હેમંત ઉપાધ્યાય:પ્રેમ થી બોલો ઓમ નમઃ શિવાય:

મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો મહા ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે.ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે,ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે.ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.ભગવાન શંકરની મહિમાનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. બધામાં એક જ વાત કહેવામાં આવી છે કે, શિવ પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે  હમેશા તત્પર રહે છે.
તો મિત્રો આજે  જોઈએ હેમંત ઉપાધ્યાય એમની  આ પ્રાર્થનામાં  શિવજીને શું કહે છે.

પ્રેમ થી  બોલો ઓમ  નમઃ શિવાય

સહુ  પ્રેમ થી  બોલો ઓમ  નમઃ શિવાય
ખપે ના  કંઈ  નેતાને  ભ્રષ્ટાચાર  સિવાય……પ્રેમ થી
ભલે પ્રજા બિચારી મોઘવારી માં પીસાય
મારી આવડત થી મારા ગજવા તો ભરાય …પ્રેમ થી
CBI  કે જેપીસી  ના ખોટા  દેખાડા તો કરાય
અંતે કોઈ  ભ્રષ્ટાચારી ને કશું જ નહિ થાય….પ્રેમ થી
ભ્રષ્ટાચારી ઓ ને  જ માન  આદર  અપાય
મજબૂર  મનમોહન થી કશું જ ના થાય …પ્રેમ થી
સરકાર નહિ  આ સહકારી સંઘ  જ કહેવાય
કોઈ  કોઈ નું નહિ  ને બધા એક જ દેખાય …પ્રેમ થી
આ દેશ ની દુર્દશા થી હવે  દેવો પણ સંતાય
મહાદેવ ખોલે ત્રીજી આંખ એમ પ્રાર્થના  કરાય   પ્રેમ થી

હેમંત ઉપાધ્યાય

Pictuer:ટહુકો ના સૌજન્યથી