મેઘલાતાબેન મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ

meghlataben

મિત્રો ,આજે આપણા  બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન  મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ યાદ કરીએ મિત્રો “બેઠક”માં કે શબ્દોનાસર્જન પર  અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ …..  બધા જ લેખકો લેખિકા અને વાંચન વર્ગ સૌ સાથે મળી માસીને  આજે યાદ કરી એમની રચનાનો આસ્વાદ માણીએ,એ પહેલા એમના દીકરી માધવીબેન ના હાથે લખેલ સ્વ રચનાને માણીએ.

જીવન એક ઝંઝા 

તે છતાં લૂટો મજા

જાણ્યું માવડી તુજ થકી 

જીવન નો વૈભવ 

છે પળ પળ નો ઉત્સવ 

જાણ્યું માવડી તુજ થકી 

માવડીને મારા વંદન -માધવી મેહતા

મિત્રો જીવનમાં અમુક વ્યક્તિ હંમેશ  માટે યાદ છોડી ને જાય છે..અને કાયમ આપણા હૃદય માં સ્થાન લીઈ લે છે..મેઘલતા માસીને એમના મોઢે  સંભાળવા એક લાહવો છે ..આજે એ નથી પણ એમની લેખેલી કવિતા વાંચશો તો પણ  એ જીવંત આપની પાસે છે એવું અનુભવશો..  

મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

                                                            મેઘલતાબેન મહેતા

મારા માટે માસી એક પ્રોત્સાહન છે ,પ્રેરણા છે ગુરુ છે  તો કયારેક એક નીડર લેખિકા છે ,હુદયમાં જે અનુભવ્યું  તે એમની કવિતા દ્વારા આપણા  હૃદયમાં સોંસરવું ઉતરી ને આપણને સ્પર્શે છે. સૌમ્ય  સુંદર અને વિવિધતા ભરેલા લખાણ એવા સરળ સાદી ભાષામાં રજુ કરે કે સાત્વિક સુગંધભરી ઊર્મિના ઝરણામાં પડ્યા હોય તેવું લાગે માત્ર મને જ નહિ દરેક વાંચકને  આવું  જ લાગે  પછી એ ઘૂળેટીના ઉત્સવની ઉજવણી હોય કે પ્રેમ બંધનથી ભીંજવી  દેવાનો દિવસ, માસી શબ્દોમાં એવો ગુંથી નાખે કે કવિતા નું સ્વરૂપ લઈલે …

આમ જોવા જઈએ તો માસીએ 1946થી  એમના  હદયમાં ઉઠેલી  ઊર્મિ કે સંવેદનાને શબ્દદેહ આપવાનું શરુ કર્યું. પછીતો લોકો એમના ગીત ગરબા હોય કે બાળ  ગીતો કે કવિતા  વાંચવા કે સંભાળવા માંગણી કરવા માંડ્યા અને આડી અવળી કાપલી ને ભેગી કરી  80 વર્ષની ઉંમરે” તીર્થનું પંચામૃત પુસ્તક” બહાર પાડ્યું .આજે જેમની કવિતાજ એમની ઓળખ છે એમના શબ્દોમાં કહું તો

સ્વાનુભવ  તો સૌ કહે ..

પણ પરનો કહે તે કવિ …

સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ .

એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે.કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જ વાત છે …આ વાત મેં માસીની કવિતામાં અનુભવી છે.

          જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,

ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .

લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ

ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે  કે હા , આવુ જ થાય છે.માસી શબ્દો ના એવા આટાપlટા રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે તે કવિત્રી …અને એજ મેઘલતામાસી

એમની કવિતાઓનું એક અલગ સ્વરૂપ અને રજુ કરવાની એક આગવી છટા..સૌ પ્રથમ” પ્યાલા બરણી ” કવિતા એમના મોઢે પ્રથમ સાંભળી પ્રોગ્રામનું સંચાલન હું કરતી હતી પણ મારી બોલતી બંધ થઇ ગઈ,આવા મેઘલાતાબેહન  મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો.એમાં કોઈ શક નથી આ બ્લોગની શરૂઆત પણ એમની કવિતા થી કરી એમની પાસેથી લેખનની પ્રસાદી ને પ્રેરણા મળ્યા અને બીજા એ પણ એમને વાંચી  પ્રેરણા લીધી અને લઇ રહ્યા છે.સાદા  સરળ વિષય લઈને વાચકને અધાત્મિકતા ના શિખર પર એવી રીતે લઇ જાય કે ખબર પણ ના પડે.

“.ભમરડો” વિષય એક રમત પણ આધ્યાત્મિકતા અને જીવનની ફિલસુફી સમજાવી દે  ….

પૃથ્વી પણ છે એક ભમરડો ,અગણિતોનો સાથી?

કોના હાથે છુટયો ,છોડવે કો આ ચક્કરમાંથી?

કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?

કે પુનઃજન્મ પામીને પાછી  ગરબામાં ઘૂમવાની?

ઘડપણમાં  હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધવું એ જેવી તેવી વાત નથી  .એમની પંક્તિમાં કહું તો….

જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભરની,

કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .

ભૂતકાળનો પાલવ પકડી …જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,

જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .

એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..

મેઘલતામાસીએ  પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર   ઉપર છોડી દીધું હતું. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લેવું એ કેટલી મોટી વાત છે. એટલુંજ નહિ ..આશાવાદી હતા  ..છેલ્લે સુથી  જિંદગીના રંગો પુર્યા.તૈયાર થઇ સદાય અંબોડામાં ફૂલ મુક્યું .તેમના  આ અભિગમ ને લીધે દરેક  સવાર એક કોરી પાટી બની રહી.દરરોજ એક નવો દિવસ, સૌથી વધારે તો ઉંમરને  સહજતાથી સ્વીકારનાર માસી અંત સમય સુધી પણ નિડરતાથી  કહી શક્યા અને આજે જાણે આપણને  કહેતા હોય  એમ લાગે છે  કે…

મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન કરાવ્યા .જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે  અને અપનાવ્યા વગર છુટકો જ નથી,

જેમણે જિંદગીને આટલી સહજ સ્વભાવિક રીતે સ્વીકારી હોય એમના માટે એમની જેવી કવિતા લખવાની મારી ક્ષમતા નથી. શબ્દોના ગુલદસ્તા પણ નથી.હા.. પણ એટલું જરૂર કહીશ કે  આપના આશીર્વાદ સુરજ ની જેમ આવે ,નવી આશાઓ લાવે, ઉમંગ થી હ્રદય છલકાય, આપણા જીવનમાં રંગ પુરાય અને  આપની શુભેચ્છા આપણી સાહી બને અને  આપની કલમ અમને લખવાની પ્રેરણા આપે તેવા આપના આશીર્વાદ સદાય  બેઠકને અને સર્વ લખકોને વર્તાય 

(“તીર્થનું પંચામૃત” તો આપ્યું, તમે હવે પ્રેરણા આશીર્વાદ ના પ્રસાદ રૂપે આપતા રહો )

સાઠમાંથી સાતના

મિત્રો ,
આજે એક મેઘલતાબહેનની  સુંદર કવિતા લાવી છું

જે વાત કહેવામાં જીભ  અને આંસુ નિષ્ફળ જાય તે વાત માસી એ શબ્દો માં વણી  લીધી છે ..૬૦ વર્ષે ઉજવણું થતું હોય  .૬૦ મીણબતી બુજાવતા આંખનું  પલ્કારું મારીએ  એને  ત્યાં  તો જન્દગી ભૂતકાળમાં સરી જાય.. ત્યારે…. હું  એકવાર સાત વર્ષની હતી ..ત્યારે આમ.. ત્યારે તેમ ….

કહેતા કહેતા આંખ માંથી આસું સરી જાય..

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.
જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી ..મને યાદ છે મારી દીકરીના લગ્ન થયા ત્યારે હું  હવે નાની ન
થી રહી આવું મહેસુસ કર્યું .

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..

કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ..


સાઠમાંથી સાતના

જિંદગીની સાંકડી શેરી અતિ વાંકીચૂંકી
એમાં વળી ગલીઓ ઘણી ,કોઈ આમ આમ જતી કોઈ તેમ જતી

આયખાની આ સફર થંભ્યા વિના દોડી જાતી
પણ યાદના સભારણનાનનાં બસ અહીં તહીં છોડી જાતી

સાઠનું સ્ટેશન વટાવ્યું ,કઈ સ્મરણ -વિસ્મરણ થયાં.
મિત્રો ,સ્નેહી ને સગા ,સૌ અહીં તહીં છૂટતાં  ગયાં .

જિંદગી પાછી વળે ના ,શોધવું  કંઈ શક્ય ના .
પણ સ્મરણની આ સફરને પણ રોકવાનું શક્ય ના .

વિસરાયેલાં નામો અને કામો અને સંભારણાં.
કાં સાંભરી  આવે અચાનક જ્યમ ચમકતા તારલા ?

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

કંઈ કેટલી વાતો મધુરી કહેવાની યે રહી ગઈ ?
કેટલાય  હમ સફરની સફર અધુરી રહી ગઈ .

સાઠ  વટાવ્યા ,વાટમાં ત્યાં કોઈ અચનાક મળી ગયું
“કેટલા બદલાઈ ગયાં ?’ હૈયું વાલોવાઈ ગયું .

હાથ ઝાલી સ્મરણ નો ,ડગલી જરી પાછી ભરી .
જિંદગીની સાંકડી  શેરી તરફ દ્રષ્ટિ  કરી .

વાંકી ચૂંકી  ગલીઓ વટાવી ક્ષણમાં  બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી  યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર  પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા …

મેઘલાતાબેન મેહતા