પ્રેમ એટલે કે પ્રેમ………..મેઘલતાબેન મહેતા

નવજાત શિશુ અને નવજાત માતાના માતૃત્વનો પ્રથમ સ્પર્શ ,

પ્રથમ મિલન ,

પ્રથમ પરિચય ,

એકબીજાની પ્રથમ ઓળખ ….એટલે જ પ્રેમ ….

માતા ના હૃદય માંથી વહેતી દુધની ધારા એટલે કે પ્રેમ…

એમની કોઈ વ્યાખ્યા ન હોય અને શોધવા ન જવાય એતો ઝરણાની માફક હૃદયમાં થી આપો આપ ફૂટે અને અ ઝરણું આંખોમાંથી વહેવા માંડે। …..

હા એ સાચું બીજો કયાંય પ્રેમ ન હોય તેવું નથી ..જેમકે લાંબા સમયથી રાહ જોઈ રહેતી ભગીની એના બંધવના કાંડે રક્ષા બાંધે એ ક્ષણ એટલે ભાઈ બહેનનો પ્રેમ…..

બાળકનો હાથ પકડી માતા એને પાપા પગલી ભરાવે ,અને એના ડગમગતા પગને બાથ ભરે તે ક્ષણ એટલે પ્રેમ અને પ્રેમ। …

પ્રથમ દિવસે પુત્રને શાળામાં મુકવા જતા અથવા દાખલ કરવા જતા પિતા નો ગર્વ અને ઉત્સાહ એટલ પ્રેમ……

આ બધી પ્રેમની ક્ષણોમાં થોડો થોડો સ્વાર્થ છુપાયેલો હોય છે, એમાં કયાંક ને ક્યાંય અપેક્ષા રહે છે જેમકે પિતાના મનમાં એમ હોય કે પુત્ર મોટો થઈને કમાણી કરે અને બોજો ઉતારે ……

માતા ના મનમાં પાપા પગલી ભરાવતા એક ક્ષણ વિચાર આવે કે દીકરો મોટો થઈને સરસ વહુવારું લાવે અને વૃધ્ત્વમાં મારી લાઠી બને …

પણ મને ખ્યાય આવ્યો કે એવું કહેવાય છે કે ભગવાન માટે નો પ્રેમ એજ સાચો પ્રેમ છે… ..પણ ના એની પાછળ પણ વરદાનની અપેક્ષા તો રહે જ છે.

શુદ્ધ અલૌકિક  નિસ્વાર્થ પ્રેમ રહેલો છે નવજાત શિશુ અને નવજાત માતૃત્વના પ્રથમ સ્પર્શમાં ….

નેવું વર્ષના પતિને અઠયાસી વર્ષની પત્નીએ આ લેખ વાંચી સંભળાવ્યો ત્યારે દાંતના ચોકઠા વગરના પતિદેવે બોખલતા અવાજે કહ્યું… અમે આ હું જ તને તારા લથડતા હાથે કંઈક માંગણી પ્રમાણે લખવું હોય તો હું તને પેન નથી શોધી આપતો ત્યારે પત્નીએ ગોથા ખાતા ખાતા લાકડીને ટેકે પતિ પાસે જઈને કહ્યું કે મારો લેખ વાંચવા માટે હું તમને ચશ્માં નથી શોધી આપતી ?

અને જાણે ભગવાને ઉપરથી સાદ પાડી કહું કે પ્રેમ એટલે કે પ્રેમ………………..

આ ઉંમરે પણ એકબીજાને મદદ કરો છો ને? એકબીજાની લથડતી જીભે મજાક કરી આનંદ પામો છો ને?એક બીજાની હુંફ બની  રહો છો ને ? એકબીજાની પાંચ આંગળી માં તમારા પ્રિય પાત્રનો હાથ પકડી કોઈપણ અપેક્ષા વગરની કેડી પર આગળ વધો છો ને ?,બાળક અને વૃદ્ધમાં એજ નિર્દોષતા અને એજ સહજતા છે અને ત્યારે ફરી  અનુભવાય છે.  નવજાત શિશુ  નો પહેલો સ્પર્શ ….એજ પાંચ આંગળીમાં . અને નવજાત મતૃત્વના ના સહજ  પ્રેમની હુંફ….

બસ આ જ પ્રેમ એટલે કે પ્રેમ

-મેઘલતાબેન મહેતા-

“Knock-Knock” કરો તો સારું। ….મેઘલતાબેન મહેતા

મિત્રો ,

મેઘલાતાબેન ને આપ સહુ જાણો છો ,તેમ છતાં કહીશ કે “શબ્દોનું સર્જન” ,કહો કે” બેઠક” દરેક વખતે માસી મારા પ્રેરણા મૂર્તિ તરીકે રહ્યા છે મને પ્રોત્સાહન આપી નદીની જેમ વહેતા શીખવ્યુ છે ,પોતે સારા લેખિકા છે ,કવિતા, નાટક, લેખો,અનુવાદ તો કર્યા છે…અરે  એટલુજ નહિ રેડિયોના ખુબ જાણીતા કલાકાર પણ છે.એમની બોલવાની છટા પ્રેક્ષકોને જકડી રાખે છે ,આજે “તો સારું” ની બેઠકમાં હાજર ન હતા પરંતુ  ધ્રુજતા હાથે “બેઠક” માટે કલમ ઉપાડી છે  ….. ,માસીને દુખતા ઘુંટણે ,અને વિલચેર ના સહારે જિંદગીમાંથી હાસ્ય શોધતા આવડે છે ,આમ પણ પાછલી ઉંમરે જિંદગીની વાતો ને વાગોળી આનંદ માણવાનો હોય છે.માસીએ અમેરિકાની એક વાસ્તવિકતા હાસ્ય સ્વરૂપે લખી મોકલાવી છે,અમેરિકા સ્વતંત્ર દેશ છે અને એથી અહી privacy નો મહત્ત્વ ખુબ છે એ કરતા પણ  એમ કહું કે જરા વધારે પડતું છે…. તો ખોટું ન લગાડતા।.અમેરિકામાં knock knock કર્યા વગર ક્યાય નથી બોલાતું કે નથી જવાતું … એજ વાત “તો સારું “ના વિવિધ ઉપયોગ કરી માસીએ પોતાની જ વાત,પોતાનો જિંદગીનો એક અમુલ્ય પ્રસંગ, કલમમાં ઉતારી રજુ કર્યો છે.

તો મિત્રો માણો જિંદગીની વાસ્તવિકતાને હસતા હસતા. …

 

“Knock-Knock” કરો તો સારું। ….

 

આ ઘણા વર્ષ પહેલાની વાત છે …..”તો સારું” શબ્દ કઈ રીતે આપણા જીવનમાં આવે છે એની વાત છે…..લગ્ન થાય એટલે ઘરના દરેક વ્યક્તિ ના મનમાં એક વિચાર આવે કે હવે પારણું બધાય તો સારું। …અને મારી પણ વ્યક્ત ન કરતી ઈચ્છા હતી કે પ્રભુ મને માતૃત્વનું વરદાન આપે તો સારું। …આખરે ડૉ ,દોરા ધાગા ,બાધા આખડી ના પરિણામ રૂપે હું ગર્ભવતી બની  અને થયું આખરે મારા પ્રેમને સ્વરૂપ મળે “તો સારું  “અને બંને પક્ષે જાણે ઉત્સવ આવ્યો ,અને આનંદની છોળો ઉછળી ,ત્યારે થયું મારા ઘરમાં  કુળદીપક ની હવે જયોત પ્રગટવું તો સારું। ….અત્યાર સુધી ખુબ મેણા ટોણા સંભાળવા પડતા અને મનમાં થતું કે હવે આ બંધ કરો તો સારું। ….મેં કોઈ ગુનો નથી કર્યો ,પણ ભગવાન ને બાજી પલટતા આવડી અને મારી સામે જોયું ,મારા માનપાન વધી ગયા। …અને લોકો કહેતા તમે હવે કામ ન કરો હવે બધું રહેવા દો  તો સારું। …વહું બેટા તમે આરામ કરો ,તમારી જાતને સાંભળો તો સારું। …અને મનમાં એમ ઈચ્છતા  હોય કે કુળદીપક ને કોઈ આંચ ન આવે તો સારું। …..અંતે ખુબ આરામ કર્યા બાદ અને ખુબ ખાણી પીણી કર્યા બાદ જેની રાહ જોવાની હતી તે દિવસ નજીક આવ્યો ,બધા ડોક લાંબી કરી મુખ ઉપર આનંદ અને ચિંતા ના મિશ્રિત ભાવે રાહ જોતા, આંતરિક મનમાંથી બોલતા કે બધું હેમખેમ પાર પડે તો સારું। …

પણ અંદરથી બિરાજેલા મહાશયને આરામ ફાવી ગયો ,પૃથ્વીપર પ્રગટ થવાની ઉતાવળ હોય તેમ લાગ્યું નહિ પછી તો મુખ પરની આનંદની રેખાઓ લુપ્ત થઇ ગઈ અને ચિંતામાં ફેરવાઈ ગઈ,પછી તો સમય પૂરો થઇ ગયો અને એ ફુગ્ગાની જેમ વધુ ને વધુ વિસ્તરતો જતો હતો। …મારી તકલીફનું પૂછવું જ શું। .. બધાને થયું .કુળદીપકને સ્વાદ ચાખવાની ભાવના અતૃપ્ત રહી હશે એટલે મને જાત જાતની વાનગી ખાવા આપતા જે કમને હું ખાતી ત્યારે થતું હવે બસ કરો તો સૌ તો સારું। ….છેવટે ડૉ પાસે ગયા। …ભય હતો ઓપરેશન કરવાનું ન કહે તો સારું। ….મને કરવું પણ નહતું ,ઘરના ડૉ  પેટ પર સેથોસ્કોપ રાખી અંદર બિરાજેલા આત્માને પ્રગટ થવા  વિનંતી કરી કે હવે બહાર આવો તો સારું। ….

ડોક્ટર સાહેબે કહું ફોન જોડ્યો હતો શું જવાબ આપ્યો છે, જાણવું છે ?ડૉ live me alone  please, you know America is free country.

મારે શું કરવું અને શું નહિ એ હું નક્કી કરીશ ,મને આરામ કરવા દો ,અને please  do not heart my privacy જરા  સાચવો અને અંદર  જાંખતા પહેલા  “Knock-Knock” કરો તો સારું। ….

 

-મેઘલતાબેન મહેતા-