“તો સારું”-વસુબેન શેઠે

“તો સારું “
મિત્રો ​,
  “તો સારું” ની બેઠકમાં એક પછી એક રજૂઆત થઇ અને” તો સારુ”ને  લોકો એ પોતાના દ્રષ્ટીકોણ થી રજુ કર્યો ,તો વસુબેન શેઠે પ્રભુ સાથે “તો સારું” કહી પોતાની ઈચ્છા દર્શાવી અને પ્રાર્થના કરી  ,પ્રાર્થના  એટલે પ્રભુ સાથે ગોષ્ટી પ્રાર્થના એટલે અંતરનો પોકાર,‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી,,પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર.મિત્રો આ તો સારું શબ્દનો જાદુ જ કૈક નોખો છે આ બે શબ્દો જાણે બધુજ કહી શકે છે ,વસુબેન નો ભય ,દુઃખ ,સંતાપ ચિંતા બળ , શક્તિ બધું જ આ બે શબ્દ” તો સારું”કાવ્યમાં રજુ કરે છે  અને  કહી જાય છે આપણું  મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે આપણા  આંતરિક  મનમાં થી એક અવાજ નીકળે છે “તો સારું ” વધુ કહી નથી કહેવું આપ જ વસુબેનની રજૂઆત વાંચીને માણો.

બેઠક-vasuben

પ્રભુ પ્રાર્થના સાંભળો” તો સારું ​”
વિપતિમાં મારી રક્ષા કરો એ ,મારી પ્રાર્થના  નથી 
પણ વિપતીમાં હું ભય ન પામું તો સારું 
 
દુઃખ અને સંતાપથી ચિતવ્યથિત થઈ જાય ત્યારે સાંત્વન ન આપો તો ભલે 
પરંતુ દુઃખ પર પ્રભુ વિજય મેળવી શકું તો સારું
 
મને  ટાંકણે સહાય ન આવી મળે તો કાઈ નહિ 
પણ મારું બળ ટુંકી ન પડે તો સારું 
 
પ્રભુ સંસાર જ છેતરામણી  છે, નુકશાન થાય પણ 
ત્યારે મારા અંતરમાં કોઈને માટે શંકા ન કરું તો સારું 
 
જીવનનો બોજો હળવો કરી હૈયાધારણ ન આપો તો કહી નહિ
પણ  પ્રભુ એને ઉચકીને જઈ શકું એવો ખભો આપો  તો સારું
 
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના  નથી 
પણ હું તરી  શકું એટલું બળ પ્રભુ  મળે તો સારું 
 
દુખની રાત્રે સમગ્ર ધરા જયારે પગ તળેથી ખસી જાય ત્યારે 
ત્યારે તમે છોજ એ વાત વધુ દ્રઠ  થાય તો સારું 
 
પ્રભુ આ જીવન તમારું આપેલું જ છે, માટે આ પ્રાર્થના  છે 
પરંતુ હું કમજોર નથી માટે આજીજી  ન સમજો તો સારું   
 
-વસુબેન શેઠ-