ખુલ્લી બારીએથી ..વાચક- વસુબેન શેઠ

 

પરિચયના અલપઝલપ આ પ્રવાસમાં આજે મળીએ કવિયત્રી ગંગાસતીને
     જીવન માં ઘણી વખત અચાનક કાને એવા શબ્દો સંભળાય છે જેના ઊંડા વિચારો મને આજે પણ સ્પર્શી જાય  છે.જીવનની ક્ષણભંગૂરતા અને મોક્ષ પ્રાપ્તિ માટે જીવને જરૂરી સમજણ મને આપે છે.હું નાની હતી ત્યારે બા ગંગાસતીના ભજનો સંભાળતા સવાસો વર્ષ પહેલા થઈ ગયેલા ગંગાસતીના ભજનો હ્ર્દયને એવા સ્પર્શી ગયા છે કે ભૂલતા નથી.
         લોકકથાઓ અનુસાર ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં જન્મેલા ગંગાસતી સુંદર,સૌમ્ય અને રાજપૂત નારી,સુરીલો અવાજ,નામ ગંગા પણ સતી પછીથી ઉમેરાયું સતીનો અર્થ છે આત્મામાં સ્થિર થયેલી સુરતા. ..શીલ એટલે ચારિત્ર ચરિત્ર એટલે મર્યાદા અને મર્યાદા એટલે ધર્મ  આ ત્રણેનો સમન્વય વાળી સ્ત્રી અને સંજોગો પણ જોવો એમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા અને કહળસંગ ભક્તિ આંદોલનના નિત્ય  અનુયાયી.ગંગાને તો જાણે ભાવતું હતું ને તેજ મળ્યું. તેમને અજોભા નામનો પુત્ર થયો  જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા,કહળભા ગંગા સતીને ખુબજ માનથી બોલાવતા..પછી તો .ગંગાસતી અને કહળસંગનું ઘર ધાર્મિક સંત્સગ નું કેન્દ્ર બન્યું.લોકોનો અને સાધુ સંતનો કાફલો વધવા લાગ્યો જેથી નાના ઘરમાં સમાવેશ ન થતા બન્ને પતિ પત્ની ખેતરમાં ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા અને ત્યાં સતસંગ ચાલુ રાખ્યો.એવું કહેવાય છે કે એક ખેડૂત ની ગાય સર્પના કરડવાથી મૃતયુ પામી .માનવ સ્વભાવ છે,કોઈયે વ્યગ માં કહ્યું,ભગત ને કહો કે એમની સિદ્ધિ નો ઉપયોગ કરે.કળુભા આવેશમાં આવીને સિદ્ધિનો પ્રયોગ કરવા પ્રેરાયા,ગાય સજીવન થઈ ,ગામમાં વાત ફેલાઈ. આવી પ્રસિધ્ધી એમના સંત્સગમાં બાધા ઉત્તપન કરશે,એમ સમજતા તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો.
       ગંગાસતી રજપૂતાણી હતી તેણે પણ દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પણ કાળુભાઈએ સમજાવ્યા અને કહ્યું  તમને પાનબાઇનું આધ્યાત્મિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી રોકાઈ જવાની મારી આજ્ઞા છે.
ગંગાસતીએ પાનબાઈને ઉદેશીને ભજન રચ્યા આ પદ એક પછી એક આવતાં ગયાં અને ગવાતા ગયાં ને આધ્યાત્મિક શિક્ષણ સરળ ભાષામાં ભજન દ્વારા સમજાવા માંડ્યું.એ બાવન ભજનોનું સત્વ એટલું છે કે તેના બાવન ગ્રંથો રચી શકાય.ગંગાસતી સાહિત્યકાર નથી છતાં તેમનું  પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી સામન્ય હૈયાના દ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ બન્યું ભજનવાણીના વિષયમાં ગંગાસતીનું વિરાટઅને વ્યાપક યોગદાનની આજે પણ સાહિત્યમાં નોંધ લેવાઈ છે.ગંગાસતીને ઓળખવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવી પડે.ગંગાસતીએ જ્ઞાન માર્ગ અપનાવ્યો બ્રાહ્મસ્થિતિને પામ્યા,યોગમાર્ગ દ્વારા નિર્વિકલ્પ સમાધી પામ્યા અને ભક્તિમાર્ગે જઈ ભક્તિ સાથે વચન વિવેક સિદ્ધ કર્યા.અને માટે જ ગંગાસતીને સૌરાષ્ટ્રની મીરાં નહિ સવાઈ મીરાં કહેવામાં આવે છે. 
       જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સતીએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી.આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા ભકિતના રંગે અનેક લોકહૈયા રંગાયા હતા.
વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે
પાનબાઈ નહીતર અચાનક અંધારા થશે જી,
જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ,
એકવીસ હજાર છસોને કાળ ખસે જી…
        શાસ્ત્રોના વચનો તથા અનેક વિચારકોના તત્વચિંતનને સુપાચ્ય તથા સરળ બનાવીને આ પાનબાઈએ એમની સરળ ભાષામાં થોડામાં ઘણું સમજાવી મુક્યા જાણે દુનિયાના બધાજ ધર્મમાં ગ્રંથોનું જ્ઞાન ભજનમાં સમેટી મૂકી દીધું. ઉપરની આ પંક્તિઓ જયારે જયારે સાંભળું કે વાંચું ત્યારે થાય છે જીવન એક વીજળી ના ચમકારા જેવું છે અંધકારમાં ક્યારે ભળી જશે તેની ખબર નથી.સામાન્ય રીતે માણસ દર મિનિટે પંદર સ્વસો શ્વાસ સેવતો હોય છે. આ ગણતરી પ્રમાણે એક દિવસના એકવીસ હજાર છસો શ્વાસોશ્વાસ લે છે..કેવડી  મોટી વાત ? અને એમણે સરળતાથી જીવનનું મહત્વ ગળે ઉતારી દીધું.એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થયા વગર રહેતી નથી.
      ગંગાસતીએ ભજનો દ્વારા પાનબાઈ ને સાધુસંતો ના લક્ષણો,ભક્તિ માર્ગ,અહ્મથી થતો નાશ,ગુરુનો મહિમા વગેરે બાવન દિવસમાં નવી નવી રચના કરી પાનબાઈ ને સંભળાવતા અને સમજાવતા.ગંગાસતી ને પુત્રવધુ પણ એવી મળી જે સતીના પંથે ચાલી.ધન્ય છે આ ટ્રિપટી આત્મા ને…. અને બાવન દિવસમાં તો આઘ્યાત્મિક શિક્ષણ પૂરું થયું અનેક સંતો ભક્તોની હાજરીમાં,ચોપ્પન જેટલા ભજનો પુરા કરી,સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું……ત્યાર બાદ પાનબાઈએ પણ ગંગાસતીના શરીરના ત્યાગ પછી ત્રણ દિવસ બાદ શરીરનો ત્યાગ કર્યો. જાત તરફની જાત્રાનું મહત્વ આ સતીએ ગાયું અને સમજાવ્યું …સંસાર વચ્ચે રહ્યાં અને ઉજળા જીવનના આદર્શોની સ્થાપ્ના કરતાં ગયા …સવાસો વર્ષના વ્હાણા વીતી ગયા પણ હજુ ગંગા સતીના ભજનો તો અનેકના કંઠમાં જીવિત છે. આજે પણ તેમની કાળજયી રચનાઓ સમાન આદર ભાવથી અનેક લાકેો સાંભળે છે.આ ભવ્ય વારસાની અનેક વાતો આજે પણ એટલીજ પ્રચલિત છે.મારા બા આ ભજનો ગાતા આને હું પણ ગાઉં છું અને મારી દીકરી આ ટાઈપ કરતા રસથી સંભાળે છે.
સંતવાણી કે ભજનવાણી એ આપણાં સાહિત્યનો એક મહત્વનો તથા સત્વ ધરાવનારો પ્રવાહ છે. આથી આ સાહિત્યનું તેના શૂધ્ધ સ્વરૂપે જતન થાય તે જોવાની આપણી ફરજ છે.
વસુબેન શેઠ
અહી ભજન સાંભળો -http://www.mavjibhai.com/bhajan/034_vijaline.htm

૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ

નિર્ણય

વસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી ..
બસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે મુક્તતાનો અનુભવ કરાવતા હતા..કામ કરું છું તો હવે હું મારી મરજીની માલિક.અને તેનું મન વિચારે ચડ્યું ,..
 બાપુજી ભણતરને ખુબ મહત્વ આપતા ,ભાઈ તો ભણ્યો ,પણ અમને બન્ને બહેનોને પણ ભણવાની છૂટ હતી,મારા માં પણ મેટ્રીક સુધી ભણેલા હતા. આજ થી ૭૦ વર્ષ પહેલા ભણેલી સ્ત્રીને  સ્કૂલમાં નોકરી મળી જતી,તેઓએ પણ નોકરી કરેલી,એમનો ઉદ્દેશ એકજ હતો હું મારી બન્ને દીકરીઓને  ભણાવું જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પગ ભર ઉભા રહી શકે,અમે બન્ને બહેન અને  ભાઈ બેન ગ્રેજ્યુએટ થઈ ગયા,મને બેંક માં નોકરી પણ મળી ગઈ.
થોડા સમય માં મારા લગ્ન થયા,બધું બદલાઈ ગયું ,ઘર માં સાસુ ન્હોતા ,કાકીજી નું રાજ હતું,તેમને હું નોકરી કરું તે ગમતું ન્હોતું,મારા પતિ ને વાંધો નોહ્તો,પણ કાકીજી નારાજ રહેતા,ઘરનું કામ કરવા છતાં, એમને ખુશ રાખવા  મુશ્કેલ હતા.
 નોકરીએ જતા પહેલા અને પાછી આવું ત્યારે કામ ના ઢગલા રેડી હોય,થોડો સમય નીકળી ગયો,પણ બાળકો થયા પછી તકલીફ નો પાર ન રહ્યો,અને ઉપરથી  જતીન નો સ્વભાવ ગુસ્સા વાળો એટલે થોડા થોડા સમયે નોકરી છોડી દેતા,જેથી મારે નોકરી છોડાય તેમજ નોહ્તું,જતીન ના માએ નાનપણથી એવાજ સઁસ્કાર આપ્યા હતા કે છોકરાઓ માટે ઘર નું કામ નથી,ફક્ત આર્થિક જવાબદારી એ લેતા.
બસના કનડેકટરના કડાકેદાર અવાજે વસુને વિચારોમાંથી  જગાડી દીધી -ટીકીટ ..બહેન છુટા આપો ..હમ…આવા ને આવા હાલ્યા આવે છે.જાણે હું મફત મુસાફરી ન કરતી હોઉં..પર્સમાંથી છુટા ભેગા કરી આપ્યા..અને મન ફરી ફરથી એ કડાકેદાર અવાજ સાથે જોડાઈ ગયું.જતીનનો આવાજ પણ આવો જ ..
ઘરે આવતાની સાથે એક પછી એક હુકમ છૂટે,”પાણી આપજે ”,”પેપર ક્યાં મૂક્યું છે ,મારે વાંચવાનું બાકી છે,પછી જમવા બેસીશ ,”
હું પણ કામથી આવતી,બાળકોને સ્કૂલમાંથી લાવીને દૂધ નાસ્તો આપીને રસોઈની ત્તયારી કરવાની સાથે સાથે બાળકોને હોમવર્ક માં પણ મદદ કરવી પડતી,જતીન તો પેપર માંથી માથું ભાર કાઢે નહીં,સવાર ના  પાંચ થી રાત ના બાર વાગ્યા સુધી કામ કરું પણ કામ ખૂટે નહીં,હું ઘણી વખત કંટાળી ને નોકરી છોડવાની વાત કરું,એટલે જતીન મારા પર ગુસ્સે થાય ,”શું ઘર માં રહી ને ગામ પંચાત કરવી છે કે પછી બેનપણીઓના ઘર ગણવા છે ,”
હું સમજી જતી કે જતીન મને નોકરી કરવા શા માટે આગ્રહ રાખે છે,રોજ સિગરેટ જોવે ,સાંજ પડે ડ્રિંક્સ જોઈએ અને અપટુડેટ કપડાં,એમનું ખર્ચાળ જીવન હતું,સતત એક ભય નીચે હું જીવતી,સ્વભાવ ને લીધે જતીન ની નોકરી ક્યારે જતી રહેશે તો ?મારા નણંદ આ જાણતા હતા તેથી તેઓ મને મદદ કરવા  આવી જતા ,સરકારી નોકરી એટલે વાર તહેવારોની રજા મળતી ,ત્યારે મને ઘણી રાહત રહેતી,
મારા નણદ જયારે આવતા ત્યારે જતીન ને ઘણું સમજાવતા પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી ,પછી હતા તેવા ને તેવા,મને પણ મારા નણદ ની મદદ ની આદત પડવા લાગી હતી જે તદ્દન ખોટું હતું,એમની પણ ઉંમર થઈ હતી ,લોકો પર આપણે કેટલું નિર્ભર રહેવાનું,મીઠા ઝાડ ના મૂળિયાં ના ખવાય,એક દિવસ જતીને ઓફિસ નો ગુસ્સો ઘેર આવીને મારા પર ઉતાર્યો,અને તે દિવસે હું પણ અકળાઈ ગઈ,મારા થી બોલાઈ ગયું,”નોકરી કરું,ઘર નું કામ કરું,છોકરાની જવાબદારી પણ હું સંભાળું ,કેટ કેટલું કરું ?”
 ટુક સમયમાં  જતીન પણ જોબ વગર ના ઘર માં બેઠા, તેનો આકરો સ્વભાવ બધે આડો આવતો ,અમારા વચ્ચે મત ભેદ વધવા લાગ્યા,તે દિવસે શું થયું કે હું પણ હઠે ચડી,”,મારે પણ નોકરી નથી કરવી,”
મેં એને સંભળાવી દીધું ”જે થવાનું હશે તે થશે,”
જતીન ગુસ્સામાં બોલી પડ્યા ,”તો નોકરી છોડી દે,”મેં શબ્દો પકડી લીધા અને બીજે દિવસથી એક મહિનાની રજા પર ઉતરી ગઈ.જતીન ને એમ કે મેં નોકરી છોડી દીધી.હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ જતીનના  માથે વધવા લાગ્યો. અમારી  બન્ને  વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. બાળકો ગભરાઈ જતા …ધર ખચઁનો બોજ હળવો કરવા માટે હું  બીજાના કામ કરતી, ક્યારેક સાડીમા ટીકી ટાકવી.. વગેરે ..આમ જોઈએ તો આવા ન ગમતા કામો કરવાની ફરજ પાડવામા આવી હતી .  હું હવે કંટાળી ગઇ હતી .
હવે ઘરમાં પૈસાની અછત વર્તાવા લાગી,ભગવાનનો પાડ માનો કે  જતીન પોતાને ગમતી નોકરી શોધવા માંડ્યા, જતીન ના ગ્રહ હમેશા સાથ આપતા જતીન ને સારી જગ્યાએ જોબ મળી ગઈ,નોકરી તો બધી સારી હતી પણ આતો એમને ગમતી નોકરી મળી એટલે તેમના સ્વભાવમાં  ફેરફાર દેખાવા માંડ્યો. પણ સાથે  ચિંતા થવા લાગી ,આટલા વર્ષોમાં ન અનુભવેલું જોઈ ને પેટ માં ધ્રાસ્કો પડતો.
જ્તીનનો ગુસ્સો તો જાણે ક્યાં ખોવાઈ ગયો ,ઘેર આવે તો પોતાનું કામ જાતે કરી લેવાની કોશિષ કરતો ,શા કારણે સ્વભાવ માં ફેરફાર આવ્યો હશે તે તો ઈશ્વર જાણે,મને હજુ પણ વિશ્વાસ આવતો નહતો બીજી તરફ આ ભય મને સતાવતો ,કે જતીન નોકરીમાં કેટલો વખત ટકશે? આમ જોવા જઈએ તો મને  નોકરી કરવી ગમતી,  ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું ?  સવાર ના ફ્રી સમય માં શું કરું ? મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો ?આવા અનેક સવાલ મને ઘેરી વળતા.
મેં તે દિવસે હિંમત કરી જતીનને સમજવાની કોશિશ કરી  “હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે તું દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ  ધરની જવાબદારી અને  ખચઁ સાથે ઉઠાવીએ  તો કેમ ? આ વાતનો નિર્ણય  તું અને હું ભેગા મળીને કરીએ તો આપણને કોઇ મુશ્કેલી નહિ પડે.અને મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા મારી નોકરીની રજા પૂરી કરી, ફરી શરુ કરી. અને આજે ઘણા વખતે ખુલ્લી બસની બારીમાંથી આવતા પવનમાં મુક્તિનો શ્વાસ અનુભવ્યો.
વસુબેન શેઠ

તરુલતા વાર્તા સ્પર્ધા-(23)જી મોર્ડન થયા -વસુબેન શેઠ

આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

 
જી મોર્ડન થયા …         

 જી આજે ઉદાસ હતા.પ્રેમ થી નાની ને બધા જી કહેતા.આજે જી ના ચાહિતા મહેમાન હતા પણ જી ઓરડામાં એકલા બેઠા હતા.થોડા અકળાયા હતા.હું એમનો હાથ પકડીને બહાર લાવીને બધા સાથે બેસવાનો આગ્રહ કર્યો। જી વાતોડિયા હતા,પણ આજે શું થયું?જી ચૂપ છે.કોઈ ફોનમાં વ્યસ્થ છે તો કોઈ આઈ પેડમાંથી ઉંચુ જોતા નથી.પૌત્ર પુત્રી ઓ નું ટોળું નીચે આવ્યું અને ટીવી માં રમત રમવા લાગ્યા,જી થી રહેવાયું નહિ અને તાડુક્યા,

“આ જમાનામાં લોકો વાતો કરતાજ ભૂલી ગયા છે.કોઈ જી ની ખબર નથી પૂછતું,કોઈ ને મારી પાંસે બેસવાનો પણ વખત નથી.”અરે ઝંખના તું ભણવાનું મુકીને આશું રમત કરે છે ?

જી હું રમત નથી કરતી મારું હોમવર્ક કરું છું. હોમવર્ક તે તારી ટીચર ક્યાં છે ? જુ ઓ દાદી આ સ્કાઇપ પર ટીચર મને મેથ્સ શીખવાડે છે.

અને જી જોઈ રહ્યા વાહ ! સાલું આતો નવું શીખ્યું તેઓ એક કલાક ત્યાં બેસી જોતા રહ્યા ઝંખના એ હોમવર્ક કરી લીધું એટલે આવીને જીને વળગી પડી. જી મેં હોમવર્ક કરી લધુ !”જી ચાલો તમને આઈ ફોન પર એક રમત રમતા શીખવાડું।”

જી એ છણકો કર્યો અને કહે ,”આ ઉંમરે હવે હું રમત રમવાની?”

ઝંખના પણ હઠે ચડી,મનમાં વિચાર્યું કે જી ને આજે રમત શિખવાળી ને જ છોડુ.એણે જી ને બે ત્રણ રમત આઈ ફોન પર શીખવાડી ,જી હોશિયાર ,થોડીવારમાં શીખી ગયા.પુત્રી જી ને ફોન આપીને ટીવી માં રમત રમવા લાગી,થોડી વાર પછી પુત્રીએ પાછું વળી ને જોયું તો જી ગુમ.પુત્રી જી ના ઓરડામાં ગઈ.જી તો રમવામાં એટલાં બધા મશગૂલ હતા કે કોણ આવ્યું ગયુ તેની ખબરજ ન રહી.જી હવે નિત્ય ક્રમ પરવારીને ફોન લઈ ને બેસી જતા.જી ખુશ હતા.ફક્ત રમતજ નહીં,પણ એમના ભજન,સ્તુતિ,વ્યાખ્યાન બધુ જ ઓરડામાં બેઠા બેઠા સાંભળવા લાગ્યા।ઈયર ફોન પણ લાવી આપ્યા જેથી સરખું સંભળાય, અને ઈન્ડિયાની બહેનપણીઓ સાથે કલાકો વાતો કરતા.. પોતે શું કરે છે અને શું આવડે છે ?આમ તો ભાવ મારતા કહી શકાય..  એક વાર તો એકભાઈ ને લાંબુ લચક લેકચર આપ્યું. કે આજના આ આધુનિક જમાનામાં આઇપેડ, કોમ્પ્યુટર,આઈફોન વાપરવું જરૂરી છે.કોઈ પણ પ્રશ્નનો જવાબ તરત મળી જાય.ઘેર બેઠા ભણી શકાય ,નોકરી કરી શકાય,વાનગીઓ બનાવી  શકાય,અરે તમે જે વિચારો તે કરી શકો.અરે તમારા બેન્ક ના ધક્કા ઓછા થઇ જશે.આ બધી સગવડતાને લીધે લોકો વધારે વિકાસ પણ સાંધે છે.

પણ પેલાભાઈના મગજમાં આ વાત ન પેઠી ,થોડા જુનવાણી ખરાને કહેના આપણા જેવું કામ થોડું મશીન કરી શકે..બહેન ઉપરથી ખોટા ખર્ચા.

પણ જી એમને સમજાવતા અને કહ્યું તમે ઘરે એકલા રહો છો કોઈવાર અચાનક જરૂર પડે તો શું કરશો ?આ સાદો ફોન રેફ્રીજેટર અને ગેસના ચૂલાને તમે અપનાવ્યાને! એરોપ્લેન  મુસાફરી કરો છો ને ? પણ સ્વીકારતા નથી કે રોજબરોજની જિંદગીમાં ટેકનોલોજીના ફાળો છે. તો હવે આ નવા ફોન સાથે મૈત્રી કેળવો ..કોઈવાર આચાનક કામ આવશે.એક બટન દબાવતા બધું થઇ જશે.અચાનક માંદગી આવે તો ભોંપું ભોંપુ કરતી એમ્બ્યુલન્સ આવી જાય.અને તમારા દોસ્તો  સાથે સ્કાઇપ પર વાતો થાય.

પેલા ભાઈ પણ જી સાથે સવાલ અને ચર્ચા કરતા પણ બેન અમેરિકાના બાળકને કોમ્પ્યુટર નેટવર્ક સાથે કામ પાર પાડતા આવડે છે પણ પડોશીના બાળક સાથે રમતાં નથી આવડતું એનું શું ?ટેકનોલોજીએ કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે ?. કેટલાકે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, કેટલાકે દુરપયોગ કર્યો.

અને જી એમે વાત ને છોડે ફરી પોતાનો મુદ્દો નાખ્યો ટેકનોલોજી પાછળનો મૂળ આશ્રય છે સગવડતાઓ વધારવી છે, એને તમે કેમ ભૂલી જાવ છો ?સતત ભુતકાળની ભુતાવળમાં ક્યાં ભટક્યા કરો છો ?વિજ્ઞાન અને જ્ઞાનને બાંધી રાખવાનો પ્રયત્ન કર્યા કરો છોને  અને એ જ તમારા ઘરમાં ધર્ષણમાં થી અશાંતિનો ઉદભવ થાય છે લ્યો ત્યારે આવજો કહી જીએ ફોન મુકો દીધો.

જી ની ૭૧મી વર્ષગાંઠ આવી. જીને બધાએ મોટા સ્ક્રીન વાળો ફોન ભેટ આપ્યો,મોટા ભાઈએ જી ને કોમ્પ્યુટર પાસે બેસાડી ને એમના સગાસંબધી અને ઓળખીતા ને ભારતમાં ફેસટાઈમ કર્યો,જી તો ખુશ ખુશ થઇ ગયા.જી ને થયું દુનિયા કેટલી નાની થઇ ગઈ છે.જયારે જેને મળવાનું મન થાય ત્યારે મળી શકાય.

નવી વસ્તુને અપનાવાની અને સહજ રીતે સ્વીકારવાની જી ની આ વાત જ સૌને ઘરમાં ગમતી, જી નાનકડા ગામમાં થી આવ્યા જરૂર પણ પરદેશ આવ્યા પછી જેવો દેશ તેવો વેશ એમ કહી બધું સ્વીકારતા. પોતે આધુનિકતા ને અપનાવતા અને બીજાને સમજાવતા માથે ઓઢી સાડી પહેરતા જી જાણે મોર્ડન થઇ ગયા.  પણ હવે જી આખો દિવસ ફોન સાથે એક જગ્યાએ બેસી કૈક ને કૈક કરતા. ઈલેક્ટ્રોનિક્સનું બહુ મોટું મોજું જી ની જીંદગીમાં આવ્યું. જીના  સીત્તેરમાં  વર્ષમાં જાણે જીવન બદલાઈ ગયું. એમને અમેરિકામાં નવું જ વાતાવરણ મળ્યું કે તેણે જીવન વિષે વિચારવાની એમની દ્રષ્ટી જ બદલી નાખી….

પણ જી ચાલવાનું ભૂલી ગયા. ઉમર સાથે શરીરને પણ વાળવું પડે સાંધાનો દુખાવો જી ને થતો કારણ પગ હવે અકળાયા…

“કોઈ મારા પગે બામ ઘસી આપો.”

જવાબ ન મળવાથી લંગડા લંગડા બહાર  આવ્યા તો ઘર માં કોઈ ની હાજરી નહી.બધા જીમમા ગયા હતા.જીએ ઝંખના ને કહ્યું મને બામ લગાવી આપ તો ?

ઝંખનાને આવડે તેવું કામ કર્યું, બામ લગાડતા બોલી દાદી તમે પણ જીમમાં જાવ તો પગ નહિ દુખે..ત્યારે દાદીને એક વાત નો અહેસાસ જરૂર થયો આજના કમ્પયુટર અને ટેક્નોલોજીના આ યુગમાં બેઠાડું જીવન થઇ જાય છે.  માનવ જીવનની શૈલી બદલી નાખી છે અને બદલાતી રહેશે. યંત્રો … રાખવા  હોય તો નિયમિત રીતે પ્રકૃતિની સમીપે રહી તે અનુસારનાં કાર્યો પણ કરવાં જોઈએ. એટલે ઘરના બગીચામાં દાદી પોતાના પગ છુટા કરવા ગયા પણ હા  ઈયર ફોન કાનમાં લગાડી ને !

વસુબેન શેઠ.

                 

બાળવાર્તા -(૮)મુખડું -વસુબેન શેઠ

જ્ઞાન સાથે ગમ્મ્ત આપે એવી દાદીમાની વાર્તાઓ હજુ પણ જીવિત છે.મારા બન્ને પૌત્રો શનિવારે એમના મિત્રો સાથે મારી પાસે અચૂક વાર્તા સાંભળે।મુખડું એમની મનપસન્દ વાર્તા ,
એક ગામમા પતિ પત્ની રહેતા હતા ,નદીને કિનારે નાળિયેરના ઝાડ નીચા નાનું ઘર હતું,સાધારણ પરિસ્થિતિ હતી પણ આનંદમા રહેતા હતા,નાળિયેરી પર ઘણા નાળિયેર આવે,પત્ની જોઈ જોઈ ને ખુશ થાય,થોડા સમય માં બાળક આવ્યું,રૂપાળું ગોળ મટોળ તેથી એનું નામ ગટ્ટુ રાખ્યું,દિવસે દિવસે ગટ્ટુ મોટો થતો ગયો,માં બાપ ની છત્ર છાયા મા ખાતો પીતો ચાલતો થઈ ગયો,મને હવે કામ કરવા જવું પડતું હતું ,એટલે માં બાપ જયારે કામ પર જાય ત્યારે ગટ્ટુ નદીકિનારે આખો દિવસ એકલો રમતો,નાનપણથીજ એકલો રમતો અને ફરતો એટલે ખુબજ બહાદુર થતો ગયો ,નદી કિનારે જાળી માં એક નાનું શિયાળ નું બચ્ચું અને વાઘનું બચ્ચું સાથે રમે,એક બીજા સાથે રમતા જોઈ ગટ્ટુ ને પણ એમની સાથે દોસ્તી કરવાનું મન થયું,થોડા સમયમાં ત્રણે પાક્કા દોસ્ત બની ગયા,જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ બધા મોટા થતા ગયા અને દોસ્તી પણ ઘટ થતી ગઈ,નદી પણ દોસ્ત બની ગઈ,ગટ્ટુ નું મોઢું મોટું થતું ગયું,તેથી એના દોસ્તો એને મુખડું કહેતા,એક દિવસ ગટ્ટુ ની માં ગટ્ટુ ને રોટલો ખવડાવતા બોલી ,મને પણ તને સારા કપડાં,સારું ખાવાનું,સારું રહેવાનું,આપવાનું મન થાય છે પણ બાજુના ગામના શેઠે આપણું બધુજ ધન લઈ લીધું તેથી અપને ગરીબ થઈ ગયા,તેજ દિવસથી ગટ્ટુએ નક્કી કર્યું કે હું મારા માં બાપ નું ધન પાછું મેળવીશ,ગટ્ટુ નદી કિનારે વિચાર કરતો હતો એટલામાં શિયાળ અને વાઘ આવ્યા,અને કહે મુખડું ચાલ આપણે રમીયે,પણ મુખડું વિચારમાં હતો બન્ને દોસ્તો એની બાજુમાં બેસી ગયા ,બન્ને દોસ્ત કહે ,મુખડું અમે તારી કોઈ મદદ કરીયે ,મુખડું બન્ને દોસ્ત ની વાત સાંભળીને અંન્દમાં આવી ગયો,દોડતો માં ને કહે ,હું કાલ સવારે બાજુના ગામમાં જઈ ને  શેઠ પાસે તમારો હિસાબ માંગીશ,ગટ્ટુ બહાદુર હતો એટલે માને થયું કે મારો ગટ્ટુ જરૂર કઈ કરશે,હોંશે હોંશે ભાથું બાંધી આપ્યું,ગટ્ટુ ભાતું લઈને ચાલતો થયો,શિયાળ અને વાઘ બન્ને પણ નદી કિનારે બેઠા હતા,મુખડું વાઘ ,શિયાળ ને સાથે કેવી રીતે લઈજવા એનો વિચાર કરવા લાગ્યો નદી પણ કેવી રીતે ઓંળગવી એટલામાં વાઘે નદીમાં છલાંગમારી શિયાળે મુખડુને પાછળથી ધક્કો માર્યો ,મુખડું સીધો વાઘની પીઠ પર ,નદીએ પણ વહેણ શાંત કરી દીધું,સામે પાર તો પહોંચી ગયા પણ દોસ્તોને કેવીરીતે ગામમાં લઈ જવા,એટલામાં મુખડુને બગાસુ આવ્યું,બન્ને દોસ્તો ફટ કરતા મોઢામાં ગોઠવાઈ ગયા,મુખડુને હિંમત આવી ,સીધા શેઠ ને ત્યાં પહોંચી ગયા,શેઠ પાસે ધનની માંગણી કરી એટલે શેઠ ને ગુસ્સો આવ્યો,અને મુખડુને જન્ગલી કૂકડાના પીંજરામાં પુરી દીધા,મુખડુ એ મોઢું ખોલ્યું અને શિયાળે તરાપ મારી ,કુકડા પીંજરું તોડી ને ભાગી ગયા,શેઠ ને ખબર પડી કે મુખડું બચી ગયો છે એટલે એને વરુ ના પિંજરામાં પુરી દીધો,ત્યાં તો વાઘ ભાઈ નીકળ્યા અને વરુ પર તરાપ મારી ,વરુ પણ ભાગી ગયા,શેઠને ખુબજ ગુસ્સો આવ્યો,મુખડુને નદી કિનારે ઘાંસ  ની ઝૂંપડીમાં બાંધી દીધો અને ઝૂંપડીને આગ લગાડી ,ત્યાં તો નદી ઉછળી ને આગ ઓલવાઈ ગઈ,શેઠે હરિ ને કહ્યું તને એક શરતે ધન આપું,તારા હાથમાં જેટલું માય તેટલુંજ તારે ધન લેવાનું ,જા ભંડારમાંથી લઈ લે ,મુખડું ભંડારમાં ગયો,ધન જોઈ ને આખ પહોળી થઈ ગઈ,એણે તો મોઢા માં જેટલું માય તેટલું ઠાલવી દીધું પછી હાથમાં જેટલું માય તેટલું મૂંગા મોઢે શેઠ ને બતાવી ને નદીને કિનારેદોડી ગયો ત્યાં એના દોસ્ત એની રાહ જોઈ ને ઉભા હતા,વાઘ પર સવાર થઈ ગયો,શિયાળ પણ પાણી માં કૂદ્યો અને ત્રણે જણ નદીના સહારે સામે પાર પહોંચી ગયા,ગટ્ટુ માં ને ઇશારાથી કહે મને ઊંધો લટકાવ ,માં એ ઊંધો લટકાવ્યો ,ખનનખનન કરતું ધન બધું મોઢામાંથી નીકળ્યું,માં બાપ તો ગટ્ટુના પરાક્રમ થી ખુશ થઈ ગયા,આ બાજુ શેઠ ને ખબર પડી કે ધન ઘણું ઓછું થઈ ગયું છે એટલે ચારે બાજુ માણસો મુખડુને પકડવામાટે ગયા પણ મુખડું નો ક્યાંય પત્તો ના લાગ્યો ,
 બાળકો આવા બહાદુર થવાનું અને આવા મિત્રો હોવા જોઈએ,ખરા સમયે આપણને મદદ કરે ,ચાલો ત્યારે રજા આપો, 
                                             
  વસુબેન શેઠ 

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(12) વસુબેન શેઠ ,

દુવિધા 

કરસનકાકા નાનપણ થીજ અમારું દયાન રાખતા,કદાચ એમની હાજરીમાંજ અમારો જન્મ થયો હશે ,
ખુબજ સંભાળ રાખીને અમને ઉછેરીને મોટા કર્યા,અમારા જન્મ પહેલાતો ઘણાને ઉછેરીને મોટા કર્યા 
હશે,કરસનકાકા ખુબજ દયાળુ ,પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા,આખો દિવસ ધીમે ધીમે કામ કર્યા 
કરે.સમયસર બધાને ખોરાક આપવો ,પાણી આપવું ,ક્યારે પણ ચુકતા નહીં। અમારો પરિવાર પણ ઘણો મોટો હતો.ઘણા વડીલો,જુવાનો અને ભુલકાઓ હતા.શિયાળામાં અમે ઠરી ના જઈએ ,ઉનાળામાં અમે 
સુકાઈ ન જઈએ અને ચોમાસામાં અમને રોગ ના લાગે તેની કરસનકાકા ખુબજ ધ્યાન રાખતા,પોતાના પરિવારની જેમ ઉછેરતા। 
હવે તમને હું સાચો પરિચય આપું,કરસનકાકા માળી છે અને હું એમનો બગીચો ,હું,બગીચો તમને માળીકાકા ની વાત કરું છું ,માળીકાકા હંમેશા અમારી સાથે વાતો કરે ,ભજન પણ સંભળાવે ,કયારેક 
ઉદાસ હોય ત્યારે એમના સુખ દુઃખ ની પણ વાતો કરે,અમારાથી બને તેટલી એમને હૂંફ આપવાનો પ્રયત્ન કરીયે,માળી કાકા આવે એટલે એમના શ્વાસોશ્વાસમાં અમે ભળી જતા,સવાર પડે એટલે એમને જોવા માટે અમે તલસી રહ્યા હોઈયે ,અમારે કુદરતની સાથે ઘણું જોડાણ,જેટલો મોટો અમારો પરિવાર તેટલું સુખ અમે લોકોને આપી શકીયે,વરસાદ પણ અમારાથી ખેંચાઈ ને આવે,ઉનાળામાં અમારા થકીજ શીતળ વાયુ વહે,શિયાળામાં અમેજ ઠડી વહેતી મુકીયે ,પણ કોઈ કોઈ વાર લોકોની ઈચ્છા પુરી કરવા અમે મુશ્કેલીમાં મુકાઈ જઇયે છે ,
કરસનકાકા ને બે દીકરીઓ ,ખુબજ સંસ્કારી,હોંશિયાર અને સુંદર,બન્ને દીકરીઓને સારા સંસ્કારી કુટુંબ માં પરણાવી,એકને ખેડૂતને ત્યાં પરણાવી અને બીજી ને કુંભારને ત્યાં પરણાવી ,કરસનકાકાના માથેથી બોજો ઉતરી ગયો ,ઘણા સમય થી બન્ને દીકરી ના કોઈ વાવડ ન હોવાથી કરસનકાકાને થયું લાવ ને ખબર કાઢી  આવું ,મોટી દીકરી ને ત્યાં ગયા અને પૂછ્યું કેમ બેટા સુખી છેને ,દીકરી કહે હા,બાપુ ખેતી સારી ચાલે છે બીજ હમણાંજ રોપ્યા છે, બસ પંદર દિવસમાં જો વરસાદ પડે તો લીલા લહેર ,બાપુ આશીર્વાદ આપો કે વરસાદ પડે,બાપુ ખુશ થઈ ને બોલ્યા તારી આશા પૂર્ણ થાવ,હવે નાની દીકરીને ઘેર જવાનો વખત આવ્યો,દીકરીના હાલ ચાલ પૂછ્યા ,દીકરી કહે ,બાપુ હમણાંજ બધા ઘડા ઘડી ને તાપ માં તપવા માટે મુક્યા છે,બસ બાપુ પંદર દિવસ જો વરસાદ ના પડે તો લીલા લહેર છે ,બાપુ ખુબ ખુશ થયા,અને આશીર્વાદ આપ્યા કે તારી માનો કામના પૂર્ણ થાવ,માળી કાકા નો હવે ઘેર જવાનો સમય આવી ગયો ,
રસ્તામાં વિચાર કરે છે ,બન્ને દીકરીઓને આશીર્વાદ તો આપ્યા પણ જો વરસાદ પડશે તો નાની દીકરી દુઃખી થશે,જો વરસાદ નહીં પડે તો મોટી દીકરી દુઃખી થશે,હવે શું કરવું મેં તો બન્નેને આશિષ આપ્યા,જોઈએ કુદરત નો શું ન્યાય છે ,
પણ એક વાત કહું ,જો,તમે મનુષ્યો અમારો પરિવાર જેટલો વધારશો તેટલા તમે ફાયદા માં છો,તો અમે પણ કુદરત ને ફેરવી શકીશું અને તમારી મુશ્કેલીઓ દૂર કરીશું,,,,વિચારી જો જો 
 
                                                                                     વસુબેન શેઠ ,

માઈફ્રોફીક્ષન વાર્તા-(61)-નાનીમા-વસુબેન શેઠ. – 

નાનીમા આજે આવવાના હતા,ઘર બરોબર સાફ થઈ ગયું, નાનામાં આવે એટલે બધાના મુખ પર આનદ છવાઈ જાય ,માં આ વખતે લાંબો સમય રહેવાના હતા,નાનીમાને પાન અને ચાની ટેવ,રોજ પાન વાટીને આપવાનું,સાંજ પડે એટલે એમની હાક પડે,ચાલો છોરાઓ મંડો પલાખા ગોખવા,

નાનીમા રોજ સાંજે ચા પી ને જાગે અને અમને બધાને પલાખા ગોખાવે,જ્યાં સુધી તેઓને ઊંઘ ના આવે ત્યાં સુધી અમારે જાગવાનું ,
એક દિવસ મને નવું કરવાનું સુજ્યું,એક પલાખો નાનીમા માટે બનાવ્યો’
ચા એકુચા ,ચા દુલારી ,
ચા તેરી ચાહના,
ચા ચોક વચ્ચે ,
ચા પંચા પાચ દે,
ચા છક્કા છોડે,
ચા સત્તા તેરી,
ચા અઠે દ્વારકા,
ચા નવા તેજ દે,
ચા દશા બોળે,
પલાખાવાળો કાગળ નાનીમાના હાથમાં મુકીને હું સુવા જતી રહી ,
સવારે નાનીમાને પગે લાગીને નિશાળે જતા મને થયું ,હમણાં નાનીમા કઈક બોલશે,પણ હમેશની જેમ ‘ખુશ રહો’ જોર થી બોલ્યા,
સાંજ પડી એટલે બધા તૈયાર હતા કે હમણાં નાનીમા સાદ પાડશે ,
પણ આ શું —————
નાનીમા તો નિરાતે ઊંઘી ગયા હતા.કેમ?;;;;;;
પણ ચા નું શું?
 
                                                                      વસુબેન શેઠ. 

કેસુડાં નો રંગ. -વસુબેન શેઠ –

 

             પાણીમાંતો પલાળ્યો કેસુડો ,
             રંગતો બન્યો એનો કેસરિયો પીળો,
             રંગ જોઇને બાવડી ભાન ભૂલી,
             પિચકારી ભરી અનાથાલય ચાલી ,
             બાળકો સાથે એ પણ રંગાઇ ,
             ખોબો ભરીને ખાધી ધાણી ,
              ભોળા ચહેરા સાથે થઈ ગઈ ઉજાણી,
              છોડી દીધા ઊંચ નીચના ભેદ ઘણા,
              ભેટી પડી ને દુખણા લીધા તણા ,
               બાળકો સાથે બે ઘડી આનદ માણ્યા,
               બની ધન્ય અને સમેટી લીધા સુખ દુખ ના તાણા વાણા ,
                                                                          વસુબેન શેઠ।

ઉપાડી કલમ બેઠકમાં-વસુબેન શેઠ

00e4764f-8e36-4342-8b17-bf3b7d7b196e

 

 

મારા જીવન માં ઘણી સુખ સુવિધા હતી છતાં પણ ક્યાંક એક ખૂણામાં ખાલી પણું લાગતું હતું, મારી ગાડી નું એક પૈડું છુટું પડી ગયું હતું,ધીમે।ધીમે,એકલતા વધતી જતી હતી, જીવવાની જીજ્ઞાશા જાણે મરી પરવારી હતી  એનું  મુખ્ય કારણ મારા પતી નો સહકાર,અદભૂત હતો;હિમ્મત આપનાર કોઈ ન રહ્યું,વર્ષોના વાહણા વીતી ગયા ,જે એમનું પીઠ બળ હતું એ મારી તાકત હતી,મારું ગાવાનું,રંગ.મંચ, પર ભૂમિકા ભજવવાનું ,લખવાનું બધુજ ભુંસાઈ ગયું હતું,સાચું કહું  તો માનસિક રીતે હું પાંગળી થઈ ગઈ હતી,

   એક દિવસ સિનયર સેન્ટર માં સ્વાતંત્ર દિન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, મને એ વિષય પર બોલવાનું કહેલું, હું થોડી ઘરે થી તેયારી કરી ને આવી હતી,અને ત્યાં ભારત ની થોડી જાંખી કરા વી,મિટિંગ પતી ગયા , પછી રાષ્ટ્ર ગીત ગાઈ ને છુટા પડ્યા,પ્રજ્ઞાબેન પણ ત્યાં હાજર હતા,ત્યારે હું એમના બહુ પરિચય માં નહોંતી, એમણે મારો હાથ પકડ્યો અને મને અભિનન્દન આપ્યા,મારી પાસે મારું લખાણ માંગ્યું।મને એમનો પરિચય આપ્યો ,અને તેઓ ગુજરાતી સાહિત્ય માટે શું શું કરે છે તે સંક્ષીપ્ત માં જણાવ્યું,મને બેઠક માં આવવાનું આમત્રણ આપ્યું,સાથે એક વિષય પણ આપ્યો, તો  સારું ,મને આ  વિષય પર થોડું લખવાનું  કહ્યું,પ્રજ્ઞા બેન ની મીઠી વાણી અને એમનું બોલવાનું મારા રોમ રોમ માં વ્યાપી ગયું,જાણે મારું પીઠબળ મને પાછુ મળ્યું,એમના મીઠા આગ્રહ ને કોઈ પણ સંજોગો માં જાકારો કરી શકું તેમ નોહતી,ઘણા સમય બાદ કલમ ઉપાડી એટલે ‘તો  સારું’ અ બે શબ્દોમાં મારો ભય,દુખ,સંતાપ,ચિંતા,બળ,શક્તિ પ્રભુ ને વાર્તા લાપ  રૂપે કરી દીધી ,’તો  સારું’ પ્રાર્થના લખાઈ પણ સારી,પ્રજ્ઞા એ મારો સૂતેલો આત્મ જગાડ્યો,પ્રજ્ઞાની પ્રેરણાથી મને મારું ખોવાયેલું અસ્તિત્વ પાછુ મળ્યું,બેઠકે મારી જીવવાની આશા જગાડી હું ‘બેઠક’ની ઘણી આભારી છુ ,                  

                પેંઠી  બેઠકમાં ,બેઠી  બેઠક માં,ઉપાડી કલમ બેઠકમાં,

                  ઢળી સહી બેઠકમાં,બની ગઈ લેખીકા બેઠક માં ,

ચાંદીના ચમકીલા વાળ -વસુબેન શેઠ,

રોહિણી માંથી રુહી થઈ ગયેલી સરિતા ની દીકરીના બાથરૂમમાં શેમ્પુ,
કન્ડીશનર,વગેરે જાત જાત ના વાળ માટેના સાધનોના ઢગલા હતા,
વાળ સીધા કરવાનું મશીન,ચકલીના માળાની જેમ વાળ ગુથવાનું તો,
હિમાલયના બાવા જેવા વાળ બનાવવા,જેટલી ટી,વી પર જાહેરાત આવતી હશે તેટલા સાધનો માથા માટે રાખેલા,સરિતા રોજ રુહી બાથરૂમમાંથી નીકળે એટલે ચેક કરે કે બધાજ સાધનો બંધ છેને,એને ડર હતો કે શણગાર સજવામાં વાળ બાળી ન નાખે,મગજમાં વિચાર પણ
આવતો કે આ સાધનો થી વાળ વાંકાચૂકા કરવામાં ક્યાંક માથામાં કરંટ
ના લાગી જાય,કરંટ ની વાતતો મગજમા હતી તેમાં એક દિવસ રુહીની ચીસ સભળાઈ,સરિતા ફટાફટ પગમાં રબરના સ્લીપર પહેરી,હાથમાં લાકડી,લઈને દોડી ,ધક્કો મારી બાથરૂમ નું બારણું ખોલ્યું અને વગર વિચારે,લાકડી મારી ને પ્લુગ તોડી નાખ્યો,રુહી વધારે અકળાઈ,આ શું કરેછે,સરિતા બોલી તારી ચીસ એવી હતી કે મને લાગ્યુકે તને કરંટ લાગ્યો હશે,અરે ના મોમ,મારા માથામાં ધોળા વાળ દેખાય છે,હું ઓલ્ડ થઇ ગઈ મોમ,સરિતા રુહીને સાંત્વન આપતા કહે ,ના દીકરા આખા ગામના તેલ અને શેમ્પુ તું વાપરે,જુદા જુદા ગરમ ઠડા ઇલેક્ટ્રિક સાધનો વાપરે તેથી તારા વાળની તાકાત ઓછી થઈ ગઈ હોવાથી તારા વાળ માં ઘડપણ જલ્દી આવી ગયું,જોજે જતે દહાડે ટકલુ ના થઈ જાય,કહીને સરિતા હસતા હસતા બાર નીકળી ગઈ,
લાંબા સમય બાદ સરિતા મને એરપોર્ટ પર ભેગી થઈ ગઈ,કોઈ બેન સાથે વાતો કરતી હતી,એ બેનનો ચહેરો જાણીતો લાગતો હતો,સરિતા ને મેં પૂછ્યું,કોણ છે આ બેન ,સરિતા હસતા હસતા બોલીમારા વાસા  પર ધબ્બો મારી નેકહે   આ તો રુહી છે,મારાથી બોલાઈ ગયું,આ ઇન્દિરા ગાંધી ક્યારથી થઈ ગઈ ,સરિતા કહે જ્યારથી એક બાજુની વાળની લટ સફેદ થઈ ગઈ છે ત્યારથી,અને ત્યાર થી એણે પહેરવેશ પણ બદલી નાખ્યો છે,મારાથી રહેવાયું નહી,મેં પ્રશ્ન કર્યો તો પછી આખું માથું જો ચાંદી જેવું થઈ જશે તો કયો વેશ ધારણ કરશે,
રુહી થોડી દુર બેઠી હતી,કદાચ મારી વાત અડધી પડધી સાંભળી હોઈ કે પછી મારો કટાક્ષ સમજી ગઈ હોઈ તેમ મારી પાસે આવીને કહે ,આંટી હું તો મારા વાળ ચાંદી જેવા ચમકીલા થઈ જાય તેની રાહ જોઉં છું કારણકે ધોળા વાળ ની પર્સનાલીટી જુદી હોઈ છે ,એ વાત થી તો હું પણ સહમત  હતી, વાળ ધોળા હોય તો કોઈ પણ મદદ માટે આવે,હાથ પકડીને બસ માં બેસાડે,બેસવાની સીટ આપે,અડધી ટીકીટમાં ફરવાનું ,હું વિચારે ચડી ગઈ,એટલામાં રુહી એક સ્ત્રી તરફ હાથ કરી ને કહે ,જુઓ પેલા બેનનો ચોટલો કમ્મર સુધીનો કેવો શોભે છે,એક પણ વાળ કાળો દેખાય છે ,કેવા રૂપાળા દેખાય છે ,મારાથી બોલાઈ ગયું પણ આપણો રંગતો પાકો છે,રુહી નું મોઢું બગડયું,થોડીવાર શાંત રહી ને એને હસાવવાનો પ્રયત્ન કર્યો ,મેં કહ્યું રુહી મને લાગે છે કે એણે વિગ પેરી  છે,જરાક એનો ચોટલો ખેંચી જોને,રુહી હસી પડી એટલામાં એ બેનને ખજવાળ આવી ,એમણે આજુબાજુ નજર કરી અને ચોટલો ઉચો કરી ને ખજ્વાડી લીધું,અમારી નજર તો એમના પરજ હતી,મેં સરિતા એને રુહી તરફ નજર ફેરવી,એમે ત્રણે પેટ પકડી ને હસ્યા ,
વસુબેન શેઠ,

 

 

 

 

 

વાર્તા રે વાર્તા -3-વસુબેન શેઠ

હિમ્મતે મર્દા તો મદદે ખુદા 
ઉદય હવે અમેરિકાનો સીટીઝન થયા પછી નિશ્ચિત થઈ ગયો. એમતો ખૂબ સારું ભણેલો અને એક  સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો.પગાર પણ સારો હતો। પણ નોકરી કરતા પોતાની એક કમ્પની હોય એવું સ્વપ્નું સેવ્યું હ્તું જે પૂરું કરવાનો સમય આવી ગયો। પોતાની પત્ની અનિતા ને આ વાત કરી,અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું ,હા ઉદય તું કશું નવું કર ,આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે ,માટે ઘર ની જવાબદારી આપણાથી જીલાશે ,અને ઉદયે પોતાની નોકરી છોડી સ્ટાર્ટઅપ માં ઝ્મ્પ્લાવ્યું ,હવે ઘર ચલાવવાનો બધો બોજો અનિતા પર આવ્યો ,ઉદય તો એકદમ વ્યસ્થ રહેવા લાગ્યો ,એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો ,બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અનેં સાથે સાથે વી,સી ને ફન્ડિંગ માટે મળવાનું ,અનિતા ને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાઓને ભણાવવાના અનેપ્ર્વૃતી માં મુકવા લેવા જવાનું વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્થ રહેવા લાગી ,તેવામાં આ વાતે જુદો વણાંક લીધો ,અમેરિકાની પરિસ્થિતિ ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફન્ડિંગ ની વાત જ જવાદો ,
 
અનિતા ની મુજવણ વધી ,ધાર્યું તું શું અને થઈ ગયું શું ,દિવસે દિવસે અનિતાની જવાબદારી વધતી ગઈ પણ એણે ધિરજ ન ગુમાવી ,ઉદય ને હમેશા હિમત આપતી કે આજ નહી તો કાલે જરૂર સફળતા મળશે,ઉદય જ્યાં જતો ત્યાં એને નિષ્ફળતાજ મળતી,ધીમે ધીમે ડીપ્રેશનમાં જવા લાગ્યો,ઘર માં થોડી ઘણી પણ મદદ કરતો હતો તે પણ બંધ થઇ ગઈ ,જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ જીવન માં અસ્થિરતા અનુભવવા લાગ્યો,
 
અનિતા ની ઓફિસમાં કામ કરતા એક ભાઈ ને કેન્સર થયું તેથી તેણે નોકરી છોડી દીધી ,અનિતાએ તક જડપી લીધી ,પોતાના પતી ને આ જોબ આપવા માટે બોસ ને વિનતિ કરી,બોસ તે દિવસે મુડ માં હશે એટલે નોકરી ની હા પાડી દીધી ,અનિતા ખુશ થતી ઘેર જઈને પોતાના પતી ને વાત કરી,ઉદય પણ થોડો ઉત્સાહમાં આવી ગયો,ઘરે બેઠો છું તેના કરતા કામ કરીશ તો મન પ્રફુલિત રહેશે ,નોકરી તો શરુ કરી પણ ,થોડા વખત માંજ પોતાની પત્નીની હાથ નીચે કામ કરવાનું ખટકવા લાગ્યું ,ઓફીસ માં અનિતાના વખાણ કોઈ કરતું તે પણ એને કાટા ની જેમ વાગતું ,ઓફિસમાંથી છૂટે એટલે બન્ને જણા સાથે ઘેર જાય,પણ ઉદય તે દિવસે મન ઉદાસ હોવાથી એકલો વિચાર કરતો કરતો ચાલતો રસ્તા પર ઘેર જવા લાગ્યો ,નસીબ નું પાંદડું ક્યારે બદલાય છે તેની કોઈને ખબર પડતી નથી,અનીતા ઉદય ને શોધવા એની પાછળ ગઈ ,પણ એટલામાં જોરથી કઈ અથડાવવાનો અવાજ આવ્યો,અનિતા એ દિશા માં પહોચી તો માણસોના ટોળા વચે ઉદય નીચે જમીન પર પડ્યો હતો અને બોજુમાં ગાડી ઉભી હતી જેમાં બે જુવાન છોકરાઓ લથડિયા ખાતા ભાર નીકળ્યા,અનિતા હોશિયાર હતી ,સમય સુચકતા વાપરી 911 બોલાવી ઉદય ને દવાખાને રવાના કરી બન્ને છોકરાની માહિતી લીધી ,અને વકીલ દ્વારા સુ કર્યા ,ઉદય થોડા વખતમાં સારો થઈ ગયો,અનિતા ના ઈન્સ્યુંર્સથી ઉદય ની ટ્રીટમેંટ થઈ ગઈ ,એકસીડન્ટ ના પૈઈસા આવ્યા તે એણે ઉદય ને આપીને કહ્યું જ તારી કંપની ઉભી કર ,ઉદય આશ્ચર્ય પામ્યો એટલા બધા પૈઈસા ક્યાંથી આવ્યા,અનિતાએ ખુલાસો કર્યો ,ઉદય ને પોતાના વ્યહવારથી ઘણું દુખ અને પસ્તાવો થયો પણ અનીતા માટે ઘણું માન અને પ્રેમ વધી ગયો,અનિતાની હિમ્મત અને ઈશ્વરની કૃપા થી જીવન સુખ મય વિતાવવા લાગ્યા,
                                                            
                                                                            વસુબેન શેઠ