‘મિચ્છામિ દુક્કડમ્’ …. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..

આકાશદીપ

 
 
(Thanks to webjagat for this picture)

સૌને ‘મિચ્છામિ દુક્કડમ્ ‘                 સૌને ‘મિચ્છામિ દુક્કડમ્’          સૌને  ‘મિચ્છામિ દુક્કડમ્’

 

આત્મજ્ઞાનીની વાણી–

આત્મા તો પરમાત્મા સ્વરૂપી છે. આત્મા ‘ચૈતન્યધની ‘ છે…ચૈતન્યનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, જે ફક્ત આત્મામાં જ છે.ઘડાની અંદર લાઈટ હોય તો, બહાર ના આવે, તેમ આ આત્મા જેટલા આવરણે

બંધાયો, કર્મકલંક લાગે ને શક્તિ આવરાય. જે ઈન્દ્રીય ભેદાય એટલું આત્મતત્ત્વ પ્રકાશ ધરે.પાંચ ઈન્દ્રીય ડેવલપમેન્ટ એટલે જ મનુષ્ય જન્મ.જીવમાત્રને નાભિ ‘સેન્ટર’ આગળ આત્માના આઠ પ્રદેશો જ ખુલ્લા હોય, જેને લીધે આ જગના વ્યવહારની પીછાણ થાય ને દરેક જીવને ગુંચવણ નથી પડતી.આ આઠ પ્રદેશો આવરાયતો કોઈ કોઈને ના ઓળખી શકે…ઘેર પાછોય ના આવે.’જ્ઞાની પુરૂષ’નાં બધાંય આવરણો તૂટી ગયાં હોય ને સ્વરૂપ જ્ઞાને આનંદ માણે.બ્રહ્માંડે પ્રકાશવાની આત્મ શક્તિ એજ કેવળ જ્ઞાન.જાણવાની બાબતમાં આત્મા ‘વેદક’ છે, જ્યારે  ખમવાની બાબતમાં ‘નિર્વેદક’ છે. નિર્વેદ એટલે મન,વચન,કાયા એ ત્રણેય ઈફેક્ટીવ હોવા છતાં પોતે ‘અનઈફેક્ટીવ’ રહે..વેદના ખમતા જાય ને તેના આધારે નિર્વેદ કહેવાય.સિધ્ધભગવાન થાવ ત્યારે મન, વચન, કાયા નહોય એટલે…

View original post 445 more words

સંવત્સરીની ક્ષમાપના

1239637_234076693407763_2020961865_n
સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. 
મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….

પ્રતિક્રમ એ મારો જાગૃતિ પૂર્વક નો પુરષાર્થ છે ,મારા દોષો મારા અભિપ્રાયો ને દુર કરવાનો।….

 આપ સર્વેની માફી મને પુરષાર્થ આદરવામાં સહાય રૂપ થશે

આલોચના પ્રતિક્રમ અને પ્રત્યાખ્યાનથી હું મારા કર્મ ને હલકું કરવાનો પ્રયત્ન કરી રહી છું 
અને એનો સમભાવે  નિકાલ કરી શકું માટે મને માફ કરી આગળ વધવાની શક્તિ આપશેi
 
આજે  ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વે જીવો ને ખમાવતની સાથે આપ સર્વેને,
મારાથી થયેલા જાણતા  અજાણતા દોષોને ,અંતકરણ પૂર્વક ખમાવું છું. 
સંવત્સરીની ક્ષમાપના
અરર પ્રભુ આ અમારી કેવી દુર્બળતા છે 
કે અમે શ્રદ્ધા ની જગ્યાએ અમે બુદ્ધી વાપરીએ છીએ 
કસ્તુરી મૃગની જેમ અમારા આત્માને અમે શોધતા ફરીએ છીએ 
અરર  જીવનમાં ઘણી વસ્તુઓ નકામી છે 
છતાં અમે સંઘરી રાખીએ  છીએ કેમ ?
અમે એની આળપંપાળ કેમ કરીએ છીએ 
ખાલી થઇ શકતા નથી  કેમ ?
જરાક કિંક ધારેલું થતું નથી ત્યારે મન આમ કેમ વર્તે છે ?
અમારા વલણો ને બદલવા નો પુરષાર્થ કયા છે પ્રભુ ?
અરર  પ્રભુ આ દિલ કેમ વલોવાય છે 
 પ્રભુ આજે મને સમજાણું કે 
પ્રભુની પ્રાર્થનામાં જે બળ છે એ 
એ અહંકાર અને આત્મપ્રશંસામાં નથી
અરર અંતર ખાલી અને શુષ્ક  કેમ પડયું છે?
પ્રભુ આજે સમજાણું કે
આનંદથી ભરેલું કોઈ તત્વ છે 
અને તેને ક્યાય ગોતવા નથી જવાનું 
તર્કથી ક્યાય પારખવાનું નથી 
આ અન્યાય ,અહમ ,વેરભાવ 
પ્રેમના અભાવથી જ તો જન્મે છે 
અરર પ્રભુ ઉદાર નહિ થાવ તો શું થશે? 
મને એવું બળ આપો કે હું 
ક્ષમા,અને પ્રેમ  આપવામાં ઉદાર બની શકું
મારા કરતા કોઈ વધુ સારું કામ કરે ત્યારે તેની પ્રશંશા કરી શકું 
ઈર્ષા અને અહમને જીવનમાંથી દુર કરી શકું
અરર પ્રભુ હું આ મોટપ નહિ રાખું તો શું થશે ?
મને એવું બળ આપો કે
અમને સાચી સમજણ મળે
હું શુદ્ધ સ્વરૂપ છું એ જ્ઞાન હું શુદ્ધ આત્મા છું એવી પ્રતીતિ રહે
આજે મન પ્રાયશ્ચિત કરવા તૈયાર થયું છે,..
આજે મન સૌ પ્રથમ પોતાની ભૂલ સમજ્યું છે,.
 પોતાની ભૂલ સ્વીકારી છે..
…ત્યારે ક્ષમા માગું 
પ્રભુ એ સમજણ/પ્રાયશ્ચિત જ
સત્ય અને નિર્મળતા તરફ નું મારું પ્રથમ પગલું છે
  અને આ  સાચી સમજણ થી આજ બધાને  ખમાવું
જેથી ફરી ફરી જીવનમાં ઉગી ન નીકળે 
તોજ આ ક્ષણે, અશાંતિ દૂર થઈ ને નિર્મળતા વ્યાપશે
આ આપને જોડવા અને માફી માગવા જોડેલા 
મારા બે હાથ પ્રેમ અને  ક્ષમા  બને
અને હું  સરળ હૃદયે ક્ષમા માગું 
અરર પ્રભુ મેં જાણતા  અજાણતા અનંત દોષો કર્યા છે.
વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે જે પણ આત્માનું દિલ દુભાવ્યું હોય, 
તે સૌ ને   અંતકરણ પૂર્વક આપની સાક્ષી એ ખમાવું  છું.  

“મિચ્છામી દુક્કડમ :”

-પ્રજ્ઞા દાદભાવાળા-
   

મિચ્છામી દુક્કડમ : સંવત્સરીની ક્ષમાપના

 “ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે”
આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરવાનું પર્વ. 
સાંવત્સરિક મહાપર્વના પરમપાવન અવસરે 

મિચ્છામી દુક્કડમ :

સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. 

પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે
મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર…..પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાં પર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે.પ્રતીક્રમનો નો અર્થ છે કે આ  જે ભૂલ થઇ રહી છે ,એ ખોટું થયું તેમાં  હું સમંત  નથી ,પ્રતિક્રમણ આપણા અભિપ્રાયો ફેરવવા  માટે છે.પ્રકૃતિ એટલે આપણને જે ચરિત્ર મોહ છે એ અભિપ્રાય રાખે પણ આપણે તો અભિપ્રાય રહિત થવું ,આપણને ઈચ્છા નથી ફરી આવું કરવાની ,આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમ કરવાનું છે પ્રતિક્રમ ના કરીએ તો સ્વભાવ બદલાય નહિ ને એવો ને એવોજ રહે।સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધેલો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ ભાવના હોય.અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને જ્યાં આત્મા અને જ્ઞાન નું તાદાત્મ્ય હોય.પ્રતિક્રમ એ મારો જાગૃતિ પૂર્વક નો પુરષાર્થ છે ,મારા દોષો મારા અભિપ્રાયો ને દુર કરવાનો।.આપ સર્વેની માફી મને પુરષાર્થ આદરવામાં સહાય રૂપ થશે.આલોચના પ્રતિક્રમ અને પ્રત્યાખ્યાનથી હું મારા કર્મ ને હલકું કરવાનો પ્રયત્ન કરી રહી છું અને એનો સમભાવે  નિકાલ કરી શકું માટે મને માફ કરી આગળ વધવાની શક્તિ આપશેi.આજે  ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વે જીવો ને ખમાવતની સાથે આપ સર્વેને,મારાથી થયેલા જાણતા  અજાણતા દોષોને ,અંતકરણ પૂર્વક ખમાવું છું.