વતન -પી.કે.દાવડા

મિત્રો 

દાવડા સાહેબ આપણને વિચાર કરવા વતનની વાત લઈને આવ્યા છે શું આપણે કર્મભૂમિ ને અપનાવી છે? કે વતનના ગાણા ગાઈ દુખી થાવ છો અને બીજાને કરો છો ?…..વતન એટલે શું?…. જન્મીને જયાં  સ્થાઈ થયા તે ?… દરેક માનવી સંજોગોનું સર્જન છે ,જે સંજોગોમાં જયાં  આપણે રહ્યા અને પેઢી દરપેઢી વસ્યા એ વતન ?… કે જ્યાં તન છે મન છે એજ મારું વતન ?…. વિસ્તારથી વિચારીએ તો પૃથ્વી પર રહું છું માટે એજ મારું વતન…….. હું કોણ છું? ,ક્યાંનો છુ ?એ નકામા પ્રશ્નો છે, અથવા વાતચીત શરુ  કરવાના એક માત્ર દોર છે….  કે આપ મૂળ કયાંના ?… મૂળ ગામ કહ્યું ?…આપનું વતન કયું ?… ત્રીજી દ્રષ્ટિ થી વિચારીએ તો પારકી પંચાત ની શુભ શરૂઆત ….એના કરતા આવી વ્યાખ્યાને છોડી દઈએ તો કેમ ?… અગત્યનું કોને કહેવાય જે અનિવાર્ય હોય તેને  ….તો   મિત્રો  દાવડા સાહેબે ચોખ્ખી સ્પષ્ટ  ભાષમાં સરસ વાત કરી છે તે માણીએ અને વિચારીએ …..………કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

                                                                    જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

 

વતન

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,

મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.

વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,

હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.

વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

-પી.કે.દાવડા