ચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

 
 

ચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું? જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો.

મને તો જીવન ની સરખામણી ક્રિકેટ ની રમત સાથે કરવાનું મન થાય છે. તમે જાણો છો? ક્રિકેટની રમત માં કોઈ નિશ્ચિતતા જ નહિ…બોલર બોલ કેવા નાખશે ..બેટ્સમેન કેવી રીતે બોલ ને રમશે…હવામાન કેવો બદલાવ લેશે…સામેની ટીમ કેવો જુસ્સો બતાવી લડત અપાશે…બેટ્સમેન ને એ પણ ખબર નથી હોતી કે કયો બોલ તેના માટે છેલ્લો બોલ છે. ક્યારેકતો પહેલો બોલ જ તેના માટે છેલ્લો બોલ બની ને આવે છે…આપણી જિંદગીનું પણ કંઈક આવુજ છે….આપણને ક્યારેય ખબર નથી કે કયો શ્વાશ આપણી જિંદગી નો આખરી શ્વાશ હશે…અને લિમિટેડ ઓવેરની મેચ નું તો ગજબનું આકર્ષણ હોય છે…બધાને ખબરજ હોય છે કે રમતનું પરિણામ તો આવશેજ હવે જો આ રમતમાં પણ બેટ્સમેન ચીટકીને રન કર્યા વગર ઉભો રહેશે તો રમતના ચાહકો તેનો હુરિયો બોલાવશે અને કપ્તાન પણ ચિઠી મોક્લશેકે હવે રન કર કે પાછો આવી જા ..જિંદગી માં પણ આવુજ છે…પાંસઠ કે સિત્તેર વર્ષ સુધી પેલા ચીટકી રહેલા બેટ્સમેનની જેમ વર્ષો પસાર કરી નાખીયે અને પછી ખબર પડે કે જીવવાનુંતો રહીજ ગયું…ગાદલા બિછાવવામાં રાત તો વહી ગયી…ઉંઘવાનું રહી ગયું ને સવાર થયી ગયી.

એટલેજ જિંદગી નો દરેક દિવસ છેલ્લો દિવસ છે એમ પુરી તૈયારીઓ સાથે, સજાગતાથી, જાગૃતિથી  જીવવાનું..પ્રભુના લાડકવાયા થવું હોય તો કર્મ પુષ્પથી પ્રભુની સેવા કરવાની અને સમર્પિત થઈ સાક્ષી ભાવથી કર્મ કરે જવાના….બસ એજ યાદ રાખવાનું કે આપણે અર્જુન જેવા થવાનું છે અને કૃષ્ણ પાસે જવાનું છે….આમ મન ભરીને જીવશો તો પછી બસ આનંદ જ આનંદ

જુવોને પુષ્પનું આયુષ્ય કેટલું ટૂંકું છે? છતાંય ખુબ જ ઓછા સમયમાં પણ તે સુવાસ પ્રસરાવી, ઉપવન ને મહેકતું કરીને, કુદરતની સુંદરતામાં વધારો કરીને જાય છે…મેઘધનુષ્ય પણ ખુબ ટૂંકા સમય માટે દેખાય છે….સૌ કોઈ તે જોવાનું અને માણવાનું ચુકતા નથી….મેઘધનુષ્ય એટલા ઓછા સમયમાં પણ નભ ના પ્રાંગણમાં સપ્તરંગી રંગોળી પુરી આપણા સૌના મન ને પ્રફુલ્લિત કરીને જાય છે….તો આપણે મનુષ્યો કેમ પાછા પડીએ?

તો ચાલો આજેજ મન ભરીને જીવી લઇએ……

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે ..જિંદગી તોય મધુરી હોય છે

દ્રાક્ષ ખાટી દરવખતે હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે                     

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસ ના બોલ કરતા મીઠા લાગ્યા છે 

જીંદગી રોજ મને શીખવે – જીવતા શીખ… એક સાંધતા તેર તૂટશે પણ જીવતા શીખ.

 – રાજેશ શાહ

મનની મોસમ – લલિત નિબંધ (19) મનજી

 
મનની મૌસમ વિષય મન સાથે સાંકળેલો જોતા મન વિચારે ચઢ્યું ખરેખર શું આ મન જ છે કે જે ખીલવે છે અને મુરઝાવે છે. અર્વાચીન કવિ દયારામેં એક ગીત માં મન ને “મનજી” કહ્યું છે…મન ને ખુબ માન આપ્યું છે. જેમ મામાજી, કાકાજી કેહવા થી સંબંધમાં માન અને આત્મીય પ્રેમ દર્શાવાય છે તેમ મન ને મનાવતાં મનજી કેહતા તેની શક્તિઓ વિષે માન ઉપજે છે અને તે યથાર્થ જ છે.  
 
ક્યારેકતો મન એટલેજ માણસ એવું કહેવાનું મન થાય છે.જુના ફિલ્મી ગીતોમાં પણ મન વિષે વાતો કરતા ગીતો ઘણા છે …….  તોરા મન દર્પણ કહેલાયે.. ભલે બુરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે….. ને કોણ ભૂલી શકે છે? કવિએ મન ને દર્પણ કહ્યું છે કારણકે મન થી કશુંજ છૂપું રહેતું નથી.
 
મન ની મૌસમ ખીલે અને જીવન નું વન ઉપવન બને તેવું કોણ ના ઈચ્છે? જિંદગીની શરૂઆત થતાંજ બાળપણથી જ મનની માવજત લેવાય છે. દિલ અને દિમાગ બંને કામે લાગે છે ..બંનેમાં  જયારે એકમત અને સુસંગતતા જળવાય ત્યારે યોગ સધાય છે…અભ્યાસ માં રંગત આવે છે ..કંઈક બનવા ની મહેચ્છા આજે રંગ લાવે છે. પ્રતિષ્ઠા સભર નોકરી મળે છે જીવનનો વિકાસ બંધ પેરાશૂટ ખોલી નાખે છે…. .અને મન ની મૌસમ ખીલે ઉઠે છે..
 
હવે જીવન નો એક નવો દૌર શરુ થાય છે. લગ્ન અને જીવનસાથી ની વાત આવતાજ મન ચકડોળે ચઢે છે..મન કહ્યામાં રહેતું નથી….કાંઈ સૂઝ પડતી નથી…સુખી જીવન ની કલ્પનાઓ અને જીવનસાથી સાથે વિતાવવાના સોનેરી સ્વપ્નાઓ જ નજર સામે આવે છે. જીવનના બાગ ને લગ્ન કરી ને ઉછેરવો, મહેકાવવો અને જીવન ને શણગારવું કઈ સહેલું નથી….મનગમતો જીવનસાથી મળીજ જાય છે …અને પછી જીવન ની વસંત માં મન ની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે.
 
હવે તો મન સાથે તન પણ નાચી ઉઠે છે…..અનેમન મીઠા મધુરા ગીતો ગાવા લાગે છે….પંછી બનું ઉડકે ફીરુ મસ્ત ગગન મેં ..આજ મેં આઝાદ હું દુનિયાકે ચમન મેં ……….આજ મેં ઉપર અસમાન નીચે।…..આજ મેં આગે જમાના હૈ પીછે…..જીવન રંગીન લાગે છે…. અને ઝપાટાભેર જિંદગી સેકન્ડ ઇંનિંગ્સ તરફ આવી પહુંચે છે. 
 
આંખના પલકારામાં જીવનની વસંત પાનખરને બારણે ટકોરા મારે છે…જીવનની ઉષા અને જીવનના મધ્યાન ને ભરપૂર માણ્યા પછી પણ મન હજુ એમજ કહે છે કે ઉષા ની જેમ જીવનની સંધ્યા પણ ભવ્યતા  અને રંગો થી ભરેલી છે…પાંદડું લીલું ની જગ્યા એ પાંદડું પીળું ને રંગ રાતો  …..કેહતા મન ને હજુપણ જીવનને ભરપૂર જીવવું છે…કૃષ્ણ ના રાસ માં જોડાવું છે….જિંદગીની મેન્ડેટરી ઓવરો માં …હવે અંદાઝ જુદોજ છે….હવેતો કૃષ્ણ ની બંસી થયી ને બજવું છે…જલકમલવત જીવવું છે ….સેવા, સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા જીવનને આનંદ થી ભરી દેવું છે… અને આમ જીવતા જીવતા મન ની મૌસમ ફરી એક વાર મહેકી ઉઠે છે….
(રાજેશ શાહ)

તમે એવા લાગો-(1) રાજેશ શાહ

બેઉ જીતે કે બેઉ હારે….

મારું કોલેજ જીવન પૂરું થતાજ જીવન, જીવનસાથી અને ઘર સંસાર વિષે મગજ દોડવા માંડયું .. જીવનપ્રવાસ માં ક્યારે, કેવા વળાંકો આવશે તે તો તકદીર નેજ આભારી છે ને?….જીવનસાથી કેવો મળશે? …ક્યારે મળશે?…..બસ એ દિવસ પણ આવી ગયો…..લગ્ન થતાજ બંને સવપ્નોની દુનિયા હકીકતમાં કેવી લાગશે તે વિચારોમાં ખોવાતા ગયા… …દામ્પત્યજીવન ની શરૂવાત કરવાનો સમય અને શરૂવાત ના વર્ષો તો જીવનનો સુવર્ણકાળ.

વેકેશનના પ્લાન મગજ માં રમવાના શરુ થઇ ગયા….પણ પરિસ્થિતિએ વળાંક લીધો…બેંક ની નવી નોકરી અને નોકરી નું પહેલુજ વર્ષ….બસ, જેટલી રજાઓ જોઈતી હતી તે ના મળી તે નાજ મળી ….કૌટુંબીક સંજોગો પણ કંઈ સાથ આપે તેવા ના હતા …..પણ મારે કેહવું પડશે કે મારા કરતા પણ જયશ્રીએ વધારે સ્વસ્થતા રાખી, ધીરજથી પરિસ્થિતિ નો સામનો કરવાનું નક્કી કર્યું હતું….તેનું ચોક્કસ માનવું હતું અને મને પણ કહેતીજ રહી કે જયારે ભગવાન તકલીફો અને મુશ્કેલીઓ આપે છે ત્યારે આપણને આપણા વિકાસ અને ઘડતર માટેની તકો આપે છે….વેદો માં સાચેજ કહ્યું છે તેમ કોઈની દીકરી જયારે વહુ બની ને પારકા ઘરે આવે છે ત્યારે પ્રથમતો તેને સેવિકા બનવાનું છે…..પછી સમયાંતરે તેને સખી બનવાનું છે અને છેલ્લે સામ્રાજ્ઞી બનશે તોજ તે સફળ થયી ગણાશે……શરૂવાતથીજ જો તે સામ્રાજ્ઞી બનવા જશે તો બાજી બગડી જશે તે તેને સાચું કરી બતાવ્યું…..ઘર ને વર બંને ને સાચવવામાં તેની કળા દાદ માગી લે તેવી હતી……સમય નો પવન બદલાયો……બંધ બારીઓ અચાનકજ ઉઘડવા માંડી …આફતોના વાદળો વિખરાઈ ગયા…. …અને નજીકના સમયમાં જ સ્વપ્નો સાકાર થયા…..તેનો વિશ્વાસ કે ઈશ્વર જે કરે છે તે સારા માટેજ….મને સ્પર્શી ગયો…..તેણે મારા મન ને જીતી લીધું…જીવન ના વર્ષો તો સપાટાભેર પસાર થતા ગયા …..દરેકને ઘર સંસાર તરવામાં કેવી મુશ્કેલીઓ આવેછે તેની તો ખબર છેજ ….. મેં પણ તેને એકજ ગુરુમંત્ર આપ્યો કે સાસરામાં કોઈનું બોલ્યું ખોટું લગાડવું નહિ અને કોઈને ખોટું લાગે તેવું બોલવું નહિ…..અને આ ગુરુમંત્ર ખરેખર કામ કરી ગયો…….તે આજ દિવસ સુધી……..બસ, હવે તો આનંદ જ આનંદ……

મુકુલ ચોક્સીએ સાચેજ કહ્યું છે…….

એક બાજી ના બે રમનારા, એક હારે તો જીતે બીજો….

પ્રેમ ની બાજી કિન્તુ એવી…..બેઉ જીતે કે બેઉ હારે…..

– ( ગુજરાત સમાચાર, યુએસએ )

 

આ મહિના નો વિષય-`તમે એવા લાગો…..

બેઠકના સૌ સ્નેહી મિત્રો અને ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓને ખુશખબર….
આ મહિનાની બેઠક શુક્રવાર – તા. 29 જાન્યુઆરી, 2016…સાંજે 6.30 વાગે…
વિષય ખુબજ રસિક છે….
……………………………………………………………………………………………

આ મહિના નો વિષય સંભાળીને તમે ઉછળી પડશો…પતિ અને પત્ની અથવા તો મિત્રો કે સ્વજનો જે વિષય ની અત્યારસુધી રાહ જોતા હશે તે વિષય મારા મન માં ઘણા વખતથી રમતો હતો…`તમે એવા લાગો……`

`તમે એવા લાગો…..` – આ સવાલ પતિ અને પત્નીં – બંનેના દિલોદિમાગમાં લગ્ન બાદના વર્ષોમાં સદાય ઘૂમરાતો જ રહે છે… …હવે જયારે તક મળી છે મન ની બારી ખોલવાની … દિલ ની તિજોરીમાંથી યાદોને બહાર લાવી જીવન માં બહાર લાવવાની.. જીવન ની પાનખરને વસંતમાં ફેરવવાની…..તો રાહ શું જોવાની?

ઉપાડો કલમ અને આજે તો લખીજ દો….અપના શબ્દોમાં…….વાર્તા સ્વરૂપે ( ટુંકાણ માં) અથવા તો કવિતા ના રૂપમાં ……અને બેઠકમાં આવો ત્યારે સૌને રૂબરૂ માં કહી દો…….મન ના માણીગરની તમારા દિલના કોઈ ખૂણામાં આજ દિવસ સુધી સંઘરેલી વાતો…મધુર યાદો.. પતિએ કહેવાનું કે તેણે તેની પત્નીમાં શું ખૂબીઓ કે ખાસિયતો જોયી, માણી કે અનુભવી અને પત્નીએ કહેવાનું તેણે તેના પતિમાં શું ખૂબીઓ કે ખાસિયતો જોયી, માણી કે અનુભવી…શું મજા આવશે તેનો કોઈ અંદાઝ છે? આ સાંભળ્યા પછી તો મન માં આનંદ ની હેલી ઉઠશે ……મન પ્રફુલ્લિત થયી જશે…..જીવન માં તો વર્ષો ઉમેરાશે…..હવે ખાતરી થશે બંનેને ઓહ! ….ઓહ! …..બંને કેટલા ભાગ્યશાળી છે….એકબીજાને પામવામાં …જીવન ના બાગને સજાવવામાં..

તો ચાલો, શરૂવાત હું મારાથી જ કરું …. એક ઉદાહરણ રૂપે.

મારું કોલેજ જીવન પૂરું થતાજ જીવન, જીવનસાથી અને ઘર સંસાર વિષે મગજ દોડવા માંડયું .. જીવનપ્રવાસ માં ક્યારે, કેવા વળાંકો આવશે તે તો તકદીર નેજ આભારી છે ને?….જીવનસાથી કેવો મળશે? …ક્યારે મળશે?…..બસ એ દિવસ પણ આવી ગયો…..લગ્ન થતાજ બંને સવપ્નોની દુનિયા હકીકતમાં કેવી લાગશે તે વિચારોમાં ખોવાતા ગયા… …દામ્પત્યજીવન ની શરૂવાત કરવાનો સમય અને શરૂવાત ના વર્ષો તો જીવનનો સુવર્ણકાળ.

વેકેશનના પ્લાન મગજ માં રમવાના શરુ થઇ ગયા….પણ પરિસ્થિતિએ વળાંક લીધો…બેંક ની નવી નોકરી અને નોકરી નું પહેલુજ વર્ષ….બસ, જેટલી રજાઓ જોઈતી હતી તે ના મળી તે નાજ મળી ….કૌટુંબીક સંજોગો પણ કંઈ સાથ આપે તેવા ના હતા …..પણ મારે કેહવું પડશે કે મારા કરતા પણ જયશ્રીએ વધારે સ્વસ્થતા રાખી, ધીરજથી પરિસ્થિતિ નો સામનો કરવાનું નક્કી કર્યું હતું….તેનું ચોક્કસ માનવું હતું અને મને પણ કહેતીજ રહી કે જયારે ભગવાન તકલીફો અને મુશ્કેલીઓ આપે છે ત્યારે આપણને આપણા વિકાસ અને ઘડતર માટેની તકો આપે છે….વેદો માં સાચેજ કહ્યું છે તેમ કોઈની દીકરી જયારે વહુ બની ને પારકા ઘરે આવે છે ત્યારે પ્રથમતો તેને સેવિકા બનવાનું છે…..પછી સમયાંતરે તેને સખી બનવાનું છે અને છેલ્લે સામ્રાજ્ઞી બનશે તોજ તે સફળ થયી ગણાશે……શરૂવાતથીજ જો તે સામ્રાજ્ઞી બનવા જશે તો બાજી બગડી જશે તે તેને સાચું કરી બતાવ્યું…..ઘર ને વર બંને ને સાચવવામાં તેની કળા દાદ માગી લે તેવી હતી……સમય નો પવન બદલાયો……બંધ બારીઓ અચાનકજ ઉઘડવા માંડી …આફતોના વાદળો વિખરાઈ ગયા…. …અને નજીકના સમયમાં જ સ્વપ્નો સાકાર થયા…..તેનો વિશ્વાસ કે ઈશ્વર જે કરે છે તે સારા માટેજ….મને સ્પર્શી ગયો…..તેણે મારા મન ને જીતી લીધું…જીવન ના વર્ષો તો સપાટાભેર પસાર થતા ગયા …..દરેકને ઘર સંસાર તરવામાં કેવી મુશ્કેલીઓ આવેછે તેની તો ખબર છેજ ….. મેં પણ તેને એકજ ગુરુમંત્ર આપ્યો કે સાસરામાં કોઈનું બોલ્યું ખોટું લગાડવું નહિ અને કોઈને ખોટું લાગે તેવું બોલવું નહિ…..અને આ ગુરુમંત્ર ખરેખર કામ કરી ગયો…….તે આજ દિવસ સુધી……..બસ, હવે તો આનંદ જ આનંદ……

મુકુલ ચોક્સીએ સાચેજ કહ્યું છે…….એક બાજી ના બે રમનારા, એક હારે તો જીતે બીજો….પ્રેમ ની બાજી કિન્તુ એવી…..બેઉ જીતે કે બેઉ હારે…..

– રાજેશ શાહ ( ગુજરાત સમાચાર, યુએસએ )

ગુજરાત સમાચારમાં “સંવર્ધન માતૃભાષાનું” સમાચાર ચમકાવતા રાજેશભાઇ શાહ

Gujarati Language Maha Granth appro.12000 pages – might get place in Guinness Book of World Records…GUJARAT SAMACHAR, USA Edition of 20th Dec, 2015 published News on MAHA GRANTH – SAMVARDHAN MATRUBHASHA NU…..
– Rajesh Shah, Press Reporter, Gujarat Samachar, USA Edition.

 

Gujarat Samachar

માણસને ભોંયતળીએ કેવળ દટાઈને રહેવાનો કશો અર્થ નથી આ પુસ્તક, ભોંયતળીએથી અગાસી પર પહોંચવાનો પુરુષાર્થ છે.આ પુસ્તક સંપાદનોમાં અવશ્ય અનોખું થઈને રહેશે, જે ગદ્યના મહાન રસ્તા પર એક મહત્વનું સીમાચિન્હ બની રહેવાનું છે એમાં કોઈ શંકા નથી. સંવર્ધનમાં ગતિ નું પણ મહત્વ છે પહેલાનું સાહિત્ય જાળવાતાની સાથે નૂતન સર્જનનું ઉર્ધ્વગમન પણ થાય તે જરૂરી છે.ભાષા કે સાહિત્યક્ષેત્રે  નિર્માણ કરવા નવા સર્જકો ઉભા કરવા જરૂરી છે. જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે.આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી તેમાં છયાસીથી વધુ લેખકની પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન છે. એક જાગૃતિ  પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જાય અને વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે  એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી.માત્ર એકવાર નહિ નિયમિત “બેઠક” કે સહિયારા સર્જનમાં નિતનવા વિષય કે વાર્તા પર લખી સર્જકો એ ભાષાને કેળવી છે. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.પુસ્તક એ ભાષાની તાકાત છે  સર્જનાત્મક ગદ્ય ના પણ હોય તો પણ ગદ્ય મૌલિક ગદ્ય તો છે જ,દરેક લેખકનું સાતત્ય આ પુસ્તકનું આકર્ષણ છે. પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે, પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલે  ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી પ્રવૃત્ત થયા છે.પછી એને વધાવવાની  જવાબદારી આપણા સૌની છે.

બેઠકમાં દિવાળીની ઉજવણી

અહેવાલ: રાજેશભાઈ શાહ 

bethak aheval

unnamed

અહેવાલ- ‘થાવ થોડા વરણાગી’-રાજેશ શાહ

————————————————————–

Last Update : 16 March, 2015 07:11 PM

ગમતાંને ગમતું કીધું છે… બીજે ક્યાંય નમતું દીધું છે…

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે રજૂઆત

– વરણાગી બનીને સીનિયરો જોવા ઉમટયા… ‘થાવ થોડા વરણાગી’

(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૯

ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમીઓએ આજની બેઠકની સુનહરી સાંજે વરણાગીપણાને વહાલથી વધાવી લીધું હતું.
‘બેઠક’ના ફેબુ્રઆરી માસનો વિષય ખૂબ જ રસિક અને મનને આનંદિત કરે તેવો હોઈ સર્વે સિનિયર ભાઈઓ બહેનો ‘થાવ થોડા થોડા વરણાગી’ વિષયને માન આપીને તેને અનુરૃપ ગીત- ગઝલ વિચારોને લઈને ફેશનેબલ એટલે કે વરણાગી બનીને શુક્રવાર સાંજે ૨૭ ફેબુ્રઆરી- ૨૦૧૫ના રોજ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરિયમમાં આવી પહોંચ્યા હતા.
આજના કાર્યક્રમના ખાસ મહેમાન જાણીતા સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ અને જાણીતા કવિ ગઝલકાર ડો. મહેશ રાવલ હતા.
કાર્યક્રમની શરુઆત રમેશભાઈ પટેલે ગણેશવંદનાના શ્લોકોથી કરી હતી. આજના કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાાબેન દાદભાવાલા અને કલ્પનાબેન રઘુભાઈ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી તેઓનો પરિચય આપ્યો હતો.
જયશ્રીબેન મરચન્ટે ડો. મહેશભાઈ રાવલના ગઝલ સંગ્રહ ખરેખરનું વિમોચન કરતા ડો. મહેશભાઈ રાવલનો પરિચય આપ્યો હતો. અને ‘ખરેખર’ ગઝલસંગ્રહમાં કવિ- ગઝલકારે પોતાની કલાનો કસબ રજૂ કરી કેવી કમાલ કરી છે તેની રજૂઆત કરી છે.
ગમતાને ગમતું દીધું છે
બીજે કયાંય નમતું દીધું છે
તથા
મઝલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું.
આવી સુંદર પંક્તિઓના સર્જક છેલ્લા ૩૭ વર્ષોથી ગઝલોની દુનિયામાં રચ્યા પચ્યા રહેનાર કવિ- ગઝલકાર ડો. મહેશભાઈ રાવલના ગઝલોના ગુલદસ્તા એવા ચોથા ‘ખરેખર’ ગઝલસંગ્રહ વિમોચનને સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓએ તાલીઓથી વધાવી લીધો હતો. જાણીતા કવિ શાયર અમૃત ‘ઘાયલ’ના શહેર અને કૂળના જાણીતા ગાયક મનહર ઉધાસે જેમની ગઝલો ગાઈ છે તેવા ડો. મહેશ રાવલની કાઠિયાવાડી બરકટ બોલીમાં રચાયેલી તળપદી મીઠાશવાળી ગઝલોને સર્વે ગઝલપ્રેમીઓએ આવકારી છે અને મન મૂકીને માણી છે.
ગઝલ સંગ્રહના વિમોચન બાદ આજના વિષય ઃ ‘થાવ થોડા વરણાગી’ને અનુરૃપ જયશ્રીબેન શાહે ૧૯૪૮માં રજૂ થયેલ ગુણસુંદરી ફિલ્મનું જાણીતું ગીત ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ સુંદર રીતે ગાઈને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું.
વરણાગી વિષય ઉપર પોતાની જીવનશૈલી અને વિચારોને વાચા આપવા એક પછી એક સર્જકો રજૂઆત કરવા આવતાં ગયા માધુરિકાબહેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, રાજેશભાઈ શાહ, જાગૃતિબેન, કુંતાબેન વસુબેન શેઠે વિષયને અનુરૃપ વરણાગી વેશભૂષા કરીને પ્રસંગને દીપાવ્યો હતો. વસુબેન શેઠે ખૂબ સુંદર શણગાર સજી લટકા મટકા સાથે પોતાના જીવનના રસિક પ્રસંગોની રજૂઆત કરી.
તેઓએ વરણાગીપણા વિશે કહેતા જણાવ્યું કે, ફેશને તેમને આત્મવિશ્વાસ અપાવ્યો છે. વિચારોમાં આવેલા વરણાગીપણાએ એમની સર્જનશક્તિ ખીલવી છે અને જીવનમાં આનંદનો સંચાર કર્યો છે. કલ્પનાબેને વરણાગીપણા વિષે કહેતા જણાવ્યું કે વરણાગીપણું એટલે માત્ર ફેશન જ નહી ંવરણાગીપણું એટલે પરિવર્તન પ્રસંગ અને સંજોગોને અનુરૃપ બદલાવ અને જીવનને માણવાનો અનોખો પ્રયાસ.
દર્શનાબેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, નિહારીકા બેન તથા સર્વે સર્જકોએ વરણાગીપણા અને આધુનિકતા વિષય ઉપર પોતપોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા.
આજના કાર્યક્રમનું રેડિયો પ્રસારણ માટે જાગૃતિબેન શાહ સાઉન્ડ સિસ્ટમ માટે દિલીપભાઈ શાહ, ફોટોગ્રાફી- રઘુભાઈ શાહે સુંદર સહકાર આપ્યો હતો.

———————————————————
Rajesh Shah,
Cell: (510) 449 8374.

અહેવાલ-રાજેશ શાહ દ્વારા

જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થાય છે…

– કૃષ્ણ દવે અને અદમ ટંકારવી અમેરિકાની મુલાકાતે

– બે એરિયાના સાહિત્ય રસીકોએ ગીત-સંગીત મહેફિલનું આયોજન કર્યું

(રાજેશ શાહ દ્વારા) બેએરિયા, તા. ૨૪

ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી અમેરિકાની મુલાકાતે છે તે જાણ થતાં જ બે એરિયાના ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરવામાં સદાય અગ્રસર એવા શ્રી મહેન્દ્રભાઈ મહેતા, જાગૃતિ શાહ, બેઠક ગુ્રપના પ્રગ્નાબેન દાદભાવાલા, સિનિયર ગુ્રપના રમેશભાઈ પટેલના સહયોગથી જાણીતા કવિઓ સાથે મહેફિલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહેફિલના અનેક રંગોને અને ગુજરાતી ભાષા-સાહિત્યની બેઠકમાં ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યની આગવી રજૂઆતને જાણવા અને માણવા ગુજરાતી ભાષા રસિકો રવિવારે ૧૬ નવેમ્બર, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગરના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. યુવાન વર્ગના ભાઈઓ-બહેનોની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. આજની યુવા પેઢીના યુવક-યુવતીઓ હવે ગુજરાતી ભાષાના આવા વિશિષ્ટ કાર્યક્રમોમાં હાજરી આપવા પ્રેરાયા છે તે માટે વડીલો અને સિનિયર ભાઈઓને તેનો શ્રેય જાય છે અને અભિનંદનને પાત્ર છે. ગુજરાતી ભાષાનું માધુર્ય અને લાલિત્ય હજુ જળવાઈ રહે તેવા સક્રિય પ્રયાસો હજુય થતા રહે છે જે આવકારદાયક છે.
કાર્યક્રમની શરૃઆતમાં ઈન્ડિયાથી આવેલ જાણીતા કવિ કૃષ્ણ દવે અને બ્રિટનથી આવેલા જાણીતા કવિ ગઝલકાર શ્રી અદમ ટંકારવી અને ફલોરિડા, અમેરિકાના જાણીતા કવિ, સાહિત્યકાર દિનેશભાઈ શાહનું સન્માન કરી પરિચય આપવામાં આવ્યો. જીવનની પાનખરમાં વસંતના વાયરા લઈને આવેલા યુવાનોને પણ શરમાવે તેવા તરવરાટ ભર્યા હસમુખા કવિઓને સાંભળવા અને માણવા ગુજરાતી ભાષા પ્રેમીઓ ખૂબ ઉત્સુક લાગતાં જ કૃષ્ણ દવેએ મહેફિલનો આરંભ કર્યો હતો.
કૃષ્ણ દવેની સુંદર રજૂઆતને સૌ ભાષાપ્રેમીઓએ પ્રેમપૂર્વક માણી હતી. તેમની સુંદર રજૂઆતની લાક્ષણિક વિશિષ્ટતા તેમનો બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદા સૌને સ્પર્શી ગઈ.
ત્યારબાદ અમેરિકાના કવિ શ્રી દિનેશભાઈ શાહે તેમની તત્ત્વચિંતન યુક્ત કવિતાઓની રમુજી રીતે રજૂઆત કરી હતી. તેમણે સર્જેલા ‘આગિયાના તેજ’ પર આ આગિયો ઝબકીને ખરતો, અને અન્ય લાગણી સભર કાવ્યો રજૂ કરી તેમના જીવનના અનુભવો તેઓએ કેવી રીતે કાવ્યમાં આવરી લીધા છે તે જુના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. જીંદગી જીવતા જીવતા નાના નાના પ્રસંગોમાં અને નાની વાતોમાંથી પ્રેરણા લઈ માનવજીવનને કંઈક બોધ આપી જાય તેવા સંદેશાસભર નાના કાવ્યો સૌના મનને સ્પર્શી ગયા.
કાવ્ય અને ગઝલની મહેફિલનો દોર જેવો જાણીતા કવિ અદમ ટંકારવીના હાથમાં આવ્યો કે સૌ રસિક ભાષાપ્રેમીઓએ તાલીઓથી તેમને વધાવી લીધા હતા.
ગુજલીસ ગઝલોના રાજા તરીકે જાણીતા શ્રી અદમભાઈએ તેઓની રમુજી કવિતાઓથી ભાષાપ્રેમીઓને બરાબર ભીંઝવી દીધા.
તેઓની ગુજરાતની સનમ, બ્રિટનની સનમ અને અમેરિકાની સનમ વાળી ગઝલ, પટેલ અને મોટેલ વાળી હાસ્યસભર ગઝલ, ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થાય છે.’ ‘તું નથી તેનો આ અંજામ સનમ-ગામ પણ લાગતું પરગામ સનમ’, ‘હૈયાને વિંધતી વાતકે બાઈબલ ખોલું ને સીતા નિકળે રામાયણમાંથી ફરિશ્તા નીકળે’, ‘ઝેર તો બીજું કોઈ જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે.’ એવા હાસ્યસભર માર્મિક કાવ્યોની તેમની સુરતી ભાષાના રંગે રંગાયેલી વિશિષ્ટ શૈલીમાં રજૂઆત કરતાં સૌએ તાલીઓથી વધાવી લીધા હતાં.
સરોવર કાંઠે રાજહંસની હાજરીથી આખું સરોવર દીપી ઊઠે તેમ ગુજરાતી ભાષાના રસિક અને કદરદાન પ્રેક્ષકોની દાદથી ત્રણેક કવિઓ ગદ્ગદ્ થઈ ગયા હતા અને કાર્યક્રમના આયોજકો, પ્રજ્ઞાાબેન દાદભાવાળાના કાર્યક્રમ સંચાલનની સ્વયંસેવકો અને પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહેફિલ કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળે તે રીતે બે એરિયાના જાણીતા કવિ અને ગાયીકા નેહલ દવેએ તેમની ગઝલની સુંદર રજૂઆત કરી મહેફિલની બેઠક પુરી કરી હતી.
મહેફિલ કાર્યક્રમના સમાપનમાં આભારવિધિ કરતાં પ્રજ્ઞાાબેન દાદભાવાલાએ ત્રણેય કવિઓનો તેમની મધુર અને રમુજી રજૂઆત બદલ આભાર માન્યો હતો. ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરે આ કાર્યક્રમના આયોજન માટે સુંદર ઓડિટોરિયમની સગવડ કરી આપી તે બદલ શરદભાઈ દાદભાવાલાનો આભાર માન્યો હતો. અને ઉપસ્થિત રહેલ ભાષા પ્રેમીઓ અને ચાહકો જેમના થકી ગુજરાતી ભાષા-સાહિત્યનો વારસો જળવાઈ રહે છે અને ગુજરાતી ભાષા જીવતી રહે છે તેમને ખૂબ અભિનંદન આપ્યા હતા.

(ગુજરાત સમાચાર ડિસેમ્બર 04 2014)

બેઠકનો અહેવાલ -રાજેશ શાહ

 

Gujarat Samacharબે એરિયાના સાહિત્યકારોએ સુખની શોધ માટે મંથન કર્યું

– અંતે સૌ સુખને સાથે લઇ છૂટા પડયા

– સૌએ પોત-પોતાના સુખને શોધ્યું સર્વત્ર સુખ વર્તાયું; સુખ છલકાણું

(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૧૩
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપી આપણા સૌની ગૌરવવંતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને નવી પેઢીને તેનો અમૂલ્ય વારસો આપવા ‘બેઠક’ બેનર હેઠળ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ જાન્યુઆરી, ૨૦૧૪થી શરૃ કરીને દર મહિને છેલ્લા શુક્રવારે ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થાય છે.
દર મહિને ગુજરાતી ભાષા – સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય રૃપે નક્કી કરાય છે અને સૌ તેની બેઠકના કાર્યક્રમ વખતે રજૂઆત કરવા તૈયારીઓ શરૃ કરે છે.
બેઠકના સંનિષ્ઠ કાર્યકરો પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઇ તથા સહગુજરાતી ભાષાપ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. બેઠકના સપ્ટેમ્બર મહિનાનો વિષય સુખ ઉપર સૌએ પોતપોતાના મૌલિક વિચારોની રજૂઆત કરવા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થયા હતા. આજના સુખના વિષયને સૌ ભાષા રસિકોએ ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો અને અનોખી રજૂઆત કરવા સૌ તત્પર થયા હતા. આજની બેઠકનું ખાસ આકર્ષણ બે એરિયાના સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ, પુસ્તક પરબના પ્રતાપભાઇ પંડયા, સંગીત અને સાહિત્યપ્રેમી મહેન્દ્રભાઇ મહેતા અને જાગૃતિબેન શાહ હતા.
બેઠકની શરૃઆતમાં કલ્પનાબેને સરસ્વતી વંદનાથી કરી હતી. ટેક્સાસથી ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જનના શ્રી વિજયભાઇ શાહે ફોન ઉપર કોન્ફરન્સ કોલ કરી સર્વે સાથે વાતો કરી. જયશ્રીબેન મરચન્ટે પોતાના સુખ ઉપર આગવા વિચારો રજૂ કરી ેબેઠકના સર્વે ભાષાપ્રેમીઓને આવા સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા.
બે એરિયાના બેઠકના ભાષાપ્રેમીઓ કલ્પનાબેન રઘુભાઇએ, ૮૨ વર્ષે પણ સતત કાર્યશીલ રહેતા પ્રજ્ઞાાબેન, પી.કે. દાવડા, રાજેશ શાહ, કુન્તાબેન દિલીપભાઇએ, જયવંતીબેને, વસુબેન, સુબોધ ત્રિવેદી, દિનેશ પટેલ, પિનાકભાઇ દલાલે સુખ વિષય ઉપર સચોટ રજૂઆત કરી હતી.
આજની બેઠકમાં સૌ ભાષાપ્રેમીઓ ઉત્સાહ સાથે આવ્યા, સમગ્ર કાર્યક્રમનો અને સૌની રજૂઆતને પ્રેમપૂર્વક માણી સુખને સાથે લઇને છૂટા પડયા. અહીં સુખ વાંચન બનીને આવ્યું અને શુક્રવારની સાંજે બેઠકમાં સૌએ પોતપોતાના સુખને શોધ્યું અને મેળવ્યું. બધે સુખ અને સુખ વર્તાયું એમ કહો કે સુખ છલકાણું.

અહેવાલ -રાજેશભાઈ શાહ -ગુજરાત સમાચાર -6/27/014

૭ વર્ષની શ્રાવ્યા,

૮૨ના પદ્માબેને પણ ગીતોની રમઝટ ઉભી કરી

– સાહિત્ય પ્રેમીઓની ‘બેઠક’

– ગુજરાતી ગીત-સંગીત ‘કેરીઓકી’નું ખૂબ સુંદર આયોજન ઃ શુક્રવારે મેળાપ

(રાજેશ શાહ દ્વારા) બેએરિયા, તા. ૭
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપવા અને ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણી દ્વારા ‘બેઠક’ બેનર હેઠળ બે એરિયાના સાહિત્ય રસિકો દર મહિનાના છેલ્લા શુક્રવારે એકત્ર થાય છે.
તા. ૩૧ જાન્યુ., ૨૦૧૪ના રોજ પ્રથમ ‘બેઠક’ના કાર્યક્રમમાં ‘તો સારૃં…’ વિષય ઉપર સાહિત્યપ્રેમીઓએ પોતપોતાના મૌલિક વિચારો સ્ટેજ ઉપરથી રજૂ કર્યા બાદ ‘બેઠક’ના કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઈ, રાજેશ શાહ દર મહિને સાહિત્ય અને ગુજરાતી ભાષાને સ્પર્શતા એક સુંદર વિષય ઉપર પોતપોતાની વિશિષ્ટ રજૂઆત કરવા સર્વે સાહિત્ય પ્રેમીઓને આમંત્રણ આપે છે.
દર મહિનાની બેઠકના કાર્યક્રમમાં વિષયોનું વૈવિધ્ય તો જૂઓ -દર વખતે સુંદર વિષયો જેવા કે તો સારૃં…. પ્રેમ એટલે પ્રેમ, ગુજરાતી કહેવતો, પ્રસ્તાવના, નરસિંહ મહેતા, વિ.

‘બેઠક’ બેનર હેઠળ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ગુજરાતી ભાષા-સાહિત્યના દર મહિને યોજાતા રસિક કાર્યક્રમમાં જોડાયા તે અગાઉ તેઓ દર મહિને ‘પુસ્તક પરબ’ બેનર હેઠળ એકત્ર તો થતાં જ હતા પણ આ પુસ્તક પરબની પ્રવૃત્તિઓને વિશાળ ફલક ઉપર લઈ જઈ ગુજરાતી ભાષા સાહિત્ય સંગીતના વિવિધ પાસાઓ સાંકળી લઈ ગુજરાતી ભાષા-સાહિત્યની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપી સાહિત્યપ્રેમીઓને નવી તક આપી આગળ લાવવાનો પ્રયત્ન સફળ થયો એમ લાગતાં ‘બેઠક’ના સંનિષ્ઠ ભાષાપ્રેમીઓએ ગુજરાતી ગીતોને કેરીઓકી દ્વારા ભાષાપ્રેમીઓ ગાઈને સંગીતના સથવારે રજૂ કરે તો કંઇક નવી જ રંગત આવે તે ખ્યાલથી બે એરિયાના જાણીતા રેડિયો સ્ટેશન રેડિયો ઝિંદગીમાં રજૂ થતા ‘આવો મારી સાથે’ કાર્યક્રમના કલાકાર જાગૃતિ શાહના સાથ-સહકારથી ગુજરાતી ગીત-સંગીત કેરીઓકીનું ખુબ સુંદર આયોજન શુક્રવાર તા. ૨૭ જૂન, ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું. સર્વે ગુજરાતી સાહિત્યપ્રેમીઓ  મિલપિસટાનગરના ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં એકત્ર થયા હતા. અને એક પછી એક ગુજરાતી ગીતો કેરિઓકી સંગીત સાથે ગાવા સ્ટેજ ઉપર આવતાં ગયાં. ઘણાં ગુજરાતી સંગીતપ્રેમીઓ તો સૌ પ્રથમ વખત સંગીતની સાથે ગીત ગાતા હતા.
ગુજરાતી ભાષા-સંગીતપ્રેમીઓએ એક પછી એક જાણીતા ગુજરાતી ગીતો કેરિઓકી સાથે સ્ટેજ ઉપરથી ગાયા અને સર્વેએ તાલીઓથી તેઓને વધાવી લીધા. અને સૌથી અગત્યની વાત તો તે હતી કે આ કાર્યક્રમમાં કોઈ ફી રાખવામાં આવી ન હતી. સાત વર્ષની ઉંમરની શ્રાવ્યા અંજારિયાએ ગુજરાતી ગીત કેરીઓકી સાથે ગાયું અને ૮૨ વર્ષના પદ્માબેન શાહે પણ સુંદર ગીત ગાયું.
ભારતમાં પુસ્તક પરબની પ્રવૃત્તિઓ શરૃ કર્યા પછી વડોદરાના આજીવન શિક્ષક, મૂક સેવાભાવી કાર્યકર, શિક્ષણ વિદ્ અને સાહિત્ય રસિક શ્રી પ્રતાપભાઇ પંડયાએ પણ ગુજરાતી ગીત ગાયું.
પ્રતાપભાઈ પંડયાની પુત્રી કાશ્મીરાબેને, જાગૃતિ શાહે, રાજેશભાઈ શાહે, કલ્પનાબેન શાહે સુંદર ગુજરાતી ગીતો ગાતાં સર્વેએ તેઓને તાલીઓથી વધાવ્યા હતાં. મહેશભાઇ રાવલે ગઝલ અને ગીતથી આ મહેફિલને સજાવી. કૌમુદિની મુન્શીના ગીતો કવિ હરિન્દ્ર દવે, ઇન્દુલાલ ગાંધી, કલાપી વિ. નામાંકિત કવિઓના સુમધુર ગીતો રજૂ થતાં ગયા અને સંગીતપ્રેમીઓ એ માણતાં રહ્યા.
આ સમગ્ર કાર્યક્રમને અનોખી રીતે રજૂ કરવા પ્રજ્ઞાબેન દાદભાવાલાને રેડિયો ઝીંદગીના ‘આવો મારી સાથે’ કાર્યક્રમ રજૂ કરતાં જાગૃતિબેન શાહ, જાણીતા ગાયક કલાકાર આણલ અંજારિયા, દર્શનાબેન ભૂતા શુકલ, શરદભાઈ દાદભાવાલાનો સુંદર સહકાર મળતાં આ ‘ગુજરાતી ગીત-સંગીત કેરિઓકી સાથે’ના નવતર પ્રયોગને સફળતા મળી હતી અને સર્વે ગુજરાતી ભાષા-સાહિત્ય- સંગીતપ્રેમીઓએ કાર્યક્રમને મન મુકીને માણ્યો હતો.
બે એરિયામાં બેઠક બેનર હેઠળ દર માસે વિવિધ વિષય સાથે રજૂ થતાં વિશિષ્ઠ કાર્યક્રમથી પ્રેરણા લઇ ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ કવિયત્રી લેખિકા હેમાબેન પટેલના આગ્રહથી એક નવી દિશા નવો પ્રયોગ કરવા સહિયારૃં સર્જનમાં જુલાઇ મહિનાથી નવતર પ્રયોગ સુંદર ગુજરાતી કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરાયું છે. તેનો વિષય ‘લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે’ સાથે સર્વે ગુજરાતી ભાષા પ્રેમીઓ પોતપોતાના મૌલિક વિચારો લેખન દ્વારા રજૂ કરશે એમ વિજયભાઈ શાહે અને પ્રવીણાબેને જણાવ્યું હતું.

07-12-14 – Gujarat Samachar, USA published News of BETHAK Event in its edition of 13th July, 2014.