આ મુંબઈ છે…….7

મુંબઈની ખાઉ ગલ્લી.

મુંબઈ શહેર ક્યારે પણ ઊંઘતું નથી. ચોવીસે કલાક જાગતા આ શહેરમાં દરેક વ્યક્તિ કાયમ ઉતાવળમાં હોય છે. અહીં તમને કોઈપણ માણસ ધીમે ચાલતો દેખાય તો કાં તો એ માંદો છે કે અશક્ત છે અથવા મુંબઈમાં નવો આવ્યો છે. અહીં જમીને, તરત દોડીજઈને ટ્રેન પકડી, ટ્રેનમાં ઓડકાર ખાતો માણસ જોવા મળે તો એ આશ્ચર્યની વાત ન ગણાય.

મુંબઈ શહેરની બીજી એક જાણવા જેવી વાત છે મુંબઈની ખાઉ ગલ્લીઓ. મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ગરમા ગરમ ખાવાનું મળી રહે છે. Shops and Establishments Act હેઠળ હોટેલો અને દુકાનો રાત્રે નવ-દસ વાગે બંધ થઈ જાય છે; બરોબર આ જ સમયે મુંબઈની ખાઉ ગલ્લીઓ પૂરબહારમાં અસ્તિત્વમાં આવે છે. દરેક લતામાં એક ખાઉ ગલ્લી જરૂર હોવાની. અહીં પેટ્રોમેક્ષ કે બેટરીથી ચાલતી ઝગમગાટ કરતી બત્તીઓ સાથે હારબંધ રેંકડીઓમાં પીત્ઝા, સેંડવીચ,પાણીપુરી, ચાટ, પાઉં-ભાજી, કુલ્ફી, આઇસક્રીમ અને ઠંડાપીણા, બધું જ મળે છે. ઠેક ઠેકાણે પાર્ક કરેલી મોટર બાઈક અને યુવક યુવતીઓની ભીડ જોઈ કોઈ પણ નવો આંગતુક તો આશ્ચર્યમાં પડી જાય. રાત્રે એક દોઢ વાગ્યા સુધી ધમધોકાર ધંધો કરતી આ રેંકડીઓવાળાની આવક આપણે માની ન શકીએ એટલી મોટી હોય છે.

રસ્તા પરના સ્ટોલની આસપાસની ગંદકીને કારણે ઘણા તેનો સ્વાદ માણવાથી દૂર રહે છે, પણ હવે એ ભૂતકાળ બની જશે, કારણ કે મુંબઈની ખાઉ ગલ્લીઓનું હવે ‘હાઈજીનિક મેકઓવર’ થવાનું છે. આ મેકઓવરનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે જે સ્વચ્છતા અને આરોગ્ય વિષે પ્રશિક્ષણ ખાઉ ગલ્લીના વેંચાણકારોને આપશે..આ રીતે મુંબઈ ખાઉ ગલ્લીનું ‘કૅપિટલ’ બની જશે…..આ મુંબઈ છે.

.-પી.કે.દાવડા

આ મુંબઈ છે ……1

આ મુંબઈ છે ……
 

મિત્રો 

મુંબઈ આવી છું  તો ચાલો  એની વાતો કરીએ મને ઘણી વાર પહેલાની મુંબઈના  ફોટા ઇમૈલ માં કોઈને કોઈ મોકલતું ,આમતો મારો પરિચય મુંબઈ સાથે જન્મ થી જ થયો, મોટી પણ અહિ જ થઇ લગ્ન પણ મુંબઈમાં મારે તો ગામમાં જ સાસરું  ને  ગામમાં જ પિયર ,પરણી ને સાસરે તો ગઈ  પણ શાકવાળો કરીયાણા ની દુકાન અને ઘાટી પણ એજ। …..વહુ થઇ તોય શાકવાળો મને કહે બેબી શું આપું  ….ખેર પણ હવે મુંબઈ  સાવ બદલાઈ ગયું  જો તમે લાંબા સમય પછી આવતા હો તો એરપોર્ટ  પર ઉતરતા ….  જયાં  જુઓ ત્યાં ભીડ અને  ટ્રાફિક  …કાં માણસ  ચાલે કાંતો  વાહન….આમતો ટ્રાફિક ને લીધે ખુબ ધીમા ચાલે પણ આવાજ વધારે કરે ,રીક્ષા અને ટ્રકના ધુમાડા સાથે  તમારી કલ્પનાનું મુબઈ હવા માં ઉડી જાય। …..ધરાવી ની ઝુંપડપટી  પાસે પસાર થાવ તો ખબર પડે નર્ક કોને કહેવાય। ..દુનિયાનો સૌથી મોટો સ્લમ એરિયા। ..ગંદગીથી ફદફદ થી ગલીઓં વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયા અને ઉપર મણમણતા હજારો મચ્છરો  …..સિગ્નલ ને તોડી,હૂલ આપી કપડા બગાડી જતી રીક્ષાઓ   … જ્યાં ત્યાં ઉઘાડા શરીરે ભીખ માંગતા અંગ તૂટેલા ભિખારીઓ  વધુ  લખીશ તો ડિપ્રેશન આવી જશે…. 
  
મુંબઈના કેટકેટલા રૂપ છે.એક તરફ ઝગમગતું  મુબઈ તો બીજી તરફ ખદબદતું ,જાગતું ખળભળતું  અને ઉત્સવો ને બધું ભૂલી ઉજવતુ મુબઈ છે અહી શ્રધા સાથે ઉત્સાહ તો છે પણ વધારામાં પૂરું એર પોલ્યુશન સાથે તહેવારો નિમિત્તે નોઈઝ પોલ્યુશનો પ્રસાદમાં મળે છે અત્યારે …મુંબઈમાં નહિ આખા મહારાષ્ટ્રમાં ગણપતિબાપા નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે…હું નાની હતી ત્યારે ગણપતિ મારા માટે રજાને મજાના દિવસો હતા પરંતુ આ વખતે પહેલીવાર આ ઉત્સવો ની મજા માણી ન શકી કારણ મારા મમ્મજી હોસ્પીટલમાં હતા ,ICU માં અમારા ઘરમાંથી એક જ વય્ક્તિ રહી શકતી  માટે રોજ હોસ્પીટલના ધક્કા આવા ટ્રાફિકમાં અમને કરવા પડતા ઉપરથી વરસાદ ,ઉત્સવને લીધે બમણો ટ્રાફિક ,ઢોલ -ત્રાંસા નો અવાજ આજુબાજુ માં હોસ્પિટલ હોય તો પણ  કોઈ નિયમ નહિ ,રીક્ષા ટેક્ષીવાળાના નખરા ,આ દેશમાં એવો કોઈ નેતા પાક્યો નથી જે ધાર્મિક લાગણી દુભાવવાની  ઐસીતૈસી કરીને નિયમોનું પાલન કરે અને કરાવડાવે.. .અહી જયાસુધી ધર્મના ઉત્સવનો સવાલ છે અહી ધ્વનીપ્રદૂષણના નીયોમોને ધોળીને પી જવામાં આવે છે એમ્બુલાન્સો લાચાર હાલતમાં ઢોલ નગારા સંભાળતી ટ્રાફિકની વચ્ચે રસ્તો શોધતી ઉભી જ રહે છે ત્યારે વિચાર આવે છે કે વિગ્ન હરતા ગણપતિ બાપા આ દર્દીને કયારે મદદ કરશે ? મિત્રો આજ મુંબઈ છે આજ ઝબુક ઝબુક થતી લાઈટો મુંબઈના લોકોની લાચારી પર હસી રહી છે. લોકલટ્રેન અને ધારાવીની ઝુંપડપટ્ટી ની વાતો લોકોને ચીલાચાલુ લાગે છે… .તેમ છતાં નોકરીની હાયમાં ,રોજી રોટીના ચક્કરમાં ,પોતાના સપના ઓને ખરીદવાની લયમાં લોકો જીવે છે….હા  આજ મુંબઈ છે…. 
મિત્રો વધુ આવતા અંકે