‘બેઠક’નો વિચાર “એક થી અનેક”

મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વ કેન્દ્રબિંદુ છે ‘બેઠક’ દરેક માણસના આંખમાં એક સપનું હોય છે. મેં પણ એક મહા સ્વપન જોયું હતું ‘બેઠક’ને વિસ્તારીશ.જીવનમાં કેટલાય મિત્રો છે દેશમાં પરદેશમાં નામ ગણવા જાઉં તો લેખ ભરાય જાય, પણ ઘણી વ્યક્તિ જીવનમાં માત્ર મોસમ ખીલવવા જ આવતી હોય છે.આ વાત સહૃદયતાની છે. હું હમણાં અમદાવાદ ગઈ હતી અને ત્યાં એક વ્યક્તિને મળી ,નાનો યુવાન તરવરાટ થી ભરેલો ઉત્સાહી યુવાન. મૌલિક,વિશ્વને જીતવાની લગની,નામ તેવા જ ગુણ બધી વાતમાં એની મૌલિકતા,પોતાની સર્જકતાની અંદર ખીલે સંગીત લહેરાવે બીજામાં રોપે ,પોતાની કૃતિથી રંગાયેલો હોય અને બીજાને તેમાં તરબોળ કરે, સર્જક થઇ ભીતરથી પહોંચવાનું ચેતનાના સ્તરે, એના,સર્જનમાં એ આનંદ લે જે આપણને પણ સ્પર્શી જાય,ખુદની ચેતના શક્તિ અને સકારાત્મકતા,જેવી વાણી તેવી જ પારદર્શકતા, સાદો સીધો દેખાતો યુવાન અને  આંખોમાં અનેક સપના તરવરે, આપણને પણ તેના સપનામાં ડુબાડે એટલું જ નહિ આપણા સ્વપનો પણ પુરા કરે મેં મારો વિચાર એને દર્શાવ્યો.

અમદાવદમાં બેઠકના એનેક સર્જકો રહે છે આપ ત્યાં બેઠક શરુ કરો અને અમેરિકાને જોડતો  શબ્દનો  સેતુ બંધો તો કેમ ?મારા જીવનમાં ચમત્કારો થયા જ કરે છે મને જે જોઈએ તે આપમેળે અનાયાસે મળતું રહે છે બસ મેં બે હાથ ઉચા કરી ભગવાન પાસે માગ્યું અને ૨૨ હાથ મારી મદદે ભગવાને મોકલી આપ્યા.મૌલિકે મારા સ્વપ્નને સાકર રૂપ આપી દીધું અર્ચનાબેન અને અને તેમના પતિ દીપકભાઈ એમનું બળ બની સાથે ઉભા રહ્યા.રશ્મિ માસી (રશ્મિ જાગીરદાર)એ આશિર્વાદ આપી દીધા અને બસ બધા એ હોકારો દઈ આજના શુભ દિવસે અમદાવાદની ‘બેઠક’નો  કળશ મુક્યો અને પછી તો વિચારોનું સૌંદર્ય આપ મળે ખીલ્યું,જાણે આંબે  મોર આવ્યા, વતાવરણ ઉત્તેજિત થઇ ગયું, ત્યારે  મારા મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે?પહેલા વરસાદના છાંટા જેવી  ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું અને હું પોહચી ગઈ મારા વતનમાં સર્જકો સાથે, અમદાવાદમાં ‘બેઠક’ “એક થી અનેક” એક સ્વપનને સાકાર કર્યું, ધારેલું જાણે આપી ભગવાને ખોબો ભરી દીધો અને મનની મોસમ ખીલી……

 

આજના રામ નવમીના  પવિત્ર દિવસે અને માનનીય  રશ્મિબેન જગીર્દરના જન્મદિવસે એક વાત જાહેર કરતા આનદ થાય છે કે અમેરિકાની બેઠક હવે સંઘ બંનીનેઅમદાવાદમાં  સ્થપના કરી રહી છે. બેઠકનો સામાન્ય ઉપક્રમ  આ મુજબ હશે .

🌀સંચાલન (અર્ચિતા પંડ્યા/દિપક પંડ્યા/મૌલિક)
🌀વેલકમ સ્પીચ (દર વખતે અલગ અલગ વક્તા : વક્તવ્ય માટે આત્મવિશ્વાસ વધે તે હેતુથી )
🌀કાવ્ય પઠન
🌀વાર્તા પઠન
🌀કાવ્યનો આસ્વાદ
🌀ગયા મહિનાનો અહેવાલ
🌀પ્રમાણપત્ર અને ઈનામની જાહેરાત
🌀સાહિત્યકારની હાજરીનું આયોજન
🌀મફત પુસ્તક વિતરણ
🌀સાત્વિક ચા-નાસ્તો

દરેક વ્યક્તિને’ બેઠક’ના ખુબ અભિનંદન

મૌલિકનો પરિચય અહી મળશે -https://maulikvichar.com/about/

હાસ્ય સપ્તરંગી -(17) આ તો કેવી અજબ જેવી વાત છે..-મૌલિક “વિચાર”

(રાગ : આ તો કેવી અજબ જેવી વાત છે)

તારી તે કેવી કડવી, છે વાણી મારી રાણી,

આ તો કેવી અજબ જેવી વાત છે.

તારું તડબૂચ જેવું મોઢું, જોઇ ઊંઘી પૂંછડીએ દોડુ,

આ તો કેવી અજબ જેવી વાત છે.

તારી ફેલાયેલી કાયા, જાણે લીમડાની ઘેરી છાયા,

આ તો કેવી અજબ જેવી વાત છે..

તારો સ્પર્શ વીજળીનો કંપ, “શ્વાસ” હવા પુરવાનો પંપ,

આ તો કેવી અજબ જેવી વાત છે..

નાક તારું ચીબું, જાણે કટાઈ ગયેલું છીબું,

આ તો કેવી અજબ જેવી વાત છે..

મન મોહક તારી અદા, જાણે હનુમાનજીની ગદા

આ તો કેવી અજબ જેવી વાત છે..

મૌલિક “વિચાર”

 

ગુજરાતી હોવાનું ગર્વ -મૌલિક વિચાર-

અંગત અને વ્યક્તિગત નામના કમાવા માટે લોકો રાત દિવસ એક કરી દેતા હોય છે, અને જાતભાતના નુસખા કરી world રેકોર્ડ માટે નામ નોંધાવતા હોય છે. જયારે ગુજરાતી ભાષાના સંસ્કાર કંઈક અલગ જ છે, વિદેશમાં રહીને માતૃભાષાને પ્રચાર પ્રસાર કરવાં માટેની ઘણી પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ગત મહીને એક માન્યામાં ન આવે તેવી ગુજરાતી સાહિત્યની શબ્દરૂપી ઈમારત જોવા મળી. 12,224 પાનાંની ગુજરાતી ભાષાની વિવિધ વાંચન સામગ્રી સંકલન કરેલું પુસ્તક પ્રત્યક્ષ નજરે જોઇને રુંવાટા ઊભા થઇ ગયા.
વિચારયાત્રાની કૉલમ “ઓળખ”માં એ પુસ્તક એટલે કે “સંવર્ધન માતૃભાષાનું” વિષે વધુ વિગત વર્ણવી છે.

http://maulikvichar.com/2016/03/26/vicharyatra-march-2016/

ટૂંક જ સમયમાં આપણું આ પુસ્તક થોડીક ઔપચારિક વિધિ પતાવીને GUINNESS BOOK OF WORLD RECORD માં સ્થાન પામશે.

દુનિયાનું સૌથી જાડા માં જાડુ પુસ્તક એટલે “સંવર્ધન માતૃભાષાનું”
ગુજરાતી ભાષા સાહિત્યનો ગ્રંથ એટલે “સંવર્ધન માતૃભાષાનું”

ખુબ ખુબ અભિનંદન એ પાંચેય સંપાદકો :
વિજય શાહ, પ્રવિણા કડકિયા, પ્રજ્ઞા દાદભાવાળા, હેમા પટેલ, કિરણ ઠાકર
જેમની રાત દિવસની મહેનતથી આપણાં ગુજરાતી હોવાનું ગર્વ આપણને થાય છે.

Maulik Vichar's photo.
Maulik Vichar's photo.

માઈક્રોફિક્શન વાર્તા …(17)તડબૂચનાં છોતરા પણ નહિ મળે-મૌલિક વિચાર-

“જીજાજી” જો જો તો ખરા તમારાં અને તોરલદીદીનાં લગ્નમાં તો ધમાલ જ ધમાલ. તમારી જોડેથી તો મોજડીનાં 500 ડોલર વસુલ કરીશું અમે બધી સાળીઓ.જીજાજી એ કહ્યું  “બિન્ની એટલી કૂદકા ના માર તમને લોકોને તો મારો એક મિત્ર જ ભારે પડશે.”
તમને તો તડબૂચનાં છોતરા પણ નહિ મળે. આ બુધવારે હું અને મારો મિત્ર સિદ્ધાર્થ અમેરીકાથી સાથે જઆવીએ છીએ.મારા આગ્રહને વશ થઇને મારા અને તારી તોરલદીદીના લગ્નમાં જોડાશે.
 સાંજ પડી અને ઉદયનો રૂમ પાર્ટનર સિદ્ધાર્થ ઘરે આવ્યો અને કહ્યું સિદ્ધાર્થ આજે મારી સાળીને ચેલેન્જ આપીછે, તારા સ્કૂલના તોફાનોની જે વાતો કરતો હતો તે મારા લગ્નમાં બતાવવા પણ પડશે, મારી આબરુનોસવાલ છે, ઉદયે કહ્યું.
બુધવારે ઉદય અને સિદ્ધાર્થ ઇન્ડિયા આવ્યા. સિદ્ધાર્થ એના અમદાવાદનાં ઘરે ગયો અને ત્યાંથી જાન નાસિકજવાની હતી તેમાં જોડાયો. જાનમાં બધાં  ઉત્સુક હતા અને સિદ્ધાર્થ પણ બધાં સાથે ભળી ગયો. નાસિકપહોચ્યાં ત્યાં સુધીમાં બધાં જવાનીયાઓ ને ખાત્રી થઇ ગઈ હતી કે સિદ્ધાર્થભાઈ છે એટલે વાંધો નહિ આવે.
જાન નાસિક પહોંચી અને સાંજના લગ્નની તૈયારીઓ ચાલતી હતી, સાળીઓ પોતાની સજાવટ બાજુ પરમુકીને જીજાજી અને જાનૈયાઓને મળવા આવી અને સિદ્ધાર્થને પણ મળી, સાંજે મેચ બહું રસાકસી વાળી થશેતેનો ખ્યાલ બધાંને આવી ગયો કેમ કે ઉદયની સાળીઓ અને સાળા કંઈ ઓછાં ન હતાં બધાં જ બેટિંગ(cricketની નહિ શરતની) કરવાનાં મૂળમાં હતાં.
લગ્નની વિધિ ચાલુ થઇ, ઉદયની મોજડી સિદ્ધાર્થેજ સાચવી હતી, બધાની નજર એ મોજડી પર હતી, શાતિરસાળીઓ એ મોજડી ઝૂંટવવાનાં લાગમાં જ હતી, આખરે લાગ જોઈને ઝૂંટવી લીધી, બધી સાળીઓ રાજી થઇગઈ કે આજે તો જીજાજી પાસે 500 ડોલર વસુલ કરશું. સિદ્ધાર્થે હવે ચક્રો ગતિમાન કાર્ય અને એક કાચોખેલાડી પકડી પાડ્યો, એનાં એક સાળાને પાસે બોલાવ્યો અને કાનમાં કંઈક કહ્યું અને મોબાઈલ નંબરઆપ્યો, પાંચ મિનીટ પછી એ સાળાએ ફોન કરીને સિદ્ધાર્થને પાર્કિંગમાં બોલાવી મોજડી આપી દીધી.ઉદયની સાળીઓ તો ભોઠીજ પડી ગઈ. જાનૈયાઓ ને એક જ પ્રશ્ન હતો કે સિદ્ધાર્થે એવું તો શું કહ્યું કે ઉદયનોસાળોએ મોજડી આપી ગયો. જાન પાછી વળતી હતી અને રસ્તામાં બસ એક જ પ્રશ્ન પૂછાતો હતો, પણસિદ્ધાર્થ જવાબ જ નહતો આપતો, અંતે તોરલભાભીએ જ પૂછયું કે એવું તો તમે શું કીધું મારાં ભાઈને?
મેં તમારાં ભાઈ ને એટલું જ કહ્યું કે જો તું મોજડી નહિ લાવી આપે તો “તને તારી મમ્મીનાં  સમ”..ત્યાંજ બધાંખડખડાટ હસતા હતા અને સિદ્ધાર્થને એક SMS આવ્યો, “સિદ્ધાર્થભાઈ હવે તો ફોક કહો”.

મૌલિક વિચાર