રાખીનો પ્રેમ…!

આંખોને જળ તો ઘણાં આપી જાય,

જે સ્નેહનું ઝરણું વહાવે તે રાખીનો પ્રેમ…!

પીંજરું કાપીને પાંખ આપે તે ભાઈ નો પ્રેમ,

ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે બહેનીનો પ્રેમ…!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,

પણ ભરતોફાને હાથ આપે તે વ્હાલી  ભાઈ નો પ્રેમ…!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?

જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે મારા ભાઈનો પ્રેમ…!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,પણ ભરબપોરે શીતલ છાંય આપે તે  વ્હાલી બેનનો પ્રેમ…!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,

પણ સપનાંના સાકારની સવાર આપે તે  મારા વીરા નો પ્રેમ…!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,

જે સાથ સાથે સહકાર આપે તે  જ મારા વીરનો પ્રેમ…


 આપનાં  જીવન વિકાસમાં
બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છા