બે મેં.તી- હાસ્ય સપ્તરંગી -(7)રશ્મિ જાગીરદાર

માધવીના લગ્ન પહેલાં  જ એના પતિ અમિતની  જોબ ચાલુ હતી, એટલે તેના લગ્નમાં તેના પતિનો પુરો સ્ટાફ અને સાહેબ પણ  આવેલા. તેના  લગ્ન તેમના મુળ વતન ખંભાતમાં રાખેલા. એ વર્ષોમાં ખંભાતના દરેક વતનીએ ઘરમાં આવતા સારા -માઠા  પ્રસંગો ખંભાત આવી ને જ કરવાનો રીવાજ હતો, વળી ખંભાતની દીકરી ખંભાતની બહાર પરણાવી શકાતી નહી !   તે પણ એક રીવાજ જ હતો.  તો  વળી કન્યાને લગ્ન  વખતે,  મો ન દેખાય તેટલો ઘૂંઘટ ઓઢીને પરણવા બેસવાનું રહેતું ,  આ પણ એક રીવાજ જ હતો.  ખંભાતની છોકરીઓ બીજા ગામ નહિ પરણાવવાનો રીવાજ અમુક અંશે  અત્યારે પણ ચાલુ જ છે ! અલબત્ત જે માને તેને માટે.  આવો રીવાજ પડવાની પાછળ  પણ એક કિવદંતી છે , પણ મૂળ કારણ તો એ જ કે દીકરી આંખથી દુર હોય ને તેને કઈ દુખ હોય તો ખબર ના  પડે.

માધવીના લગ્નના દિવસે હસ્તમેળાપનો સમય રાત્રે ૧૨  ને ૧૦  મિનીટનો હતો ,એટલે જમણવાર પહેલાં રાખી લીધેલો. લગ્નમાં આવેલા પતિના સ્ટાફે વિચાર્યું કે, આખી રાત રોકાવાને બદલે કન્યા પધરાવે એટલે  કન્યાનું    મો જોઈને નીકળી જઈશું. લગ્નમંડપમાં વિધિ ચાલુ થઇ અને સમય થતાં , કન્યાની પધરામણી  તો થઇ પણ ચહેરો તો પુરેપુરો ઘૂંઘટ માં!  મિત્રો માધવીના પતિને કહે, ” અમિતભાઈ, તું ઘૂંઘટ થોડો હઠાવ તો કન્યાના દર્શન થાય !  અને અમે વેળાસર નીકળી શકીએ. તો અમિત કહે :- “ના ના મારાથી  એવું   કશું નહિ કરાય, તમે લોકો પ્લીઝ રોકાઈ  જાવ.” માધવીને પરણાવવા બેઠેલા માતા -પિતાએ આ વાત  સાંભળી, માધવીના પિતા વિચારવા લાગ્યા કે , ” સાપ ના મરે ઔર લાઠી ભી ના તૂટે ”  એવું કૈક કરવું પડશે.  થોડી વાર પછી ફોટોગ્રાફરને બોલાવ્યો અને કહ્યું ,” ભાઈ, વર-કન્યા  સાથે જમાઈના બધા મિત્રો આવ્યા છે, તેમના ત્રણ ચાર સરસ ફોટા પાડી લો.” અને માધવીના ભાભીને કહે,  “વહુ બેટા, માધવીનો ઘૂંઘટ સરખો કરો, ચહેરો દેખાય એ રીતે –ફોટા સરસ આવવા જોઈએ. ”  અને આમ આખરે મિત્રોએ  કન્યાનું મો જોયું ,સાથે સાથે વર રાજાએ પણ !!!  થોડીવાર પછી મિત્રોએ રજા માંગી, “અમિતભાઈ, અમે નીકળીએ.”

અમિત કહે:- “થેંક યું સર એન્ડ ઓલ ફ્રેન્ડસ .”

 એક મિત્ર કહે:-” શાને માટે થેન્ક્સ  અમારે લીધે કન્યાનું મો જોવા મળ્યું એટલે જ ને ?”

અને બધા હસી પડ્યાં.   માધવીને લગ્ન પછી કપડવંજ રહેવાનું  હતું તેના પતિની  ત્યાં જ   જોબ હતી.   ત્યાં અમિતે પહેલેથી જ એક સરસ ખડકી બંધ ઘર ભાડે રાખેલું હતું. ત્યાં જ માધવીનો સંસાર શરુ થયો. માધવીનો દિયર પણ તેમની સાથે ભણવા રહેવાનો હતો. નિર્દોષ ચહેરો , શરારતી ,હસમુખ સ્વભાવ અને પરાણે વ્હાલું લાગે તેવું વ્યક્તિત્વ.  એવો દિયર, ભાભીનો લાડકો હતો. ત્યાં રહેવા ગયા પછી ઘર કામ માટે કોઈને શોધતાં  હતાં, અમિતના એક મિત્રને ત્યાં કામ કરતી  બાઈને એ લોકોએ મોકલી.

માધવીએ પૂછ્યું, : _” ત્રણે કામ કરવાના છે શું લેશો?”

કામવાળી કહે,: -” ભાભી એક કામના દસ રૂપિયા ભાવ છે.”

 માધવી કહે,: – ” બધે આજ ભાવ લો છો ?” તો કહે, ” બીજા કામ તો જુના —તમારે તો એક કામ ના દસ –એટલે ત્રણ કામના ત્રીસ આપવા પડે.

માધવી કહે, : – ” સારું , આજથી જ કામ ચાલુ કરો, હું મહીને ચાલીસ રૂપિયા આપીશ,  તારું  નામ શું છે ?”

કામવાળી કહે,: – ” મારું નામ તો મેતી છે  પણ ભાભી ચાલીસ ના પોસાય હું તો દસ રૂપિયા પ્રમાણે જ લઈશ .”

 માધવી કહે,: – ” મેતી, હું તો તું કહે છે એનાથી દસ વધારે આપું છું.” પછી થોડીવારે સમજ પડી  એટલે ખુશ થઇને હસવા લાગી. અને ત્યારે એની આંખો,હોઠ,અને ચહેરા પર પણ ખુશી જાણે છલકાઈ ઉઠી!  દસ રૂપિયામાં એને મળેલી ખુશી જોઇને મને જે સતોષ અને આનંદ મળ્યાં  તે ખરેખર અમુલ્ય હતાં.

મેતી પાસે કામ બંધાવ્યાને અઠવાડિયું થયું હશે ને અમિતના એક મિત્ર ઘરે આવ્યા કહે:– ” ભાઈ  માધવી ભાભી બી.એસ. સી .  થયેલા છે ને ? તો પ્લીઝ એમને અમારી સ્કુલ માં મોકલ, અમારે ત્યાં અત્યારે અધવચ્ચે એક ભાઈ ને અમદાવાદ નોકરી મળી તો જાય છે ને તું નહિ મોકલે તો મારા વિદ્યાર્થી ઓ નું ગણિત-વિજ્ઞાન   રખડી પડશે.  પતિ  માધવીને કહે,: – ” ત્રણ મહિનાનો  જ સવાલ   છે  તું  જા,  પછી તો બીજા કોઈને રાખશે”   અને માધવી પણ બની શિક્ષિકા, ગામડામાં લોકો  શિક્ષિકા ને  મે’તી   કહેતાં!

અઠવાડિયા પછી કોઈ બેન કામવાળીને બોલાવવા આવ્યા — તે સમયે માધવીનો દિયર બહાર ઓટલે હીંચકા પર બેઠો હતો પેલા બેને પૂછ્યું ,” ભાઈ મેતી છે?”

દિયર કહે :-  “અમારે ત્યાં બે મેતી છે, તમારે કઈ મેતીનું કામ છે ?”

તો પેલા બેને માધવીને બુમ પાડી. માધવી આવી તો કહે તમારે ત્યાં મેંતી જ કામ કરે છે ને ? આ ભાઈ તો કહેછે ,એમને અધવચ્ચે અટકાવીને દિયર કહે :- ” મેં કહ્યું અમારે ત્યાં બે મેતી છે, એક કામવાળી મેંતી ને બીજી મારી ભાભી-મેં’તી  , તમારે કઈ મેતી નું કામ છે?” સંભાળીને બંને મેં’તી અને બાકીના સૌ હસી પડ્યાં !!

રશ્મિ જાગીરદાર

હાસ્ય સપ્તરંગી -(૧)”ટીખળ” -રશ્મિ જાગીરદાર

આ મહિનાનો વિષય -હાસ્ય સપ્તરંગી માં શુભ શરૂઆત

“ટીખળ”

અમસ્થા  અમસ્થા જ મનમાં થયું કે,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં !

જાતાં ‘તાં  રસ્તે તો રોક્યાં તમોને ,

ને પૂછ્યું, “શું નામ તમારું કિયા ગામના છો?”

પણ તમે તો તોબા, નીકળ્યાં ગજબનાં ! 

કહ્યું -“નામ, ગામ બધું પડતું મુકોને, 

હવે તો સજન તું મારો હું સજની તમારી!

કહો ક્યારે મળીયે અમારા પિતાને?

ને પછી કંકોત્રી છપાવી પરણી જ જઈએ.”  

“અરે! પણ વાત મારી તો સમજો , મને તો 

અમસ્થા અમસ્થા જ મનમાં થયું કે,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં,

કાન પકડી ને માફી હું માગું મુજને જવાદો 

આમ ધરાહાર મારે માથે ના પડશો” 

“પણ કેમ? ઝટ મંગની પટ વ્યાહ થઇ જવાદો” 

“ના રે, પછી એમાં તો ઝટ ઝગડા પટ તલાક !!!

તમે પ્લીઝ  થોડું સમજો, મને તો 

સાચે જ અમસ્થા અમસ્થા મનમાં થયું કે ,

લાવોને થોડું ટીખળ હું કરી લઉં.

રશ્મિ જાગીરદાર  

 

આ મહિનાનો વિષય -કવિતા(6) -રશ્મિ જાગીરદાર-

નસીબનાં  માર્યા

માડી,

તમે ક્યાં બોલાવ્યાં તાં, અમને?
પણ અમે તો,
બસ આવી પહોંચ્યા,
અમારા નસીબનાં માર્યાં.
બાપુ,
તમે ય ક્યાં ઝંખ્યા’તા, અમને ?
કિન્તુ; અમે તો,
મળી ગયાં  તમને,
વિધીના લેખથી  હાર્યાં.
લો હવે,
ખોળામાં લઇ જરા,
વ્હાલથી નિહાળો  મુજને,
માથે હાથ ફેરવી પસવારો  મુજને
ને ખુબ  વ્હાલથી નવડાવો નર્યા.
તમારું જ લોહી છું,
તમારો જ અંશ છું.
તમારા જ પ્રેમનું,
પહેલું પ્રતિક છું તોય,
આવડાં  શા  આંસુડા  સાર્યા?
જાણું છું મુજ પહેલાં,
 પહેલે ખોળે,
ભાઈલો ઝાખતા’તા તમો
હું ય ઝંખુ જ છું.
દુવા ય દઉં છું કે,
હું ય બનીશ,
કંકુ પગલી,ને,
સમજો જોડમાં ભાઈલા પધાર્યા.
મુજને જગ દેખાડવાનું,
ઋણ છે ચુકવવાનું,
તો વચન છે મારું કે,
ભૈલા ને ભાગ દેજો,
ભણતરને સાથ દેજો ,
મુજને બસ પ્રેમ-અમી-ધારા,
હું તો સિંચીશ  આપણ પ્રેમનાં ક્યારા.
-રશ્મિ જાગીરદાર –

ડાયા સ્પોરા-અછાંદસ કાવ્ય -(15) રશ્મિ જાગીરદાર

કે મન તરસે
અવની,
રૂપેરી ઓઢણી ઓઢી,
સ્વત્વ સંકેલી પોઢી.
ઘર- આંગણ રસ્તાને શેરી,
ટેકરીઓની હારમાળા સ્નોથી દીસે અનેરી,
તરુવર તણા ડાળ -ડાળી પણ નર્યા ચંદેરી,
ચમકતી ચાંદી જ્યાં ત્યાં  સઘળે છવાઈ,
ગાત્રો  ગાળતી શીતળતામાં હું પામું નવાઈ!
કે, મન,
 મારું મન તરસે,
તપ્ત તડકાની પીળાશ જોવા,
સુવર્ણ રંજીત,
ઘર, આંગણ, રસ્તાને શેરી ત્યાં તપે કેવાં?
ગાત્રો બાળતી ઉષ્ણ ગરમીને ચાળવા,
બાંધેલ ખસની ટટ્ટી પર પાણી છાંટવા!
કે મન
મારું મન તરસે,
૫૦ ના તાપમાને તપતી,
મુજ વતનની બળતી ધરાને,
થોડી જ – બસ થોડી જ ઠંડક બાંટવા!
                 રશ્મિ જાગીરદાર

માઈક્રોફિક્શન (10)આંસુ -ગુસ્સાનાં અને પ્રેમનાં -રશ્મિ જાગીરદાર.

રમાબેન જેવાં બસ સ્ટેન્ડે પહોચ્યાં, તેવી જ ૩૪ નંબરની બસ આવી. તેઓ ઝડપથી ચઢી ગયાં. અધવચ્ચેનું સ્ટેન્ડ એટલે બેસવાની જગ્યા ભાગ્યેજ મળે, પણ આજે દરવાજા સામેથી સીટ પર જ એક સીટ ખાલી હતી. હાશ કરીને તેઓ બેસી ગયાં. થોડીવારમાં કંડકટર ટીકીટ માટે આવ્યો, તેમણે ૫૦રૂ.ની નોટ આપીને લાલદરવાજાની ટીકીટ માંગી. તેજ વખતે બાજુમાં બેઠેલી યુવતી તરફ તેમનું ધ્યાન ગયું, તે રડતાં રડતાં પર્સ ફંફોસતી હતી. રમાબેન કહે, “તમે ઠીક તો છો? તબિયત બગડી છે ?” યુવતી કહે,” સવારમાં એટલું બધું કામ હોય છે, એટલે મેં મારા પતિને કહેલું કે, મારા પર્સમાં થોડા પૈસા મુકજો, બિલકુલ ખલાસ છે. પણ નથી મુક્યા.” તેનું રડવાનું ચાલુ હતું. રમાબેન કહે, “તમારે ક્યાં જવાનું છે?” યુવતી કહે, “દરિયાપુર.” અને તે વધુ રડી પડી.
રમાબેને બંનેની ટીકીટ લીધી અને યુવતીને ટીકીટ આપતાં કહ્યું,” ઉતાવળમાં આવું થાય જ, એમાં શરમાવા જેવું કશું નથી, લો તમે થોડા પૈસા રાખો, સાંજે પણ જોઇશે.”
યુવતી કહે,” ના બેન, જોબ પર તો બધા ઓળખીતા જ છે, એટલે વાંધો નહિ. પણ તમે એક અજાણ્યાને મદદ કરી છે, શરુઆતમાં મારા આંસુ, – દુઃખ- શરમ અને પતિ પ્રત્યેના ગુસ્સાને લીધે હતાં. પણ હવે, તમારાં પ્રત્યેના આદર, પ્રેમ અને ખુશીનાં આંસુ છે. પ્લીઝ ,મને તમારો ફોન નંબર આપો, હું ફોન કરીને, તમારા ઘરે આવીશ.”
રમાબેન કહે,” અરે બેન, માણસ હોવાને નાતે એટલું કરવું, તે માત્ર મારી ફરજ જ નહિ, હક પણ છે. આપણે એકબીજાને કામ નહિ લાગીએ તો કોણ લાગશે?”
યુવતી કહે,” ના બેન, હું આ પૈસા પાછા આપવા નથી આવવાની. એ તો અમુલ્ય છે. એટલે એ ઋણ ઉતારીને, એનું મુલ્ય હું ઓછું નહિ કરું.પણ આજની આ અણમોલ ભેટ, અદકી ઓળખાણ અને યાદગાર મુસાફરીને જીવંત રાખવા, હું તમારા ઘરે, મારા પતિ અને બાળકો સાથે જરૂર આવીશ.”
રશ્મિ જાગીરદાર.

મારી માવલડી-રશ્મિ હરીશ

   12592778_10153487609357893_6464449022975040803_n

  મંગુભાઈ ઈનામદાર અને અંબાબેન ઈનામદાર ને ત્યાં  એક કન્યા રત્ન જન્મ્યું ! જમાનો તો એ હતો, જયારે નવજાત બાળકીને  “દૂધપીતી ” કરવાનો રીવાજ 

હજી અસ્ત નહોતો થયો , જો કે હા , આ પ્રથા અસ્ત તો આજે પણ ક્યાં થઇ છે ? ફર્ક હોય તો એટલો  જ  કે, ત્યારે દીકરી ઓ ને જન્મ લેવાનું સૌભાગ્ય (!) તો 

સાંપડતું મારી માવલડીજ, આજકાલ તો જન્મ પહેલાં જ …!આ ઈનામદાર કુટુંબમાં જે કન્યા રત્ન પ્રગટ્યું, તે એક તો ઊંચા ખાનદાન, મોભાદાર ઘર અને પુણ્યશાળી માબાપનું પ્રથમ સંતાન હતું . વળી રત્ન  શબ્દ પણ તેણે માટે અતિ યોગ્ય હતો, કારણ કે મોતી રંગ નો વર્ણ ,રૂબી ની ઝાંય પથરાઈ  હોય, તેવો આછેરો રક્ત રંગી ચહેરો, અને સોલીટેર હીરા મઢ્યા હોય તેવી સ્વચ્છ પાણીદાર આંખો ! સાચે જ રત્ન નો ભંડાર લઇ ને જન્મેલી આ કન્યા નું નામ  “કંચન” સિવાય બીજું શું રાખી શકાય? કંચન તો સાચે જ પેલી પરી કથા ની કુંવરી ની જેમ દિવસે ના વધે તેટલી રાતે વધતી ગઈ, અને આ કંકુ પગલી કન્યાના શુભ પગલે માબાપ ને ત્યાં ત્રણ પુત્ર રત્નો પણ જનમ્યાં.એને  એક નાની બેન પણ હતી. સૌ ભાંડુડા  કંચન ને “મોટાં બેન” કહેતાં.

 એકવાર ગામ માં એક જ્યોતિષી આવ્યા , સૌ એ એમને ઈનામદાર ના ડહેલે  બેસવા કહ્યું , અને ગામ ના લોકો પણ પોતાનું ને ખાસ તો પોતાની દીકરીઓનું ભવિષ્ય જાણવા ત્યાં એકત્રિત થયા . સૌથી પહેલો નંબર કંચનનો આવ્યો કરણ કે તેણે ૧૧મુ વર્ષ પૂરું થઇ ને ૧૨ મુ વર્ષ બેઠું હતું અને કન્યા ને ૧૨-૧૩ વર્ષે પરણાવી દેવાનો વણકથ્યો નિયમ હતો તે જમાનામાં. જ્યોતિષીએ કંચનના બંને હાથમાં માછલીનું ચિન્હ જોઈ ને ભવિષ્ય  ભાખ્યું કે, આ કન્યા તો કોઈ રાજવી કે ગામધણીનું ઘર ઉજાળશે! અને સાચે જ જ્યોતિષી ની આગાહી સત્ય ઠરી, જયારે કંચન ના વિવાહ કમ્બોલા ને એવાં ત્રણ ગામ ના ધણી શિવરામ ઈનામદાર ના સુપુત્ર ઠાકોરલાલ ઈનામદાર સાથે થયા. કંચન ને એકવાતની ખુશી જીવનભર રહી કે, લગ્ન પછી પણ તેની અટક ઈનામદાર જ રહી!  આવું ભાગ્ય દરેક દીકરીને ક્યાં મળે છે?!

લગ્ન એટલે શું તેની પણ ઝાઝી જાણ વગર  ગણેશ આગળ બેઠેલી કંચનના મન નાં ભાવ કેવા હશે? થોડો ઉત્સાહ, થોડી અમૂંઝણ, થોડી અનિશ્ચિતતા ને અનેક ગણી આશા..!જાણે, ભીંતે ચીતરેલા ગણેશને તે પૂછે છે “ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો , આ મીંઢળ હું બાંધું ? આખા તે આયખાની મઘમઘતા કંચવાને, પારકી તે ગાંઠ થી હું ગાંઠું…?”પાંચીકા રમવાની ઉમરે સાસરે જવું, ને તેમાય એ જમાનામાં તો ઘૂંઘટ ઓઢી ને કામ કરવું કેટલું દોહ્યલું! પણ કંચન તો જેમ પિતા ને ત્યાં નોકર ચાકરો માં ઉછરેલી તેમ જ સાસરે પણ હતું . અસીમ સુંદરતા સાથે અપ્રતિમ બુદ્ધિમત્તાવાન કંચને સાસરે આવતાં જ પોતાનું સ્થાન અને કામ સમજી લીધા. જાણે લગ્ન ની ભેટ સ્વરૂપે મળ્યો હોય તેમ, પતિની આગલી મૃત પત્ની નો પુત્ર તેને, લગ્ન વખતે જ  પ્રાપ્ત થયો હતો. તેના ઉછેર અને સંસ્કાર સિંચન નું કાર્ય તેણે એવી રીતે ઉપાડી લીધું કે, પાછળથી તે દીકરા  ને સરકાર  તરફ થી પ્રમાણિકતા નું પ્રમાણપત્ર પણ મળેલું! રાજકારણ માં સહજ હોય છે, તેમ સસરા- પથીચંદ ઈનામદારના મૃત્યુ પછી તરત કોઈ એ ગાયકવાડ સરકારમાં લખાણ મોકલ્યું કે, “મરનાર ગામ ધણી ને કોઈ વારસદાર નથી તો ધણીપણું ખાલસા કરવું!” આમાં કેટલાક અભણ ગામ લોકો અને કેટલાક વિરોધીઓ એ સહી પણ કરેલી, એટલે ગામો ખાલસા થયાં ને સાલિયાણું બંધ થયું! આવા કપરા સંજોગોમાં કોઈ પણ તૂટી જાય પણ પતિ પત્ની બંને હિંમતવાળા, બાહોશ અને સાહસિક હતા. કંચને પતિ ને હિંમત આપીને તેઓ એ સરકાર માં હાજર થઇને જણાવ્યું કે,  “હું પોતે વારસદાર છું” પણ કમાનમાંથી નીકળેલા તીરની જેમ ખાલસા થયેલા ગામનો હુકમ પણ પાછો ન વળ્યો તે ન જ વળ્યો … પણ આવા  બનાવો થી ડરી જાય કે ભાંગી પડે તેમાંનું આ દંપતી નહોતું, તેમનું ઘરબાર, પિતાએ બંધાવેલી શાળા, સ્વામીનારાયણનું મંદિર અને મંદિર ખાતે આપેલી ૨૦ વીઘા જમીન અને આખે આખું ગામ મૂકી ને ભાગ્ય અજમાવવા નીકળી પડ્યું આ અજોડ દંપતિ.

ઈનામદાર દંપતિ પોતાના એકમાત્ર પુત્રને લઇ ધરમ પુર રાજ્ય માં પહોચીને રાજા ને વાત કરી, અહીં પણ ત્રણ ગામો ની જવાબદારી સ્વીકારી,  ગામમાં ત્યારે આદિવાસી ઓના છુટા છવાયા ઝુંપડા સિવાય કાંઈ નહોતું. ધીમે ધીમે મહેનત થી જમીન ને ખેતી લાયક બનાવી, જુદા જુદા અનાજ, કઠોળ,  તેલીબીયા અને કેરી તેમજ બીજા ફાળોની ખેતી ચાલુ કરી . ગામના લોકોનું પણ ધ્યાન રાખ્યું . ત્રણે ગામ માં પાણી માટે કુવા, કરીયાણાની દુકાન અને શાળા બંધાવી.કંચન બેન, પોતાના પરિવાર સાથે એમાં ના જ એક ગામ “ધોધડ કુવા” માં રહેવા લાગ્યા . એ જ ઘર માં તેમનું કુટુંબ વિસ્તર્યું , તેમને બીજા બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જન્મ્યા જેનાથી તેમનું ઘર ભર્યું ભાદર્યું અને આનંદપૂર્ણ બની રહ્યું.તેઓ પોતાના ખેતર માં ડાંગર નો પાક સૌથી વધુ કરતાં કારણકે વરસાદ વધારે પડતો અને આબોહવા પણ અનુકુળ રહેતી. આ ઉપરાંત તમામ કઠોળ અને તેલીબીયા તેમજ  શાકભાજી પણ ઉગાડતાં, જેથી વર્ષ ભર ની ખાદ્ય સામગ્રી ઘર ની જ મળી રહેતી. આ સિવાય પણ ઘણી જમીન બાકી રહેતી જેમાં ઘાસ ની ખેતી કરવામાં આવતી હતી આ ઘાસ ની ઘાસડી ઓ પ્રેસ માં તૈયાર થતી ને  રેલ્વે દ્વારા મુંબઈ મોકલાવાતી. ઈનામદાર શેઠ પોતે આ બધા બહારના કામો માં, તેમજ ખાલસા થયેલા ગામધણીપણાના ગાયકવાડ સરકારમાં ચાલતા કેસ માટે એમ બહારના કામો માં વધુ વ્યસ્ત રહેતા એટલે ખેતી નું બધું કામ કાજ કંચન બેન ની દેખરેખ હેઠળ ચાલતું. આમ તેમનું જીવન સરસ રીતે વહેતું હતું.

       આવા નાનકડા ગામોમાં પાણી, વીજળી કે વાહન ની કોઈ જ સગવડ નહોતી તો પછી ગામ માં ડોક્ટર, દવાખાના કે સારવાર તો હોય જ ક્યાંથી? પરિણામે દર વર્ષે અનેક લોકો સારવાર ના અભાવે જીવ ગુમાવતા, આવા માં કંચન બેન ના બે નાના દીકરાઓ પણ હોમાયા એકની ઉમર પાંચ અને બીજાની અઢી વર્ષ. પોતે ઘોડાગાડી રાખતા પણ ચીલ ઝડપે  વધતી  માંદગી ની સામે ઘોડા ગાડી ની ઝડપ ઘણી ઓછી પડતી!  ખરેખર તો સામાન્ય લાગતી માંદગી, ડોક્ટર, દવા, અને સારવાર ના અભાવે તો ક્યારેક સમયસર વાહન ન મળવાથી શહેર ની હોસ્પિટલ માં સમય સર ના પહોચવાને કારણે માંદગી ઘાતક બનતી. પોતાના બબ્બે પુત્ર ને એક-દોઢ વર્ષ ના ગાળા માં ગુમાવનાર માબાપની દશા કલ્પનાતીત હતી . બંને ભારે સમજુ હતા, તેઓ એકબીજાને આશ્વાસન આપવા પ્રયત્ન કરતાં અને કારમાં ઘાને કાળજે સમાવી સ્થિતિ સામાન્ય કરવા મથતા, ક્યારેક પતિ તો ક્યારેક પત્ની સાવ ભાંગી પડતા,  પણ સમજદારી થી એકબીજા ને સંભાળી લેતા. અંતે બંને એ નિર્ણય કર્યો કે આપણે દીકરીઓ ને દીકરાથી સવાઈ ગણીને ઉછેરીશું અને ભણાવીશું અને સાચે જ જયારે છોકરા ઓ પણ માંડ  વર્નાક્યુલર ફાઈનલ ની ડીગ્રી લેતા, ત્યારે આ માબાપે ત્રણે દીકરીઓ ને કોલેજ ભણવા મોકલી. એટલું જ નહિ પોતે, વલસાડ જીલ્લાના પોતાના ત્રણે ગામોમાં  શાળા  બંધાવી ને કેળવણી ને ઉત્તેજન આપ્યું અને આ કારણથી ૧૯૬૨ ની સાલ માં તેમના સંતાનો અને માબાપને ખંભાત અત્રાપી મંડળ ના ઉપક્રમે , ત્યારના શિક્ષણ પ્રધાન શ્રી મગનભાઈ બારોટ તરફથીબિરદાવવામાં આવ્યા. 

પોતાના ગામોમાં પાણી માટે કુવા, જીવન જરૂરિયાત ની ચીજો માટે કરીયાણા ની દુકાનો અને ગામ ના બાળકોની કેળવણી  માટે, શાળાઓ ની વ્યવસ્થા તો કરી પણ, હજી લોકોને માંદગી થી રક્ષણ મળે તે માટે, કૈક કરી છૂટવાના વિચાર ને અમલ માં મુકે તે પહેલાં જ , ૧૯૫૫ ની સાલમા “સમાજવાદ ઝીન્દાબાદ” ના સૂત્ર સાથે લાલ ટોપીધારી સમજ વાદ દ્વારા મોટા જમીન માલિકો સામે આંદોલન ચલાવ્યું.  દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું ગયું.  ગામના આદિવાસી લોકોને માલિકો ને ત્યાં મજુરી ના કરે  તે માટે સમજાવ્યા. ખેતી નું કામ ઠપ્પ થઇ ગયું! આવામાં કંચનબેન અને શેઠે પોતાના પંચમહાલ જીલ્લામાંથી મજુરો લાવી ને ખેતી નું કામ ચાલુ રાખવાના મરણીયા પ્રયાસો આદર્યા.

આ બાજુ સમાજવાદનું આંદોલન પણ પુરજોશથી ચાલુ હતું. તેમના આગેવાનો, જ્યાં આવી રીતે ખેતી નું કામ ચાલુ હતું ત્યાં ૫૦૦૦ થી ૬૦૦૦ મજૂરો ના ટોળાઓ લઇ ને ઉભા પાકમાં,આગ લગાડવાનું ચાલુ કર્યું. સતત સાત વર્ષો સુધી આંદોલન ચાલતું રહ્યું ને ઉભા પાકો ખેતર માં બળતા રહ્યા. આવી કટોકટી માં કંચન બેને , પોતાની બે- બે દીકરીઓના એક સાથે લગ્ન લીધા, તેજ વખતે મોરાર જી દેસાઈ નો “ગોલ્ડ એક્ટ” પણ લાગુ હતો !!! બબ્બે દીકરી ઓ ના કરિયાવર કરતા આ ઈનામદાર દંપતી કેવું હેરાન થયું હશે?પણ આવા બાહોશ, સાહસિક, હિંમતવાન અને ધિરજવાન દંપતી, હંમેશ ની જેમ આ કસોટી માંથી પણ પાર ઉતર્યાં .

 જીવન સંઘર્ષ સામે લડતા લડતા થાક તો લાગેજ, પણ થાક ખાવાનો સમય તો ભગવાન જ આપી શકે, એ ન્યાયે  વધુ સમય મળે તે પહેલાં જ કંચન બેન ના પતિ ને ઉપર જણાવેલા બધા કારણો અને ટેન્શનો ને લીધે , લકવા નો એટેક આવ્યો. અને તે સમયે પણ ડોક્ટર, દવાખાના અને સારવાર ના અભાવે, અને ખાસ તોઝડપી વાહનો ના અભાવે  મોડું તો થયું જ પરંતુ બોમ્બે માં મરીન લાઈન્સ આવેલી “બોમ્બે હોસ્પિટલ” માં દાખલ કર્યા, ત્યાં ત્રણેક મહિના રાખીને સેવા અને સારવાર કરીને કંચનબેન પોતાના પતિ ને સાજાસમા લઇ ને ઘરે આવ્યા, જોકે માંદગી એ પોતાની અસર તો છોડી જ હતી!  પરિણામે હવે જીવન ના દરેક ક્ષેત્રે બધી જ જવાબદારી કંચન બેન પોતે ઉઠાવવી પડતી. તેઓ ની આસપાસ ની જમીન ના માલિકો  તો સમાજ વાદ ના આંદોલન થી થાકી ને ખેતી કામ બંધ કરી,ક્યાર ના શહેર જતા રહ્યા હતા. પણ કંચનબેને એકલે હાથે સંઘર્ષ કરી ને ખેતી ચાલુ રાખી . એમના આ બહાદુરી ભર્યા કામો ને લીધે આજુબાજુ ના સૌ જમીનદારો તેમને “ઝાંસીની રાણી” કહી ને બિરદાવતા!

      આ “કંચનબેન” તે જ મારી માવલડી! આ તેજસ્વી મહિલા વિષે એક નવલકથા પણ લખી શકાય, પણ શબ્દોની મર્યાદા જાળવીને કહું તો, તેમણે તેમને ભાગે આવેલું,દરેક કાર્ય અને જવાબદારી, પુરી નિષ્ઠાથી અને સફળતા પૂર્વક નિભાવી હતી .પોતાના બધા બાળકો ને ભણાવ્યા જ નહિ ગણાવ્યા પણ ખરા. પોતે આચરણથી સદગુણો સીંચ્યા. સૌને સારા ઠેકાણે પરણાવ્યા, બધાજ રીવાજો નિભાવ્યા, એટલે સુધી કે બધા પૌત્ર-પુત્રીઓ અને દોહિત્ર-દોહીત્રીઓ ના પ્રસંગો પણ રૂડી પેરે ઉજવ્યા .આ બધી ખૂબીઓ ઉપરાંત પોતાના માયાળુ, દયાળુ અને ઉદાર સ્વભાવ તેમાં જ હંમેશા હસતી રહેતી, પાણીદાર આંખો, અને ઉંચી બુદ્ધિમત્તા,એ તેમની આગવી ઓળખ હતી. તેમના સંપર્ક માં આવનાર સૌ કોઈ ક્યારેય ભૂલી નહી  શકે. તેમના જીવન નો આ પ્રસંગ ના કહું તો  તેમનામાં રહેલા અખૂટ આત્મવિશ્વાસ  માટે અન્યાય ગણાશે – તેમના એક દોહિત્ર નો મિત્ર જયારે આવે ત્યારે તેમને પગે લાગતો, વાતો માં તેમણે,  જાણી  લીધું કે. તે ઘણો ગરીબ છે ને આગળ ભણવું પણ શક્ય નથી .

 એક વાર બેસતા વર્ષ ના દિવસે તે આવી ને “બા” ને પગે લાગ્યો તેમણે  ૧૦ રૂપિયા ની નોટ કાઢીને કહ્યું,–” લે બેટા, આ સાચવી ને  રાખજે. જો મારા બંને હાથ માં  માછલી ઓ છે એટલે મારા આશીર્વાદ ફળે જ છે, તું પાંચ  વર્ષ માં જ તારી પોતાની ગાડી લઇ ને મને પગે લાગવા આવજે, જા દીકરા તને મારા આશિષ છે”  અને તમે નહિ માનો, ખરે ખર તે છોકરો બા ની હયાતી માં જ પાંચ વર્ષ પુરા થાય તે પહેલાં જ, પોતાની ગાડી આવ્યો અને કહ્યું ,” જુઓ બા તમારી ગાડી!” ફરજંદ કોઈ નું પણ હોય તે ના ભણે તે ન  ચલાવે, તેની બધી જરૂરિયાત પૂરી પાડે ને, કહે “લે હવે ભણ!”

 મારા અનુભવે મને સમજાયું છે કે, દીકરી ને માતાના ગુણો જ દેખાય , દોષ તો શોધ્યા ના જડે, હા, દીકરાને કદાચ જડી આવે તે પણ લગ્ન કરે પછી જ!મારી માવલડી નો એક દોષ (ખરેખર તો ગુણ જ!) મને જડ્યો બહુ જ સંશોધન કર્યાં પછી! તેઓ અત્યંત શિસ્ત પ્રિય અને સમયના પાબંદ હતાં, અને અમને બાળકોને કડક રીતે આ બધું પળાવતાં તેમાં અમારી ચૂક થાય તો ખૂબ ગુસ્સે થતાં! અને એ ગુસ્સે થાય ત્યારે એમની બહું બીક લાગતી! અત્યારે પણ એવું કઈ થઇ જાય તો તરત મન માં થાય કે “હમણા બા બોલશે!” 

બા નું માતૃત્વ એના પોતાના બાળકો ઉપરાંત તેના સંપર્ક માં આવતી તમામ વ્યક્તિઓ માટે એક હૂંફાળી છાયા સમું બની રહેતું. અમે નાના હતા ત્યારે અમારી પરીક્ષા કે નોકરી ના ઇન્ટરવ્યુ કે હરીફાઈ વખતે અમે બા ને કહેતા કે તું પ્રાર્થના કરજે તારા ભગવાન ને! વર્ષો પછી અમારા બાળકો ના તમામ અગત્યના અને સારા કામ વખતે અમે સૌ બાને આ જ વાક્ય વારંવાર કહેતા રહેતા. 

 એક વાર બા ને કહીએ પછી અમને જરાય શંકા નહોતી રહેતી. જેટલી શ્રધ્ધા અને વિશ્વાસ અમને બાની પ્રાર્થના માં હતાં, એથીએ વધુ શ્રદ્ધા અને વિશ્વાસ બાને એના ભગવાન માં હતો.

        

કવિ શ્રી ન્હાનાલાલ (પ્રેમ ભક્તિ )રશ્મિબેન જાગીરદાર

૨૦ મી સદીના ગુજરાત ના અગ્રગણ્ય અને પ્રથમ પંક્તિ ના લોકપ્રિય કવિ – એટલે શ્રી ન્હાનાલાલ . તેઓ શ્રી પોતાના નામની જોડણી આજ રીતે લખતા
જ્ઞાતિએ તેઓશ્રી શ્રીમાળી બ્રાહ્મણ હતા ,૧૯ મી સદી ના લબ્ધ પ્રતિષ્ઠિત અને અતિ લોકપ્રિય કવિ શ્રી દલપતરામ ના તેઓશ્રી ચોથા પુત્ર હતા .તેમનો જન્મ ઈ.સ . ૧૮૭૭ માં
અમદાવાદ માં થયો હતો. નાનપણ માં ન્હાનાલાલ નું વર્તન થોડું અલ્લડ અને બીન જવાબદાર જણાતા પિતા દલપતરામ ચીંતા કરતા રહેતા ,ઘણીવાર એટલા ચીડાતા કે ,
“ડફોળ પાક્યો નાનીયો બોળયું બાપ નું નામ ” આવી કવિતા લખી નાખેલી ! પરંતુ પાછળ થી કાશીરામ દવે ની પ્રેરણા થી અભ્યાસ પ્રત્યે ગંભીર થયા . ૧૮૯૩ માં તેઓ
મેટ્રિક માં હતા ત્યારે જ અભ્યાસ ની સાથે સાથે સમકાલીન કવિ ઓ અને લેખકો નું નવું ગુજરાતી સાહિત્ય પણ વાંચી નાખ્યું .પોતાના પિતા ને કવિ તરીકે મળતા માન- સન્માન
અને લોકાદર ને લીધે તરુણ વયના ન્હાનાલાલ માં જાગેલી કવિપદ ની મહેચ્છા ને આ સાહિત્યવાંચને જાણે જળ સિંચન કર્યું હોય તેમ તેમણે છંદોવ્યાયામ માં ખપે તેવી
કાવ્ય રચના લખવાનું શરુ કર્યું .
૧૮૯૩ માં મેટ્રિક થયા પછીના વર્ષો માં મુબઈ , પુના અને અમદાવાદ ની કોલેજ માં શિક્ષણ લઇ ૧૯૦૧ માં એમ .એ . થયા , આ સમય દરમ્યાન પણ કાવ્ય સાધના ચાલુ હતી.
૧૮૯૭ માં – “પ્રેમ ભક્તિ “- ઉપનામ થી તેમનું એક કાવ્ય છપાયું , અને ૧૮૯૮ માં નવતર શૈલી ની કાવ્ય ,_ ” વસંતોત્સવ ” – લખ્યું , જેણે આખા ગુજરાત નું ધ્યાન ખેંચ્યું.
એમ. એ. થયા ત્યાં સુધી માં તો તેમની પાસે છપાવવા જેવો એક કાવ્ય સંગ્રહ તૈયાર હતો !એમ. એ. થયા પછી તેમણે સાદરા ની સ્કોટ કોલેજ અને રાજકોટ ની રાજકુમાર કોલેજમાં
અધ્યાપક તરીકે કામગીરી કરી તેમજ રાજકોટ રાજ્ય ના સર ન્યાયાધીશ તરીકે તેમજ નાયબ દિવાન તરીકે પણ કામ સાંભળ્યું , આ બધા સમય દરમ્યાન સાહિત્ય સર્જનનું
કામ અવિરત પણે ચાલુ રાખ્યું . ” વસંતોત્સવ” અને ” કેટલાંક કાવ્યો ” પુસ્તકો અને બીજા કાવ્યો થી પ્રભાવિત થઇ તે સમય ના કવિ શ્રી કાન્ત દ્વારા ૧૯૦૫ માં તેમને ઉમળકા
ભર્યો આવકાર મળ્યો . તેનાથી વધુ પ્રોત્સાહિત થઇ ને બમણા વેગે , સાહિત્ય સર્જન કરવા માંડ્યું પરિણામે ૧૯૧૭ સુધીમાં તેમની યાશોદાયી કૃતિ ઓ પ્રગટ થઇ જેવી કે ,
” કેટલાંક કાવ્યો -૨ “, “ઈન્દુકુમાર ” , અને “જયાજયંત ” , અને પછી તો ન્હાના લાલ આખા ગુજરાત ને મોહિની લગાડનાર લોકપ્રિય કવિ બની ગયા .
૧૯૧૮ માં સૌરાષ્ટ્ર ની એજન્સી ના શિક્ષણાધિકારી તરીકે નિમાયા તે દરમ્યાન સમાજ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માં પણ ભાગ લેતા . પૂજ્ય બાપુ ને તેમના વનપ્રવેશ ટાણે
” ગુજરાત નો તપસ્વી ” નામ નું કાવ્ય રચી ને ભવ્ય અને સુંદર શ્રદ્ધાંજલિ આપી . ૧૯૧૯ પછી ૧૯૨૦- ૧૯૨૧ સુધીમાં પ્રચંડ રાષ્ટ્રજાગૃતિ થઇ ગઈ હતી . ન્હાનાલાલે પણ
સરકારી નોકરી માં રાજીનામું આપી , અમદાવાદ માં વસવાટ કર્યો .અને આયુષ્ય ના છેલ્લા અઠવાડિયા સુધી સાહિત્ય સર્જન માં રત રહ્યા . આ દરમ્યાનમાં ગુજરાતે પોતાના
આ પ્રિય કવિ નો સુવર્ણ જયંતી મહોત્સવ તેમજ મણી મહોત્સવ પ્રેમ થી ઉજવ્યા હતા .તેમનો સાહિત્ય સર્જન કાળ , પચાસ થી વધુ વર્ષ હતો કવિશ્રી ના સર્જન માં
અનેક પ્રકાર નો શમાવેશ થાય છે , જેમ કે , બાળ કાવ્યો , લગ્ન ગીતો ,રાસ , ગઝલો ,ચીત્ર કાવ્યો, કથા કાવ્યો , મહા કાવ્ય , નાટકો, નવલ કથાઓ ,લઘુ કથાઓ ,
અનુવાદો ,તેમજ વ્યાખ્યાન સંગ્રહો , ઉપરાંત “સાહિત્ય મંથન ” જેવું વિવેચન ,અને ચરિત્ર ગ્રંથ નો પણ સમાવેશ થાય છે .

 રશ્મિબેન જાગીરદાર

તમે એવા લાગો ! (12)રશ્મિબેન જાગીરદાર

એક દિવસ અમે ગાંધીનગરથી આવતાં હતાં . સાથે મારા પતિ ના મિત્ર અને તે વખતના રાજ્યના નાયબ રૂરલ કમિશ્નર પટેલસાહેબ પણ હતા, તેજ વર્ષો માં અમદાવાદ -ગાંધીનગર ટ્વીન સીટી તરીકે જાહેર થયેલાં , એટલે હેડ ક્વાર્ટર ગાંધીનગર હોવા છતાં બંને મિત્રો માટે રોજ અપડાઉન કરવાનું શક્ય બનેલું .તે દિવસે સામજિક પ્રસંગે જવાનું હોવાથી હું પણ સાથે હતી , અમે વાતો કરતાં હતા એવામાં પટેલ સાહેબ મને કહે :-” રશ્મિ બેન તમે તમારા પતિના પગ ધોઈ ને, તે પાણી રોજ પીઓ છો કે નહિ ?”
મેં કહ્યું :-” છી એવું ગંદુ પાણી હું શું કામ પીવા બેસું ?”
પટેલ સાહેબ :-” તમને આ સહેબ ની પૂરી ઓળખ નથી એટલે આવું કહો છો , તમને ખ્યાલ છે? કે આ માણસ ધારે તો રોજ ના લાખ રૂપિયા થી વધારે પૈસા થેલા માં ભરી ને તમારા માટે લાવી શકે છે , પણ આ ખાદીધારી સાહેબ, ઘર નું ગોપીચંદન વાપરી ને એટલેકે ખીસા માંથી કાઢી ને તેમને મળવા આવનાર દરેક ને ચા નાસ્તો કરાવે અને યોગ્ય હોય તેના કામ કરી આપે કાયદેસર ના હોય તો મોટા ધુરન્ધર નું પણ કામ ના જ કરે .”
અમે બંને જોબ ને લીધે વ્યસ્ત રહેતા, ચેલેન્જીંગ જોબ , અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાની ટેવ એટલે અમને જોબ ની વાતો કરવાનો સમય ભાગ્યે જ મળતો, જે સમય મળે તેમાં અમારા બાળકો અને સાંપ્રત બનાવો પર ચર્ચા કરતા . પટેલ સાહેબ ની વાતો એ મારા પતિ ની એટલી મોટી હકીકત ઉજાગર કરી ને મને તેમના વિષે વિચારતી કરી મૂકી .પછી તો એક પુસ્તક વાંચવાનું શરુ કરીએ, અને આપોઆપ આગળના પાનાં બદલીએ તેવી જ રીતે બધી વાતો યાદો આવવા લાગેલી. અનેક વાતો મેં લખી પણ નાખેલી છે , તેમાં ની કેટલીક વાતો ફરી થી યાદ કરી ને , ” મને તમે એવા લાગો ” લખવા બેઠી છું તો , અંદર થી આનંદ અને શુકુન નો અહેસાસ થાય છે .ખરેખર !
અમારા લગ્ન થયા એવામાં અમે સમય મેળવીને અંતકડી અચૂક રમતા બંને ને સંગીત સંભાળવાનો અને ગાવા નો શોખ એટલે મઝા આવતી !એક દિવસ રમતા રમતા જ વાત નીકળી તો કહે, :- ” ચલ, તારે જે રીતે જીવન જીવવું હોય તે જણાવતું ગીત તું લખી ને મને આપ ને હું પણ તને લખી આપું. અમે બંને એ એક બીજા ના લખેલા કાગળ માં વાંચ્યું તો ખુશી થી હરખાઈ ગયા , બંને માં લખ્યું હતું , ” લે લે દર્દ પરાયા, કરદે દુર ગામ કા સાયા, તેરી ખુશી તુજ કો મિલ હી જાયેગી …….” . અમે આખે આખું ગીત જીવનમાં ઉતારવા માંગતા હતા!!! બે જણે સાથે ચાલવાનું હોય અને એક જ રસ્તો બંને ની પસંદ હોય ! એના થી રૂડું બીજું શું ? મારી તો ખબર નથી પણ મારા પતિ એ ગીતની બધી કડી ઓ ને આત્મસાત કરી ને તે પ્રમાણે જીવવાનો સંનિષ્ઠ પ્રયત્ન જીવનભર કરેલો .
ડીવીઝનની ઓફીસ માં જાય ત્યારે સૌ થી પહેલાં વોચમેન ની ખબર પૂછે ,: – “ક્યાહે ભૈયા ઘરપે સબ ખેરિયત તો હૈ ?” અને જયારે તેને કઈ મુશ્કેલી હોવાનું જાણે તો તરત જ ઓફીસ માં બોલાવી ને જરૂરી મદદ કરે. એના પરિણામ સ્વરૂપે જયારે એજ ઓફીસ માં અમારી મોટી દીકરી જોબ માટે જતી તો વોચ મેં એ જાય ત્યરે એને અચૂક બોલાવે , ” બિટિયા સાહબ કેઈસી હો ?”
અમારા લગભગ બધાજ સગાવ્હાલા ને માટે તેઓ એક એવી વ્યક્તિ હતા જેને પોતાની વાત કરી શકાય . ક્યારેક તો બે ભાઈઓના કે, બાપ દીકરાના કે પછી સાસુ વહુ ના કલહ ની વાતો પણ હોય તેમાં જેનો વાંક હોય તેને સ્પસ્ટ કહી ને સુલેહ માટે સમજાવતા. અરે પતિપત્ની ના કલેહ ના પ્રસંગો પણ સુલઝાવેલા, આ બધુ શક્ય એટલે બનતું કે બધાને એકવાત ની ખબર હતી કે આમાં પોતાનો કોઈ સ્વાર્થ નહિ હોય અને જે સાચું હશે તેજ કહેશે .વળી કડપ પણ એવો કે જેનો વાંક હોય તે ડરે પણ ખરું !
ક્લાસ વન ના ફેડરેશન ના તેઓ સળંગ ૨૧ વર્ષ પ્રેસિડેન્ટ સહેલા તેનું પણ આજ કારણ , ગીતા પર હાથ મુક્યા વગર , ” જે કહીશ તે સત્ય કહીશ અને સત્ય શિવાય કઈ નહિ કહું.” એને હમેશા પાળતા , એક મઝાની વાત મને યાદ આવે છે ઓફિસોમાં, જ્યારે બદલી ઓ નો દોર ચાલુ હોય ત્યારે ઘણા ઓફિસરો અમારા ડ્રોઈંગ રૂમ માં આવી ને બેસતા અને પોતાન પ્રશ્નો કહેતા . એમાં એક રમુજી ઓફિસર ( જે હાલ અમેરિકા રહે છે ) કહેતા, અમારે અમારા રોદણા રડવાનું સ્થાન તમારો ડ્રોઈંગ રૂમ છે એટલે અમે તેનું નામ “ક્રાઈંગ રૂમ ” પાડ્યું છે! અને તમારા ઘરનું નામ-” મફત સલાહ કેન્દ્ર” !
જુના ફિલ્મી ગીતો નો શોખ એવો કે, અલભ્ય ગીતો પણ અમારા સંગ્રહ માં મળી રહેતા . અમદાવાદ માં ચાલતી ગ્રામોફોન ક્લબ પણ જુના ગીતો ના કાર્યક્રમો માટે પ્રવૃત્ત છે. નિવૃત્તિ પછી આ ક્લબમાં તેઓ એવા જોડાઈ ગયેલા કે પછીતો જાણે તેઓ ગ્રામોફોન ક્લબના અને ગ્રામોફોન ક્લબ તેમની પોતાની!!!

 

રશ્મિબેન જાગીરદાર

જીવનની જીવંત વાત-(1)રશ્મિબેન જાગીરદાર

એક્વાર અમે સહકુટુંબ મસુરી ગયેલા , આવી રીતે ચઢાણ કરતાં કે ઉતરતાં મારી બાર વર્ષની દીકરી ને પુષ્કળ વોમિટીંગ થતું હશે , તે ખ્યાલ અમને મસુરી ગયા
ત્યારે જ આવ્યો .અમને એમ પણ લાગ્યું કે ઉતરતી વખતે વાંધો નહિ આવે . પણ જયારે અમે ઉતરીને દહેરાદુન પહોચ્યાં ત્યારે દીકરી આખે રસ્તે વોમિટ કરી ને બેહાલ
થઇ ગયેલી, તેંને તાત્કાલિક ડોક્ટર ની સારવાર ની જરૂર હતી. અમે બુકીંગ કરેલું, તે હોટેલ માં પહોચીને સમાન મુક્યો અને તરત ડોક્ટર ની તપાસ માટે બહાર નીકળી
હોટેલ ના દરવાજે ટેક્ષી માટે ઉભા હતાં. થોડી વાર સુધી ટેક્ષી ના મળી એટલે અમે ચિંતા માં હતા, દીકરી ને પેટ માં એવું સખત દુખતું હતુ કે , તે ઉભી નહોતી રહી
શકતી, એટલે પેટ પકડી ને ઉભા પગે બેસી ગઈ. ટેક્ષી નું ઠેકાણું પડતું નહોતું .ત્યાં થોડીવાર માં એક સફેદ કાર આવી ને અમારી પાસે ઉભી, તેમાં સિનીયર સીટીજન
જેવા લાગતા સરદારજી હતા, તે ઉતરી ને અમારી પાસે આવ્યા. અને પૂછ્યું ,” ક્યાં હુઆ બેટી કો ?” અમે બધી વાત કરી ને પુછ્યું કે,” ટેક્ષી ક્યાંથી મળશે ?”
તો કહે ,”ટેક્ષી કે લીએ આપકો જ્યાદા દુર જાના પડેગા ,ક્યાં મેં આપકો છોડ દુ ? ” હવે ટેક્ષી મળશે, એમ વિચારી રાહત અનુભવતાં અમે તેમની કાર માં બેઠા .
થોડીવાર માં ગાડી ઉભી રહી અને અમે નીચે ઉતાર્યાં . સરદાર જી કહે , ” યે મેરે ફેમિલી ડોક્ટરકા કલીનીક હૈ, બેટી કી તબીયત એયસી નહિ કી જ્યાદા દેર રાહ દેખ સકે .”
અને ત્યાં દીકરી ની તપાસ અને સારવાર થઇ , અમે ડોક્ટરની ફી માટે પૂછ્યું , તો ડોક્ટર કહે , અરે ભૈયા , સરદારજી ઇતને નેક કામ રોજ કરતે હૈ તો મુઝે બી કુછ કરના
ચાહીએ કી નહિ ? ઓર યે તો, પ્યારી સી બેટી હૈ ઉસકી યે હાલમેં, ખાસ કરકે જબ આપ હમારે ગાંવ કે મહેમાન હૈ, મેઇ ફીસ નહિ લુંગા ” અમે ડોક્ટર નો તેમજ
સરદારજીનો ખુબ આભાર માન્યો. ખરે ખર તો, તેમના આ કાર્ય માટે આભાર માની શકીએ તેવા શબ્દો દુનિયા ની કોઈ ડીક્ષ્નેરી માં નહિ હોય! છતાં અમારી
આંખો માંથી અને તે વખતે સુઝેલા શબ્દો માંથી ટપકતી આભારવશતા જોઈ ને સરદાર જી કહે , “અરે બેટી, થેન્ક્સ તો મુઝે આપકો કહેના હૈ કયો કી , મેઇ
પાંચ સાલ સે હરરોજ એક નેક કામ કરતાં હું ઓર એક નેક કામ નહિ કિયા તો, શામ કા ડીનર નહિ કરનેકા મેરા નિયમ હૈ . કઈ બાર ભૂખે સોનેકી નોબત ભી આઈ હૈ !
ઇસ લીએ આભાર તો મુઝે આપ લોગો કા માનના હૈ ખાસ કરકે યે બેટી કા ,ક્યોંકી અગર આજ યે નેક કામ કરનેકા મોકા નહિ મિલતા તો મેં ડીનર નહિ લેતા !!!
આજ આપ કી વજહ સે મુઝે શામ કા ખાના નસીબ હોગા! અબ, બોલો મેરા “થેન્ક્સ
આપકે થેન્ક્સ સે બડા હોના ચાહીએ કે નહિ ?”
સરદાર જી ની અને ડોક્ટર ની વાતો સાંભળી અમે સૌ ખરે ખર અમારી તકલીફ ભૂલી ગયા !!!
માંદી અમારી દીકરીએ પણ પોતાનું દર્દ ભૂલી ને સરદાર જી ને કહ્યું : -” બડે થેન્ક્સવાલે અંકલ , મેરા છોટા થેન્ક્સ તો બનતાં હૈ ના ?”
અસ્તુ ……
જીવન માં ક્યારેય ના ભૂલાય તેવી સંપૂર્ણ સત્ય ઘટના છે આ .

વાર્તા રે વાર્તા -2-રશ્મિબેન જાગીરદાર-

બે બળદની જોડી
ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .
પણ નોકરી કરતાપોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યુંહા ઉદય તું,
કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો
બધોજ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.
અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે
જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.
ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી
બંને જણને કામ નું ભારણ વધુ પડતું હતું , અનિતા ને જોબ નો સમય , બાળકો ની સ્કુલ નોસમય, તેમજ કેટલીક ઈતર પ્રવૃત્તિ માં લેવા મુકવા જવાનું રહેતું તેમનો સમય , આ બધું ,સાચવવામાં
દિવસ જાણે પૂરો થઇ જતો ઉપરાંત તેની જોબ પણ ચેલેન્જીંગ હતી ! વહેલી ઉઠી કામ ચાલુ કરે , પણ કામ નો અંત ના આવે, તેમના બંને બાળકો પણ નાના જ હતા તેથી તેમને સવારે ઉઠાડવાથી માંડી ને , સ્કુલ માટે તૈયાર કરવાના
બ્રેકફાસ્ટ બનાવવો ને ખવડાવવો. લંચ ની વ્યવસ્થા કરવી , અને આ બધુ પતાવી ને પોણા આઠે તો મોડામાં મોડું નીકળી જવું પડે . એટલું સારું હતું કે બંને એકજ શાળા માં હતાં— રવિ અને કેયા,
બંને ભાઈ બહેન એટલાં તો મીઠડાં હતા કે , સવાર થી ઘાંચી ની ઘાણી એ જોતરાયેલા બળદ ની જેમ ફરતી રહેલી અનિતા, તેમને લઇ ને જવા માટે ગાડી માં બેસે ત્યારે ,તેનો બધો થાક હવા થઇ જતો.
અને તે હળવી થઇ ને બાળકોની મસ્તી માં જોડાઈ જતી ! અને આ સમય જ તેને માટે બુસ્ટર બની રહેતો, તે જોબ પર ની ચેલેંગ માટે જાણે શક્તિ પ્રાપ્ત કરી લેતી .
ઉદય ની સ્થિતિ તો કદાચ વધારે ગંભીર હતી . જોબ કરતો હોત તો વાત જુદી હતી , જે કામ ની ફાવટ હતી તે જ કરવાનું રહેત પણ અહીં તો નવો બીઝનેસ !નવી ગીલ્લી — નવો દાવ !
એમાં પાછી, અમેરિકા ની વણસતી જતી ઈકોનોમી,ટીમ ના બધા મેમ્બરો ને એક સુત્રે કેમ બાંધવા ? તે સમસ્યા ! અને સૌ થી મોટો પ્રોબ્લેમ–” ફંડિંગ ની વ્યવસ્થા માટે લાગતા વળગતા લોકો સાથે ની મીટીંગ
અને તેમાં મળતી નિષ્ફળતા !!!”– આટલું ઓછું હોય તેમ એક દિવસ રાત્રે લગભગ , બે વાગે ફોન રણક્યો, રીંગ પર થી જ ઉદય ને લાગ્યું કે ફોન ઇન્ડિયા થી છે ! અને તેમજ હતું સામે થી તેના પપ્પા બોલતાં હતા .
ઉદય ના પપ્પા ખુદ્દાર હતા પોતાનું ઘર પેન્શન માંથી જ ચલાવતા , ક્યારેય ઉદય પાસે પૈસા ની આશા નહોતા રાખતા . આવા એના પપ્પા એ આજે ફોન માં પૂછ્યું , ” ભાઈ તમારી જોબ તો બરાબર છે ને ?”
ઉદય : -” હા પપ્પા કેમ પૂછ્યું? બધાની તબીયત તો સારી છે ને ?”
પપ્પા : – ” હા બધા મઝા માં છીએ પણ ત્યાં બધાની જોબ જાય છે , એટલે …………”
ઉદય : -” પપ્પા મેં તો હમણાં જ બીઝનેસ શરુ કર્યો છે, ને અનિતા ની જોબ તો સરસ છે , ચિંતા ના કરો .”( ઉદયે પોતાના પ્રોબ્લેમ પપ્પાથી છુપાવવા પ્રયત્ન કર્યો. )
પપ્પા : – ” હાશ , તો તો સારું , હવે સાંભળ ,એક પ્રોબ્લેમ થયો છે, આપણી દીપા ખરી ને ?”
અધવચ્ચે અટકાવી ને ઉદય કહે ,: – ” શું થયું દીદી ને ?”
પપ્પા : – ” દીદી ને કઈ નથી થયું પણ અનિલ કુમાર ના બીઝનેસ ને કમનસીબી નો એરુ આભડી ગયો હોય તેમ બે ત્રણ વર્ષ થી , ખોટ પર ખોટ જાય છે , હવે એના ટેન્સન માં ઘર માં ઝગડા થતા રહે છે .
હવે એવામાં , તેના ભાણા નીલ ને મેડીકલ માં એડમીશન મળ્યું છે, પણ તગડી ફી ના પૈસા ક્યાંથી લાવે ? ”
ઉદય : – ” તો ? દીદી ના સસરા તો સધ્ધર છે, તે મદદ ના કરે ? ”
પપ્પા : -” ના તેમ નહિ થાય તું કહે, તું પાંચ લાખ રૂપિયા બે-ત્રણ દિવસ માં મોકલીશ શકીશ ? નહિ તો, નીલ ને ભણવા નું છોડવું પડશે.”
ઉદય : – “પપ્પા, તમે ચિંતા ના કરો, દીદી ને અને મમ્મી ને પણ કહો ચિંતા ના કરે હું પૈસા ટ્રાન્સફર કરી દઉ છું ”
પપ્પા : – ” હા બેટા, તું હોય પછી અમારે શાની ચિંતા ?”
અને આટલી મુશ્કેલી માં પાંચ લાખ મોકલવા પડ્યા .અનિતા એ વાત જાણી તો તેણે પણ કહ્યું નીલ નું ભણવાનું ના રોકાય તે જોવું જ પડે ! પછી તો દરેક ટર્મ વખતે નીલ ની ફી ના પૈસા મોકલવા પડતાં, ઘર માં
ઘણી મુશ્કેલી પડતી , ઉદય ની સ્ટાર્ટ અપ માટે ફાઈનાન્સ નું ઠેકાણું પડતું નહતું , અનિતા ને માથે પણ લે- -ઓફ ની તલવાર લટકતી હતી, આટલું ઓછું હોય તેમ ઉદય ની દીદી – દીપા ને ઘર માં ઝઘડા
થતા રહેતા, તે, પોતાના ઉમર લાયક માબાપ ને પોતાની મુશ્કેલી જણાવવાનું યોગ્ય નથી, એમ માની ને પોતાના ભાઈ-ભાભી ને મન ની મુજવણ કહેતી . એ પોતે ભાઈ -ભાભી ના પ્રોબ્લેમ થી અજાણ હતી .
આવા માં જે એક વધારાની મુશ્કેલી ઉદભવતી જતી હતી, તે , એ હતી કે , દીપા પોતાના દિવસ ના સમયે જયારે તે એકલી હોય ત્યારે ભાઈ ને ફોન કરતી ને ઉદય ની ત્યારે રાત હોય , તેના ઘરમાં પરિસ્થિતિ એવી વણસતી હતી
કે રોજ ભાઈને ફોન કરી ને પરિસ્થિતિ થી વાકેફ કરતી .પરિણામે ઉદય ને રોજ મોડી રાત સુધી ઉજાગરા થતા. આવું સળંગ મહિનાઓ થી ચાલતું હતું . એક બાજુ ધંધા ના પ્રોબ્લેમ , દિવસે વધુ પડતી દોડધામ,
કામ નું ટેન્શન, અનિતાની જોબ જવાનું ટેન્શનઅને એમાં રોજ ના રાત ના ઉજાગરા !!! આ બધું ભેગું થઇ ને ઉદય ને જાણે તોડી નાખ્યો ! તે હવે ખુબ ગુસ્સા માં રહેતો , વાત વાત માં ઘર માં તો ઠીક બહાર પણ
ઝઘડા કરતો , પરિણામે વાત બનવાને બદલે બગડતી જતી હતી . કદાચ પુરુષ ના પ્રમાણ માં સ્ત્રી ની સહન શક્તિ ઘણી વધારે હોય છે, તે વાત અહી સાબિત થતી હોય તેમ,– જેમ જેમ ઉદય વધુ ને વધુ તુટતો ગયો
તેમ અનિતા વધુને વધુ મજબુત બનીને, તેઓ ના સંસાર ના દરેક ક્ષેત્રે ઢાલ બની ને મુશ્કેલી ઓ નો સામનો કરતી રહી . તેણે જોયું કે ઉદય હવે સ્ટાર્ટ અપ માં કામ કરી શકે તેવી હાલત નથી , સાવ ભાંગી પડ્યો છે !
આવા માં જ , એક દિવસ અનિતાની ઓફીસ માં પણ “લે ઓફ” નો કોરડો વિઝાયો. તેની ટીમ માં થી બે જણ ને લે ઓફ મળ્યો, બીજી ટીમ માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો !!!હવે અનીતા ને તલવાર માથે લટકતી
નહિ, પણ ઉપર થી માથા પર પડતી દેખાવા લાગી !!! પોતાનું ટેન્શન કોઈને કહી શકે તેવું પણ શક્ય ન હતું , ઉદયની સ્થિતિ તો એવી હતી કે તેને, કોઈ પણ નેગેટીવ વાત કરવી પણ વ્યાજબી ના લાગી ,
હવે અનિતાની પણ રાતો ની નીંદ હરામ થઇ ગઈ .
ઉદયને ડોક્ટરની ટ્રીટ મેન્ટ ચાલુ કરવી પડી હતી , રાત ના ઉજાગરા ને દિવસ ની દોડધામને લીધે તે જાણે બિલકુલ પોતાની જાત માં જ નહોતો !!! અનિતા ડોક્ટરની સલાહ મુજબ , રાત્રે તેને
ઊંઘ ની ગોળી આપી ને સુવાડી દેતી અને રાત્રે જયારે દીપા નો ફોન આવે ત્યારે, તેની સાથે હવે અનિતા જ વાત કરતી અને ઉજાગરા પણ કરતી .તે દીપા ને સમજાવતી કે ,પુરુષ જયારે આવા મોટા સંકટ માં હોય
ત્યારે જલ્દી તૂટી જાય છે . આવા સંજોગો માં , જીવન સાથી તરીકે આપણે ધિરજ અને શાંતિ રાખી ને તેણે સાથ અને સધિયારો આપવો પડે , ખરે ખર તેમને આપણી સાથે ઝગડવા માં કોઈ રસ નથી હોતો.
તે તો બિચારો ! પોતાનું ફ્રસ્ત્રેશન કાઢવાની જગ્યા આપણા માં શોધે છે!!! અને આપણે સમજ્યા વિના ઝગડતા રહીએ છીએ ! હમણા ૩ -૪ દિવસ થી દીપા નો ફોન નહોતો આવતો , રીંગ ના અવાજ થી ઉદય
જાગી ન જાય, તે માટે દીપા જાગતી હતી. આમ પણ જોબ જવાના ભય થી ઊંઘ તો વેરણ હતી જ ! આવો “સા…વ ” ફ્રી સમય ભાગ્યેજ મળતો!!! આવા માં સ્વાભાવિક જ તેનું મગજ વધુ સક્રિય બન્યું ,
તેણે વિચાર્યું , આવી રીતે “લેઓફ ” ની રાહ જોઈ બેસી રહવું અને પછી ભાંગી પડવું તેના કરતાં મારે જ બીજો રસ્તો શોધી લેવો જોઈએ .
તેણે હવે ઉદય ના સ્ટાર્ટ અપ ની વિગત તપાસવા માંડી, રોજ રાત્રે જાગી ને તમામ પાસા વિચારી ને સમજી લીધાં . અને તેને લાગ્યું, ઉદય ચારે બાજુ મુસીબત થી ઘેરાયો છે એટલે પરિસ્થિતિ છે,
એનાથી વધુ વિકરાળ સ્વરૂપે નિહાળે છે. – “એક્ચ્યુલી એવરીથીંગ ઇસ અંડર કંટ્રોલ!!! “-સંપૂર્ણ પણે પરિસ્થિતિ નો તાગ લીધા પછી તેણે ઉદય ને વિશ્વાસ માં લેવા વિચાર્યું .
આજે કેયા ની વર્ષગાંઠ હતી, કેયા ઉદય ની લાડલી હતી તેને માટે ઉદય ગમે તે કરવા તૈયાર રહેતો . એટલે આજે સવાર થી ખુશ હતો તે કહે : – ” અનિતા, મારી દીકરી ને શું ભેટ આપીશું ?”
અનિતા : – ” જો ઉદય મને કાલે ઘરે આવતાં યાદ આવ્યું તો હું ગીફ્ટ લઇ ને જ આવી છું ,એટલે ઘરે આવી ને પાછા જવાનું ના રહે .”
ઉદય : – ” ઓહ ! થેંક યુ સો મચ ડીયર! અને કેયા કઈ ગીફ્ટ થી ખુશ થશે તે તારા થી વધારે કોણ જાણી શકે ?” ઉદય ને થોડો મૂડ માં જોઈ ને અચાનક જ અનિતા એ પૂછ્યું ,
અનિતા : – ” ઉદય એક વાત કહું ? તારી સ્ટાર્ટ અપ કંપની ની બધી ફાઈલ્સ મેં જોઈ, મને લાગે છે કે તું એકલો બધે પહોચી નથી વળતો, વળી આપણે જાણીએ છીએ કે મારે માથે લે ઓફની
તલવાર તો લટકે જ છે, તો હું તારી સાથે થોડું સમજી ને કામ કરું તો એટલીસ્ટ નોકરી જાય તો હું કૈક તો તારી મદદ કરી શકું, અને હા, હું પોતે જોબ છોડીશ નહિ બાકી ના સમય માં આપણે સાથે કામ કરીશું ”
ઉદય : – ” વોવ , તો તો કેટલું સારું ! પણ ડાર્લિંગ , તું થાકી નહિ જાય ?”
અનિતા : – “અરે, તારી સાથે રહી ને કામ કરવું એતો મારે માટે ગમતી વસ્તુ છે! તું પણ જાણે છે કે આપણે એકબીજા સાથે કેટલા ખુશ રહીએ છીએ , અને કેટલાય સમય થી આપણે પોતપોતાની
પળોજણ માં જ ડુબેલા રહ્યા છીએ એટલે, એકબીજા નો સાથ અને સહકાર,- સ્નેહ અને સહવાસ, કોઈ મિરેકલ સર્જી શકે તેવું પણ બને ને !”
આટલી ચોખવટ અને વાતચીત થી બંને થોડા હળવા બન્યા અને કેયા ની વર્ષગાંઠ સરસ રીતે, ખુશાલી ભર્યા માહોલ માં ઉજવાઈ ! અને તે સાથે જ મિરેકલ ના સર્જન ની શરૂઆત પણ થઇ ચુકી !
બંને પોતાની કંપની માટે રાત દિવસ એક કરી ને પુરુસાર્થ કરતાં રહ્યા , નકારાત્મકતા ની નાગચૂડમાં અને પ્રતિકુળ સંજોગો ની ભીંસમાં , સપડાયેલો ઉદય, જેમ કામ કરતો ગયો તેમ આગળ નો રસ્તો પણ
ખૂલતો ગયો . ખરે ખર અનિતા નો સાથ તેને માટે, સ્ફૂર્તિ દાયક , શક્તિ દાયક અને પ્રેરણા દાયક બની રહ્યો જ્યાં તે થોડો પણ નિરાશ થતો કે અનીતા પોતાની રીતે તેનામાં ઉત્સાહ જગાડતી અને બંને હાથ માં હાથ
નાખી ને સફળતા ના શિખર તરફ, “સ્લોલી બટ સ્ટેડી લી” ડગ માંડતાજ ગયાં- – માંડતા જ ગયાં . એક બાજુ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો, પ્રોડકટ ની ચકાસણી કરી ને પરફેક્ટ કરી શકે તે માટે ની ટીમ અદ્ભુત હતી , ફાઈનાન્સનું તો
બધું અનિતાએ જ સંભાળી લીધું!! આખરે M.B.A.ની ડિગ્રીધારક હતી અનિતા! અને તેમાય પોતાના ઘર ના ધંધામાં, પોતાના પતિ ના સ્વપ્ન ને સાકાર કરવામાં સંપૂર્ણ પણે સમર્પિત થઇ ચુકેલી અનિતા ,
તેની કંપની માટે માત્ર ફાયદા કારક જ નહિ , આશીર્વાદ રૂપ પણ બની રહી! જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ આગળ વધવાનો ઉત્સાહ બેવડાતો ગયો, કામ ચાર ગણું થવા લાગ્યું અને પરિણામ આઠ ગણું!!! .
કંપની ના ગળાડૂબ કામ માં ગરકાવ થઇ ગયેલા ઉદય – અનિતા, એક દિવસ રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કરતાં બેઠા હતાં ,
અચાનક અનિતા કહે : – ” ઉદય, દીદી ના કઈ સમાચાર નથી , તારે કઈ વાત થઇ ?”
ઉદય : – ” ના કેટલાંક વખત થી તો તું જ દીદી સાથે વાત કરતી હતી ને ? પ્લીઝ જોડ તો ફોન .”
અનિતાએ દીદી ને ફોન કર્યો કહે : – ” દીદી , કેમ હમણા થી ફોન નથી કરતાં ? સોરી, અમે પણ અમારી નવી કંપની શરુ કરવા ની દોડ દોડ માં ફોન ના કરી શક્યા , શું ચાલે છે ?”
દીદી : – ” સેઈમ હિયર ! અમે પણ અમારી કંપની ને બેઠી કરવામાં પડ્યા હતા. નીલ ના પપ્પા, ઉપરા ઉપરી ગયેલી ખોટ ને લીધે હતાશ થઇ ગયેલા , તેમને સાથની– સહકાર ની જરૂર હતી.
અનિતા, તારી સાથે ફોન પર વાતો કરતી હતી એ દિવસો માં જ મને સમજાઈ ગયું, કે આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે , મારે જ મારા પતિને હૈયા ધારણ આપવી પડશે,
મેં બીઝનેસ માં રસ લેવા માંડ્યો. શરુ માં થોડો ગુસ્સો વેઠી ને પણ કામ ચાલુ રાખ્યું અને જ્યાં, થોડી ક જ સફળતા મળી કે અમારો જુસ્સો બમણો થઇ જતો! અને કલાકો ના કલાકો કામ
કરવાનું અમને ગમવા લાગતું , અને પછી તો કામ વધે ને સફળતા પણ વધે એ સિલસિલો ચાલતો રહ્યો ! અને હવે, વેપારી ની ભાષા માં કહીએ તો, “અમે બેઠા થઇ ગયા છીએ,” એ ખુશ ખબર
પણ આપવાની નવરાશ ક્યાં હતી જુઓ ને !”
અનિતા : – ” ઓહ વાઉ , વન્ડર ફુલ !,કોન્ગ્રેટ્સ દીદી ! લો ઉદય સાથે વાત કરો .જયારે ઉદયે વાત સાંભળી તો ખુશી સમાતી ન હતી ,
તે કહે : “વાહ દીદી, તેં તો કમાલ કરી દીધી ! હવે તું પણ સાંભળ અમારી દાસ્તાન !અહીં હું પણ હતાશા ના ઘેરામાં એવો સપડાયેલો કે, ક્યાંય ડગ ભરવાની જગ્યા પણ દેખાતી નહતી,
અહીં લે ઓફ ચાલુ થઇ ગયેલા , મેં જોબ છોડી ને સ્ટાર્ટ અપ કંપની શરુ કરવાનું વિચાર્યું એવાં માં જ અમેરિકામાં — ઈકોનોમી ક્રાઈસીસે –ભરડો લીધો , તેમાં વળી તમારા બીસનેસ માં
ખોટ , નીલ ની ફી ના ભરાય તો ભણવાનું બંધ —- આ બધા માં હું તો ખરે ખર તૂટી જ ગયેલો પણ અનીતા એ જોબ ચાલુ રાખીને, મારી સાથે કંપની ના કામ માં પણ મદદ કરવા માંડી,
તું કહે છે તેવું જ અમને પણ લાગ્યું કામ દુર થી જેટલું ટફ લાગે તેટલું , કામ ને કરવા લાગીએ પછી સરળ લાગે છે , અને જેમ સફળતા મળે,તેમ કામ કરવાનો ઉત્સાહ બેવડાતો જાય.
અનિતા મારી પડખે રહીને, જ્યાં થોડો પણ પાછો પડું ત્યાંથી સંભાળી ને આગળ વધવા પ્રોત્સાહિત કરતી તેની MBA ની જાણકારી પણ એટલી જ કામ લાગી !!!”
દીદી : – ” તો ભાઈ, તમે પુરુષો હાર જલ્દી માની લો નહિ ? અનીતા એ ધિરજ રાખી ને બધું હાથ માં લીધું ત્યારે આજે આ ખુશી મળી ખરું કે નહિ ?”
ઉદય : – ” હા દીદી, તમે નણંદ -ભોજાઇ એ બંને ઘર ને ઉગારી લીધા એમ કહું તો જરાય ખોટું નથી બલ્કે , એ જ માત્ર સત્ય છે ”
દીદી: – : હા ભાઈ , તું તો જાણે છે ને અમે બાળપણ ની સખી ઓ છીએ અમારી જોડી શું ન કરી શકે ?”
ઉદય: – ” હા દીદી તમારી દોસ્તી માટે પપ્પા શું કહેતા ? યાદ છે ?”
દીદી : – ” ઓફ કોર્સ યાદ છે , પપ્પા કહેતા — બે બળદ ની જોડી , કોઈ શકે ના તોડી” !!! અને બધા ખડખડાટ હસી પડ્યાં !!!