હજી મને યાદ છે -૮-સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઘમઘમ-રેખા શુક્લ-

૩૬ વર્ષના ગાળામાં કંઈક અનુભવ થયા જેમાં સૌથી ચોંકાવનારી એક બાબત આ હતી કે સ્કુલ માં આવતા સિંગલ પેરેન્ટ ના કિડ્ઝ માં કેટલો તફાવત જોયો. મારે સબિંગ કરવા એઝ અ ટીચર જવાનું હતું ઘરે મારા પોતાના ત્રણ નાના બાળકો હતા. ને સવારે ખબર પડે કે ફલાણી ફલાણી સ્કુલ માં આજે તમારી જરૂર છે. હવે જીપીએસ આવ્યું ત્યારે તો ભૂલા પડી જવાય ને ખોળીને પાછા પહોંચી જાવ કોઈને પૂછીને. સમય ના અભાવે ઉતાવળે ગાડીચલાવવી હોય તો પણ ના જવાય કેમ કે સ્કુલ બસ ને એમબ્યુલન્સ ને પહેલા જવાદેવાની ને રોડ ક્રોસ કરતા બાળકોને માટે પણ વ્યવસ્થા હોય તે ઉભા રાખે કે નહીં પણ ફર્સ્ટ કરટસી યુ હેવ ટુ સ્ટોપ. અમારા ટાઉન થી બીજા ટાઉન માં જવાનું હતું. માંડ માંડ હજુ ટ્રાફિક ધીમી ગતિએ જતો હતો. ખાંચામાં કાર વાળી ને સામે પોલિસ ને જોયો મેં હાથ કરીને ઉભો રાખ્યો. જો કે તે ખૂબ ધીમે જ ચલાવતો હતો.’ યસ ! વ્હોટ કેન આઈ ડુ ફોર યુ મીસ ? ‘ બોલ્યો ને મેં કહ્યું ‘આઈ એમ લોસ્ટ કેન યુ ગાઈડ મી વ્હેર ઇઝ વ્હીલબેરો સ્ટ્રીટ ? ‘ હવે તેના કહ્યા પ્રમાણે હું પહોંચી તો ગઈ બે મિનિટ મોડી પડેલ. સાઈન કરી ક્લાસ રૂમ ગોતી ને જવાનું થયું ત્યાં એક છોકરી વન શોલ્ડર કટ વાળુ ટી શર્ટ પહેરીને દાખલ થઈ. માથાના બ્લોન્ડ હેર આંખ ને કવર કરતા હતા. ને ટી-શર્ટ ઉપર ‘નોટ ટુ નાઇટ હની ‘ લખેલું હતું . તેના નેચરલ પીંક લીપ્સ ને તેણીએ લાલ લીપસ્ટીક થી રંગેલા હતા. મેં એને ટીશ્યુ આપી લીપસ્ટીક લૂછાવી. કમને લૂછતાં લૂછતાં તેણી બડબડી ‘ બટ યુ આર નોટ માય પેરેન્ટ ! એન્ડ આઇ ડોન્ટ હેવ ટુ ડુ વોટ યુ સે ‘ એના ખભે હાથ મૂકી ને મેં કહ્યું આઈ અગ્રી વીથ યુ પણ તુ હજુ ફિફ્થમાં છે યંગ છે ઇફ યુ પે એટેન્શન યુ વીલ ગેટ એટલીસ્ટ બી ફોર શ્યોર. કેન યુ સરપ્રાઈઝ યોર મોમ વીથ ધેટ ? ‘ શી સ્ટાર્ટેડ ક્રાઈંગ ; ‘ આઇ ડોન્ટ હેવ મોમ ! ‘ શી ડાઈડ ઓફ ઓવરડોઝ !! ‘ બીલીવ મી આઈ વોઝ સ્ટન !નમ ! એજ સ્કુલ માં ત્રણ દિવસ કામ મળ્યું. થોડી ઘણી વાતો ની આપલે થતી રહી. એના બેકગ્રાઉન્ડ વિષે. આઈ ફેલ્ટ સોરી ફોર હર !! આઈ વોઝ ઇન શોક !! એન્ડ આઈ ફેલ્ટ હેલ્પ લેસ !! કમનસીબે મહિના પછી મળ્યા ત્યારે સ્કુલ ના ગ્રાઉન્ડમાં બોમ્બ થ્રેટ ની બાતમી મળી ને અમે મળ્યા વગર છૂટા પડ્યા. આઈમીન સ્કુલ બંધ કરાવીને સૌ સૌને ઘરે ચાલી નીકળ્યા. આથી વિશેષ સાંસ્કૄતિક અનુભવ બીજો તે થયો કે હોશિયાર છોકરો પોતાનું હોમવર્ક કરીને બનાવેલું મોડલ લઈને ક્લાસરૂમ માં આવ્યો ને બીજા છોકરાએ તે તોડી નાંખ્યું ને નિર્દયી બનીને તેને ખૂબ માર્યું, ટીચર રાડા રાડી કરતી હતી. બધા છોકરાઓ ચિસાચીસ કરતા હતા. ને બાથરૂમ માં નિર્દોષ છોકરાને બીજો દિમાગી બિમારવાળો છોકરો પીટતો હતો. પ્રિન્સિપાલ દોડતા આવ્યા ને છૂટા પાડ્યા બન્ને ને. ટીચર ડોન્ટ હેવ ઓથોરીટી …જ્યારે પહેલા તો ટીચર માનતા કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઘમઘમ !’ ઓથોરીટી ની વાત છે…મારઝૂડની વાત નહીં સમજ્તા. પણ અહીં ની સ્કુલ સિસ્ટમની વાત અનેરી છે. કાગળોના કાગળો માં લખાય છે દોરાય છે…વંચાય છે, પણ છોકરાઓ ને કેલક્યુલેટર જ ફાવે છે આંગળાથી ગણવાની પ્રથા કોઇ જાણતું નથી…!!

—રેખા શુક્લ

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા-(૨૨) ટેકનોસેવી -રેખા શુક્લ

ટેકનોસેવી

‘રૂપલ ને ટેકનોલોજીની બહુ ખબર પડે’ કહીને પપ્પાએ ફોન તેને આપ્યો. ને બે જ મિનિટમાં કયા

બટન કઈ જગ્યાએ જઈને દબાવ્યા કે બધુ ફિક્સ કરીને હાથ માં આપતી રૂપલ આઠ વર્ષની

જ્યોતિને ઠેંગો બતાવી કુદતી કુદતી બીજા રૂમમાં ગઈ. મમ્મી એ દરવાજામાં જ રોકી ને ટોકી ‘ આમ ના કરાય, તને આવડે છે તેનું અભિમાન નહીં કરવાનું બેટા. બધામાં કંઈને કંઇ આવડત હોય જ છે સમજી ને ?’

‘હા, મમ્મી…! ‘ કહીને તે તો ભાગી..પાછળ વળીને જોયું પણ નહીં કે જ્યોતિનું મોઢું કેવું પડી ગયેલું. પપ્પા એ જઈને તરત જ તેને હગ કરી દીધી. જયોતિએ સ્માઈલ કર્યું ને મમ્મી તરફ આગળ વધી. અધિરાઈથી દોડી આવેલ દેવ ને જોઈને પપ્પા-મમ્મી ચિંતા કરતા શું થયું બેટા કહી તેને બાજુમાં

ખસેડી દેવ તરફ આગળ ધસી આવ્યા. દેવ કહે, ‘પપ્પા માર્કેટ ક્રેશ થઈ છે..!’

‘અરે..! પણ ધેટ્સ પેપર લોસ !! એમાં આટલી બધી ચિંતા કરાતી હશે..બી.પી બધી જશે કાં તો

હાર્ટ એટૅક આવશે આ જ્યારથી સ્ટોક માર્કેટ માં પડ્યો છે રોજ ને રોજ કોઈ ને કોઈ પ્રોબ્લેમ

જ છે… આ એકાઉન્ટિંગ નું ભણી ને શું કાંદા કાઢ્યા ? ડોક્ટર ના ખીસા ભરવા જ ને ..પણ કાલે

પાછી માર્કેટ ઉંચે જશે ને તું પાર્ટી કરીશ.’

‘ ના પણ આ વખતે ઉંચે આવતા વાર લાગશે પપ્પા..!’ બેચાર ફોન ના બટન દબાવતા કોઈની

સાથે વાત કરવા દેવ બીજા રૂમ માં ગયો. મમ્મીએ પપ્પાને શાંત થવા ઇશારો કર્યો.. શાંતિ

રાખો એમ. ને પપ્પા એ જઈને ફરી જ્યોતિને હગ કરી. મમ્મીએ પાસે આવીને માથે હાથ ફેરવ્યો. જ્યોતિ સ્માઈલ આપી ચાલી ગઈ.

દસ વર્ષના ગાળામાં દેવ સી.ઈ. ઓ ની પદવી પામી ને બેઠો હતો ઓફિસમાં. ડેસ્ક પર પોતાનો

ફેમિલી પિક ફ્રેઈમ કરેલો પડ્યો હતો. બાજુમાં રોલોડેસ્ક પેપર્સ ફાઈલ પેન-પેન્સિલ વગેરે સાથે હાઈ ટેક ફોન હતો. ઘરે સુખડનો હાર ચડાવેલો મમ્મીનો હસ્તો ફોટો હતો. દેવ ના લગ્ન પછી ના બીજા જ વર્ષે અચાનક દેવલોકપામેલા તે સમયે જ્યોતિએ પોતાનો ફૂડ ક્રેઝ ના લીધે

ઓનલાઇન શો લોંચ કરેલો. ખૂબ સરળતાથી ને સભ્યનારીની પોષ્ટિક વાનગીઓ જોઈ ને શો હીટ જાય તે સ્વાભાવિક છે. ચાલો કમપ્યુટર સેવી હોવાનો લાભ તો લીધો …ને જ્યોતિની કેરિયરમાં ખૂબ પ્રગતિ થઈ. પપ્પા ખૂબ ખુશ હતા.. મમ્મી જોવા રહ્યા નહોતા પણ અંતરના આશિષ સાથે જ હતા. રૂપલ ને પણ નોકિયામાં હાઈ પોસ્ટ પર જોઈને બધા ખુશ હતા.જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવ્યા પછી પપ્પા એ જ્યોતિ ને પૂછ્યું ખુશ છે ને બેટા ? ને માથે હાથ ફેરવ્યો ને ગંગા-જમના વહી રહ્યા. જ્યોતિ રડતી રહી થોડી વાર માં શાંત થશે પણ તે શાંત થઈ ના શકી. કારણ કંઈક નીજી પણ હોઈ શકે. સ્મૄતિપટ માં ધરબાયેલું ક્યારે બહાર આવે કોને ખબર … પણ જરૂર કંઈક થયું જ

હોવું જોઈએ પણ હમણાં નહીં પછી પોતાની જાતે વાત કરવા તૈયાર થશે ત્યારે સાંભળીશ. એમ વિચારી ફરી એની સામે જોયું ને જ્યોતિ બોલી પડી…’મમ્મી ને ગયા ને દસ-દસ વર્ષ થઈ ગયા ને મને કોઈ

યાદ પણ નથી કરતું ? એવું તે મેં શું કર્યું કે મારે મમ્મી સાથે તમને બધાને પણ ખોવા પડે ? ને આજે

અચાનક તમે પૂછ્યું કે હું ખુશ છું ને ..? પણ ક્યાંથી હોંઉ ખુશ ..??’ ‘અરે બેટા તું આમ ન બોલ … તને અમે રીચ આઉટ કરી પણ તારા કામ ને લીધે સંજોગોવશાત કોઈ ન કોઈ બહાને ના મળાયું પણ

એનો મતલબ એ નથી કે અમે તને ભૂલી ગયા…વિસરી ગયા જ હોત તો ક્યાંથી તારી બર્થ-ડે યાદ હોત બોલ ..!’

‘કમપ્યુટર યુગ માં કોઈને કોઈની સાથે હળવું મળવું ખૂબ સહેલું છે..આનું નામ તો ટેક નો સેવી હોવું તે જ  ને ‘કહી રૂપલ દાખલ થઈ. ફુલદસ્તો જ્યોતિ ને હાથ માં મૂકતા હેપ્પી બર્થ-ડે વીશ

કરી. ને ત્યાં જ તો દેવ ફૂલો ના ગુલદસ્તાથી ઢંકાયેલો ધીમે ધીમે આગળ વધતા બોલ્યો ‘અરે આ જ્યોતિદી ક્યાં છે …ધીસ ઇસ ટુ બીગ…! એન્ડ હેવી ટુ..!!’

જ્યોતિ એ જઈને દેવ પાસેથી ગુલદસ્તો લેતા બોલી; ‘આ રહી આપની જ્યોતિ ભાઈ !’

સૌને ભૂખ લાગેલી તેથી વાત અધૂરી મૂકી પપ્પા ને જ્યોતિ શાંતિથી સાંભળીશ તારી વાત કહી ફ્રેશનઅપ થવા ચાલ્યા ગયા.  ઘર ના સુંદર આર્ટિટેક્ટ ના વખાણ કરતો દેવ પણ લોબી માં આવી બહાર નો વ્યુ પણ માણી રહ્યો. રૂપલ ફોન માં પડેલી એસ ઓલ્વેઝ…. ‘લેટ મી ચેક બે મિનિટમાં આવું હો’ કહી બીજા રૂમના વોશરૂમ માં ભરાઈ ગઈ. એક રૂફ નીચે પણ બધા અજાણ્યા જાણે વર્ષો પછી મળ્યા પણ ઉત્સાહ આનંદ ઉમળકો નામ માત્ર ના જ હતા કે શું ? સૌ સરખા જમ્યાં પછી ડીઝર્ટ્માં કપાયેલી બર્થ-ડે કેક ચાખતાં હતા ને રૂપલ પોતાની સરપ્રાઈઝ લેવા ગઈ ને તરત જ પાછી આવી. મમ્મી ની આફ્રિકન સ્ટોન ની માળા ઝગારા મારતી હતી.દેવે પણ મમ્મી-પપ્પાના ફોટા ને મમ્મીની

જૂની ચાંદીની ફ્રેમમાં મઢાવીને આપતા કહ્યું કે ધીસ વોઝ મોમ’સ વીશ ટુ..!! ને નાનીએ બનાવેલો હાથ નો ગૂંથેલ મોતી વાળો હેન્ડ હેલ્ડ ફેન ક્લીયર ડીપ ફ્રેમ માં મઢાવીને આપતા પપ્પા બોલ્યા… ‘હેપી બર્થ-ડે બેટા વી ઓલ લવ યુ એન્ડ મિસ યુ ટુ મચ ‘ જાણે અબોલા તૂટ્યાં હોય તેમ બધાની આંખોમાંથી આંસુ ઝર્યા ને જ્યોતિ થેંક્યુ પણ ના બોલી શકી. ડૂમો ભરાઈ આવ્યો હતો ને ધીમે ધીમે ભારે હૈયું ખાલી થતાં જ પપ્પા પાસે થી ખસવા જતી હતી ને પપ્પા બોલ્યા..’ બેટા કમપ્યુટર એજ નથી શીખવતું કદાચ

કે શું લેટ ગો કરવું ને શું સેવ કરવું .. ગાંધીજીના ત્રણ વાંદરા ને જો દુનિયા યાદ કરે તો દુનિયા જીવવા જેવી બને.. બાકી સેવ ઇમ્પોર્ટન્ટ એન્ડ લેટ ગો અધર..!! લાઈફ બીજું કંઇજ નથી.

માણવા જેવી છે જીન્દગી બસ આનું જ નામ ટેકનો સેવી…આ દુનિયામાં કોઈ કોઈથી ઉતરતું કે ચડિયાતું નથી વખત આવે સૌના દિલ કેવા મોટા છે કે છીછરાં છે તે દેખાય છે.. મોટા ને

મોટા કરવા પણ નાના ને પણ ના ભૂલવા બસ બેટા…તું તો ખૂબ સમજું છે. !’

રૂપલ થોડી ટગર ની કળીઓ ને થોડા કરેણ ના ફૂલ તોડી લાવેલી તો તેનો હાર બનાવતી હતી. બે આડી ને બે ઉભી ટગર પરોવી ને સુંદર હાર બનાવ્યો. ને બીજો ઉંધી કરેણ નાંખી ને

ગણેશજી નો હાર બનાવી ને પહેરાવ્યો. ટગર નો હાર મમ્મીના ફોટા ને ચડાવતા આંખોના ખૂણા ભીના થયા..પણ બધાને બોલાવ્યા કઠણ થઈને. બધા નમ્યાં વંદન કરી આશિષ લીધા.

—-રેખા શુક્લ

Thanks Pragnaben

 

અભિવ્યક્તિ-રેખા શુક્લ

કૂમળી કાયા કંચનવર્ણી જો ને “બેઠક” છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ “બેઠક” છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ “બેઠક” છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે “બેઠક” છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
—-રેખા શુક્લ

દિવાના છે શબ્દો ના અહીં બધા
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં

નખરાળી ને મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં

પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં

પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં

જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં

શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં

મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
——રેખા શુક્લ

તમે મને એવા લાગો…(૫)-રેખા શુક્લ

હસતા હોઠે લૂંછી આંખો પગલી કરે ધબકાર તમે મને એવા લાગો…

એસ્પન કલોન આજુબાજુ સુગંધ સોડમ બાજુબાજુ તમે મને એવા લાગો…

મળી નજરો પ્રથમ વાર ને કાન વાણી થઈ ગયા‘તા બંધ…પહેલી નજરે પ્રેમ થઈ ગયો..આવતા મહિને૩૬ મી આવી રહી લગ્નતિથિ ને તમે હજુય મને એવા ને એવા જ લાગો…પ્રથમ મુલાકાતે કર્યુ‘તુ તમેપ્રપોઝ…હાય, હાય “હા” માં “હા” મેં પણ હસીને કરી ઝૂકાવીને ગરદન હતી….”સાધના” કેટલી પ્રિય હતીહેરકટ પણ શામેલ હતી ને આંખો મારી શરમી હતી…કેમ કહું તમે મને કેવા લાગો ?? અરે, ! હાસ્ય આપનુંરેલાતું હોય ત્યારે મને બહુ “વ્હાલા” લાગો…ખિલખિલાટ હસતું બાળક એમ તમે બાળકો સંગ સૌથી સારા“મિત્ર” અમારા શું કહું તમે કેવા લાગો…યુવાવસ્થા પહેલા તમે ગુમાવેલા પિતા તો પણ શ્રેષ્ઠ પિતા ને માબની વ્હાલ આપો, પરિવારના “વડીલ” લાગો…રે મારી સગી રે નણંદના વીરા તમે મારા ભરથાર લાગોદિલ ની જમી‘ના “રાજા” લાગો…હસ્તા મોઢે સૌને દેતા કદી પૈસા નો ના હિસાબ રાખો

સાચું કહું તમે “દાનેશ્વરી કર્ણ” લાગો…તપેલી લઈને વગાડવા લાગો અંતાક્ષરી રમતા મને મોટા“નાણભટ્ટ” લાગો….સ્ટોક્સ ને બોન્ડ ની ઉંડી વાત કરો ત્યારે મને “ચાણક્ય” લાગો..કરૂણ મૂવી જોતા હૈયુંતુજનુ ભરાઈ આવે ત્યારે “કૂમળા બાળ” લાગો ….તમારા વગર ઘર સૂનુ સૂનુ લાગે જ્યારે તમે હજુય કામેલાગે…વર્ક ઇઝ ધ વર્શીપ માનો..ત્યારે મારા ” પ્રભુજી” લાગો…ઉત્સાહનું પોટલું..કાઈઝાન પ્રોજેક્ટોને ફરીવળતા ઓફિસ માં પણ વર્કરોના “માનનીય” લાગો….બ્રહ્મસમાજ્માં આગળ પડતા, ભાઈ ભાંડુ ના લાડલાને એક ની એક બહેનના “માનીતા” લાગો..વિપતના વાદળા ખંખેરતા મુજ હૈયા ના “શ્વાસ” લાગો…પાંચેઆંગળીએ અક્ષત ચોખે પૂજેલા તમે મુજને મારા “શિવજી” લાગો…વિશાળ વાંચન ને શબ્દભંડોળે મહેફિલમાં “મુખ્ય વક્તા” લાગો….પાડો છો દસહજાર પગલા રોજના ફિટબિટ ના “કિંગ” લાગો…લગાડશોનાકોઈ મીઠ્ઠી પણ નજર..મારા મુજને બસ મારા કૄષ્ણ લાગે..હવે કોઈ કેહશો નહીં રાધા પણ ઘેલી છે….!!

 —-રેખા શુક્લ (શીકાગો)

 

જીવનની જીવંત વાત (10) રેખા શુકલ

story

story

જીવનની જીવંત વાત કહું કે કહું આગ ?

જે આત્મિયતાથી અને છ્તાંય એક પરાયાભાવથી  બધુ બતાવતા જતા હતા એ જોઇને સ્વભાવિક કુતૂહલતાવશ પ્રથમ  વ્યક્તિઓની ઓળખ પૂછાઇ ગઇ. ” I don”t know” ખભા ઉચકીને પપ્પા સાવ સ્વભાવિકતાથી કોઇ ભાવ વગર કે કશું જ ગુમાવ્યાના અફસોસ વગર પોતાના પરિવાર અંગે જણાવી દીધુ. અને એમ કહેવાની  સાથે  એમને  કંઇ  ગુમાવ્યાનો  કે કશું જ ખૂટતુ હોય તેવો રંજ પણ નજરે ના પડ્યો. એમના ખુદના પરિવારની એક પણ વ્યક્તિને ઓળખી પણ શકતા નહોતા…હા, દીકરીને પરણાવી ને દરેક પિતા ખુશી સાથે રંજ અનુભવે છે. અને મારું તો છેક અમેરીકા આવાનું થયું…

“પંછી”સિરિયલ ટી.વી. પર જોઈને પપ્પા રડતા મને યાદ કરીને એમ મમ્મી કહેતા…અને હા તેમને પહેલા હાર્ટએટેક પછી સ્ટ્રોકસ ને છેવટે આલહાઈમર પણ થઈ ગયું ને વન વટાવે (એકકાવન -બાવ્વન-થી અઠ્ઠાવન) તે પહેલા દેવલોક પામ્યા…આઈ મીસ હીમ સો મચ…૧૯૮૫ માં પેહલી વાર લગ્ન પછી મારી વર્ષ ની પણ નહોતી થયેલી તે દિકરી ને લઈ ને હું જ્યારે એરપોર્ટ પર ઉતરી…સાચું કહું પગ તળે થી જમીન ખસી ગયેલ !! પપ્પા એક્સરસાઈઝ માં માનતા, ચોખ્ખા ફળ ને શાકભાજી નો આગ્રહ રાખતા, બહારનું ખાવામાં ન માને…અને તે છંતા નાની ઉંમરે અમને મૂકી ને ચાલ્યા ગયા…એકવાર પણ મારે ઘરે ના આવી શક્યા નો રંજ મને હંમેશ રહેશે. જમ્યા કે ના જમ્યા તે પણ યાદ ના રહેતું …!!

મારી ઢીંગલી ને જોઈ ને રાજી થયેલા…એમના પગ પાર્કીસન ના લીધે એકસાથે નહોતા ઉપડી શકતા…તો મને હજુય એમના સ્લીપર્સ ફર્શ પર ઘસડાતા’તા તેનો ભ્રમ થાય છે. દવા લીધી હોય તો મગજ પર કાબુ રહે અને બોલી શકે બરાબર …!! ધીસ હેલ્પલેસ સિચ્યુએશન મારાથી જોવાતી નહોતી…મને રડતાં જોઈ ગયા તો કહે બેટા તું સુખી તો છે ને ત્યાં ? કેમ રડે છે…???

શું કહું પપ્પા તમને કે મારાથી આ નથી જોવાતું તમારું દુઃખ કે નથી લઈ લેવાતું …!! કઈ નહીં પપ્પા બસ આમ જ…!! માથે હાથ ફેરવી ને પડખું ફરી ને સૂઈ જતા પપ્પાને હું તાંકી રહી…દવા સૂવડાવી દેતી..ને એમનું દર્દ મને જાગતુ રાખતું.ઘણી વાર એ પીડા છુપી છાની હોય….જો દુ:ખતી હોય એ જ નસ પોતાની હોય….!! સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા. છતા’ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.સાદાઈ ને સિધ્ધાંતો ને રંગ એમના જીવનમાં વણાયેલો હતો.

—-રેખા શુક્લ

બેઠકમાં-રેખા શુક્લ

દિવાના છે શબ્દો ના અહીં બધા
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં

નખરાળી ને મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં

પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં

પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં

જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં

શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં

મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
——રેખા શુક્લ

“બેઠક” છે આંગણે-રેખા શુક્લ

મિત્રો આપણી  બેઠકના ઘણા મહેમાનો આ શુક્રવારે હાજર નહિ હોય પણ બેઠકમાં એક સર્જક તરીકે રેખા શુકલ  જે અનુભવ્યું છે તે સુંદર રીતે વ્યક્ત કર્યું છે,

 

કૂમળી કાયા કંચનવર્ણી જો ને “બેઠક” છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ “બેઠક” છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ “બેઠક” છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે “બેઠક” છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
—-રેખા શુક્લ

ફ્યુનરલ હળવે હૈયે-(14)-રેખા શુક્લ

ભારે હૈયે…કૂમણી યાદો
રૂડા અવસરિયા આવ્યા ને લગભગ ઘણું બધું યાદ છે…મારે હાથે બધાને પૈસા દેવા છે..દિવાળી ની ખુશી છેલ્લે છેલ્લે માણી લંઉ !! અને હા, તમે બધા પાસે છો ખુશ છો આથી વિશેષ હવે મારે જોઈએ પણ શું ? વહુને કહ્યું હતું તે બધી ગુજરાતી ચોપડીઓ..ના વાર્તા સંગ્રહો પણ પૂરા કર્યા, જતા પેહલાં વાંચી નાંખ્યા…તને પણ યાદ છે ને બાપુજી ને કેટલો બધો વાંચન નો શોખ હતો !! ભલે ને આંખમાંથી પાણી હાલ્યાં જાય..ટકોર પણ સાંભળી લીધી બા, તમે તો પરીક્ષા આવી હોય તેમ વાંચો છો ને આંખો લૂંછતા જાવ છો…હા બેટા ટાઇમ ઘણો ઓછો છે ને તેડું ક્યારે આવે તેની ક્યાં ખબર છે …!! ઓક્ટોબર માં ખબર પડી કે સંધ ઉપડ્યો છે વ્રજ જાવા તો એમની ખૂબ ઇરછા હતી..જાણે ભગવાને સાંભળ્યું ને બસ ની ટુર માં અમને જગા મળી ગઈ.શું કહું શું આવી મજા…હા, પણ હું તો દવાખાને…એડમીટ થયેલી ને દરેક જણા વારા ફરતી મળી જાતા..દિકરી પણ લંડનથી આવી ગઈ છે !! હવે મને જાવ દ્યો…શું બા તમારે તો હજુ બધાના લગ્ન માણવાના છે…બસ હવે બહુ થયું ..આ ડોકટર જોને હાડપીંજરમાં પણ સોયું મારે જ રાખે છે…મારાથી સહન થાતુ નથી….આ નાનક્ડાં ભલે હોય ડોકટર પણ મને અંદર તપાસે તે નથી ગમતું…ઓ બા..પણ સોરી તપાસે નહીં તો શું ખબર પડે !! બળ્યું આ ભૂંડાળા શો જોઈ જોઈ ને પણ થાકી…મોંમા અમીરસ નથી તો કંઈ ભાવતું પણ નથી. પણ તું આ ફોટા કેમ લઈ આવી ? કહો તો બા આ કોણ છે? ઇ કૄષ્ણ ..પણ એની સાથે કોણ છે ?? ભૂલી ગયા..?? બા એ તો યશોદા મા છે..હા, હા સાચું ..હવે શું કામ આ ફોટો લાવી…કેહતા જલેબી જેવડુ મલક્યા…બાપુજી..નો પિક જોઈને. ટી.આઈ.ઍ ના લીધે જીભ બંધ..આંખો બંધ ને પરાણે ઘેનમાં સૂપ ગળે. અમારી ચિંતા ના કરશો..હું ઓકે છું ..રાધાજી ના ગળે પેહરાવેલી પૂષ્પમાળાને પ્રસાદ માં પેંડો ચાખ્યો..બસ બધાને માંડ માંડ પૈસા આપ્યા ને નજર સામે હોસ્પિટલમાં દેવલોક પામ્યા તેમ કેહવાયું ..ચારેકોર ઉજવાસ..ને સુખડની સુગંધ…અરે પણ શું હું સાચે જ મરી ગઈ..!! રૂડા પર્વે…કંકુપગલાં લઈ ચાલી હું તો ….વહુ-દીકરા-દીકરી ને પોતાપોતી બધા હિબકા લે છે …પણ તમે લોકો રડો નહીં…હું અહીંજ તમારામાં પણ ખરીશ. નવેમ્બર ની ૧૩ ના રોજ બા ચાલ્યા ગયા…૨૦૦૩ માં પણ આજે બધુ જ યાદ છે જાણે કાલે જ ના બન્યું હોય..!!
—રેખા શુક્લ ૨૦૧૫