માણસનું મુલ્ય-વિનોદભાઈ પટેલ

મિત્રો ,
 
વિનોદભાઈ પટેલે ખુબ સરસ વાત અહી મોકલી છે ,

આપણે વાસ્તવિકતાને ન સ્વીકરવા ચેહેરા પહેરતા હોઈએ છીએ.કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. ,જ્યાં માણસનું મુલ્ય મોકા પ્રમાણે બદલાતું રહે છે.ત્યાં માણસ પણ પોતાનું સાચું સ્વરૂપ દેખાડતા ડરે એ ખુબ સ્વાભાવિક છે.દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઇચ્છે છે.સુખ નથી એ વિચાર મનોબળ વધારતો નથી, પરંતુ વિચાર શકિતને પણ ઘટાડી દે છે .માટે ચમકતી આંખો ,રમુજી સ્વભાવ ને દયાળુ હૃદય ,હસતો ચહેરો જ સાચો છે. સ્વીકારો…. … તો દુઃખનું ખોતરવું બંધ થઇ જશે.કહ્યું છે ને દુઃખ નો ઓસડ દહાડા  .. 

 
માણસનું મુલ્ય  ….. વિનોદ પટેલ
 
મુખ ઉપરથી સુખી જણાતો કોઈ માણસ,
વાસ્તવ જગતમાં એટલો સુખી હોતો નથી,  
 મુખની રેખાઓ સદા છેતરામણી હોય છે.
સુન્દરતમ સ્મિત જે મુખે દેખાઈ રહ્યું છે,
ભીતરમાં ઊંડે કોઈ રહસ્ય પડેલું હોય છે,
ચમકતી આકર્ષક આંખો જે દેખાઈ રહી છે,
એ આંખો, રડી રડીને ,ઉજળી થઇ હોય છે ,
રમુજી સ્વભાવ ને દયાળુ હૃદયની ભીતર,
કોઈ ઊંડું, વણ દેખ્યું, દર્દ છુપાયું હોય છે,
માણસનું મુલ્ય આંક્વું એ સદા મુશ્કેલ કામ છે,
એકથી બીજી વ્યક્તિ ,એકસરખી મળતી નથી.
 
વિનોદ પટેલ ,સાન ડીયેગો , 2-9-2015 
 https://vinodvihar75.wordpress.com/
 

તો સારું …. વિનોદભાઈ પટેલ

vinod patel

મિત્રો ,

સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય વિનોદભાઈ પટેલે મોકલ્યું છે ,તેઓ ખુબ જાણીતા લેખક અને અને બ્લોગર રહ્યા છે આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે ,ખુબ સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે, તેમના શબ્દોમાં વાંચો…. .એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં….માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી…..અંધારાં ઉલેચતો ઘરદીવડો થવ. તો સારું ….

તો સારું ….

જીવનમાં બધું સારું જ બનશે એવું હંમેશાં બનતું નથી

જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી ન પડાય તો સારું

 જીવન  એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે

ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી ન જવાય તો સારું

 પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ એક નિયમ છે

માટે ધ્યેય પ્રાપ્તિ માટે  હંમેશાં ઝઝૂમતા રહીએ તો સારું

 અમેરિકા એ અનેક દેશની સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે

અતડા ના રહેતાં દેશના મુખ્ય પ્રવાહમાં ભળીએ તો સારું

 નવી પેઠીને ગુજરાતી શીખવામાં બહું રસ જણાતો નથી

ભૂલકાંઓથી જ ગુજરાતીની શરૂઆત કરાવીએ તો સારું

 સાહિત્ય સરિતાનો પ્રવાહ હંમેશાં વહેતો રહેતો જ હોય છે

એમાંથી ખોબલે સાહિત્ય રસ પીને તૃપ્ત થઈએ તો સારું

 આ દેશમાં ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર સરળ નથી

બ્લોગ જગતમાં ડોકિયું કરતા-કરાવતા રહીએ તો સારું

 સૌને ગુજરાતી ભાષા માટે સરખો રસ ન હોય એમ બને

                                        એમ છતાં સાહિત્યની બેઠકોમાં હાજરી આપીએ તો સારું .

વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા