી. મેં ચા નો કપ રવિનાં માથાં પર મારી દીધો હતો તો ય મારો ગુસ્સ્સો શાંત થતો ન હતો અને મેં એની સામે ચીસો  પાડવાનું શરૂ કર્યુ. એટલામાં મારો નાનો ભાઈ જે તેર વરસનો હતો ત્યાં આવી ગયો અને એનાં હાથમાં છરી લઈ એ રવિને મારવા દોડ્યો પણ રવિ ભાગી ગયો અને સીધો બોમ્બેની ટ્રેનમાં બેસી ગયો.

એમ્બ્યુલન્સ આવી નજમાને હોસ્પીટલ લઈ ગઈ. નજમાને એક સ્પેશીયલ બોક્સમાં રાખવામાં આવી હતી. એની અર્ધ બળેલી આંખોમાં જિજીવિષા હતી. આ પગલું ભરવાનો પસ્તાવો હતો.અમારા ઘરનાનાં સભ્યોનાં દિલ ઉપર કરવત ફરી ગઈ હતી. જાણે કોઈએ શરીરનું કોઈ અંગ કાપી લીધું હોય. રાતે પપ્પા જ્યારે ઘરમાં આવ્યા અને જમીન પર ફસકાઈ પડયાં. એમની ભૂરી આંખોમાં પહેલીવાર આંસું જોયા!! પપ્પા જે અમારા રોલ મોડેલ!! પપ્પા જે હિમતવાન!! પપ્પા જેની પાસે અમને સલામતી લાગતી!! પપ્પા જે દુનિયા સામે લડી શકે. પપ્પા જે પહાડ જેવા મજબૂત !! પપ્પા જે આખા ઘરનાં સ્તંભ!! મેં એમને કડડભૂસ થઈ જમીન પર ફસકાઈ જતા અને એક નાના બાળકની જેમ રડતા જોયા!! પપ્પા કહે,” નજમા મને કહે છે કે પપ્પા મને બચાવી લો!! પપ્પા મને બચાવી લો.” મેં નજમાને કહ્યું, હા બેટા હું તને બચાવી લઈશ હું તારો પપ્પા છું ને!! પપ્પા ગમે તે કરી શકે! તને બચાવી પણ શકે!!” પછી નજમાએ પૂછ્યું,” પપ્પા, પણ હું પહેલાં જેવી સુંદર બની જઈશને?” પપ્પાએ કહ્યું,” હા, બેટા હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવી દઈશ.” અને હું હોસ્પીટલમાંથી નીકળતો હતો અને ડોકટરે કહ્યુ કે ..પપ્પ્પાના ડૂસકામાં  શબ્દો અટવાઈ ગયાં. મેં પહેલીવાર એક મજબૂર અને લાચાર બાપ જોયો જે પહેલીવાર પોતાને એટલો અસહાય માનતો હતો કે શબ્દો એને સાથ આપતા ન હતાં.ડોકટરે નજમાનાં મૃત્યુના સમાચાર આપેલા!!

આજ સુધી હું આ દુખદ પ્રસંગ ભૂલી શકી નથી અને રવિને માફ કરી શકી નથી!! ઈશ્વર નજમાના મોતનો બદલો એને દુનિયામાં આપી રહ્યો છે. અને હજું વધારે આપશે!! બધાં પ્રેમીઓને એક વિનંતી કે અહીં કોઈ હિર રાંઝા નથી કે નથી લયલા મજનુ!! કોઈ કોઈની પાછળ મરતું નથી!! એટલે નાહક પોતાના જીવથી ના જશો..કારણકે પ્રેમીને તો અસર નહીં થાય પણ તમારા ઘરવાળા તમારા સ્નેહીઓ તમારા પ્રિયજનના હ્ર્દય પર એવો શોક લાગશે કે જિંદગીભર એ આ વાતને ભૂલી નહીં શકે!! જિંદગી ખુદાએ આપેલી સૌથી મહામૂલ્ય ભેટ છે એની જાળવણી કરો!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017(૨૦)પ્રેમ કે બળાત્કાર

Sapana vijapura

સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી નથી . સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો  છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એકાંત માં રડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું  થાત.સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં ખૂબસૂરત !!જ્યારે ખલિલ  અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ.ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી.પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય.લગ્ન બાદ સારા લંડન આવી ગઈ.બે બાળકોની માં બની ગઈ.ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ.ભાઈઓની પણ શાદી થઈ ગઈ.દરેક પોતાના ઘરમાં સુખી હતાં.પણ માં ની તબિયત બગડતી જતી હતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે,” માં નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા !! કારણકે વખતે માં નહીં બચે એવું લાગે છે.”.સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી.ખલિલ હાજર ના હતો. ભાઈ જાન કહેતા હતાં કે. “માં આખો સમય સારા સારાનું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી..હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં!! બસ તને જોવા માટે તડપી રહ્યા છે.તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય!! એનો જીવ તારામાં ભરાયો છે!!”સારા પપ્પા ગુજરી ગયાં ત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કાઇ બહાને ખલિલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી પપ્પા દુનિયા થી ચાલ્યા ગયાં.પણ એનું મોં જોવા જઈ ના શકી!! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી.ખલિલને પોતાના સગાંઓ સાથે સંબંધ રાખે ગમતું ના હતું.હવે માં ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માં ને પણ નહીં જોઈ શકે? યા ખુદા મને રસ્તો બતાવ અને ખલિલના દિલમાં રહેમ નાખી દે..હું મારી માં ને છેલ્લી વાર જોવા માંગું છું!! યા ખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલિલના દિલમાં પણ નાખી દે!!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલિલને કહ્યું કે, “ચાલો ભારત જઈ  આવી ફરી પણ આવી અને માં ને મળી પણ આવી .” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણકે જો ફક્ત માનું નામ લીધું હોત  તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલિલ બોલ્યો સારું પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈ કારણકે બાળકોનો અભ્યાસ બગડે  સારાએ કહ્યુંં,”સારું કાંઇ વાંધો નથી!! સારાએ મુસલ્લો બીછાવી બે રકાત નમાજ પડી  દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા!!અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોત તો આજ પણ ખલિલ માન્યો ના હોત!! મારી માં ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે!!એને તંદુરસ્તી બક્ષજે!

ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં.દિલમાં દુઆનો દોર ચાલું હતો.અમદાવાદ પહોંચી ગયાં.ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝુરાપો શું છે સારાને પૂછો!! સગા વહાલાનો વિરહ શું છે સારાનાં દિલને પૂછો!!સારાની આંખમાં આંસું આવી ગયાં!! મોટી જીપ લેવા આવી હતી. ભાઈ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલિલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારા દિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી.કે માં ઠીક હોય!! હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલે અલ્લાહનો શુકર!!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માંના ખાટલા ને વીંટળાઈને બેસી રહ્યા હતાં. ખલિલને માંની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોનાં શોહર આવી ગયાં હતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં.માં હજુ શ્વાસ લઈ રહી હતી.સારાએ  દોડીને માં પર પડતું મૂક્યું. માં માં માં સિવાય બીજો કોઈ શબ્દ મોઢાં માં થી નીકળતો ના હતો. વરસોનો ઝુરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો.માં ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણ ગણતી હતીસારા, મારી દીકરી, મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. માં ની આંખમાં થી આંસુની ધાર વહી રહી હતી.બહેનોએ થઈને માં દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી માં નો ખરબચડો હાથ હાથમાં લઈ સેહલાવતી રહી!! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં માં સાત બાળકોને ઉછેરવામાં!! કેટલી મુસીબત વેઠી!! માં તને સલામ!! હવે તું દુનિયા છોડવા ચાલી!! હું તારા માટે કશું ના કરી શકી!! કાંઈ નહી..પણ માં નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે!! એમાં સ્વાર્થની બદ બુ નથી..તને તો બદલામાં કાઈ નહીં જોઇએ !! બસ બાળકોની ખુશી સિવાય!!

ખલિલે અચાનક એને બોલાવી!! સારા જાણે તંદ્રા માંથી સફાળી જાગી પડી!! માં નો હાથ મૂકી બીજા રૂમમાં આવી!! ખલિલે કહ્યું, ” તું માટે  અહીં લાવી હતી!! બરાબર ને!! સારા નીચુ જોઈ જમીનને પગનાં અંગૂઠાથી ખોતરતી રહી! ” તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો? ખલિલ ધુંઆપૂંઆ થતો બોલ્યો!!ન્સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં.આછું ડૂસકું ભરી સારાએ કહ્યું,” માં બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી!! માં ને છેલ્લી વાર મળવું હતું એટલે..!! ખલિલ હાથનો ધક્કો મારી ઉપર મેડી ઉપર જતો રહ્યો.મેડી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈ સાફ કરાવ્યો હતો. સારા અને ખલિલ માટે..આખી રાત બધાં માં ને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધ બક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં.વાતાવરણ શોકમગ્ન હતું. ખલિલ મેડી ઉપરથી નીચે આવ્યો નહી.
બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં.અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી.

થોડી વાર પછી ખલિલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી.એણે ઇશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમી ને બાજુ પર મૂકી ઉપર ગઈ. ખલિલે દરવાજો બંધ કરી દીધો.સારાએ કહ્યું,” ખલિલ, બોલો શું કામ છે? ખલિલ એની એકદમ નજીક આવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હમેશા માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથ હટાવી દીધો.સારાએ કહ્યું,” ખલિલ પ્લીઝ આજ નહીં.” ખલિલે ફરી એજ હરકત કરી..સારા ઉદાસ હતી.દિલ બુઝાયેલું હતું.રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી.ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દૉર ચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. માં માટે દુઆ કરી રહ્યા હતાં ત્યારે ખલિલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલિલ પર વાસનાનું ભૂત સવાર હતું એને ના  તો સારાના આંસું દેખાતા હતાં કે ઘરનાની ચહલપહલ!!એણે સારાને નજીક ખેંચી!! કુરતાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવું સમજ પડતી ના હતી.ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને નોચતો રહ્યો. ત્યા સુધી એને નોચતો રહ્યો જ્યાં સુધી એની શહવત પૂરી ના થઈ.સારા એક મુડદાની જેમ પથારીમાં પડી રહી. બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. પથારીમાં પડી હતી. હજુ પણ નિર્વસ્ત્ર હતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય,” માં માં માં.” ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ!! માં મૂકીને ચાલી ગઈ!! માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ..ખલિલ પણ કપડા વગરનો પડ્યો હતો.હવે એને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય!! મેડી ઉપર બાથરુમ હતો. સારા રડતાં રડતાં કપડાં પહેરવા લાગી!! નીચે રોકકળ સંભળાતી હતી.માં ચોક્કસ ચાલ્યાં ગયાં!! અરે હું કેવી અભાગી છું ભારત આવી પણ માં ને  છેલ્લા સમયે ઝમ ઝમ પણ પીવડાવી  ના શકી!! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ!! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? લોકો શું સમજશે? ખલિલ ,ખલિલ આજ તો તે મને છોડી દીધી હોત!! તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી!!મલેકુલ મોત દરવાજા પર ઊભું છેઅરે મારી માં દુનિયા છોડી ગઈ.. પણ તને અસર નથી!!હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ.એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને વળગી પડી!! બાજી બાજી માં ચાલ્યાં ગયાં છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમ ઝમ પીવું હતું ..તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં? સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી..શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી.. હાથ છોડાવી બાથરૂમ માં ભાગી ગઈ ..બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાંય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને માં ના મયત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતાં.બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી..સારાએ પણ આખરી સલામ કર્યા!! મેડી પર ગઈ ખલિલ નગ્ન અવસ્થામાં સુતો હતો. હજું સુધી એને માં મરી ગયાનું દુખ ના હતું.એણે  એના કપડા લઈને એનાં પર ફેંક્યા અને ઝટકો મારીને ઊઠાડ્યો.

રુક્ષ અવાજમાં સારાએ કહ્યું,” માં નું મય્યત ઊઠી  રહ્યુ છે.કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડોમારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી ઘર પરનો હક મટી ગયો છે. મારાં બાળકોને ભારત મોક્લી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ!! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો.પણ એના માં એક આત્મા છે સંવેદના છે લાગણી છે તમે સમજતાં નથી!!સ્ત્રી ની હા ને હા અને ના ને ના સમજતાં શીખો.બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો.કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી તમારું ઘર પણ નહીં છોડે!!મોતનો એહતરામ કરતાં શીખો. ખલિલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો!!
સપના વિજાપુરા

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(17) આત્મસાત

Sapana vijapura

સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો  છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એકાંત માં રડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું  થાત.સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં ખૂબસૂરત !!જ્યારે ખલિલ  અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ.ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી.પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય.લગ્ન બાદ સારા લંડન આવી ગઈ.બે બાળકોની માં બની ગઈ.ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ.ભાઈઓની પણ શાદી થઈ ગઈ.દરેક પોતાના ઘરમાં સુખી હતાં.પણ માં ની તબિયત બગડતી જતી હતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે,” માં નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા !! કારણકે વખતે માં નહીં બચે એવું લાગે છે.”.સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી.ખલિલ હાજર ના હતો. ભાઈ જાન કહેતા હતાં કે. “માં આખો સમય સારા સારાનું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી..હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં!! બસ તને જોવા માટે તડપી રહ્યા છે.તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય!! એનો જીવ તારામાં ભરાયો છે!!”સારા પપ્પા ગુજરી ગયાં ત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કાઇ બહાને ખલિલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી પપ્પા દુનિયા થી ચાલ્યા ગયાં.પણ એનું મોં જોવા જઈ ના શકી!! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી.ખલિલને પોતાના સગાંઓ સાથે સંબંધ રાખે ગમતું ના હતું.હવે માં ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માં ને પણ નહીં જોઈ શકે? યા ખુદા મને રસ્તો બતાવ અને ખલિલના દિલમાં રહેમ નાખી દે..હું મારી માં ને છેલ્લી વાર જોવા માંગું છું!! યા ખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલિલના દિલમાં પણ નાખી દે!!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલિલને કહ્યું કે, “ચાલો ભારત જઈ  આવી ફરી પણ આવી અને માં ને મળી પણ આવી .” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણકે જો ફક્ત માનું નામ લીધું હોત  તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલિલ બોલ્યો સારું પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈ કારણકે બાળકોનો અભ્યાસ બગડે  સારાએ કહ્યુંં,”સારું કાંઇ વાંધો નથી!! સારાએ મુસલ્લો બીછાવી બે રકાત નમાજ પડી  દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા!!અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોત તો આજ પણ ખલિલ માન્યો ના હોત!! મારી માં ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે!!એને તંદુરસ્તી બક્ષજે!

ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં.દિલમાં દુઆનો દોર ચાલું હતો.અમદાવાદ પહોંચી ગયાં.ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝુરાપો શું છે સારાને પૂછો!! સગા વહાલાનો વિરહ શું છે સારાનાં દિલને પૂછો!!સારાની આંખમાં આંસું આવી ગયાં!! મોટી જીપ લેવા આવી હતી. ભાઈ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલિલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારા દિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી.કે માં ઠીક હોય!! હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલે અલ્લાહનો શુકર!!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માંના ખાટલા ને વીંટળાઈને બેસી રહ્યા હતાં. ખલિલને માંની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોનાં શોહર આવી ગયાં હતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં.માં હજુ શ્વાસ લઈ રહી હતી.સારાએ  દોડીને માં પર પડતું મૂક્યું. માં માં માં સિવાય બીજો કોઈ શબ્દ મોઢાં માં થી નીકળતો ના હતો. વરસોનો ઝુરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો.માં ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણ ગણતી હતીસારા, મારી દીકરી, મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. માં ની આંખમાં થી આંસુની ધાર વહી રહી હતી.બહેનોએ થઈને માં દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી માં નો ખરબચડો હાથ હાથમાં લઈ સેહલાવતી રહી!! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં માં સાત બાળકોને ઉછેરવામાં!! કેટલી મુસીબત વેઠી!! માં તને સલામ!! હવે તું દુનિયા છોડવા ચાલી!! હું તારા માટે કશું ના કરી શકી!! કાંઈ નહી..પણ માં નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે!! એમાં સ્વાર્થની બદ બુ નથી..તને તો બદલામાં કાઈ નહીં જોઇએ !! બસ બાળકોની ખુશી સિવાય!!

ખલિલે અચાનક એને બોલાવી!! સારા જાણે તંદ્રા માંથી સફાળી જાગી પડી!! માં નો હાથ મૂકી બીજા રૂમમાં આવી!! ખલિલે કહ્યું, ” તું માટે  અહીં લાવી હતી!! બરાબર ને!! સારા નીચુ જોઈ જમીનને પગનાં અંગૂઠાથી ખોતરતી રહી! ” તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો? ખલિલ ધુંઆપૂંઆ થતો બોલ્યો!!ન્સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં.આછું ડૂસકું ભરી સારાએ કહ્યું,” માં બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી!! માં ને છેલ્લી વાર મળવું હતું એટલે..!! ખલિલ હાથનો ધક્કો મારી ઉપર મેડી ઉપર જતો રહ્યો.મેડી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈ સાફ કરાવ્યો હતો. સારા અને ખલિલ માટે..આખી રાત બધાં માં ને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધ બક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં.વાતાવરણ શોકમગ્ન હતું. ખલિલ મેડી ઉપરથી નીચે આવ્યો નહી.
બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં.અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી.

થોડી વાર પછી ખલિલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી.એણે ઇશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમી ને બાજુ પર મૂકી ઉપર ગઈ. ખલિલે દરવાજો બંધ કરી દીધો.સારાએ કહ્યું,” ખલિલ, બોલો શું કામ છે? ખલિલ એની એકદમ નજીક આવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હમેશા માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથ હટાવી દીધો.સારાએ કહ્યું,” ખલિલ પ્લીઝ આજ નહીં.” ખલિલે ફરી એજ હરકત કરી..સારા ઉદાસ હતી.દિલ બુઝાયેલું હતું.રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી.ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દૉર ચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. માં માટે દુઆ કરી રહ્યા હતાં ત્યારે ખલિલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલિલ પર વાસનાનું ભૂત સવાર હતું એને ના  તો સારાના આંસું દેખાતા હતાં કે ઘરનાની ચહલપહલ!!એણે સારાને નજીક ખેંચી!! કુરતાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવું સમજ પડતી ના હતી.ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને નોચતો રહ્યો. ત્યા સુધી એને નોચતો રહ્યો જ્યાં સુધી એની શહવત પૂરી ના થઈ.સારા એક મુડદાની જેમ પથારીમાં પડી રહી. બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. પથારીમાં પડી હતી. હજુ પણ નિર્વસ્ત્ર હતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય,” માં માં માં.” ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ!! માં મૂકીને ચાલી ગઈ!! માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ..ખલિલ પણ કપડા વગરનો પડ્યો હતો.હવે એને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય!! મેડી ઉપર બાથરુમ હતો. સારા રડતાં રડતાં કપડાં પહેરવા લાગી!! નીચે રોકકળ સંભળાતી હતી.માં ચોક્કસ ચાલ્યાં ગયાં!! અરે હું કેવી અભાગી છું ભારત આવી પણ માં ને  છેલ્લા સમયે ઝમ ઝમ પણ પીવડાવી  ના શકી!! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ!! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? લોકો શું સમજશે? ખલિલ ,ખલિલ આજ તો તે મને છોડી દીધી હોત!! તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી!!મલેકુલ મોત દરવાજા પર ઊભું છેઅરે મારી માં દુનિયા છોડી ગઈ.. પણ તને અસર નથી!!હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ.એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને વળગી પડી!! બાજી બાજી માં ચાલ્યાં ગયાં છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમ ઝમ પીવું હતું ..તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં? સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી..શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી.. હાથ છોડાવી બાથરૂમ માં ભાગી ગઈ ..બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાંય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને માં ના મયત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતાં.બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી..સારાએ પણ આખરી સલામ કર્યા!! મેડી પર ગઈ ખલિલ નગ્ન અવસ્થામાં સુતો હતો. હજું સુધી એને માં મરી ગયાનું દુખ ના હતું.એણે  એના કપડા લઈને એનાં પર ફેંક્યા અને ઝટકો મારીને ઊઠાડ્યો.

રુક્ષ અવાજમાં સારાએ કહ્યું,” માં નું મય્યત ઊઠી  રહ્યુ છે.કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડોમારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી ઘર પરનો હક મટી ગયો છે. મારાં બાળકોને ભારત મોક્લી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ!! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો.પણ એના માં એક આત્મા છે સંવેદના છે લાગણી છે તમે સમજતાં નથી!!સ્ત્રી ની હા ને હા અને ના ને ના સમજતાં શીખો.બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો.કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી તમારું ઘર પણ નહીં છોડે!!મોતનો એહતરામ કરતાં શીખો. ખલિલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો!!
સપના વિજાપુરા

આ મહિનાનો વિષય -કવિતા(૩)સપના વિજાપુરા

પપ્પા

તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતાં
તમે મને કહેતાં કે
“બાનીયા, મારાં પગ બહુ કળે છે
દબાવી દે”
અને હું નાનું ફ્રોક પહેરીને
તમારાં પલ્ંગ પર ચડી જતી
અને મચ્છરદાનીની બે લાકડીઓ પકડીને
તમારા એસીડથી બળેલા અને સફેદ ડાઘવાળા
પગ પર ચડીને હું ચાલ્યા કરતી..જ્યાં સુધી
તમે સૂઈ ન જતાં…
પપ્પા હવે મારાં પગ કળે છે પણ
એનાં પર ચાલવાવાળુ કોઈ નથી.
પણ મારે તો એ નાની ‘બાનકી’
બની જવું છે જે ફ્રોક પહેરીને
તમારાં પગ દબાવતી હતી..પણ
હવે તમારાં પગ નથી..દબાવવા માટે અને
સપના હવે નાની નથી….
સપના વિજાપુરા

“વાચકની કલમે” (11) સપના વિજાપુરા

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

-ચિનુ મોદી

કવિશ્રી ચિનુ મોદીની આ ગઝલ ખૂબ વિવેચન માંગી લે છે..

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?

સમયના પાસામાં ભૂત ભવિષ્ય અને વર્તમાન છે..અને ભૂતકાળના સમયમાં સારા નરસા પ્રસંગો ભરેલા છે..આ ભૂતકાળ ના પ્રસંગો જ તમારાં સુખ અને દુઃખના સાથી બની જતાં હોય છે. જો આ પ્રસંગોને નજરથી હટાવી લેવામાં આવે તો?તો સમય એક ખાલી પાટી જેવો થઈ જશે..તો એમાંથી કેટલી ય પ્રિય વ્યકતિઓ અદ્રશ્ય થઈ જશે..પણ આ ભૂતકાળનો સામનો રોજ કરવો જ રહ્યો અને પ્રસંગો સાથે મમળાવવો રહ્યો..સાવ ખાલીખમ સમયનો સામનો કોને ગમે? અને ગમે તો પણ એ શક્ય છે?

દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?

માણસને જો સામે આયનો રાખી દેવામાં આવે તો એને ગમશે? બીજાને સલાહ આપતાં અથવા તો બીજામાં દોષ કાઢતા વ્યકતિ સામે આયનો મૂકી દેવામાં આવે તો? તેને સાચે સાચુ બતાવી દેવામા આવે તો..આ સાની મિસરામાં ઈશુનો પ્રસંગ યાદ આવી ગયો..કે જ્યારે એક વૈશ્યા પર પથ્થર મારો થયો તો ઈશુએ બધાં ને રોકીને કહ્યુ કે પહેલો પથ્થર એ ઊઠાવે જેણે કોઈ ગુનો કર્યો નથી..એટલે બધાં નીચું મોઢુ કરી બેસી ગયાં..વળી એક બીજી ગઝલની પંકતિ છે કે “જબ કીસીસે ગીલા રખના સામને અપને આયના રખના” બીજાનાં દોષ જોતા પહેલા આપણી સામે આયનો રાખીએ તો બીજાનાં દોષ ખૂબ નાના લાગશે..પણ કોઇને આ સામે રાખેલો આયનો ગમતો નથી..

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એકાંતનો સીક્કો હાથમાં હોય અને બન્ને બાજુ વિરહની છાપ હોય તો કોને ગમે..એકાંતનો સિક્કો પ્રિયતમાની દૂરતા બતાવે છે અને બન્ને બાજુ એકજ છાપ એટલે મિલનની કોઈ આશ નથી..એ બતાવે છે..પ્રિયજન જ્યારે છોડીને જાય છે ત્યારે એકલતામાં મિલનની આસ હોય છે પણ પ્રિયજન કદી પાછા ન આવવા માટે જાય તો એ સિક્કાની બન્ને બાજુ પર વિરહની છાપ છપાય જાય છે આવો સિક્કો પ્રેમ ઝંખતાં કવિને ક્યાંથી ગમે?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાછલા વરસાદનો પ્રેમનો એક છાંટો!! કેટલી મીઠી યાદ લઈ આવે છે..પણ એ મનનાં ઉકળાટને ઠંડક પહોંચાડવા માટે પૂરતો છે?પ્રેમનો ધોધ જોઇએ એ ઉકળાટ શમાવવા માટે..એક વરસાદના છાંટાથી શું વળે? અને ઘણી વાર ઓછો વરસાદ પણ ઉકળાટ જગાવે છે..એટલે કાંતો મનભરીને વરસ કાંતો કોરી રાખ મને..પણ પાછલા વરસાદનો એક છાટો બનીને મનને જીરવી ના શકાય એવા ઉકળાટમાં ના મૂકતો..

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

પાંદડા પરથી ઝાકળ ખંખેરાઈ જાય અને ડાળીઓ વિરકત થઈ જાય….કેટલું ઉદાસ દ્રશ્ય નજર પડે છે..ઝાકળ તો પાંદડા પર જ શોભે અને ઝાકળના ભારથી ડાળીઓ લચી પડે છે..પણ જેવું ઝાકળ વિખેરાઈ જાય એટલે ડાળીઓ પણ નિર્મમ થઈ જાય છે..અને આ દ્રશ્યમાં જો પાંદડાની જગ્યાએ પ્રિયતમાની બે અર્ધ બિડાયેલી આંખો લઈએ અને આંસુંને ઝાકળની જગ્યાએ લઈએ તો આ કાળનો તકાદો કોઇને ગમે ખરો?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

મક્તામાં કવિ કહે છે કે મૌનના ઊંચા  શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને  શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે?..મૌન એવું ધર્યુ છે કવિએ કે આકાશનું સુનાપણું પણ કવિને શેષ જ લાગે છે…મૌન રહેવું ..કેવું મૌન !!!ઊંચા શિખર જેવું..આકાશ બે વેંત જ છેટુ છે..કેવી હશે આ એકાંત અને મૌનની કરુણતા કે આકાશનું સુનાપણું પણ ગમતું નથી..

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals:
http://www.kavyadhara.com/

For hindi ghazals:
www.kavyadhara.com/hindi

Najma’s Shayri:
http://www.najmamerchant.wordpress.com