અહેવાલ -ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૮

ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૮ ના દિવસે બેઠક મિત્રો બેઠકમાં મળ્યાં એક નવા ઉત્સાહ અને રહસ્ય સાથે!! કારણ ? કારણ આજ કલ્પનાબેન રઘુના જન્મદિવસની સરપ્રાઈઝ પાર્ટી હતી. બધાં બેઠકના સભ્યો ખૂબ જ ઉત્સાહમાં હતાં રાબેતા મુજબ સાંજનાં છ વાગે ભેગા થવાનું હતું.  મનીષાબેન પંડ્યા ફૂલના ગુચ્છા સાથે અને સુંદર મજાના કાર્ડ સાથે દાખલ થયાં હતાં. બધાં સભ્યો કાઈ ને કાઈં વાનગી બનાવી લાવ્યાં હતાં. જેમાં કઠોળ, ઢોકળા, હાંડવો,પરાઠા સલાડ, પૂરી, ગુલાબજાંબુ ચુરમાના લાડવા અન્ય અનેક પ્રકારની વાનગીઓથી ટેબલ સજી ગયું હતું.

બેઠક એક પરિવાર છે. અહીં બધાંની ખુશી, સાથે મળી ઉજવાય છે અને બધાંના દુઃખ,સાથે મળી વહેંચાય છે.  આજ કલ્પનાબેનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સરસ મજાની કેક લાવવામાં આવી. કલ્પનાબેને કેક કાપી તો બેઠક પરિવાર આનંદથી ” બાર બાર દિન યે આયે બાર બાર દિલ યે ગાયે તુમ જીઓ હજારો સાલ યે  હમારી હૈ આરજૂ..  હેપી બર્થ ડે ટુ યુ.” બધાએ એમના દિર્ઘાયુ અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી સાથે સાથે જયંતભાઈ અને ભારતીબેનની પણ લગ્નતિથિ  હતી એમણે પણ કેક કાપી અને બધાએ શુભેચ્છા પાઠવી. તો મનીષાબેને પોતે ટુંક સમય માટે પણ હાજર રહી કલ્પનાબેન અને ભારતીબેનને  શુભેચ્છા આપી ગુલદસ્તા સાથે ચુરમાના લાડવા ખવડાવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કલ્પનાબેનની પ્રાર્થનાથી થઈ. પછી કલ્પનાબેનને ફૂલનો ગુચ્છો આપવામાં આવ્યો. આગળ જતાં કાર્યક્રમમાં નવાં આવનાર નિશાબેન શાહ અને વિક્રમભાઈ તથા કચ્છની હાઈસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી રમાબેન શાહનું પણ સ્વાગત કરવામાં આવ્યું. વસુબેન અને મધુબેને વાચિકમથી બધાને આનંદ આપ્યો.  ઘણા લેખકોએ પોતાની રચનાઓ રજૂ કરી. કવિતાઓ, ગઝલ અને વાર્તાઓથી વાતાવરણ સાહિત્યરસિક બની ગયું. હેમંતભાઈએ કવિતાથી કલ્પનાબેન અને બેઠકને નવાજ્યા હતા. નવા આવેલા મહેમાન નિશાબેને એક સુંદર ડાયોસ્પરા કવિતા રજુ કરી સૌને ચકિત કર્યા હતા તો પ્રજ્ઞાબેને નવા આવેલ મહેમાનોને આવકારી ફરી આવતા રહેવાનું આમંત્રણ આપ્યું હતું. વચ્ચે વચ્ચે જોક્સ અને નાના મોટા ઠહાકા થતાં રહ્યા. ‘બેઠકે’ વધુ વાંચન થાય તેવા આશ્રયથી અને વાચકોને પ્રોત્સાહન આપવા વાચિકમનો નવો પ્રયત્ન કર્યો છે. વાંચન દ્વારા વિચારોને કલમ આપવાનું કામ ‘બેઠક’ કરે છે. જે સૌએ ઉત્સાહ સાથે આવકાર્યો છે. એ પ્રવૃતિને વેગ આપવા માધવ જે નાટ્યકાર છે તેમને ‘બેઠકે’ ખાસ આમત્રણ આપી બોલાવ્યા હતા,  માધવે વાચિકમ અને નાટક માટે શું શું કરવું જોઇએ એની માહિતી આપતા કહ્યું કે વાર્તાનું નાટ્ય રૂપાંતર કરી રજુ કરવું એક કળા છે અને એણે એક સુંદર દ્રષ્ટાંત આપી વાચિકમ અને સામાન્ય વાંચનના ના ભેદ સમજાવ્યા હતા.

કલ્પનાબેન બેઠકના  સ્તંભ રહ્યા છે. જે પોતાના જ્ઞાનની ગંગાથી બેઠકના બ્લોગ પર દર ગુરુવાર શબ્દને વિકસાવી શબ્દસેતુમાં નવા શબ્દો થકી આપણને નવાજતા રહે છે…રેડિયો જોકી જાગૃતિ શાહનું પ્રોત્સાહન સર્જકોને વાચિકમ માટે પ્રેરણા રૂપ રહેશ.  જાગૃતિબેને લાગણીભીની શુભેચ્છા આપી તો  રમેશભાઈ પટેલે ફૂલથી તો વસુબેન શેઠે સુંદર પોતાના હાથે બનાવેલ કાર્ડથી કલ્પનાબેનને  હ્ર્દયથી શુભેછા પાઠવી હતી.એવા કલ્પનાબેનના અનેક ચાહવાવાળા બે એરીયામાં છે. આ સાથે બેઠકના શુભેચ્છક ભારતીબેન અને જયંતભાઈની  લગ્નતિથિ પણ સૌએ સાથે મળી પરિવારની જેમ ઉજવી હતી.

વાત અહી મહત્વની છે કે એક પરિવાર જેવી લાગણી અહી બેઠકમાં અનુભવીએ છીએ ‘બેઠક’ એટલે પાઠશાળા બધા એક બીજાના હાથ પકડી વિકસી રહ્યા છે ‘બેઠક’નું કામ છે.ગુજરાતીઓને  પરદેશમાં પોતાની માતૃભાષામાં વાચા આપવાનું!! ભાષાને અનેક પ્રયત્ન દ્વારા વહેતી રાખવાનું  કામ ‘બેઠક’ કરે છે.

બેઠક પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,
For Gujarati ghazals: http://www.kavyadhara.com/
For hindi ghazals: www.kavyadhara.com/hindi
Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.com/

ઉત્સવ કોઈ-સપના વિજાપુરા

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?
પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ
ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?
છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!
પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ
રઈશ મનીઆર
કવિ શ્રી રઈશ મનીયાર એક કવિ, ગઝલકાર નાટ્યકાર છે. અને સાહિત્યના લગભગ દરેક શ્રેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો છે ને સફળ રહ્યા છે. દેશ વિદેશમા મશહૂર થયેલા કવિ શ્રી રઈશ મનીયારની આ ગઝલ જ્યારે વાંચવાનો મોકો મળ્યો ત્યારે પ્રથમ જ વાર વાંચતા આફરીન નીકળી ગયું સરળ ભાષામાં અને સરળ રદીફ અને કાફીયા લઈ આ ગઝલ ખૂબ ચોટદાર બની છે. મત્લામાં કવિ કહે છે કે આ હ્ર્દયની ધડકન છે કે તાંડવ!!જ્યારે દિલમાં દર્દ હોય તો એને ઉત્સવ કહેવાવાળા કવિ હ્ર્દયની ધડકનમાં ચાલતા તાંડવને દર્દનો ઉત્સવ કહે છે. જે હ્ર્દયમાં દર્દ નથી એ હ્ર્દયમાં ઉત્સવ નથી! દર્દ પણ હ્ર્દયમાં તાંડવ મચાવે છે. જિંદગીમાં ઘણાં મોકા આવતા હોય છે જેમાં માણસ પોતાની સફળતાની સીડી ચડી શકતો હોય છે પણ ઢચુપચુ કે અચોક્કસપણું માણસને નિર્ણય લેવામાં વિટંબણા નાખે છે એટલે કલરવ તો તમારા સુધી પહોંચવા માગે છે પણ આ ટોડલે બેઠેલી અવઢવ કલરવ કાન સુધી પહોંચવા નથી દેતી. ઓઢવા ચાદર નથી પણ સપનું તો છે. આ દરેક ગરીબ વ્યકતિની વાત છે જેની પાસે ઓઢવા ચાદર નથી પણ આંખોમાં સપનાં ઘણાં છે અને સપનાં માં લહેરાતો પાલવ પણ છે.ખૂબ ચોટદાર શેર!! અહીં દરેક્ના હ્ર્દયમાં દાવાનળ છે..કવિ કલ્પના કરે છે કે જે કોઈ રસ્તામાં મળ્યું તે ઉષ્મા લઈ હતુ. શું એ લોકોનાં હ્રદયમં દવ હશે? “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જીસે છૂપા રહે હો.” વેદના છેક ઊંડે હ્ર્દયમાં ઘર કરી ગઈ!! વેદના હ્ર્દયમાં ક્યારે ઊતરી જાય અને ઘર કરી જાય એ કયાં ખબર પડે છે? એ તો નિશાન કે પગલાં કશું છોડતી નથી બસ અને જ્યારે વેદનાનો કાંટો હ્ર્દયમાં વાગે છે ત્યારે પણ ક્યાં હ્ર્દયને એનો પગરવ સંભળાય છે! બોર દઈ, કલ્લી કઢાવી કોઈ નાની વસ્તુ આપી મોટી વસ્તુ લઈ લેવી!! સમજણો આપી બાળપણ લઈ લીધુ!! “યહ દોલત ભી લે લો યહ શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લોટા દો વોહ કાગઝકી કશ્તી વોહ બારિશકા પાની!” મને લાગે છે દરેકની આવી લાગણી હશે!! દિવસ જ જ્યારે બેખુદ હોય ત્યારે રાતમાં પછી કોણ શરાબ ધરે?
સારથીનું કામ સતત રથને સહીસલામત આગળ ધપાવવાનું છે અને એ સારથી પાછા માધવ ખુદ હોય તો તો પછી પૂછવું જ શું! આ શેરની બારિકી પર તો દોનો જહાં કુરબાન! કૃષ્ણ જેવા રથને હાંકીને સતત ગતિરત રહેવાને બદલે જ્યારે પગ પગ પર પગ ચઢાવીને બેસી જાય ત્યારે ઈશાવાસ્યવૃત્તિની પરાકાષ્ઠા જ હોય અને એક યુગ આથમતો હોય કારણ કે નારાયણ કૃષ્ણ માટે અગતિગમન એટલે જ જીવંતતાનો અંત છે. માધવ કદી મરે નહીં. કૃષ્ણમાં સ્થિર થવું કે સ્થિતપ્રજ્ઞ થવું અને કૃષ્ણનું સ્થિર થઈ જવું એ બે પરિસ્થિતિના વ્યાપ અને એનો વિરોધાભાસ અદભૂત સૂક્ષમતાથી આ મક્તામાં બતાવ્યો છે! યાદવાસ્થળીને એક અંતિમ નિર્વિકારતાથી નીહાળતાં માધવ ગતિશૂન્ય થઈ પગ પર પગ ચઢાવીને બેસે, પારધિ એમના પગના પદમને હરણ સમજી તીર મારે, એની સાથે યાદવાસ્થળીમાં રત યાદવોનો વિનાશ પણ નિશ્ચિત બને! કૃષ્ણ કદી મરી ન શકે, માત્ર અગતિમાં સરી શકે! એક અદભૂત “બહ્માસ્મિ”ના ઉર્ધ્વાગમન પર કવિ લઈ જાય છે, જેના પછી અક્ષરો અર્થહીન બની જાય છે! આ એક મક્તાથી શાયરે અહીં સંપૂર્ણ ભગવતપુરાણનો અર્ક આલેખ્યો છે. શતશત નમન આ શાયરને!
સપના વિજાપુરા

હજી મને યાદ છે.-૧-નજમા -સપના વિજાપુરા

મિત્રો આ મહિનાનો વિષય -હજી મને યાદ છે .

જીવનનો એક એવો પ્રસંગ જે તમને હજી યાદ આવી જાય છે. અથવા ભૂલી શકાતા નથી ..

સપનાબેન વિજાપુરાની આ વાર્તા જોઈએ .

૧૯૭૫ ની વાત છે. હું કુબેરબાગના રસ્તા પર મારાં કોલેજનાં પુસ્તકો લઈ આવી રહી હતી. પ્રેકટીકલ કરી ખૂબ થાકેલી હતી. આમ પણ અમારા ઘરથી કોલેજ ઘણી દૂર હતી. મેઘદૂત સીનેમા સુધી પહોંચી અને મેં બાજુવાળા લાભુબેનને ઘભરાયેલી  હાલતમાં દોડતા આવતા જોયા. એમણે મારાં હાથ એકદમ પકડી લીધા અને કહ્યું,” બાનુ, જલ્દી ઘરે જા તારાં ઘર પર ક્યામત ઉતરી છે..હું એમને પૂછતી રહી.શું થયું શું થયું? પણ એમના ગળામાંથી અવાજ નીકળતો ના હતો.મેઘદૂત સીનેમાથી ઘર પાંચ મિનીટ દૂર હતું પણ મને એ પાંચ મિનીટ એક કલાક જેવી લાગી.અમે ઘરે પહોચ્યા. ઘરમાંથી રોવાનો અવાજ આવી રહ્યો હતો. મારાં હાથમાંથી પુસ્તકો પડી ગયાં. ઘડીવાર માટે એવું લાગ્યું કે બા ને ક્શું થયું હશે પણ ઘરમાં દાખલ થઈ તો મારી નાની બહેન મને વળગી પડી..અને કહેવા લાગી ” નજમા, નજમા.” મારો હાથ પકડી વરંડા તરફ લઈ ગઈ!! ત્યાં નજમાનું અર્ધ બળેલું શરીર પડ્યું હતું. નજમાએ પોતાને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

મારાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.” નજમા, નજમા.”!! મારી બહેન નજમા બળેલી હાલતમાં પડી હતી. મારી બાજુમાં રવિન્દ્ર ઊભો હતો.રવિન્દ્ર નજમાનો પ્રેમી હતો. જે નજમાને મળવા આવ્યો હતો. મુસલમાન હોવા છતાં પપ્પાએ આ પ્રેમને સહમતી આપેલી. નજમા અને રવિ એકબીજાને વારંમવાર મળતા. પણ અમારા ઘરમાં. ઘરની બહાર મળવાની મનાઈ હતી. આજ પણ રવિ આવ્યો હતો. અને બન્ને વચ્ચે શું વાત થઈ એ ખબર નથી પણ એણે નજમાને શું કહ્યુ કે નજમા વરંડામાં જઈ દીવાસળી ચાંપી દીધી.. એ વાત મને કદી જાણવા નહીં મળે..પણ જે કાંઈ રવિએ કહ્યું એ નજમાથી સહન ના થયું અને આ પગલું ઉઠાવ્યું. હું જ્યારે કોલેજથી આવી હતી. મેં ચા નો કપ રવિનાં માથાં પર મારી દીધો હતો તો ય મારો ગુસ્સ્સો શાંત થતો ન હતો અને મેં એની સામે ચીસો  પાડવાનું શરૂ કર્યુ. એટલામાં મારો નાનો ભાઈ જે તેર વરસનો હતો ત્યાં આવી ગયો અને એનાં હાથમાં છરી લઈ એ રવિને મારવા દોડ્યો પણ રવિ ભાગી ગયો અને સીધો બોમ્બેની ટ્રેનમાં બેસી ગયો.

એમ્બ્યુલન્સ આવી નજમાને હોસ્પીટલ લઈ ગઈ. નજમાને એક સ્પેશીયલ બોક્સમાં રાખવામાં આવી હતી. એની અર્ધ બળેલી આંખોમાં જિજીવિષા હતી. આ પગલું ભરવાનો પસ્તાવો હતો.અમારા ઘરનાનાં સભ્યોનાં દિલ ઉપર કરવત ફરી ગઈ હતી. જાણે કોઈએ શરીરનું કોઈ અંગ કાપી લીધું હોય. રાતે પપ્પા જ્યારે ઘરમાં આવ્યા અને જમીન પર ફસકાઈ પડયાં. એમની ભૂરી આંખોમાં પહેલીવાર આંસું જોયા!! પપ્પા જે અમારા રોલ મોડેલ!! પપ્પા જે હિમતવાન!! પપ્પા જેની પાસે અમને સલામતી લાગતી!! પપ્પા જે દુનિયા સામે લડી શકે. પપ્પા જે પહાડ જેવા મજબૂત !! પપ્પા જે આખા ઘરનાં સ્તંભ!! મેં એમને કડડભૂસ થઈ જમીન પર ફસકાઈ જતા અને એક નાના બાળકની જેમ રડતા જોયા!! પપ્પા કહે,” નજમા મને કહે છે કે પપ્પા મને બચાવી લો!! પપ્પા મને બચાવી લો.” મેં નજમાને કહ્યું, હા બેટા હું તને બચાવી લઈશ હું તારો પપ્પા છું ને!! પપ્પા ગમે તે કરી શકે! તને બચાવી પણ શકે!!” પછી નજમાએ પૂછ્યું,” પપ્પા, પણ હું પહેલાં જેવી સુંદર બની જઈશને?” પપ્પાએ કહ્યું,” હા, બેટા હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવી દઈશ.” અને હું હોસ્પીટલમાંથી નીકળતો હતો અને ડોકટરે કહ્યુ કે ..પપ્પ્પાના ડૂસકામાં  શબ્દો અટવાઈ ગયાં. મેં પહેલીવાર એક મજબૂર અને લાચાર બાપ જોયો જે પહેલીવાર પોતાને એટલો અસહાય માનતો હતો કે શબ્દો એને સાથ આપતા ન હતાં.ડોકટરે નજમાનાં મૃત્યુના સમાચાર આપેલા!!

આજ સુધી હું આ દુખદ પ્રસંગ ભૂલી શકી નથી અને રવિને માફ કરી શકી નથી!! ઈશ્વર નજમાના મોતનો બદલો એને દુનિયામાં આપી રહ્યો છે. અને હજું વધારે આપશે!! બધાં પ્રેમીઓને એક વિનંતી કે અહીં કોઈ હિર રાંઝા નથી કે નથી લયલા મજનુ!! કોઈ કોઈની પાછળ મરતું નથી!! એટલે નાહક પોતાના જીવથી ના જશો..કારણકે પ્રેમીને તો અસર નહીં થાય પણ તમારા ઘરવાળા તમારા સ્નેહીઓ તમારા પ્રિયજનના હ્ર્દય પર એવો શોક લાગશે કે જિંદગીભર એ આ વાતને ભૂલી નહીં શકે!! જિંદગી ખુદાએ આપેલી સૌથી મહામૂલ્ય ભેટ છે એની જાળવણી કરો!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(17)મેસેજ સેન્ડ ના થયો..સપના વિજાપુરા

હોન્ડા સિવીક કારમાં નિધી સપાટાબંધ સુરત તરફ જઈ રહી હતી.નિધી દુલ્હનના કપડામાં શોભી રહી હતી.સફેદ ચાંદ જેવો ચહેરો કાળા ભમ્મર વાળ! અને વાળમાંથી નીકળતી બે લટ ચાંદ જેવા ચહેરા ને ઔર રોનક આપી રહી હતી. ગુલાબી હોઠ, કાળી ભ્રમર, આછાં લીલા રંગની આંખો.કમનીય દેહ!! નિધી જાણે આકાશમાંથી કોઈ અપ્સરા જમીન પર આવી ગઈ એવું લાગતું હતું. પણ નિધી ગભરાયેલી ગભરાયેલી ડ્રાઈવ કરી રહી હતી. એક હાથમાં મોબાઈલ ફોન અને એક હાથમાં સ્ટીરીયરીંગ વ્હીલ!! વારંવાર એ કોઈને મેસેજ કરી રહી હતી.ગભરાટ એટલો વધી ગયો કે આંખોમાં આંસું આવી ગયા.ગાડીની સ્પીડ વધી રહી હતી. પણ એનું એને ભાન ના હતું. એનું બધું ધ્યાન મોબાઈલ પર હતું.એ ગુસ્સામાં બબડી,” આ રોનક કેમ મેસેજના જવાબ આપતો નથી? ફોન પણ નથી ઊપાડતો..સુરત આવવાનું કહ્યું પણ સુરતમાં કઈ જગ્યાએ મળવાનું છે.”નિધી ગુસ્સામાં લાલ પીળી થઈ રહી હતી. એને મોબાઈલનો પેસેન્જર સીટ પર ઘા કર્યો.

નિધી શેઠ રતનલાલની એકની એક દીકરી હતી. ખૂબ લાડકોડમાં ઊછરેલી નિધીને રતનલાલ તથા શાંતાબેને કોઈ વસ્તુની ખોટ પડવા દીધી ના હતી.યુનિવર્સિટીમાં નિધી જુદી તરી આવતી..ફૅશનેબલ કપડા, ગાડી અને વળી સૌથી રૂપાળી પણ ખરી. અને ગુસ્સો તો એનાં નાક પર રહેતો. કોઈ યુવાન એની સામે ચૂં કે ચા ના કરી શકે..ડ્રાઈવર લેવા  મૂકવા આવે ક્યારેક પોતે ગાડી ચલાવે.. ભણવામાં પણ ખૂબ હોંશિયાર અને રમત ગમતમાં પણ અવ્વલ નંબર. હિન્દી પિકચરની હિરોઈનની જેમ એ કોલેજની સૌથી હોટ યુવતી હતી.

રતનલાલનું નામ અમદાવાદના મોટા શેઠમાં ગણાતું કાપડ ઉધ્યોગમાં ખૂબ જાણીતું હતું. રતનલાલ દીકરીને ખૂબ ચાહતાં. એનાં માટે ખૂબ ચિંતામાં રહેતા કે મારી દીકરીને લાયક કોઈ છોકરો મળી જાય તો સારું. રતનલાલની ઘણી ઓળખાણ અને સંબંધને કારણે લોકો નિધી માટે વાત મોકલતા પણ રતનલાલને કોઈ છોકરો ધ્યાનમાં આવતો ન હતો. છેવટે શાંતાબેનની દૂરની ભાણી મુંબઈ થી એક છોકરાનું માંગું લઈને આવી.ભાણી નાં જ સગામાં હતાં. બહું મોટી પાર્ટી હતી. છોકરો પણ એન્જિનિયર થયેલો. પણ એનાં પપ્પાને બીઝનેસમાં મદદ કરતો હતો. ભવ્ય ખૂબ દેખાવડો અને સંસ્કારી છોકરો હતો. રતનલાલ અને શાંતાબેન મુંબઈ ઊપડી ગયાં છોકરો જોવા બન્ને ને ભવ્ય ખૂબ ગમી ગયો. તમે અમદાવાદ આવો કહી બન્ને ખુશી ખુશી અમદાવાદ પાછાં ફર્યા.

નિધી પહેલેથી છૂટ માં રહેલી. મમ્મી પપ્પા પણ કોઈ વાતનો વાંધો લેતા ના હતાં. નિધી ફેઇસબુકમાં મિત્રો બનાવે એની સાથે વાતો કરે.. નિર્દોષતાથી!! પણ એક છોકરો ફેઇસબુકમાં પોસ્ટ મૂકતો અને નિધી એની બધી પોસ્ટ ફોલો કરે.નિધીએ એને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ એ સ્વીકારતો નહોતો..નિધી માટે આ અપમાનજનક સ્થિતી હતી.” એ શું સમજતો હશે ..હું એની પાછળ પાગલ છૂં? ગો ટુ હેલ!! પણ નિધીને આ વાત દિવસ રાત બોધર કરતી હતી.એને એના એક કોમન ફ્રેન્ડને જણાવ્યું કે રોનકને કહે મારી સાથે દોસ્તી કરે. દોસ્તના કહેવાથી એણે રીક્વેસ્ટ સ્વીકારી. હવે નિધી રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઈટ કહે. રોનક્ને શાયરી મોકલે હ્રદયના ફોટા મોકલે.હવે રોનકની થોડી અકડ ઓછી થઈ હતી. ધીરે ધીરે રોનક નિધીને ગમાડવા લાગ્યો.બન્ને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં. રોનક દિલ્હીનો હતો. ફોટા પરથી ખૂબ દેખાવડો લાગતો હતો. અને કહેતો હતો કે સોફ્ટવેરમાં ભણે છે આઈટીનો સ્ટુડન્ટ છે.નિધી તો રોનકને દિલ દઈ બેઠી. નિધીના દિલોદિમાંગ પર રોનક જ છવાયેલો રહેતો. રોનકે નિધીને કહેલું કે એ સામાન્ય ઘરનો છોકરો છે ડેડી ગુજરી ગયાં છે અને મા સ્કુલમાં ટીચર છે અને એક નાની બેન છે.નિધી તો રોનકની અકડાઈ પણ ભૂલી ગઈ. “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની” જેવી હાલત હતી.રોનક કહેતો એ બધું કરતી. ક્યારેક ફેઇસટાઈમ રોનક કિસ આપવા કહેતો તો ક્યારેક દુપટ્ટો નીચે કરવા કહેતો તો ક્યારેક.. નિધી ખૂબ શરમાઈ જતી પણ રોનકને ખુશ રાખવા બધું કરતી.

રતનલાલે અમદાવાદથી આવી દીકરીને બોલાવી કહ્યું, ” જો બેટા, અમે તારા માટે મુરતિયો જોઈ આવ્યા છીએ અને બહુ સારું ખાનદાન અને માલદાર પાર્ટી છે દીકરો પણ એકનો એક છે.દેખાવડો, ભણેલો અને સંસ્કારી શાંત સ્વભાવનો છે. તારે લાયક છે.નિધી તો આ સાંભળી એકદમ હક્કાબક્કા રહી ગઈ. જલ્દી દોડીને રૂમ માં ગઈ. રતનલાલને એમ કે દીકરી શરમાઈ ગઈ છે. પણ શાંતાબેન સમજી ગયાં. એ પાછળ પાછળ રૂમ માં ગયાં. નિધી બોલી,” મોમ, હું આ લગ્ન નહી કરું.” શાંતાબેને એને ખૂબ સમજાવી કે તારા પપ્પાએ વચન આપ્યું છે. હવે કાંઇ નહી થઈ શકે. નિધી રૂમનું બારણું બંધ કરી ખૂબ રડી. પછી આંસું લૂંછી ઊભી થઈ ગઈ. કૉમ્પ્યુટર પર જઈ ફેસબુક ખોલીને બેઠી. રોનક ઓન લાઈન હતો. તેણે રોનકને ફેઈસટાઈમ પર બોલાવ્યો. રડી રડીને બધી વાત કરી. રોનકે એને આશ્વાસન આપ્યું કે આપણે બન્ને કોર્ટ મેરેજ કરી લઈશું પણ આપણા પ્રેમને હારવા નહી દઈએ.
અહીં રતનલાલ બધી તૈયારીમાં પડી ગયાં ઝટ મંગની પટ બ્યાહ જેવી વાત થઈ. ભવ્યના  માતપિતા અમદાવાદ આવ્યાં. મને  કમને મંગની થઈ ગઈ. ૧૬ ઓગષ્ટના લગ્ન લેવાયાં. કાર્ડ મોકલી અપાયા બધી તૈયારી ધૂમધામથી ચાલી રહી હતી.નિધી પોતાના ચહેરાના ભાવ છૂપાવી બધી તૈયારીમાં સાથ આપી રહી હતી.

રોનકનું ફાઈનલ ઈયર હતું. ઓગષ્ટમાં એની એક્ઝામ ખતમ થતી હતી. બન્નેએ ૧૬ ઓગષ્ટના સુરતમાં મળવાનું નક્કી કર્યુ હતું. નિધી બ્યુટી પાર્લરમાં ગઈ અને ડ્રાઈવરને છૂટી આપી કારની ચાવી લઈ લીધી. દાગીના થોડી કેશ લઈને એ પાર્લરમાં તૈયાર થવાને બહાને ગઈ. પાર્લરમાંથી નીકળી સીધો એણે સુરતનો રસ્તો પકડ્યો.હોન્ડા સિવીક ગાડી પાણીના રેલાની જેમ જઈ રહી હતી.રોનક ફોન ઉપાડતો ન હતો. લગનનો મંડપ મૂકી આવેલી નિધીને સમજાતુ ન હતું કે શું કરે? રોનકે દગો દીધો? શા માટે મારી લાગણી સાથે રમ્યો. મેં એનો કેટલો વિશ્વાસ કર્યો.વિચારના વંટોળ ચાલી રહ્યા હતાં. એણે ફરી ફોન હાથમાં લીધો. કે મેસેજ કરું. એક હાથે સ્ટિયરિંગ પકડેલું અને એક હાથે ફોન એ મેસેજ ટાઈપ કરવા લાગી..ટાઈપ કરવા જરા નીચું જોયું અને સામેથી એક મોટી ટ્રક આવી નિધીની કાર જરા લેઈનથી બહાર થઈ. ધડૂમ… કારે ટ્રકને મારી દીધી..કાર એક ઝાડ સાથે ભટકાઈ અને બંધ પડી ગઈ. બધાં માણસો ભેગા થઈ ગયાં. નિધીનો દુલ્હનનો ડ્રેસ લોહીથી લાલ થૈ ગયો. ચાંદ જેવો ચહેરો લોહીથી ખરડાઈ ગયો.નિધીને હોસ્પિટલ લઈ ગયાં પણ નિધી સખત રીતે જખમી થઈ હતી. માથામાં પણ વાગેલું નિધીના પ્રાણ પંખેરુ ઊડી ગયાં હતાં. મોબાઈલ પરથી એનાં ઘરનો નંબર મળ્યો. રતનલાલ અને શાંતાબેન રોતાં કકળતાં હોસ્પિટલ આવ્યા. એના કલેજાનો ટૂકડો આ દુનિયા છોડી ચાલી ગયેલો.રોનકના કોઈ સમાચાર ન હતાં. નિધીનો અર્ધો લખેલો મેસેજ સેન્ડ થયો ના હતો!!
સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

તરુલતા વાર્તા સ્પર્ધા (4)વંદે માતરમ!! -સપના વિજાપુરા

જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા  માટે 

આજે સપનાબેને  વાર્તા મોકલી છે તેને વધાવશો. આપના અભિપ્રાય સર્જકને લખવાનું પ્રોત્સાહન આપશે.

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

વંદે માતરમ!!

ઝરીના કાશ્મીર પાસેના નાના ગામ મુઝ્ઝફર નગર માં રહેતી હતી. ઝરીના બેતાલીશ વરસની બેવા સ્ત્રી હતી  જેને એક દીકરી અને દીકરો હતાં. ઝરીનાનો પતિ સરહદ પર દેશની રક્ષા કરતા કરતા શહીદ થઈ ગયેલો. ઝરીનાના કેટલાક સગાંવહાલાં પાડોશી દેશમાં પણ રહેતા હતાં. ભાગલા થયાં ત્યારે એ પાકિસ્તાન જઈને વસી ગયેલાં. ઝરીના એકલા હાથે બન્ને બાળકો ને ઉછેરી રહી હતી પતિની શહાદત પછી દેશ તરફથી મળતા પૈસાથી એનો ગુજારો ચાલી રહ્યો હતો.પણ એ પૈસાથી ફક્ત જીવન જરૂરિયાત પૂરી થતી હતી. ગરીબી મકોડાના જાળાની જેમ એને વીંટળાયેલી હતી.

એક દિવસ પાકિસ્તાનથી એના મામા અનવરભાઈ અને એનો દીકરો રમઝાન અચાનક એના દરવાજા પર આવી ગયાં. ઝરીનાએ તો એ લોકોને બરાબર જોયેલા પણ નહીં. હાં કદાચ નાનપણમાં જોયેલા. એમના ચહેરા પણ યાદ ના હતાં. પણ ખૂન છેવટે ખૂન છે. એણે એ લોકોને મીઠો આવકાર આપ્યો. નાના અશરફને કહી બઝારમાંથી વસ્તુઓ મંગાવી અને ઘરમાં જે કાંઈ ખાવાનું હતું હાજર કર્યુ.ખૂબ પ્રેમથી મામા અને ભાઈને જમાડ્યા. ભારતની સંસ્કૃતિ અતિથિ દેવો ભવની બરાબર લાજ રાખી.રાત પડી ગઈ.ઝરીના ઘર ખૂબ નાનું હતું. એ થોડી ગૂંચવણમાં હતી કે મામા અને ભાઈને સુવડાવવા ક્યા? ઝરીનાના ચહેરા પરથી મામા પારખી ગયાં. મામાએ કહ્યુ,” બેટા, તું ચિંતા નહી કરતી અમે ફળિયામાં સૂઈ જશું અને અમે તને ખૂબ તકલીફ નહીં આપીએ, એક બે દિવસમાં નીકળી જઈશું. અમે તો બસ તને મળવા આવ્યા હતાં.”

ઝરીનાને થોડી નિરાંત થઈ. એણે જુના ગોદડાં તૂટેલાં ખાટલા પર નાખી દીધા. મામા અને ભાઈએ ખાઈ પી ને બહાર ખાટલામાં લંબાવ્યુ. થાકી પાકેલી ઝરીના પણ ઘરનું બારણું વાસી સૂઈ ગઈ. થોડી વાર પછી બહારથી થોડી ગુસપુસનો અવાજ આવ્યો તો ઝરીના ચોકીને જાગી ગઈ. એણે થોડી બારી ખોલી તો મામા થેલામાં થી કૈંક કાઢી રહ્યા હતાં. કોઈ ગોળ વસ્તુ હતી કપડામાં વીંટાયેલી અને પછી થેલામાં થી બે મોટી મોટી રાઈફલ બહાર કાઢી સાફ કરવા લાગ્યા.
ઝરીનાનાં જાણે શ્વાસ થંભી ગયાં!! આ ખરેખર મારા મામા હશે? મામા છે તો આ બૉમ્બ જેવું શું છે અને આ રાઇફલ શા માટે? બન્ને કૈંક વાત કરી રહ્યા હતાં, પણ સંભળાતું ના હતું. ઝરીના થોડી ગભરાઈ ગઈ. હવે શું કરું? કાલ સુધી રાહ જોઉં!! જાણવા કોશિશ કરું શું ચાલે છે!! ઝરીના આખી રાત પડખા બદલતી રહી!! એને સમજ પડતી નહોતી કે લોકો સંબંધ નામે કેવા દગા કરતા હોય છે!! જાણે કોઈ પણ સંબંધનો વિશ્વાસ જ ના થઈ શકે!!મેં તો રિશ્તેદાર સમજીને પનાહ આપી!! પણ આ લોકોના દિલમાં ખોટ છે એવું મને લાગે છે!! એ સવાર પડવાની રાહ જોવા લાગી!!

ફઝરની અઝાન થઈ. મામા  અનવર અને રમઝાન નમાઝ માટે ઉઠ્યાં. ઝરીના પણ નમાઝ પડી ચા નાસ્તો બનાવવા બેસી ગઈ. જાણે એને કાંઈ જ ખબર નથી. મામા અને એના દીકરાને ખૂબ પ્રેમથી નાસ્તો કરાવ્યો. અને દીકરા અને દીકરીને શાળાએ મોકલવાની તૈયારી કરવા લાગી!! પણ ત્રાસી નજરે અનવરભાઈ અને રમઝાન શું કરે છે એનું ધ્યાન પણ રાખી રહી હતી. બાળકોને શાળાએ  મૂકવા જાઉં છું એમ કહી બન્ને બાળકોને લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ. બાળકોને શાળામાં મૂકી એ સીધી પોલીસ સ્ટેશન પર ગઈ. અંદર જઈ એણે કહ્યુ કે મારે ઈન્સ્પેકટર સાહેબને મળવું છે. ઈન્સ્પેકટરે એને ઓફિસમાં બોલાવી!!

ઝરીના ઓફિસમાં દાખલ થઈ. સૌથી પહેલા એણે પોતાની ઓળખાણ આપી,” સાહેબ હું અમર શહીદ બહાદૂરસીંહની બેવા પત્નિ છું. મારા પતિ ભારત માતાની રક્ષા કરતા કરતા કાશ્મીરની સરહદ પર શહીદ થઈ ગયાં છે. આજ  હું આપની પાસે આવી છું એક ગંભીર વાત લઈને.” ઝરીના એક શ્વાસે આટલું બોલી ગઈ. પછી ઊંડો શ્વાસ લઈને કહ્યુ,” ગઈ કાલે મારે ઘરે પાકિસ્તાનથી બે મહેમાન આવ્યા છે એ કહે છે કે એ મારા મામા અને એમના દીકરા છે પણ મારાં મનમા શંકા આવી છે કે એ લોકો પાકિસ્તાનનાં જાસૂસ છે.” ઓફીસરે શાંતિથી પૂછયું,” તમને એમ કેમ લાગ્યું?” ઝરીનાએ એમના સામાનમાં બૉમ્બ અને રાઈફલ હોવાની વાત કરી.

થોડીવાર વિચારી ઓફિસરે સવાલ કર્યો, ” તમારી પાસે સેલફોન છે?” ઝરીનાએ હા કહી. ઓફિસરે કહ્યું,” જુઓ, તમે આ બન્ને પર નજર રાખો, હું તમને મારો વોટ્સ એપ નંબર આપું છું. તમે આજ શાંતિથી ઘરે જાઓ એની બધી પ્રક્રિયા પર નજર રાખો અને કાંઈ અજુગતું લાગે તો તરત જ મને મેસેજ કરો હું મારી ફોજ સાથે તૈયાર રહીશ અને તમારા મેસેજ હર મિનીટે ચેક કરીશ.તમે જરા પણ ગભરાતા નહી. હું બે પોલીસ સાદા વેશમાં તમારા ઘરની આજુબાજુ મૂકી દઉં છું. આપણે એમને રંગે હાથે પકડવા છે અને કદાચ જો પાકિસ્તાન સામાન્ય નાગરિક હોય તો આપણે એમને હેરાન પણ નથી કરવા.પણ તમારી વાત પરથી લાગે છે કે આ લોકો કોઈ મિશન પર આવેલા છે.ઝરીના થોડી ગભરાયેલી હતી. પણ એને ઓફીસરની વાત સાચી લાગી, કદાચ ખરેખર એ મામા પણ હોય શકે!!

એ ઘેર આવી!! બહાદૂર જવાનની બેવા હતી!! હિમત તો એનામાં હતી જ! સલામ દુઆ કરી!! ” મામા, શું જમશો? તમારા ભાવતા ભોજન કરાવું!! મારે ઘરે મહેમાન ક્યાંથી!! મામાએ કહ્યુ,” બેટા કાંઈ પણ બનાવો બસ પેટની ભૂખ ભાંગવી જોઈએ.” ઝરીના રસોઈ કરવામાં લાગી ગઈ.મામો અને એનો દીકરો ખાટલા પર બેસી તડાકા કરતા હતાં. ઝરીનાની એક નજર બન્ને પર હતી.ઝરીનાએ  વાતવાતમાં પોતાની અમ્મીની અને સગાંવહાલાંઓને લગતી વાત કાઢી પણ મામાએ ચાલાકીથી વાત ઉડાડી દીધી. એવું લાગતું હતું કે આ લોકો ખાલી ઝરીનાની અમ્મી વિષે થોડી માહિતી લઈ આવી ગયાં હતાં. રસોઈ કરતા ઝરીનાને પાકી ખાત્રી થઈ ગઈ કે આ મારા મામા નથી.પણ એ કાંઈ બોલી નહીં.  મામા અને એના દીકરાને જમાડી બાળકોને શાળામાંથી લઈ આવી. બાળકો જમી હોમવર્ક કરી સૂઈ ગયાં. ઝરીનાએ જુના ગોદડા મામાને આપી ખુદા હાફિઝ કહી અંદરથી દરવાજો બંધ કરી દીધો.

અહીં અનવર અને રમઝાનને એમ કે ઝરીના સૂઈ ગઈ છે.  એટલે એક નકશા જેવું કાઢ્યું અને લાઈન દોરવા લાગ્યાં. થોડીવારમાં મામાના સેલ ફોન પર કોઈનો ફોન આવ્યો. ઝરીના અંદરથી બધું જોઈ રહી હતી. મામાએ હરી ઝંડી આપી કે આજની રાત બરાબર છે.કારણકે એ લોકો ઝરીનાને ઘરે વધું રોકાઈ નહીં શકે!! આજ રાતે બે વાગે ઝરીનાના ઘરની બહાર આવી જજો! ઝરીનાએ ઓફિસરના વોટ્સ એપ પર આ મેસેજ મોકલી આપ્યો કે બે વાગે મારા ઘરની બહાર બધાં ભેગા થવાના છે.

બહાર ફળિયામાં ચાંદની ફેલાઈ હતી. ઝરીના અંદરના કમરામાં બન્ને બાળકોને છાતી સરસા લઈને ધડકતા દિલ સાથે બે વાગવાની રાહ જોવા લાગી. ઓફીસર એને વોટ્સ એપથી બધી વાતોથી માહિતગાર રાખતો હતો.સેલ ફોન પોતાની હથેલી પર રાખીને   સૂતી હતી. બે ના ટકોરા થયાં. મામો અને એનો દીકરો ડેલી ખોલી બહાર ગયાં. અને બહાર રમખાણનો અવાજ થવા લાગ્યો. ગોળીબાર પણ થયાં. ઝરીના બાળકોને કલેજાથી લગાવી બેસી રહી.થોડીવારમાં બહાર શાંતિ ફેલાઈ ગઈ. ઘડિયાળનો ટક ટક અવાજ સંભળાતો હતો. અને સેલફોનમાં મેસેજનો અવાજ આવ્યો. ઝરીનાએ મેસેજ ચેક કર્યો. ઓફિસરે લખ્યું હતું કે આતંકવાદી પકડાઈ ગયાં છે, તમારે ગભરાવાની જરૂર નથી બધાં લોકો જેલમાં છે.

બીજા દિવસે ઓફીસરનો ફરી મેસેજ આવ્યો કે ભારત દેશે ઝરીનાને બહાદૂરી માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે. ઝરીનાની આંખમાં આંસું આવી ગયાં. એણે ભીંત પર લટકાવેલી બહાદૂરસીંહની તસ્વીર પર પ્રેમની નજર કરી અને પછી જમીન પર સજદામાં પડી જમીનને ચૂમી લીધી!! ઊભા થતાં થતાં બોલી,” માં ,તુજેહ સલામ!! વંદે માતરમ!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા યોજાયેલ ‘ગુજરાત ગૌરવ દિવસ’

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા મે ૧૪ ૨૦૧૭ ના દિવસે ગુજરાત ગૌરવ દિવસ ખૂબજ શાનથી ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ઉજવવામાં આવ્યો.પ્રજ્ઞાબેન દાદભાવાળાના નેતૃત્વ નીચે છ મહીનાથી વધારે સમયથી જોરદાર તૈયારી ચાલી રહી હતી.કાર્યક્રમનીની શરૂઆત પ્રજ્ઞાબેને સૌ મહેમાનોને સ્વાગતથી કરી હતી અને જ્યાં મળે ગુજરાતી ત્યાં રોજ દિવાળી કહી લોકોના દિલ જીતી લીધા હતાં. સરવસ્તી વંદના સુગમ સંગીતમાં મોટું નામ ધરાવતા શ્રીમતી માધવી મહેતાના મધૂર સૂરથી કરવામાં આવી.તેમના સુરીલા સ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલા. ત્યારબાદ બે એરીયાના સ્તંભ સમા શ્રી સુરેશભાઈ પટેલ જે સુરેશમામા તરીકે જાણીતા છે એમણે શ્રોતાઓને સંબોધન કરેલું. તેમણે જણાવ્યું હતું કે બેઠક તથા પુસ્તક પરબ તથા બે એરિયાની બીજી સંસ્થાઓ મળી ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહી છે.પ્રજ્ઞાબેન તથા બીજી સંસ્થાઓના કાર્યને બીરદાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવનો હેતુ નવી તથા જુની પેઢીને એક ધાગેથી મજબુત રીતે બાંધવાનો છે.અને બે એરિયાની દરેક સંસ્થાને એક છત્ર નીચે લાવવાનો છે.

ત્યારબાદ એમણે ત્રણ વ્યકતિઓ જે સમાજ સેવા અને દરેક ક્ષેત્રમાં કામ કરે છે એમને વાર્ષિક પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. આ એવોર્ડ શ્રી વિનોદભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષા પંડ્યાને અર્પણ કરવામાં આવ્યા હતાં.શ્રી વિનોદભાઈ પટેલને સમાજસેવા કરે છે અને ગુજરાતીઓ ને ડગલે લે મદદ કરે છે શ્રી વિનોદભાઈ ભારત અને અમેરિકા વચ્ચે જોડતી કડી બન્યા છે.પરદેશમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ને સામાજિક કાર્યક્રમો નું આયોજન કરી યુવાનોને પ્રેરણા આપી રાસ ગરબા ફિલ્મ અને લોક નૃત્ય સ્પર્ધા યોજી ૫૬૦ થી વધુ કલાકાર ૪૦ થી વધારે કોરિયોગ્રાફરએ એક મંચ પર એમણે કલાને વિકસાવી છે..શ્રી મહેશભાઈ એક બીઝનેસ મેન તરીકે તથા ગુજરાતી સમાજને મદદરૂપ થવા બદલ અને મનીષા પંડ્યાને બાળકો તથા બાળકીઓને ગુજરાતી સંસ્કૃતી અને નૃત્ય શીખવવા બદલ તેમજ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા માટે તથા તેને ઝળહળતી રાખવા માટે વિદ્યાર્થીઓને, કલાકારને અને સાહિત્યકારોનો પ્રેરણા આપવા તન અને મનથી સતત પ્રયત્ન કરવા માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી મહેશભાઈ પટેલને શ્રીમતી શાંતાબેન પટેલે એવોર્ડ અર્પણ કર્યો હતો.

ત્યારબાદ એક બાળનૃત્ય પ્રસ્તૃત કરવામાં આવ્યું. “થપ્પો” હું તો થપ્પો રમુ મારા કાનુડા સાથ” મેઘલતા મહેતાબેનનું આ કાનુડાનું બાળગીત નાના ભૂલકાઓએ પ્રસ્તૃત કર્યુ શ્રોતા મુગ્ધ ભાવે આ અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોના મુખે
ગુજરાતી ગીત સાંભળી રહ્યા.સપ્તક વૃંદ બે એરિયાનું સૂરીલું સંગીત વૃંદ છે. અસિમભાઈ મહેતા અને શ્રીમતી માધવી મહેતાના નેતૃત્વ નીચે ૨૬ કલાકારોએ મળીને કર્ણપ્રિય ગીતોથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા. આ સપ્તક બે એરિયાના સુરીલા કલાકારો મળી એક વૃંદ બનાવ્યું છે. પ્રજ્ઞાબેનના શબ્દોમાં કહું તો ‘એક ડૂબકીમાં તો આખો દરિયો’બે એરિયાના બધાં કલાકારો એક છત્ર નીચે કામ કરે છે. જ્યાં શબ્દો,હોય, સૂર હોય, રાગ હોય, સંગીત હોય, સર્જન હોય, વાધ્ય હોય્ અને સાર્વત્રિક એકતાની સંવેદના હોય ત્યા સપ્તક વૃંદ પહોંચી જાય.આ વૃંદમાં દર્શના ભુતા, અંજના પરીખ, મિનૂ પુરી, નિકિતા પરીખ, પ્રણીતા સુરૈયા,પરિમલ ઝવેરી,મુકેશ કાણકિયા,મહેશ શીંગ, ક્રિશ્ના મહેતા, લહેર દલાલ, બેલા દેસાઈ, નેહા પાઠક, સંજીવ પાઠક, આણલ અંજારિયા, અચલ અંજારિયા,ગૌરાંગ પરીખ, રત્ના મુનશી, પલક વ્યાસ,આશિષ વ્યાસ અને હેતલ બ્ર્હ્મભટ્ટ.સંગીતમય મધૂર ગીતો પછી સહિયર ટ્રુપે એક સરસ નૃત્ય કર્યુ. આસમાની ચૂંદડી અને પીળા રંગના ખૂણિયામાં મુગ્ધા ઓ સુંદર દેખાતી હતી. ૧૯૮૦ માં શ્રીમતી હીના દેસાઈએ ગુજરાતી સસ્કૃતિને અમેરિકામાં નૃત્ય દ્વારા જીવીત રાખવા તેમણે નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી હતી. જેની શરૂઆત પોતાની દીકરી રીના દેસાઈ શાહથી કરી. ૧૯૯૪ માં સહિયર ટ્રુપની રચના થઈ.

અંતમાં ભવાઈ કરવામાં આવી જેમાં પ્રજ્ઞાબેન દાદભાવાળાએ રંગલી અને નરેન્દ્ર શાહે રંગલાનો રોલ ભજવ્યો હતો. વિદુષાક તરીક મૌનીક ધારિયા હતાં. ભવાઈ ૧૪ મી સદીમા સ્થાપિત થઈ હતી. અસાઈત ઠાકરે એક વાર એક પટેલની દીકરીની લાજ બચાવી હતી જેથી લોકોએ એને નાત બાર મૂકેલા જીવનનિર્વાહ નો પ્રશ્ન ઊભો થયો તો મંદિરમાં પ્રાર્થના માટે ગયા ત્યાં ઘુઘરા મળ્યા..તો એમના મુખમાંથી તા થૈયા નીકળી ગયું.અને ભવાઈનો જન્મ થયો. એમણે ત્યારબાદ ૩૬૫ વેશ કર્યા. પણ આ જે ભવાઈનો કાર્યક્રમ તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. રંગલો અને રંગલી હસતા અને રડતા આખું નાટક ભજવી જાય છે અને ગુજરાતી ભાષાની એહમીયત સમજાવતા જાય છે. અમેરિકાના જુદાં જુદાં રાજ્યમાં ગુજરાતી ને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે. અમેરિકાના બે એરિયામાં એક નાનકડું ગુજરાત બનાવવામાં પ્રજ્ઞાબેનનો મોટો ફાળો છે શ્રી પ્રતાપભાઈ પંડ્યા જે હાલમાં ભારતમાં છે તે અને પ્રજ્ઞાબેન દાદભાવાળા પુસ્તક પરબ અને બેઠક જેવી સંસ્થાઓ ચાલી વાંચન અને લેખનને વેગ આપે છે. મોટા મોટા કલાકારોને નિમંત્રીત કરવા અને કાર્યક્રમ કરવા અને ગુજરાતી ભાષાને બાળકો તથા યુવાનોમાં જીવીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવાઈ પછી શ્રી શરદભાઈ દાદભાવાળાએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.કાર્યક્રમના અંતમા પુરી શાક ખમણ દહીંવડા અને ગુલાબ જાંબુના પેકેટ આપી કાર્યક્રમ નું વિસર્જન થયું. અમેરિકાની મિટ્ટીમાં થોડી સુગંધ ગુજરાતની મિટ્ટીની સોડમ ભળી ગઈ જ્યારે અમેરિકામાં ગુજરાતીમાં ભવાઈ થાય છે, ગુજરાતીમાં કવિઓના કાર્યક્રમ થાય છે ત્યારે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ બાળકને દાખલ કરવા લાખો રૂપિયા ખર્ચવા માં આવી રહ્યા છે ત્યારે જોઈએ ગુજરાતી ને જીવંત રાખવામાં કોનો મોટો ફાળો હશે!! ગુજરાતનો કે અમેરિકાનો?
સપના વિજાપુરા

ચાલો લ્હાણ કરીએ (૪) સપના વિજાપુરા

કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે …
બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..
પછી તું જ  આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે

ઝવેરચંદ મેઘાણી

શ્રી ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓ વાંચી દિલની સોંસરવી ઉતરી ગઈ. સકારત્મક અભિગમની સત્યતા દરેક પંક્તિમાં જોવા મળે છે.દરેક વાતમાં નસીબનો વાંક કાઢી બેસી જતા લોકોને સરસ ફટકો છે. સૂર્યાસ્ત પછી ફરી ઉષા આવવાની જ છે. એમ જ દરેક પાનખર પછી વસંત ચોક્કસ છે. રાત પછી દિવસ  આવે જ છે. નસીબને દોષ આપી હાથ પર હાથ ધરી બેસી તો ના રહેવાય ને!! તું ચાલતો જાને રે..અને

તેરા કોઈ સાથ ના દે તો ખુદસે પ્રિત જોડ લે
બિછોના ધરતીકો કર દે અરે આકાશ ઓઢ લે..
હજારો મિલ લંબે રાસ્તે તુજકો બુલાતે
યહાં દુખડે સેહને કે વાસ્તે તુજકો બુલાતે
હૈ કોનસા ઈન્સાન જીસને દુખ ના ઝેલા
ચલ અકેલા તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા

મને તો વિસ્મય એ બાળકના ચહેરાને જોઈને થાય છે કે ભીખ માંગે છે પણ ચહેરા પરનું સ્મિત ભૂસાવા નથી દેતુ. તમે એટલી તકલીફમાં તો નથીને!! નસીબનો વાંક કાઢીને ઘણીવાર હાથમાં આવેલી તકને લોકો ગુમાવી દેતા હોય છે.નસીબને કે હાથની લકીરોને દોષ ના આપી શકાય જેનાં હાથ નથી એનું પણ નસીબ તો હોય જ છે. હું ઘણાં એવા લોકોને જાણું છું જે ફક્ત સાયકલ લઈને દૂધ વેચતા હતાં જે અત્યારે ઓઈલ રીફાઈનરીના માલિક છે. એ લોકોને રસ્તામાં મુશ્કેલીઓ નહીં આવી હોય? એ લોકોને નહીં લાગ્યું હોય કે નસીબ આડે પાંદડું છે!! મને લાગે છે જિંદગી એક પડકાર છે અને દરેક લોકો એને જુદી જુદી રીતે લે છે. તમે હારી ને બેસી જાઓ તો તમને કોઈ મદદ ના કરી શકે..પણ જો જિંદગી સામે માથું ઉંચું કરો તો અને પડકારનો જવાબ આપો તો એ તમારા કદમોમાં ઝૂકી જશે. કોશીશ કરવાની આપણી ફરજ છે પછી ઈશ્વર આપશે એ આશ રાખવાની!! એક વાત યાદ આવી ગઈ કે એક માણસ પાણીમાં ડૂબતો હતો સામે ઝાડનું ડાળખું આવ્યું એણે ના પકડ્યું, એ કહે ઈશ્વર આવશે મદદ કરવા, ફરી એક મોટૉ પથ્થર આવ્યો  એના ઉપર ના ચડ્યો એમ કહી ને કે ઈશ્વર આવશે મને મદદ કરવા અને અંતે એ મરી ગયો!! ઈશ્વરને જઈને પૂછ્યું તમે શા માટે બચાવવા ના આવ્યા? ઈશ્વરે કહ્યું કે મેં ઝાડનું ડાળખું મોકલ્યું તે ના પકડ્યું  મેં પથ્થર મોકલ્યો તે ના લીધો.. હવે શું હું જાતે આવું તને મદદ કરવા!! તો તમારે જ તમારી જાતને મદદ કરવાની છે.ઈશ્વર પણ એને જ આપે છે જે હાથ પગ હલાવે છે. મોઢામાં કોળીયો મૂકવા હાથ મોઢાં સુધી લઈ જવો પડે. પરિશ્રમ વગર ભાગ્ય ના બને!! બીજી પંક્તિમાં કવિ કહે છે કે કે પ્રયત્ન કરવાથી ગમે તેવા  અઘરાં કામ પાર પડે છે. વલણ તમારું હકારત્મક હોવું જોઈએ “હું કરી શકીશ.”જો એજ કામ બીજી વ્યકતિ કરી શકતી હોય તો તમે કેમ નહીં? દરિયો કે ધોધ એક સરખુ પાણી એક પથ્થર પર મારે છે તો એમાં ખાડો પડે છે ને? એનાંથી અઘરુ કામ તો કોઈ નથી ને? વળી બીજા મદદ કરે તો થશે એ સહારે કે આશાએ રહેવું એ ભૂલભરેલુ છે..કારણકે જે લોકો પોતાને મદદ નથી કરી શકતા એ બીજાને શું મદદ કરવાના? દરેકે પોતાનો બોજો ઉઠાવવાનો છે.દરેક પાસે પોતાની જિંદંગી શી રીતે જીવવી એનો પ્લાન છે. કોઈના પ્લાન પર તમારી જિંદંગી ના જીવાય!! અને એ માટે કોઈને દોષ પણ ના દેવાય!! કે ફલાણાએ મને મદદ ના કરી એટલે મારું કામ ના થયુંં!!તમે ફલાણાની આશા શા માટૅ રાખી? કવિ તેથી કહે છે કે તું નક્કી કર કે કોઈના સહારે નહી રહે! દરેક પોતાનું જ ભલું પહેલા કરવાના!! તમે પોતે નક્કી કરો કે હું એકલો જ પૂરતો છું મારે કોઈની જરૂર નથી.પણ હા એનો અર્થ એ નથી કે ટીમ વર્ક ના થઈ શકે પણ કહેવાનો મતલબ એ છે કે તમે તમારી જિંદગી પર કાબુ રાખો. અને એટલાં મક્કમ બનો કે સહારાની જરૂર ના પડે.સમય તારો સાથ આપશે જ તું હિમંત તો કર. એક સમય છે જે ઈશ્વરે બધાને સરખો આપેલો છે બધાને દિવસના ચોવીશ કલાક મળે છે. તમે તમારા સમયનો કેવી રીતે ઉપયોગ કરો છે તે તમારા પર આધારીત છે. સમય તો રોકાવાનો નથી માટે “કલ કરે વોહ આજ કર, આજ કરે વોહ અબ કર.” સમયના ગુલામ તમે ના બનો સમયને તમારો ગુલામ બનાવો. આમ તો દુનિયામાં માણસ આવે છે જીવી જાય છે અને મ્ર્ત્યુ પામે છે..પણ એમાંથી કોઈક જ ગાંધી કે માર્ટીન લુથર કીંગ બને છે. જેમણે સમયનો સદઉપયોગ કર્યો હતો. સમયને તારી પકડમાં રાખ પછી જો કે ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે નહીં!!એટલો તું આગળ વધ!! ઘણી વાર માણસ સમયનો એ રીતે ઉપયોગ કરે છે કે એવું લાગે કે એનાં દિવસમાં ચોવીશ  કલાક કરતા પણ વધારે સમય છે!! એટલું કામ એ ચોવીશ કલાકમાં કરી શકે છે.જ્યારે ઘણા લોકોને ચોવીશ કલાક કાઢવા મુશ્કેલ હોય છે.જીવનમાં કોઈ લક્ષ હોવું જોઈએ અને લક્ષને પાર પાડવા હિમંત અને સક્રિય રહેવું પડે..મળેલી તકને ઝડપી લેવી જોઇએ અને કોઈ બીજાના સહારાની આશા રાખ્યા વગર એ દિશામાં આગળ વધવું જોઇએ..જુઓ સફળતા તમારી સામે બાહો પ્રસારીને ઊભી છે તમને ગળે લગાવવા!! હવે મોઢું ધોવા ના જવાય!!
અતિ સુંદર કૃતિ છે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની!!
સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals:
http://www.kavyadhara.com/

For hindi ghazals:
www.kavyadhara.com/hindi

Najma’s Shayri:
http://www.najmamerchant.wordpress.com/

મહિલા દિવસ

નીલા હાથમાં ચાનો કપ લઈ ઊભી હતી. એનાં હાથ થરથર કંપતા હતાં.સોફા પાછળથી એણે ચાનો કપ સુનીલને આપવા હાથ લાંબો કર્યો. સુનીલે ત્રાડ પાડી,” જરાં પણ મેનરસ જ નથી શીખી ડફોળ.” અને નીલાનાં કંપતા હાથમાંથી ચાનો કપ પડી ગયો.સુનીલ ગુસ્સામાં ઊભો થઈ ગયો..જાણે હમણા નીલાને ઝૂડી નાખશે.નીલા નતમસ્તકે ઊભી હતી.
સવારથી કામે લાગી જતી. ઘરમાં બધાં માટે નાસ્તો બનાવવો.સાસુ સસરાની જરુરીયાતનો ખ્યાલ રાખવો. બાળકોને સ્કુલ માટે તૈયાર કરવાં. સ્કુલમાં મૂકવા જવાં સુનીલના કપડાં ઈસ્ત્રી કરવાં એને નાસ્તો કરાવી કામે મોકલવો..કામવાળી,ધોબી બધાં સાથે માથાકૂટ કરવી..સાથે સાથે સાસુના મેણા સાંભળવા..અને પતિ ક્યારે ગુસ્સે થઈ જશે એની ખબર નહીં તેથી એની દરેક બાબતનું ધ્યાન રાખવું..મૌન ધારણ કરી રહેવું..કારણ પતિનો સ્વભાવ આકરો…
અને ચા ઢોળાઈ ગઈ..નીલા નતમસ્તકે ઊભી હતી..જાણે કોઈ ભયંકર ગુનાની સજા ભોગવવાની હતી..ટી વી ઉપર સોનિયા ગાંધી મહિલા દિવસ પર જોર જોરથી ભાષણ આપી રહ્યા હતાં..સ્ત્રી શક્તિની વાત ચાલી રહી હતી..નતમસ્તકે નીલા વિચારી રહી હતી..કઈ શક્તિ? મેણા ટોણા સહન કરવાની શક્તિ કે જ્યારે પતિ બીજી સ્ત્રીઓ સાથે મોબાઈલમાં વાતો કરે ત્યારે આંખ આડે કાન કરવાની શક્તિ..કે માર સહન કરવાની શક્તિ? કઈ શક્તિ? નીલાની મૂઠીઓ એકદમ ભીડાઈ ગઈ ..કે પછી આ બધું છોડી આકાશમાં ઊડવાની શક્તિ!!
સોનિયા ગાંધીએ ભાષણનું સમાપન કર્યુ. મહિલા દિવસ મુબારક!!
સપના

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017(૨૦)પ્રેમ કે બળાત્કાર

Sapana vijapura

સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી નથી . સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો  છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એકાંત માં રડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું  થાત.સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં ખૂબસૂરત !!જ્યારે ખલિલ  અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ.ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી.પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય.લગ્ન બાદ સારા લંડન આવી ગઈ.બે બાળકોની માં બની ગઈ.ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ.ભાઈઓની પણ શાદી થઈ ગઈ.દરેક પોતાના ઘરમાં સુખી હતાં.પણ માં ની તબિયત બગડતી જતી હતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે,” માં નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા !! કારણકે વખતે માં નહીં બચે એવું લાગે છે.”.સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી.ખલિલ હાજર ના હતો. ભાઈ જાન કહેતા હતાં કે. “માં આખો સમય સારા સારાનું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી..હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં!! બસ તને જોવા માટે તડપી રહ્યા છે.તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય!! એનો જીવ તારામાં ભરાયો છે!!”સારા પપ્પા ગુજરી ગયાં ત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કાઇ બહાને ખલિલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી પપ્પા દુનિયા થી ચાલ્યા ગયાં.પણ એનું મોં જોવા જઈ ના શકી!! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી.ખલિલને પોતાના સગાંઓ સાથે સંબંધ રાખે ગમતું ના હતું.હવે માં ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માં ને પણ નહીં જોઈ શકે? યા ખુદા મને રસ્તો બતાવ અને ખલિલના દિલમાં રહેમ નાખી દે..હું મારી માં ને છેલ્લી વાર જોવા માંગું છું!! યા ખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલિલના દિલમાં પણ નાખી દે!!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલિલને કહ્યું કે, “ચાલો ભારત જઈ  આવી ફરી પણ આવી અને માં ને મળી પણ આવી .” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણકે જો ફક્ત માનું નામ લીધું હોત  તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલિલ બોલ્યો સારું પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈ કારણકે બાળકોનો અભ્યાસ બગડે  સારાએ કહ્યુંં,”સારું કાંઇ વાંધો નથી!! સારાએ મુસલ્લો બીછાવી બે રકાત નમાજ પડી  દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા!!અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોત તો આજ પણ ખલિલ માન્યો ના હોત!! મારી માં ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે!!એને તંદુરસ્તી બક્ષજે!

ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં.દિલમાં દુઆનો દોર ચાલું હતો.અમદાવાદ પહોંચી ગયાં.ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝુરાપો શું છે સારાને પૂછો!! સગા વહાલાનો વિરહ શું છે સારાનાં દિલને પૂછો!!સારાની આંખમાં આંસું આવી ગયાં!! મોટી જીપ લેવા આવી હતી. ભાઈ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલિલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારા દિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી.કે માં ઠીક હોય!! હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલે અલ્લાહનો શુકર!!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માંના ખાટલા ને વીંટળાઈને બેસી રહ્યા હતાં. ખલિલને માંની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોનાં શોહર આવી ગયાં હતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં.માં હજુ શ્વાસ લઈ રહી હતી.સારાએ  દોડીને માં પર પડતું મૂક્યું. માં માં માં સિવાય બીજો કોઈ શબ્દ મોઢાં માં થી નીકળતો ના હતો. વરસોનો ઝુરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો.માં ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણ ગણતી હતીસારા, મારી દીકરી, મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. માં ની આંખમાં થી આંસુની ધાર વહી રહી હતી.બહેનોએ થઈને માં દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી માં નો ખરબચડો હાથ હાથમાં લઈ સેહલાવતી રહી!! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં માં સાત બાળકોને ઉછેરવામાં!! કેટલી મુસીબત વેઠી!! માં તને સલામ!! હવે તું દુનિયા છોડવા ચાલી!! હું તારા માટે કશું ના કરી શકી!! કાંઈ નહી..પણ માં નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે!! એમાં સ્વાર્થની બદ બુ નથી..તને તો બદલામાં કાઈ નહીં જોઇએ !! બસ બાળકોની ખુશી સિવાય!!

ખલિલે અચાનક એને બોલાવી!! સારા જાણે તંદ્રા માંથી સફાળી જાગી પડી!! માં નો હાથ મૂકી બીજા રૂમમાં આવી!! ખલિલે કહ્યું, ” તું માટે  અહીં લાવી હતી!! બરાબર ને!! સારા નીચુ જોઈ જમીનને પગનાં અંગૂઠાથી ખોતરતી રહી! ” તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો? ખલિલ ધુંઆપૂંઆ થતો બોલ્યો!!ન્સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં.આછું ડૂસકું ભરી સારાએ કહ્યું,” માં બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી!! માં ને છેલ્લી વાર મળવું હતું એટલે..!! ખલિલ હાથનો ધક્કો મારી ઉપર મેડી ઉપર જતો રહ્યો.મેડી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈ સાફ કરાવ્યો હતો. સારા અને ખલિલ માટે..આખી રાત બધાં માં ને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધ બક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં.વાતાવરણ શોકમગ્ન હતું. ખલિલ મેડી ઉપરથી નીચે આવ્યો નહી.
બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં.અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી.

થોડી વાર પછી ખલિલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી.એણે ઇશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમી ને બાજુ પર મૂકી ઉપર ગઈ. ખલિલે દરવાજો બંધ કરી દીધો.સારાએ કહ્યું,” ખલિલ, બોલો શું કામ છે? ખલિલ એની એકદમ નજીક આવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હમેશા માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથ હટાવી દીધો.સારાએ કહ્યું,” ખલિલ પ્લીઝ આજ નહીં.” ખલિલે ફરી એજ હરકત કરી..સારા ઉદાસ હતી.દિલ બુઝાયેલું હતું.રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી.ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દૉર ચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. માં માટે દુઆ કરી રહ્યા હતાં ત્યારે ખલિલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલિલ પર વાસનાનું ભૂત સવાર હતું એને ના  તો સારાના આંસું દેખાતા હતાં કે ઘરનાની ચહલપહલ!!એણે સારાને નજીક ખેંચી!! કુરતાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવું સમજ પડતી ના હતી.ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને નોચતો રહ્યો. ત્યા સુધી એને નોચતો રહ્યો જ્યાં સુધી એની શહવત પૂરી ના થઈ.સારા એક મુડદાની જેમ પથારીમાં પડી રહી. બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. પથારીમાં પડી હતી. હજુ પણ નિર્વસ્ત્ર હતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય,” માં માં માં.” ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ!! માં મૂકીને ચાલી ગઈ!! માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ..ખલિલ પણ કપડા વગરનો પડ્યો હતો.હવે એને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય!! મેડી ઉપર બાથરુમ હતો. સારા રડતાં રડતાં કપડાં પહેરવા લાગી!! નીચે રોકકળ સંભળાતી હતી.માં ચોક્કસ ચાલ્યાં ગયાં!! અરે હું કેવી અભાગી છું ભારત આવી પણ માં ને  છેલ્લા સમયે ઝમ ઝમ પણ પીવડાવી  ના શકી!! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ!! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? લોકો શું સમજશે? ખલિલ ,ખલિલ આજ તો તે મને છોડી દીધી હોત!! તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી!!મલેકુલ મોત દરવાજા પર ઊભું છેઅરે મારી માં દુનિયા છોડી ગઈ.. પણ તને અસર નથી!!હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ.એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને વળગી પડી!! બાજી બાજી માં ચાલ્યાં ગયાં છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમ ઝમ પીવું હતું ..તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં? સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી..શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી.. હાથ છોડાવી બાથરૂમ માં ભાગી ગઈ ..બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાંય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને માં ના મયત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતાં.બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી..સારાએ પણ આખરી સલામ કર્યા!! મેડી પર ગઈ ખલિલ નગ્ન અવસ્થામાં સુતો હતો. હજું સુધી એને માં મરી ગયાનું દુખ ના હતું.એણે  એના કપડા લઈને એનાં પર ફેંક્યા અને ઝટકો મારીને ઊઠાડ્યો.

રુક્ષ અવાજમાં સારાએ કહ્યું,” માં નું મય્યત ઊઠી  રહ્યુ છે.કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડોમારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી ઘર પરનો હક મટી ગયો છે. મારાં બાળકોને ભારત મોક્લી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ!! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો.પણ એના માં એક આત્મા છે સંવેદના છે લાગણી છે તમે સમજતાં નથી!!સ્ત્રી ની હા ને હા અને ના ને ના સમજતાં શીખો.બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો.કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી તમારું ઘર પણ નહીં છોડે!!મોતનો એહતરામ કરતાં શીખો. ખલિલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો!!
સપના વિજાપુરા

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા 2017-(17) આત્મસાત

Sapana vijapura

સપના વિજાપુરા

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી.પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં.ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો.હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો  છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એકાંત માં રડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું  થાત.સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં ખૂબસૂરત !!જ્યારે ખલિલ  અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ.ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી.પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય.લગ્ન બાદ સારા લંડન આવી ગઈ.બે બાળકોની માં બની ગઈ.ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ.ભાઈઓની પણ શાદી થઈ ગઈ.દરેક પોતાના ઘરમાં સુખી હતાં.પણ માં ની તબિયત બગડતી જતી હતી.